આંધળીની આંખ ઉઘડી સત્ય સામે. મનહર વાળા, રસનિધિ. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંધળીની આંખ ઉઘડી સત્ય સામે.

આંધળીની આંખ ઉઘડી સત્ય સામે.
લેખક.
વાળા મનહર.

પ્રેમ બે પ્રકારના હોય છે.

એક વાસનાનો પ્રેમ અને બીજો, આત્મીય પ્રેમ.

વાસના રૂપી પ્રેમ, રૂપ રંગ અને રૂપિયો, જોવે છે.

જ્યારે આત્મીય પ્રેમ, ફક્ત સામેની વ્યક્તિની આત્મીયતાને જ, જુવે છે.

ધનરાજ શેઠની દીકરી, લક્ષ્મી ગામમાં નીકળે એટલે, આખું ગામ એને, જોવા લાગે. ગામ વાસીઓએ ક્યારેય ન જોયા હોય એવા પહેરવેશ અને ઘરેણાં આ ધનરાજની દીકરી લક્ષ્મી પાસે જોવા મળતા.

ગામની ડોસીઓ ક્યારેક ભેળી થાય એટલે, વાતો પણ, કરતી, એલી એય ગંગા ઓલા ધનરાજની સોડી તો, ટીવીમાં હિરણ પેરે એવું હંધુ પેરે કા? આ સાંભળીને આસપાસ રહેલી બધી ડોશીઓ ગંગાની વાતમાં સુર પૂરતા બોલી ઉઠે, હાસી વાત હો ગંગા.

ગામમાં ધનરાજ એક જ, ધન પતિ છે એ, વાત જાણીને, લક્ષ્મી જેમ, જેમ, મોટી થવા લાગી, એમ એમ, અભિમાનના તેજથી અંજાવા લાગી. એ મનોમન એવું સમજવા લાગી કે, મારા બાપ ધનપાલ જેવો કોઈ સમૃદ્ધ પુરુષ આ ગામમાં નથી.

આખું ગામ એ વાતથી વાકેફ હતું કે, ધનપાલની દીકરી લક્ષ્મી, આ વખતે બારમું પાસ કરીને, ઉચ્ચ શિક્ષણ માટે, કોલેજમાં જવાની છે.

સત્ય પણ, ધનપાલની લક્ષ્મી સાથે, ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો. તે ખૂબ હોશિયાર હતો એટલે, લક્ષ્મી એની ખૂબ સારી દોસ્ત બની ગઈ હતી.

સત્ય મિડલ કલાસ કુટુંબનો, અને લક્ષ્મી ધનવાન કુટુંબની છોકરી. છતાં પણ, દોસ્તી બેવ વચ્ચે ખૂબ સારી બંધાય ગઈ હતી. જો કે, લક્ષ્મી તો સત્યની હોશિયારીને કારણે જ, દોસ્તી માનતી હતી. બાકી સત્ય સાથે દોસ્તી કરવામાં પણ, એને એનું અભિમાન રોકતું હતું.

સત્ય લાંબા સમયથિ લક્ષ્મીને કંઈક અલગ રીતે જ, જોતો હતો. એ લક્ષ્મીને પોતાનું સર્વસ્વ માની ચુક્યો હતો. ધીરે, ધીરે એ, રાત દિવસ લક્ષ્મીના જ, વિચારોમાં ડૂબવા લાગ્યો.

લક્ષ્મી આવખતે બોર્ડમાં પ્રથમ આવવા માગતી હતી પણ, સત્યને તે કોઈ પણ, ભોગે હરાવી શકે એમ નહોતી.

બારમું પૂરું થવાને છ મહિના બાકી હતા. સત્ય હવે વધુ ને, વધુ લક્ષ્મીના વિચારોમાં ડૂબતો જતો હતો.

આવે વખતે લક્ષ્મીને અચાનક એક ઉપાય સુજયો, તે મનોમન બોલી ઉઠી, સત્ય દિવસે ને, દિવસે મારી નજીક આવી રહ્યો છે. જો હું એને પ્રેમની માયામાં ફસાવી દવ તો મારા માટે પ્રથમ નમ્બર લાવવો સાવ આસાન થઈ જાય. આવા વિચાર સાથે હું કાલે જ, સત્યને પ્રપોઝ કરી દશ એવા વિચાર સાથે એ, મખમલના બેડ પર, સુઈ ગઈ.

બીજા દિવસે રિસેસમાં સત્ય, જાડને ટેકો દઈને, લક્ષ્મીને જોઈ રહ્યો હતો. લક્ષ્મીને આ જોઈને થયું કે, પ્રપોઝ કરવાનો આ જ, સારો મોકો છે.

તે હળવા પગે સત્યની નજીક આવવા લાગી. ક્ષણ માટે તો, સત્ય આ દ્રશ્ય જોઈને અવાક બની ગયો.

જોત જોતામાં તો, લક્ષ્મીએ સત્યનો હાથ પકડીને શબ્દો ઉચ્ચાર્યા, આય લવ યુ. સત્ય.

આ સાંભળીને તો, સત્ય હવામાં ઉડવા લાગ્યો. લક્ષ્મી પણ, એના પ્લાન મુજબ સફળ થઈ એટલે ખૂબ ખુશ થઈ ગઈ.

સત્ય લક્ષ્મીના પ્રેમમાં અંજાયને ભણવાને બદલે વધુ પડતો લક્ષ્મીના વિચારોમાં રહેવા લાગ્યો. આ બાજુ લક્ષ્મી આ ચાલ ચાલ્યા પછી, અભ્યાસ તરફ બમણું ધ્યાન આપવા લાગી. એ સત્યને પોતાના વર્ષમાં રાખવા માટે, સમયે, સમયે એને નાની મોટી ભેટ પણ, આપ્યા કરતી.

28 મેંનો દિવસ લક્ષ્મી માટે સુવર્ણમય બની ગયો.

સવારે જાહેર થયેલા રિજલ્ટમાં જાણવા મળ્યું કે, 85 ટકા સાથે લક્ષ્મી ગામની સ્કૂલમાં પ્રથમ આવી છે અને સ્કૂલમાં 90 અપ રહેતો સત્ય, આ વખતે 70 ટકા સાથે 12માં સ્થાને રહ્યો છે.

સત્ય સમજી ગયો કે, નીચી ટકાવારીને કારણે જોઈતી સ્કોલરશીપ નહિ મળે એટલે સરખું ભણી તો, નહિ જ શકાય.

આવું વિચારીને સત્ય બાપુજીને ધંધામાં મદદ કરવા લાગ્યો.

લક્ષ્મી શહેરમાં ભણવા જતા પહેલા સત્યને, એક પત્ર આપતી જાય છે.

એ પત્ર ખોલીને સત્ય રડી પડે છે.

સાંભળ સત્ય, તારી પાસે કોઈ રીતે મને ખુશ રાખી શકવાની સંપત્તિ નથી એટલે, હું શહેરમાં જઈને, સારા ઘરનો છોકરો પસંદ કરી લશ.

હું તારી સાથે તારી જેવી ભંગાર લાઈફ જીવવા માગતી નથી. તુતો સાવ નીચ કક્ષાનું જીવન જીવે છો. આવજે.

આ પત્ર વાંચ્યા બાદ સત્ય સાચવીને રાખી મૂકે છે અને રોજ રાત્રે સૂતા પહેલા એક વખત વાંચી લે છે.

લક્ષ્મી ખૂબ ધનવાન કુટુંબની છોકરી એટલે, શહેરમાં સેટ થતા એને જરા પણ, વાર ન લાગી.

જોતજોતામાં તો, ત્રણ વર્ષ વીતી ગયા અને લક્ષ્મીની કોલેજ પણ, પુરી થઈ ગઈ.

શહેરમાં રહેતા ધનવાન કુટુંબના છોકરા, કિશનને ખબર પડી કે, લક્ષ્મી ખૂબ ધનવાન કુટુંબની છોકરી છે એટલે એને, કિશને પ્રેમની જાળમાં ફસાવી અને તત્કાલ લગ્ન પણ, કરી લીધા.

ધનપાલને આ વાતની પછી ખબર પડી પણ, સામે પણ, પોતા જેવું ઘર હતું એટલે, ધનપાલ શેઠ કશું જ, બોલ્યા નહિ. ઉતમાના એ લક્ષ્મીને કહેવા લાગ્યા કે, મારી લક્ષ્મી તો, પાક્કી હીરા પારખું છે.

સમય સંજોગને બદલાતા ક્યાં વાર લાગે છે.

લક્ષ્મી એક ભયાનક બીમારીનો ભોગ બની. વધુ પૈસા ખર્ચવાથી બીમારી તો, સારી થઈ ગઈ પણ, એની આંખમાંથી રોશની જતી રહી.

કિશન નહોતો ઇચ્છતો કે, એના ઘરમાં આ આંધળી પોતાની પત્ની તરીકે રહે. તે, કશું પણ, લક્ષ્મીને કહ્યા વગર, બીજા દિવસે ધનપાલને સોંપી ગયો.

દીકરીની બીમારી અને કિશનની કપટને કારણે ધનપાલ હવે ધનપાલ નહોતા રહ્યા. એ દિવસે ને દિવસે આર્થિક સંકડાશ ભોગવવા લાગ્યા હતા.

સત્યએ પિતાનો ધંધો સારી રીતે હેન્ડલ કર્યો હતો એટલે, એ હવે ગામમાં માથું કાઢી ગયો હતો.

એ લક્ષ્મી સિવાય કોઈ સાથે લગ્ન કરવા માગતો નહોતો. એ રોજ રાત્રે લક્ષ્મીનો પત્ર વાંચીને બોલતો કે, મારો પ્રેમ સાચો હશે તો, લક્ષ્મી એક દિવસ જરૂર મારી પાસે આવશે.

એક દિવસ સત્યને ખબર પડે છે કે, લક્ષ્મી સંપૂર્ણ રીતે અંધ થઈને પાછી પિતાના ઘેર આવતી રહી છે, એટલે, સત્ય તરત એના ઘરે ગયો.

લક્ષ્મી આંસુ સારતી સોફા પર, બેઠી હતી. સત્યએ લક્ષ્મીનો હાથ પકડ્યો. આ હાથનો સ્પર્શ લક્ષ્મીને થયો એટલે એ વધુ રડી પડી. આ જોઈને સત્ય બોલ્યો, હેય લક્ષ્મી હવે હું તારી તમામ ઈચ્છાઓ પૂરી કરીશ. મારી સાથે લગ્ન કરીશને તું?

તરત લક્ષ્મી બોલી ઉઠી, સત્ય હું હવે સાવ આંધળી થઈ ગઈ છું. મારી સાથે હવે કોઈ પરણવા રાજી ન થાય સત્ય. આ વાત સાંભળીને સત્ય રડી પડ્યો અને બોલ્યો, હેય લક્ષ્મી હું તારા બાહ્ય દેખાવ કરતા તારા અસ્તિત્વને વધારે ચાહું છું. હવે તો મારી સાથે લગ્ન કરીશને?

આ સાંભળીને લક્ષ્મી મોટે અવાજે બોલવા લાગી અને પોતાના બેય હાથ ફેલાવીને સત્યને વળગી પડી.

હેય સત્ય હું તને મારા અભિમાનમાં તને અને તારા સાચા પ્રેમને ન ઓળખી શકી.

સત્ય તું મને માફ કરજે. આજે તું આ આંધળીની આંખ બન્યો છો. આય લવ યુ. સત્ય બોલીને, લક્ષ્મી, સત્યને કપાળ પર, ચુંબન આપીને ઘૂંટણિયે પડી જાય છે.