The culmination of love. books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરાકાષ્ઠા.

પ્રેમની પરાકાષ્ઠા.

મનહર વાળા, "રસનિધિ." ભાવનગર.

મોબાઈલ,

9664796945.

મને આંખો ઉઘાડી વાંચવાની હિંમત તો કર?
એક ખુલ્લી કિતાબ જેવો ન લાગુ તો કહેજે.

સ્મિતની ડાયરીના પ્રથમ પાના પર જ આટલી મોહક બે લાઇન જોઈને અપેક્ષા હેપ્તાય ગઈ.

"ઓહ આ ડાયરી ખરેખર સ્મિતની જ છે? અરે? એ, એ, એતો સાવ ઠોઠ અને વર્ગમાં અંતિમ નમ્બરનો વિદ્યાર્થી છે. આ લખાણ એનું કઈ રીતે હોય? જે માણસને કોઈ સાથે સ્નેહથી વાત કરતા પણ, નથી આવડતું એ માણસ આટલું સરસ લખી પણ કેવી રીતે શકે?"

આવા વિચારો વચ્ચે અપેક્ષા સાવ શૂન્યમનસ્ક થઈ ગઈ. ડાયરીના પણ બે પૂંઠા બાથ ભરીને સ્મિતના લખાણને હેત કરતા હોય તેમ બંધ થઈ ગયા. અપેક્ષાની આંગળીઓ ફરીથી એક પછી એક પાના આમતેમ કરવા આઘી પાછી થઈ પણ, પૂંઠા પર સ્મિતનું નામ વાંચી ચુકેલી આંખો સ્મિતને જોયા પછી સ્મિતની ડાયરી પર વિશ્વાસ મુકવા સક્ષમ નહોતી. અરે હોય તો પણ કેમ?

નામ એનું ભલે સ્મિત હતું પણ, એ ક્યારેય કોઈને સ્મિત આપી કે, કોઈ પાસેથી સ્મિત મેળવી શક્યો નહોતો. બારમાં ધોરણ પછી મા બાપ અને કેટલાંકની સલાહથી એને કોલેજ જોઈન્ટ કરવી પડી હતી એટલે મને કમને મુખ્ય વિષય ગુજરાતી રાખીને કોલેજ આવવા જવાનું શરૂ કરી દીધું હતું. હકીકતમાં તો એને હવે જીવનમાં કંઈ જોયા જેવું લાગતું જ નહોતું એટલે, એની આસપાસ એવું કશું જ નહોતું કે, એ એના હિસાબે ખીલી શકે. એ તો બારમાના અંતિમ પેપરના દિવસે જ અચાનક ખરતા તારા માફક મુરજાય ગયો હતો. આ દિવસથી જ ઉદાસી એની આસપાસ ફરી વળી હતી અને રુદન હૈયે વસી ગયું હતું. કોલેજના પ્રથમ વર્ષના પ્રથમ મહિનાથી જ લગભગ એનો સાથ બધાએ છોડી દીધો હતો પણ, મનના એકાદ ખૂણે પડેલી આશાએ એને આત્મ હત્યા કરતા રોકી રાખ્યો હતો. કેમેય કરીને દિવસ પસાર કરી નાખતો એ રાતની નીરવ શાંતિમાં આંખ સામેથી અદ્રશ્ય થઈ ગયેલી વ્યક્તિ સાથે આંખમાં આંખ મિલાવી મન ભરીને વાતો કરતો. કેટલાય સમય પછી ક્ષણભર મિચાય જતી આંખોમાં એને દેખાતું કે,
"એક દિવસ તો એ જરૂર આવશે."

કોલેજનું પ્રથમ વર્ષ પૂરું થતાની સાથે તો એ એવો કંટાળી ગયો હતો કે, કોલેજ છોડી દેવાનું એણે મનોમન નક્કી કરી લીધું. એ એટલોબધો પાગલ થઈ ગયો હતો કે, જીવનના હકારની કવિતા સમજવા એનું મન સક્ષમ ન રહ્યું. એ તો ખોવાય ગયો હતો જાજવાંના જળમાં. જેમ એક તરસ્યું હરણ આમ તેમ ડોટ કાઢીને હાંફી જાય એમ એ હાંફી ગયો હતો. સમય પસાર કરવા માટે અને ખુદની વાતો લખવા માટે ડાયરીના પાના સમય જતાં એના જીગરી દોસ્ત બની ગયા હતા.

કોલેજ છોડી દેવી હતી પણ ઘરેથી આમ કરવાની સંપૂર્ણ મનાય હતી. આમેય તે એના દુઃખ અને દર્દના હિસાબ કિતાબ ક્યાં કોઈ જાણતું હતું. સમય જતા તો સ્કૂલ સમયના મિત્રો સાથેનો સમ્પર્ક પણ, સાવ શૂન્ય થઈ ગયો. દિવસે ડાયરીના પાનાઓ અને રાતના આંખ સામેથી અચાનક અદ્રશ્ય થઈ ગયેલી વ્યક્તિ સાથે અદ્રશ્ય રીતે આંખમાં આંખ મિલાવી મન ભરી વાતો કરવાની. એને આદત થઈ ગઈ હતી. દિવસે ક્યારેય સ્મિત ન વેરી શકનારો સ્મિત રાતના અંધારામાં કેટલીયે વખત પેલી અદ્રશ્ય વ્યક્તિ સાથે દિલ ફાડીને વાતો કરતા કરતા ખડખડાટ હસી પડતો. રાતનું રુદન પણ આ જ વ્યક્તિના ખભાનું સરનામું શોધ્યા કરતું હતું. એ અઢારનો થઈ ગયો હતો પણ, સોળ ઉતરીને સત્તરમાં વર્ષમાં બેઠેલી સોનલ દોઢેક વર્ષ પછી પણ, એને હૈયે એમની એમ ધબકતી હતી. એના જાન્જરનો રણકાર એવો ને એવો કાનમાં ગુંજતો હતો. ફુલનેય શરમાવી દે એવો એનો ચહેરો હજીયે એની આંખમાં રમ્યા કરતો હતો. પર્પલ કલરના ડ્રેસ પર વાઈટ ચૂંદડીનો છેડો રમાડતી, રમાડતી એ વર્ગના બારણાં પાછળ કે, લાઈબ્રેલીમાં, રમત રમતી વખતે ખુલ્લા મેદાનમાં કે રિસેસમાં પેલા આંબા પાછળ ડોટ કાઢીને ખબર વગર હાથ પકડીને હજીયે ઘણી વખત પેલી વારંવાર કહ્યા કરતી એ જ વાત કરીને ખભા પર માથું મૂકી દેતી. "ઓય સ્મિત આ તારી સોનલ કેવી ગમે છે હેં?"
આ સાંભળીને સ્મિતનો ચહેરો એકદમ ખીલી ઉઠતો અને એ સોનલની આંખમાં આંખ નાખીને બોલી ઉઠતો,
"એય સોનલી નથી ખબર મને."
આ સાંભળી સોનલ ખભા પરથી માથું ઊંચકીને ખડખડાટ હસી પડતી અને કહેતી,
"જુઠ્ઠા તને તો કંઈ ખબર નથી. ચલ જા નહિતર પાગલ જો કોઈક જોઈ જશે ને તો?"
આટલું બોલીને એ ડોટ કાઢી જતી રહેતી.

અંતિમ પેપર સુધી બન્ને મળીને એક મેઘધનુષ માફક સપ્તરંગી શમણાં સજાવીને ખુદની કલપેલી દુનિયામાં વિહાર કરતા હતા. છાને છુપે પકડેલો હાથ અને સાથ હસ્ત મિલાપ સુધી પહોંચે એવી અદમ્ય ઈચ્છાઓ બેવુના હૃદયમાં ભરચક હતી. એક ખીલતા ગુલાબ માફક ખીલતા પ્રેમ પુષ્પને એ ખુદની જિંદગીની આથમતી સંધ્યા સુધી એક અનોખા જ મઘમઘાટ સાથે લાગણીની સુવાસ ભેળવી રગ રગ ને રોમ રોમમાં મહેકાવવા માગતા હતા ને ઉગતી સવારે જે દરિયા કાંઠે ઉઘાડા પગે ચાલતા હતા ત્યાં આથમતી સંધ્યા ટાણે કરચલી પડી ગયેલા હાથ હાથમાં લઈને પશ્ચિમ તરફ ઢળી રહેલા રાતા રંગના સૂર્ય સામે જોતા, જોતા એકબીજાને આય લવ યુ કહેવા માગતા હતા. રોમાન્સ સભર રાતોને રંગીન બનાવી ઉતરતી પાનખર વખતે પાંગરતી પાનખરની પીડાના હમદર્દ બનવા માગતા હતા ને, શ્વાસમાં શ્વાસ ભરીને સ્થાપેલા વિશ્વાસને વળતી વેળા સુધી અવિરત વહેતો રાખવા માંગતા હતા પણ, કોને ખબર હતી કે, આ સપ્તરંગી સપના એક દીવા સ્વપ્ન બની જશે.

વિરાજ સોનલને દિલ ફાડી એકતરફી પ્રેમ કરતો હતો પણ, સોનલ અને સ્મિતના અગાધ પ્રેમથીય વળી ક્યાં એ જરાય અજાણ્યો હતો. સોનલને ખુદની બનાવવી એ વિરાજ માટે કોઈ વાતે શક્ય નહોતું. તોય એનું મન આ વાત સ્વીકારવા તૈયાર નહોતું. એને તો જોઈતી હતી આરસ પારસની પૂતળી સમી સોનલ.

અઠયાવીસ માર્ચ બે હજાર અઢાર. ગુરુ વાર.

પેપર શરૂ થવાને હજી ત્રણેક કલાકની વાર હતી. અંતિમ પેપર એટલે બધાય વિદ્યાર્થીઓ વર્ગમાં ભેગા મળીને વિદ્યાર્થી જીવનની સુવર્ણ કહી શકાય એવી અંતિમ ક્ષણો એમનેમ પસાર થઈ જવા દેવા નહોતા માગતા. આખો વર્ગ વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી રહ્યો હતો પણ, સ્મિત કંઈક કારણસર વર્ગમાં નહોતો. વિરાજે બરાબર આ તકનો લાગ જોઈને સોનલને એક ચિઠ્ઠી આપી. સોનલ પ્રથમ નજરે તો આ ચિઠ્ઠી લેવા તૈયાર નહોતી પણ, અચકાતે હાથે એણે આ ચિઠ્ઠી લઈને એ જ ક્ષણે ઉઘાડી કરી નાખી. આ ચિઠ્ઠીમાં જે લખાણ હતું એ વાંચી સોનલ પોતાના પ્રિય પાત્રને એકદમ નફરતના ભાવથી જોવા લાગી.

"સોનલ તારા જેવી ભોળી છોકરી કોઈ શિકારનો ભોગ ન બને એટલે, હું તને આ વાત કહી રહ્યો છું.
સોનલ કાશ તું સ્મિતને હૃદયથી અનહદ પ્રેમ કરતી હશ પણ, સ્મિત છોકરીઓ સાથે રમત રમવામાં નમ્બર વન છે. તારા સિવાયની પણ કેટલીય પારેવડીઓ એ સ્મિત નામના શિકારી સામે તરફડી ગઈ છે. તું જેને પ્રેમ સમજે છો એને તો એ, રમત સમજે છે. એને મન એક છોકરી એટલે, એક એવું રમકડું કે, જેને ધરાય ધરાયને રમી લીધા પછી સહજ રીતે ફેંકી દેવાની અને કોઈ નવીને પટાવવાની. એને ચરિત્ર સાથે રમવાની આદત પડી ગઈ છે."

પુરી ચિઠ્ઠી વાંચી સોનલ વર્ગમાં ચારેય કોર નજર ફેરવવા લાગી. કદાચ જો સ્મિત અત્યારે જ આંખ સામે આવી ગયો હોત તો આ જ ક્ષણે સંબંધમાં પૂર્ણ વિરામ મુકાય ગયું હોત. જે સોનલ આંખ મીંચીને સ્મિતને પ્રેમ કરતી હતી એ જ, સ્મિત હવે એને એકદમ નક્કામો માણસ લાગવા લાગ્યો હતો. જે ખભા પર મન મુકીને હસવા રડવાનું મન થતું હતું એ ખભો હવે દુષમન લાગવા લાગ્યો હતો. સ્મિત માટે એ સરસ મજાની ઘડિયાળ લાવી હતી પણ, હવે એને આપી શકાય એવો સમય એની પાસે નહોતો.

સાંજના સાડા છ સુધીમાં તો અંતિમ પેપરનો ભાર પણ ઉતરી ગયો હતો. સ્મિત અંતિમ મુલાકાતને યાદગાર બનાવવાના હેતુથી સોનલને ડેરીમિલ્ક ઘડિયાળ અને એક કોરા પન્નાની ડાયરી આપવા ઈચ્છતો હતો. દર વખતની માફક આ વખતે પણ, નોટ બુકમાં બધી વસ્તુ રાખી સોનલને આપવા માંગતો હતો. જેવો એ સોનલ તરફ આગળ વધ્યો કે તરત સોનલ બોલી ઉઠી,
"સોરી સ્મિત, આપણું કોઈ ભવિષ્ય નથી."
આ સાંભળીને સ્મિત હેપ્તાય ગયો. એને સોનલ દ્વારા બોલાયેલા શબ્દો પર જરા પણ વિશ્વાસ થતો નહોતો. એ કંઈ જ ન સમજ્યો હોય તેમ બોલી ઉઠ્યો,
"એય તે શું કહ્યું?"
સોનલ એકદમ ગુસ્સાના ભાવ સાથે ફરી વખત બોલી ઉઠી,
"એ જ કે, આપણું કોઈ ભવિષ્ય નથી."
સ્મિત આ વાત હજી પણ સ્વીકારવા રાજી નહોતો પણ સોનલ ખોટી પણ નહોતી. એનામાં તો હવે સ્મિત પ્રત્યે નફરતની આગ જ ઝરતી હતી જ ને? સ્મિત દરેક વાતનો ખુલાસા સાથેનો જવાબ મેળવવા માગતો હતો. કાશ બન્ને વચ્ચે એકાદ પણ, લાંબો સંવાદ રચાયો હોત તોય સત્ય સુધી કદાચ પહોંચી શકાયું હોત પણ હવે આમાંનું કંઈ શક્ય નહોતું. આથમતા સૂર્ય સાથે પ્રેમનું પુષ્પ કરમાય જશે એવી સ્મિતને થોડી કંઈ કલ્પના હતી? એ સોનલને કહેવા માગતો હતો કે,
"યાર હું તને પ્રેમ કરું છું."
સોનલ પાસે હવે કંઈ જ સાંભળવાનો સમય નહોતો. એ મો ચડાવી સ્મિતને કાયમ માટે અલવિદા કહી ચાલતી થઈ ગઈ હતી.

કશુંય કહ્યા વગર ચાલતી થઈ ગયેલી સોનલને એ સાદ પાડીને પાસે બોલાવવા ચાહતો હતો પણ, હવે એના અવાજમાં તાકાત રહી નહોતી. પેપર પુરા થયાનો આનન્દ વેદનાના વલવલાટ વચ્ચે ખોવાય ગયો હતો. વગર પ્રતિઉત્તરની પીડા લઈને બીજા દિવસની સવારે જ એ હોસ્ટેલ છોડી પોતાને ઘેર જતો રહ્યો હતો.

મા ઘણી વખત પીડાનો તાગ મેળવવા માગતી હતી પણ, સ્મિત કેમેય કરીને વાત પલટાવી માને કશુંય જણાવતો નહોતો. સ્મિતનું એકાંત દિવસે ને દિવસે વધુ વેદનાસભર બનતું જતું હતું.
"હવે હું એકલો, મારું કોઈ ન રહ્યું."
આવું સતત એ ફિલ કરવા લાગ્યો હતો. પોતાની આસપાસ રહેલી દુનિયા એને મન સાવ વામણી સાબિત થઈ ચૂકી હતી. રંગીન અક્ષરથી લખાયેલા પ્રેમ પત્રો સાવ રંગહીન થઈ ગયા હતા. પોણા બે મહિના પછી જાહેર થયેલા પરિણામમાં એ પ્રથમ આવ્યો હતો પણ, એની ખુશી એને લેશ માત્ર નહોતી.

કોલેજના આરંભના દિવસોમાં તો, પ્રોફેસર સહિત પુરી કોલેજ સ્મિતના પરિણામની દીવાની હતી પણ, સ્મિત પરિણામ પ્રમાણે ક્યાં પોતાનું પર્ફોમન્સ આપવા સક્ષમ હતો. સોનલના ગયા પછી બધુંય એની પાસેથી છીનવાઈ ગયું હતું. ડાયરીના પાના વચ્ચે જ ખુદનું જીવન વ્યતીત કરવાની એને આદત પડી ગઈ હતી. રોમેન્ટિક મિજાજમાં લખાયેલી કાવ્ય પંક્તિઓ હવે વિરહની વેદના સ્વરૂપે ડાયરીના પાને પાને પ્રગટવા લાગી હતી. ખરું કહો તો એક ડાયરી જ એની જીવન સાથી બની ગઈ હતી. એમાં લખાતું લખાણ એને મન એની સાથેનો સંવાદ કરતા હતો.

છ સાત મહિનામાં એ એટલો બધો પાગલ થઈ ચૂક્યો હતો કે, લોકોની નજરે એ ગાંડો સાબિત થવા લાગ્યો હતો. જો કે ભૂતકાળનું એનું વાંચન એટલું બધું વિશાળ હતું કે, હજી સુધી કોલેજની એક પણ પરીક્ષામાં એને કેટીનો સામનો નહોતો કરવો પડ્યો. એમાંય નરસિંહ, મીરા,થી માંડીને વર્તમાન સાહિત્યકારોમાંના મોટા ભાગના સાહિત્યને સારી પેઠે પી ગયો હતો. ઇતિહાસ અને મનો વિજ્ઞાનનો પણ બહુ રસિયો હતો. બસ ફર્ક એ જ કે, સોનલના ગયા પછી એક ડાયરી સિવાય અન્ય સાહિત્ય ક્યારેય હાથમાં પકડ્યું નહોતું.

એક દિવસ ભૂલથી એની ડાયરી પોતે જે જગ્યા પર બેસતો હતો ત્યાં જ પડી રહી હતી. સાથે ભણતી અપેક્ષાની નજર આ ડાયરી પર પડી એટલે એણે કોઈને પણ કહ્યા વગર આ ડાયરી પોતાની પાસે રાખી લીધી. ડાયરી હાથમાં આવતાની સાથે જ એણે નક્કી કરી લીધું કે, હવે પછીનો લેક્ચર બંક કરીને આ ડાયરીમાં રહેલું રહસ્ય ઉઘાડું કરવું છે.

કોલેજ કમ્પાવુન્ડમાં રહેલા ગાર્ડનમાં બેસીને અપેક્ષાએ પોતાના વિચાર મુજબ ડાયરીના પાના ઉઘાડા કર્યા. પ્રથમ નજરે તો એ ડાયરી લખનાર પર વિશ્વાસ ન કરી શકી પણ, પાછળના પાનાનું લખાણ પણ એને આજે ચકાસી લેવું હતું. જેમ જેમ ડાયરીના પાના ઉઘડતા ગયા તેમ, તેમ, અપેક્ષાનું હૃદય વધુ ને વધુ ધબકવા લાગ્યું. ડાયરીના દરેક પાને તરસ સિવાય કશુંય નજરે પડતું નહોતું. પુરી ડાયરી હજી નહોતી ભરેલી પણ, અંદર જે કંઈ હતું એ વેદના અને સંવેદનાથી ભરચક હતું. એક નિસફળ પ્રેમીની પ્રેમ કહાની ખૂબ રોચક અને રહસ્યમય હતી. આ દરેક લખાણમાં એક પાના પરનું લખાણ અપેક્ષાને રડાવી ગયું.

"સોનલ તે આવીને તારા સ્મિતને કવિ સમ્રાટ બનાવ્યો હતો. મારી દરેક કવિતાની તું દીવાની હતી. હું એટલે જ કવિતાઓ અને બીજું થોડું કંઈક લખતો હતો. તું ચાલી ગઈ ને તારો કવિ સમ્રાટ પણ, મુરજાય ગયો ને કાવ્યના જોડકણાં વિખેરાઈ ગયા. હજીયે કાશ તું આવે ને તો, મારા જીવનની કવિતા કડીબદ્ધ ગોઠવાય જાય.
મરણ એ રીતે થયું છે મારું આ ભવ,
હું જ મારા બેસણામાં હાજર હોવ છું કાયમ."

આ લખાણ વાંચીને અપેક્ષા બોલી ઉઠી,
"ઓ કવિ સમ્રાટ તારા જીવનની કવિતાને હું ફરી ખીલવીશ. મારે તારી સોનલ થવું છે સ્મિત."
આખરે અપેક્ષાએ ડાયરીના અંતિમ લખાણ નીચે લખ્યું કે,
"સ્મિત હું તારી અપેક્ષા, મારે તારી સોનલ બનીને ફરી તને કવિ સમ્રાટ બનાવવો છે. તારી કાવ્ય પંક્તિના શબ્દે શબ્દે મારે તારી સોનલ બનીને ધબકવુ છે."

આટલું લખ્યા પછી એ ગાર્ડન છોડીને વર્ગ તરફ ચાલતી થઈ. આ અરસામાં એને સામેથી આવતો સ્મિત દેખાયો. આમ થવાથી અપેક્ષા હાથમાં રહેલી ડાયરી સ્મિત જોઈ શકે એમ રાખે છે. સ્મિત જેવો પોતાની ડાયરી અપેક્ષાના હાથમાં જોઈ જાયછે કે તરત, આશ્ચર્યમાં મુકાય જાય છે. એણે સોનલના ગયા પછી ક્યારેય કોઈ છોકરી સાથે વાત નહોતી કરી પણ, એની ડાયરી પણ એને નહોતી છોડવી. એ મને કમને પણ અપેક્ષા સાથે વાત કરવા જેટલો સક્ષમ બન્યો અને અપેક્ષાની નજીક જઈને બોલ્યો,
"આ ડાયરી મારી છે મને આપશો?"
આ સાંભળી અપેક્ષા સ્મિતને ગાર્ડન તરફ આવવાનો ઈશારો કરી ગાર્ડન તરફ ચાલતી થઈ. સ્મિત માટે ડાયરી પાછી મેળવવી જરૂરી હતી એટલે, અનિચ્છાએ પણ એના પગ ગાર્ડન તરફ ઉપડ્યા.

અપેક્ષા ગાર્ડનમાં રહેલા એક વૃક્ષ પાછળ જઈને ઉભી રહે છે. સ્મિત ત્યાં આવીને ફરી એ જ શબ્દો બોલ્યો,
"આ ડાયરી મારી છે, મને આપશો?"
આ સાંભળી અપેક્ષાની આંખો રડી પડી અને એ સ્મિતના ખભા પર માથું રાખી બોલી ઉઠી,
"એય આ તારી સોનલ કેવી લાગે છે."
આ જોઈને સ્મિત પણ, ખુદને ન રોકી શક્યો. અપેક્ષાનું વર્તન એની સામે ભૂતકાળ પ્રગટ કરી ગયું. કેટલાય સમયથી એના હૃદયમાં રોકાયેલા લાગણીના બંધ તૂટી ગયા. આંખો વરસી પડી અને હૈયું ભરાય ગયું. વૃક્ષના પાંદડા હસી પડ્યા અને પવનની લહેરખી નવી જ તાજગીનો એહસાસ ફેલાવી ગઈ. જોતજોતામાં અપેક્ષા અને સ્મિતનું રુદન હાસ્યમાં ફેરવાય ગયું. આંખો હસી પડી, હૃદય મહેકી ઉઠ્યું અને સ્મિતના તરસ્યા થયેલા હોઠ પર અપેક્ષાએ ખુશ્બુની મહોર મારી દીધી. આ જોઈ સ્મિત એટલું જ બોલ્યો,
"એય અપેક્ષા તે આથમી ચૂકેલા અસ્તિત્વને ખીલવ્યું છે. તે મારી અધૂરી ડાયરીના પાના કોરા રાખીને મારું જીવન લખ્યું છે.
આય લવ યુ. અપેક્ષા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED