That was never my love. books and stories free download online pdf in Gujarati

એ ક્યારેય મારો પ્રેમ હતો જ નહીં.

એ ક્યારેય મારો પ્રેમ હતો જ, નહિ.

લેખક.

મનહર વાળા, "રસનિધિ." H k આર્ટ્સ કોલેજ. ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ.

મોબાઈલ 9664796945=

જૂન મહિનાનો આરંભ એટલે, વિદ્યાર્થીઓનું નવું વર્ષ. આ સમયમાં અસંખ્ય વિદ્યાર્થીઓ અધૂરા અરમાનને પુરા કરવાની આશા સાથે, અભ્યાસની સફરે ઉપડે છે.

દર વખતની જેમ આ વખતે પણ, આખીયે ગુર્જર ધરાના ખૂણે, ખૂણેથિ અમદાવાદની કોલેજોમાં ન્યુ એડમિશન આવી રહ્યા હતા. સીંયર વિદ્યાર્થીઓ પણ, જુનિયરને ઝડપથી અમદાવાદી બનાવી જ, દે. અરે આ ધરતી તો, છે જ, એવી. જેના પર, પગ મુકનાર દરેક કોલેજિયન, રોમિયો, જુલિયટ, હિર ઓર રાજા, લેલા, મજનું, પારસ, પદમણી અનેમેરુ, માલણનું રૂપ ધારણ કરી જ, લે.

અંકિતાને એનો પરિવાર અમદાવાદ મોકલવા બિલકુલ રાજી નહોતો પણ, એક દીકરીની હઠ સામે, દુનિયાના દરેક મા બાપ હારી જતા હોય છે. અંકિતા વારે, વારે, પપાને એક જ, સવાલ કરતી હતી, પપા હું અમદાવાદ કોલેજ કરવા જાવ? અંકિતાના આ એકને એક, સવાલ સામે, રમેશભાઈ એટલું જ, બોલ્યા, (હા બેટા જાજે પણ, તારો ખ્યાલ રાખજે હોને મારી દીકરી.)

અંકિતાને અમદાવાદ જવાની મંજૂરી મળી ગઈ એટલે, એતો એકદમ ખુશખુશાલ થઈ ગઈ. એ મનોમન બોલી ઉઠી કે, વાહ મારે જે રીતે ઉડવું છે એ રીતે હું હવે ઉડી શકીશ.

કોલેજ શરૂ થઈ એને બે મહિના જેવો સમય લાગી ગયો હતો. હમણાં કોઈ પરીક્ષા નજીક નહોતી એટલે, કોલેજિયન મિત્રો માટે તો, આ ગોલ્ડન સમય ચાલી રહ્યો હતો. સેકન્ડ અને થડ વર્ષમાં અભ્યાસ કરતા મિત્રો તો, મહા બંકર બની ગયા જ, હોય. એમાં જરા પણ, ફેર ન જોવા મળે. સિનિયર મિત્રો પણ, પછી આવું જ, કરતા નજરે ચડે છે.

અંકિતા પણ, ક્યારે અવળે રસ્તે ચડી ગય એ એને પણ, ખ્યાલ ન રહ્યો.

અજય પર, હજુએ અમદાવાદની રજ બાજી નહોતી. હા એ, 11 માં ધોરણથી જ, અંકિતાને મનોમન ચાહતો હતો પણ, દોસ્તી તૂટી જવાની બીકે એ, ઈકરાર કરતા અચકાતો હતો. એનું અમદાવાદ આવવા પાછળનું કારણ પણ, અંકિતા જ, હતી.

આજે અંકિતા જે રસ્તે જય રહી છે એ, અજયને બિલકુલ પસંદ નથી. એતો, સ્કૂલમાં જે સીધી સાદી અંકિતા હતી એ જ, સીધી સાદી રીતમાં કોલેજ કમ્પાવુન્ડમાં ઉભેલી અંકિતા જોવા માગે છે. જીન્સ ટીશર્ટ, મેકપના થદેડા અને આગળ ચોટલો રાખીને અંકિતાનું ફરવું અજયને જરા પણ, પસંદ નથી.

જે અભિષેક રોજે અંકિતા સાથે કોલેજમાં હાથ મસ્તી કરતો એ, અભિષેક હવે તો, અંકિતાને થિયેટરમાં પણ, લય જવા લાગ્યો. અંકિતાને પણ, અભિષેક સાથે ફરવા જવાનું ખૂબ ગમતું હતું.

અજયને એકાએક એવો વિચાર આવ્યો કે, હું અભિષેકની હિસ્ટ્રી ચકાસી જોવ. જો એનું કેરેકટર સારું હોય તો, અંકિતા ભલે એની સાથે રહે. આમેય સાચા પ્રેમમાં તો, સમર્પણ જ, હોય છે.

જેમ, જેમ, સમય વીતવા લાગ્યો એમ, એમ, અજય સીંયર મિત્રો સાથે સબંદ વધારીને, અભિષેકની સાચી ઓળખ શુ છે એનું એનાલિસિસ કરવા લાગ્યો. આ પ્રયત્નમાં અજયને એ ખ્યાલ આવ્યો કે, અભિષેક તો, સાવ લંપટ છોકરો છે. એ છોકરીઓને તો, યુઝ એન્ડ થ્રો કરવામાં જ માને છે. અજય એ સારી રીતે જાણી ગયો કે, આ એ જ, અભિષેક છે કે, જેના થકી અસંખ્ય ભોળી છોકરીઓ પિંખાઈ ગઈ છે.

આ જાણીને અજયનું મગજ કામ કરતું જ, બંધ થઈ ગયું. એ નહોતો ઇચ્છતો કે, અંકિતા આ શિકારનો ભોગ બને.

એક દિવસ અજયે અંકિતાને કહ્યું, તું મારી ખરી દોસ્ત હો તો પ્લીઝ અભિષેક સાથે સબંધ ન રાખીશ. તને ખબર છે એ કોણ છે? આ પ્રશ્નાર્થ સાથે, અજયે અંકિતાને અભિષેકની બદ્ધિ વાત જણાવી.

અંકિતાને એમ લાગ્યું કે, હું જે પૈસાદાર અભિષેક સાથે ફરું છું એ, આ અજયને નથી પસંદ એટલે, એ, મને આ રીતે મનાવે છે. આવા વિચાર સાથે અંકિતા, અજયને સોરી દોસ્ત, એમ કહીને ચાલી જાય છે.

આ ઘટનાથી અજય ખૂબ સમસમી ગયો પણ, એ કશું જ, કરી શકે તેમ નહોતો. રડે તો પણ, કેમ? હવે એને કશું જ, સુજ્યું નહિ એટલે, મનોમન બોલી ઉઠ્યો એ એના મનથી કે, આમેય એ ક્યાં મારો પ્રેમ હતો.

સમય ક્યાં કદી પણ, ખોટો સાબિત થાય છે, એ નિયતિ પ્રમાણે સત્યને આંગળી જાલિને સામે લાવે છે.

ફેબ્રુવારી પૂરો થવામાં હતો. અંકિતાને સખત પેટમાં દુખાવો થતો હતો. તેણીએ આ વાત અભિષેકને જણાવી. અભિષેક તરત સમજી ગયો કે, આ મારા કરતુતનું જ, કારણ છે. તે નહોતો ઇચ્છતો કે, હવે અંકિતા એની નજીક રહે. તે અંકિતાની વાત સાંભળ્યા પછી, અંકિતાને, રાંડ વેસિયા, જેવા શબ્દો ભાંડીને બે જાપટ મારી દે છે.

અંકિતા આ બધું જોઈને, મનોમન બોલી ઉઠી કે, હવે આત્મ હત્યા એ જ, આનો ઈલાજ છે. તે નહોતી ઇચ્છતી કે, આ મારા આખરી નિર્ણયની કોઈને જાણ થાય.

અત્યારે તો, તે, પુરપાટ ઝડપે, ઇન્કમટેક્સ બાજુ એક્ટિવા દોડાવવા લાગી. થોડે આગળ જતાં વેંત જ, એક્ટિવા સ્લીપ થઈ. આ જ, જગ્યા પર, સામેની બાજુએ, અજય રિક્ષાની રાહ જોતો ઉભો હતો. બાઇક સ્લીપ થયું એ જગ્યા પર, પળવારમાં તો, ખાસ્સી એવી ભીડ જમા થઈ ગઈ. આ ભીડને ચીરતા ચીરતા અજય છોકરીની નજીક પહોંચ્યો કે તરત, ચીસ પાડી ઉઠ્યો, હેય મારી અંકિતા છે આતો. તે નીચે બેસીને અંકિતાને બોલાવવા લાગ્યો, ઓ અંકિ ઓ મારી અંકિ, બોલતો ખરી. અજય અંકિતાને બોલાવી રહ્યો હતો એવામાં અભિષેક ત્યાંથી નીકળ્યો, અજય આ જોઈને બોલ્યો, ઓ અંકિ તારો અભી આવ્યો. હવે તો બોલ, અજયના આ શબ્દો સાંભળીને અંકિતા એક મોટા દુસ્કા સાથે રડી પડી. આ જોઈને અજય બોલ્યો રીક્ષા કરો હજુ મારી અંકિ જીવે છે. એક રીક્ષા નજીક આવી રહી હતી એવામાં અંકિતા અજયના ખોળામાં માથું નાખીને સુઈ ગઈ. અજય એના માથા પર, ચૂંદડી બાંધીને નાના છોકરાને સમજાવતો હોય તેમ મો પર, હાથ ફેરવતા, ફેરવતા બોલ્યો, અંકિ તું જલ્દી સાજી થઈ જજે, નહિતર તારા અભિનું શુ થશે. આટલું સાંભળ્યા પછી અંકિતા બોલી ઉઠી, બસ કર અજય. આટલું બોલીને એ એકાએક અજયને વળગી પડી અને એક વાક્ય બોલી ત્યાં એ બન્ને આંખો મીંચીને હમ્મેશને માટે અજયના ખોળામાં સુઈ ગઈ. હેય અજય, મારા મનથી અભી મારો હતો, બાકી એ ક્યારેય મારો પ્રેમ હતો જ, નહિ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED