એક દુપત્ટે હજારો હૈયાને હચમચાવ્યા. મનહર વાળા, રસનિધિ. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક દુપત્ટે હજારો હૈયાને હચમચાવ્યા.

એક દુપટ્ટે હજારો હૈયાને હચમચાવ્યા.

લેખક.

મનહર વાળા.

કેમ તને ભૂલું એ દોસ્ત,

તું તો મારા હૃદયનો હિસ્સો છે.
આવા એટીટ્યુટ સાથે જીવન પસાર કરતું પાત્ર એટલે, સહુનો માનીતો અને જાણીતો, નિર્મળ.

જ્યારથી ચાલતા શીખ્યો છે ત્યારથી, નિર્મળ દોસ્તોની વચ્ચે જીવતો આવ્યો છે. એની ફેસબુક વોલ પર, અને વોટ્સએપના સ્ટેટ્સ પર, પણ, દોસ્તી વિશેનું જ, લખાણ જોવા મળે. આમ જોઈએ તો, નિર્મળ મિત્રોને, પોતાના જીવ કરતા પણ, વધારે ચાહતો.

ઘરથી માંડીને શાળાના કમ્પાવુન્ડ સુધીના વિસ્તારમાં તો, એના સેંકડો મિત્ર બની ગયા હતા. બારમાં ધોરણની પરીક્ષાઓ પતાવીને દરેક દોસ્તો પોતપોતાના વતન જતા રહ્યા હતા. આવે વખતે નિર્મળને અચાનક પોતાના જીગરી જાન દોસ્તોની યાદ આવી જાય છે. અત્યારે એને એ ખભાની જરૂર છે જે, ખભાઓને એ, ફેસબુક વોલ પર, જોઈ રહ્યો છે. જેમ જેમ, મિત્રોના ફોટા આંખ સામે આવતા ગયા, એમ, એમ, મિત્રોની યાદ પણ, ભરપૂર આવવા લાગી.

ફોટાને ટગર, ટગર જોઈ રહેલી આંખોમાંથી ખરતા આંસુ પાંચ કે, છ ઇંચના મોબાઇલની સ્ક્રીન પર, પડીને એક બિંદુ સ્વરૂપે, નીચેની તરફ સરકવા લાગ્યા. આ આંસુની ધાર જ્યારે એના હાથને સ્પર્શી ત્યારે તો, સામે રહેલા મોબાઇલની સ્ક્રીન પણ, બંધ થઈ ગઈ હતી.

એક ઊંડા શ્વાસ સાથે, ફરી એ, મોબાઈલ ચાલુ કરીને, ફેસબુક મચેડવા લાગ્યો.

ઘણો સમય આમને, આમ વીતી ગયો એટલે, એને થયું કે, મિત્રો વિશે લાવ એકાદ વાક્ય લખીને, ફેસબુક વોલ પર, શેર કરું. નિર્મળ તો, આમેય મિત્રોને દિલથી ચાહે છે એટલે, દોસ્ત વિશે એક વાક્ય તો, એના માટે રમતની વાત કહેવાય. જેવી એની આંગળીઓ કિપેડ પર ફરી કે, તરત એક મસ્ત વાક્ય પોતાના દોસ્તો માટે લખાય ગયું. લાગતા વળગતા મિત્રોને ટેગ કરીને, મુકાયેલી પોષ્ટ જોતજોતામાં તો, એના દરેક મિત્રોની ફેસબુક વોલ પર, દ્રશ્યમાન થવા લાગી.

જીવનમાં દોસ્તી પણ બહુ જરૂરી છે,
અડધી રાત્રે ચા પીવા મહેબુબા નહીં આવે.

મિનિટોની ગણતરીમાં નિર્મળની આ પોષ્ટ પર, મિત્રોની કૉમેન્ટનો મારો શરૂ થયો.

વાહ દોસ્ત વાહ.

સુપ્પર હો નિર્મળ.

વાહ ભય વાહ.

વાહ દોસ્ત વાહ.

ગજબ હો.

હા રાજા હા.

મિત્રોની આવી અનેક કોમેન્ટ જોઈને, નિર્મળને પોતાના મિત્રોની વધુ યાદ આવવા લાગી.

આ રીતે ફેસબુક પર, પાગલ થયેલા દોસ્તોને જોઈને, નિર્મળને વધુ મિત્રો માટે એક ઓનલાઈન પત્ર લખવાનું મન થયું. એ જેમ, જેમ, પત્ર લખવા લાગ્યો એમ, મિત્રો પણ, વધુ હૃદયની નજીક આવવા લાગ્યા.

નિર્મળના આ દોસ્તીના પત્રની પ્રથમ બે લાઈન જ, પોતાના જીગરી મિત્ર પાસે દોડી જવા મજબૂર કરી દે છે. કદાચ તો, આ આખો પત્ર વાંચીને તો, ઘણા વિખુટા પડેલા મિત્રો, ફરી એક બીજાને બાથમાં લઈને રડ્યા હશે.

દોસ્તી એટલે એ ખભાનું સરનામું,
જ્યાં દુઃખની ટપાલ ટીકીટ વિના પોસ્ટ કરી શકાય !!

પ્રિય મિત્રો આ જ, કારણથી તમને હું, નિર્મળ પત્ર લખી રહ્યો છું.

આ પત્ર મને મિત્રો બહુ યાદ આવે છે એટલે જ, લખું છું.

નદી ને સાગર ના કિનારા સીવાય ક્યાં બીજો કોઈ ખ્યાલ છે,
એમ દોસ્ત નિઃસ્વાર્થ લાગણીનો તું જ સાર છે

સાહેબ આ જિંદગીને મારા દોસ્તોના નામે કરી દવ,
તેઓની દોસ્તી માટે તો હું ખુદને પણ નિલામ કરી દવ.

દોસ્ત તું જો બાકાત હો મુજથી તો એકલો હું શૂન્ય થઇ જાઉં,
ને તું જો પીઠબળ હો તો હું એકલો જ સૈન્ય થઇ જાવ.

જિંદગી મળતા તો મળી ગઈ,
પણ જો દોસ્ત તમે ના મળ્યા હોત,
તો આ જિંદગીમાં મજા ના હોત.

ખાંડ વગરની ચા
અને ગાળો વગરની દોસ્તી,
બંને હંમેશા ફિક્કી લાગે છે.

હું રંગ છું મારા મિત્રોના ચહેરાનો સાહેબ,
જેટલા એ ખુશ થશે એટલો હું નિખરતો જઈશ. કોણ કહે છે દોસ્તી બદનામ કરે છે સાહેબ,
નિભાવવાવાળા મળી જાય તો દુનિયા સલામ કરે છે.

એક લીલા પાનની જરૂર હોય,
અને આખી વસંત લઈને આવે એનું નામ મિત્ર.

જયારે જયારે સ્કુલની વાત આવે છે,
એ દોસ્ત તારી બહુ યાદ આવે છે.

સાચી મજા તો દોસ્તો સાથે,
જૂની વાતો યાદ કરવામાં આવે.

મિત્રો આપણે કેટલા નસીબદાર છીએ કે, ચડ્ડી ટીશર્ટ પછી, જીન્સ ટીશર્ટ, આવ્યા પણ, આપણામાંથી કોઈના સ્વભાવ ન બદલાયા.

યાદ છે મિત્રો એ દિવસ જે દિવસે, હું અને તમે, એક જ, કાંકરાના ચાર કે, પાંચ ભાગ કરીને, સ્લેટ પર, લખતા હતા.

એલા એય, પ્રવાસ સમયે તો, આપણી ટુકડી ખૂબ ધમાલ કરતી નય?
એલા ઓલા જામબુડા અને આંબા પર, આપણે કેટલા બધા એક સાથે ચડી જતા કા?

ઓલી આપણી સાથે ભણતી રંભૂડીને ઓલા વિશાલ સાથે બોવ ખીજવતા ને, એ રંભૂડીએ કેટલી વખત આપણી ફરિયાદ પેલા મોટા માથા વાળા સાહેબને કરી આવતી ખબર?

આ સાહેબની સોટી બોવ ખાધી છે આપની ટુકડીએ હો.

દોસ્તો એટલા હરામી હોવા જોઈએ,
કે તમે એની સાથે હો તો બધા પ્રોબ્લેમ ભૂલી જાઓ.

ક્યારેક દોસ્તી માટે લડવાનું થાય તો કહેજો,
મેદાનમાં નઈ ઘરમાં ઘૂસીને મારશું.

બે અક્ષરની "મોત" અને ત્રણ અક્ષરની "જિંદગી" માં,
હંમેશા અઢી અક્ષરની "દોસ્તી" જીતી જાય છે.

છોકરાઓને કોઈ BESTIE નથી હોતા,
અમે એને ભાઈઓ કહીએ છીએ.

ટીફીનનું એક બોક્સ અને ઘણા હાથ,
સાચે જ સ્કુલના દિવસો બહુ મસ્ત હતા.

આ છેલ્લું વાક્ય લખતા, લખતા, નિર્મળના હાથ અટકવા લાગ્યા, મિત્રોને કલ્પના રૂપે નિરખી રહેલી આંખો ફરી પાણીદાર થવા લાગી. એનું હૃદય પણ, કહેવા લાગ્યું કે, બસ. આટલું બહુ થયું. હવે આગળ લખ્યા વગર જ, તું મન ગમતા સરનામે શેર કરી દે.

હૃદયનું કહેવું માનીને નિર્મળની આંગળીઓ મોબાઈલ પર, ફરી અને મિત્રોની ફેસબુક વોલ પર, આ સુંદર અને હૃદય સ્પર્શી લખાણ દ્રશ્યમાન થવા લાગ્યું.

આ લખાણ જોઈને નિર્મળના દોસ્તોએ નિર્મળને એક સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.

વિનયના કહેવા મુજબ વીસેક મિત્રો, બીજા દિવસે એક સાથે, નિર્મળના ઘરે પહોંચી ગયા.

આ દ્રશ્ય જોઈને તો, નિર્મળ પાગલ બની ગયો. એ એકેક મિત્રને બાથ બીડીને મળવા લાગ્યો.

આવેલ વિસ મિત્રોમાંથી ચાર પાસે કાર હતી એટલે, બધાએ તત્કાલ નક્કી કર્યું કે, આપણે બધા એક સાથે, કોટડા ફરવા જઈએ.

દરિયા કિનારે ફરવું નિર્મળને ખૂબ ગમે છે. આથી જ, આવેલ દોસ્તોએ કોટડા ફરવા જવાનો આગ્રહ રાખ્યો.

રસ્તા પર, સરરરરરરરરરરરરરસુમસુમસુમસરરરરરરસુમસુમસરરરરરરરરરરરરરરરસુમસરરરરરસુમસુમ કરતી, કાર પીઇઈઈપીપોઓઓઓઓઓઓઓઓપઓપ પીપ પોપ સાથેના હોર્નના અવાજો વચ્ચે ક્યારે કોટડા આવી ગયું કોઈને કશી ખબર ન રહી.

એક ઘટાદાર વૃક્ષ નીચે, કાર પાર્ક કરીને બધા મિત્રો, આસપાસ રહેલી કુદરતને માણવા અને જાણવા લાગ્યા. ખેતલિયા દાદાને પગે લાગીને બધા મિત્રો એક સાથે ચાવઊંડા માતાના દર્શન કરવા ગયા. મંદિરની આસપાસ વાગતા ભક્તિમય ગીતનો અવાજ વાતાવરણને વધુ ભક્તિ મય બનાવતા હતા. આવેલ ભક્તો પણ, માતાજીને હોંશે, હોંશે, શ્રીફળ, ચૂંદડી અને કંકુ ચડાવી રહ્યા હતા.

આ મંદિરની એક માન્યતા છે કે, જે વ્યક્તિ ભાગ્યશાળી હોય તે વ્યક્તિને, ખાંડયું ત્રિશુલ દેખાય છે.

નિર્મળ સહિત એકવીસ મિત્રોની નજર બધા ત્રિશુલ વચ્ચે રહેલા ખાંડીયા ત્રિશુલ પર, પડી એટલે, બધાના મુખ પર, બમણી ખુશી વર્તાવા લાગી.

બપોર પાકી રહ્યા હતા એટલે, બધાએ નક્કી કર્યું કે, આપણે જમીને દરિયા કાંઠે જઈશું.

કોટડા જાવ અને દાળ લાફસી તથા બટેટાનું શાક ન ખાવ તો, તો, પ્રવાસ અધુરો રહે હો.

બધા જમી રહ્યા હતા એવામાં, નિર્મળ બોલ્યો, એલા એય, વેકરામાં બેસીને જમવાની જબર મજા આવે નય?

સૌથી મોંઘી ઘડિયાળ પહેરીને જોઈ લેજો દોસ્તો,
સમય ક્યારેય તમારા કહ્યા પ્રમાણે નહીં ચાલે.

તેજ રફતારથિ ચાલતો સમય, બધાને કહેતો હતો કે, ચાલો મિત્રો ઉતાવળ કરો નહિતર જે રીતથી તમારે આનન્દ લેવો છે એ, નહિ મળે.

જોતજોતામાં તો, વિસને એક, એકવીસ મિત્રો, દરિયા કાંઠે પહોંચી ગયા. બધાની આંખો સાગર પટ, પર રમવા લાગી.

વિનય નિર્મળના ખભા પર, હાથ રાખીને બોલી ઉઠ્યો, આહ એય નિર્મળ, આજે અમાસ અને પાછી ભરતી. કેવી મજા આવે છે.

તેજ રફતારથિ કિનારા પર, અથડાતા મોજા, દૂર દૂર, સુધી નજર નાખતાની સાથે આંખે ચડતા વિશાળ વહાણો, આવા વાતાવરણ વચ્ચે હરવા, ફરવાની કોને ન મજા પડે.
કેટલાંક મિત્રો તો, સેલ્ફી પાછળ પાગલ બની ગયા. આ જોઈને આપણને જાણે એવું જ, લાગે કે, ઘણા લોકો તો સાલા, આવી જગ્યાએ ફક્ત, સેલ્ફી લેવા જ, આવે છે.

પાછા ફરવાની વેળા થઈ એટલે, નિર્મળ મકાય વાળા પાસે પહોંચી ગયો. સારામાં સારી, હોય એવી ભાતના વિસ ને એક એકવીસ ડોડા તે મિત્રો પાસે લઈને આવ્યો. આ જોઈને બધા મિત્રો ખૂબ ખુશ થઈ ગયા.

ડોડા ખાતા, ખાતા, વિપુલ બોલ્યો પણ, ખરો, નિર્મળ મોજ આવી હો. આ સાંભળીને બધા મિત્રો, હાહાહા કરતા હસવા લાગ્યા.

સાંજ થવા આવી એટલે, બધા મિત્રો આ પ્રવાસને, જીવનનો એક અમૂલ્ય હિસ્સો બનાવીને, ભીની આંખે ને હસતા મુખે સહુ સહુના ઘર તરફ ઉપડ્યા.

આથમતો સૂર્ય, સર્વ જગ્યાએ પથરાતું એનું લાલાશ પડતું તેજ. શ્વાસમાં ભરીને મહેસુસ કરવાની મજા આવે એવી મધમસ્ત તાજી હવા.

આવી મસ્ત કુદરતનો એહસાસ, મિત્રોને ઘર તરફ વળ્યાં પછી પણ, થતો હતો. ઘણા મિત્રોએ તો, રસ્તામાં જ, જીવનની યાદગાર ક્ષણોને ફેસબુક વોલ પર, શેર કરી દીધી હતી.

મિત્રોની આ દિલહર સરપ્રાઈઝ પછી, નિર્મળ વારંવાર ફેસબુક વોલ પર, મિત્રો વિશે કંઈક ને, કંઈક લખ્યા કરતો. ઘણા મિત્રો પણ, નિર્મળના લખાણના દિવાના બની ગયા હતા.

જે દિવસે રિજલ્ટ જાહેર થયું એના ત્રીજા દિવસે વિસ ને એક એકવીસ મિત્રો, ફરી એક સાથે સ્કૂલમાં ભેગા થયા. બધા મિત્રોને પોતપોતાની ક્ષમતા મુજબનું પરિણામ મળ્યું હતું એટલે, આ વખતે પણ, બધા ખૂબ ખુશ હતા.

પોતપોતાની રસ રુચિ પ્રમાણે, કોને ક્યાં અભ્યાસ કરવા જવાનું છે એની વાત શરૂ થઈ એટલે, જાણવા મળ્યું કે, નિર્મળ, નાગરાજ, મિલન, મનહર, કૌશિક અને વિશાલ એક સાથે, મુખ્ય વિષય ગુજરાતી સાથે, અમદાવાદ જવાના છે. બાકીના બધા પણ, બે ત્રણ, ચાર, બે ત્રણ, ચારની ટુકડીમાં જ, છે, એ જાણીને બધાને રાહત થઈ.

જૂન મહિનો પૂરો થવામાં હતો એવામાં, બધાની કોલે જ, પણ, શરૂ થઈ ગઈ હતી. આરંભના દિવસોમાં તો, અમદાવાદ ગયેલા મિત્રોને ભારે અગવડ જેવું લાગ્યું પણ, વિષાલ અને કૌશિકની હિંમતે બાકીના બીજા મિત્રોને છ જ, મહિનામાં સેટલ કરી દીધા. હવે તો, આખી કોલેજ, નિર્મળ, નાગરાજ, મનહર, મિલન, કૌશિક અને વિશાલની દોસ્તીની દિવાની બની ગઈ.

બે સેમ પુરા થયા એટલે, બધાને લાગ્યું કે, દિવસે ને, દિવસે, નિર્મળનું વર્તન બદલાવા લાગ્યું છે. હવે તો, એ ઘણી વખત, કોઈને પણ, કહ્યા વગર, રૂમ પરથી બાઇક દોડાવી મુકતો. એનું વોટ્સએપ અબાવઉટ અને ફેસબુક સ્ટેટ્સ પણ, બદલાય ગયા હતા.

જો કોઈ છોકરી છોકરાને Propose કરે,

તો એ પ્રેમ 100% સાચો જ હોય છે.

નિર્મળનું આ વોટ્સએપ સ્ટેટ્સ, નાગરાજ વાંચી ગયો એટલે, એને થયું કે, આ વાત હું, મારી સાથે રહેતા બધા મિત્રોને કરું. નિર્મળ આજે પણ, બાઇક લઈને રૂમ પરથી ફટાફટ નીકળી ગયો. આ તકનો લાગ જોઈને નાગરાજે રૂમમાં જાહેરાત કરી કે, મિત્રો આજે બધા દોસ્તોએ મસ્ત સ્ટેટ્સ રાખ્યા છે. આટલું સાંભળીને કૌશિક એના બેડ તરફ ડગ ભરતા બોલ્યો, એલા એય, આઘો રે, કાકા તો, તો, મારે સ્ટેટ્સ જોયા પછી અસાયમેટ લખવાનું શરૂ કરવું છે. કૌશિકની આ ઉત્કંઠા જોઈને વિશાલ પણ, બોલ્યો એલ્યા એય, હુંય જોવ હાલો તો.

સ્ટેટ્સ જોયા પછી વિશાલને મનમાં થયું કે, મારે નિર્મળના બદલાયેલા વર્તન અંગે જાણવું તો, છે જ, તે.

વિશાલ નિર્મળ સાથે કેવી રીતે વાત કરું એના વિચારમાં હતો એવામાં, નિર્મળનો જન્મ દિવસ આવી ગયો. સાથે રહેતા તમામ મિત્રો નિર્મળનો આ જન્મ દિવસ ભવ્ય રીતે ઉજવવા માગતા હતા, આ જ કારણથી બધા મિત્રોએ નક્કી કર્યું કે કાલે આપણે બધા, એક સાથે, અમદાવાદની, સારામાં સારી હોટેલમાં જઈએ.
સાંજે મિલને આ વાત નિર્મળને કરી એટલે, નિર્મળ બરાબરનો ધરમ સંકટમાં મુકાયો. એને થયું કે, લાવ અત્યારે જ, નવ્યાને કોલ કરીને જણાવી દવ કે, કાલે આપણે જે ફરવા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે એ, રદ કર્યો છે.

નિર્મળ મિલનને કશો જ, જવાબ આપ્યા વગર, ફોન લઈને અગાસી પર જતો રહ્યો. એ નવ્યા સાથે વાત કરી રહ્યો હતો, એવામાં વિશાલ ત્યાંથી પસાર થયો. નિર્મળ રોડ તરફ મો રાખીને વાત કરી રહ્યો હતો એટલે, વિશાલને અત્યારે અહીં જ, ઉભા રહેવું ઉચિત લાગ્યું.

નિર્મળ નવયાને પ્રિયા, જાનમ, જેવા પ્રેમાળ શબ્દોથી મનાવી રહ્યો હતો પણ, શહેરની નવ્યાને નિર્મળ મનાવવામાં નિસફળ રહ્યો.

કૌશિક પેઈન શોધવા માટે, નિર્મળની બેગ ફન્ફોસી રહ્યો હતો, એવામાં બેગમાં રખડતું પ્રપોઝલ કાર્ડ કૌશિકના હાથમાં આવી ગયું. એને થયું કે, લાવ નામ તો, જોવ.

આ કાર્ડ પર, નવ્યાનો ફોટો જોઈને, કૌશિકના પગ નીચેથી ધરતી સરકી ગઈ. આ કાર્ડ એની પાસે જ, રાખવું એવા નિર્ણય સાથે, તેઓએ કાર્ડ મનહરને તેના કબાટમાં મૂકી દેવા કહ્યું.
વિશાલ ઘણી ખરી નિર્મળની વાતો સાંભળીને ફરી રૂમમાં આવતો રહ્યો. કૌશિક, નાગરાજ, અને મનહર એસાયમેટ પુરા કરીને, ધીંગા મસ્તી કરી રહ્યા હતા. મિલને લખવામાં થોડી આળસ કરી હતી એટલે, એ હજુએ, ઊંધો પડીને અસાયમેટ લખતો હતો.

વિશાલ બધાને શાંત પાડીને નિર્મળ પાસેથી સાંભળેલી વાત બધાને કહેવા લાગ્યો, એવામાં કૌશિકે રૂમનું બારણું બંધ કરીને ઓલું કાર્ડ મનહરને બહાર કાઢવા કહ્યું.

કૌશિક સહિત બધા મિત્રો નવ્યાની હિસ્ટ્રી સારી રીતે જાણતા હતા.

આ એજ છોકરી છે કે જે, પોતાની ચાલાકી દ્વારા, યુવાન છોકરાઓના જીવન બરબાદ કરે છે.

નિર્મળના દોસ્તો નહોતા ઇચ્છતા કે, નિર્મળ આ છોકરીની ચાલાકીનો ભોગ બને.

નાગરાજ આ વાત નિર્મળને અત્યારે જ, જણાવવા માગતો હતો એટલે, એ અગાસીમાંથી નિર્મળને નીચે રૂમમાં લઇ આવ્યો.

જ્યારે કોઈ પણ, છોકરો કોઈ પણ, છોકરીને સાચા દિલથી ચાહવા લાગે છે ત્યારે, એ, ક્યારેય એ છોકરી વિશે કંઈ ખરાબ વાત સાંભળી શકતો નથી.

નિર્મળને પણ, દોસ્તો દ્વારા કહેવાયેલી, સાચી વાત કડવા ઝેર જેવી લાગી. નવ્યા વિશેના ખરાબ શબ્દો સાંભળીને અંદરથી સમસમી ગયો. એ એના જન્મ દિવસની વહેલી સવારે જ, બધો સામાન પેક કરીને, બધા જીહરી જાન દોસ્તોને આવજો કહીને, નવયાની જાણીતી અંદાવાદિ ટપોરી ટોળકી સાથે રહેવા જતો રહ્યો.

સ્વાભાવિક છે કે, અસંખ્ય ખભાઓમાંથી એક ખભો વિખૂટો પડે એટલે, અસહ્ય દર્દ તો, થાય જ, પણ, જીવવા માટે વાસ્તવિકતાને પણ, સ્વીકારવી પણ, ખૂબ જરૂરી છે.

આવા હકારાત્મક વિચાર સાથે, ફરી મનહર, મિલન, નાગરાજ, કૌશિક અને વિશાલ મોજ મસ્તીથી જીવવા લાગ્યા.

એક દિવસ સવારે આ તમામ મિત્રો, પટેલની હોટલ પર, ચા પી રહ્યા હતા. આવે વખતે, વિશાલની નજર, છાપા પર, પડી. છાપામાં છપાયેલા સમાચાર જોઈને એના હાથમાં રહેલી ચાની ગંડેરી પણ, નીચે પડી ગઈ.

પ્રેમ સંબંધમાં વિવાદને કારણે, શહેરની નામાંકિત કોલેજમાં અભ્યાસ કરતા નિર્મળે ઝેરી દવા ઘટઘટાવીને અમૂલ્ય જિંદગીનો આણ્યો અંત.

આ વાતથી નિર્મળના બધા દોસ્તો ખૂબ દુઃખી હતા પણ, હવે નિર્મળને કોઈ આ દુઃખ બતાવવા સક્ષમ નહોતું.

બે ચાર દિવસ પછી, નિર્મળ જે જુના મિત્રો સાથે રહેતો હતો એ રૂમ પર, એક ટપાલી ટપાલ આપીને જતો રહ્યો.

આ ટપાલમાં લખેલુ એક જ, વાક્ય સહુના હૃદયને સ્પર્શી ગયું.

એક દુપટ્ટા માટે ક્યારેય,
કોઈ મિત્રોનો ખભો ન છોડતા.

આ વાંચીને દરેક દોસ્તો ધ્રુસકે, ધ્રુસકે, રડી પડ્યા.