મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું. મનહર વાળા, રસનિધિ. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું.

મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું.

મનહર વાળા, "રસનિધિ." ભાવનગર.

મોબાઈલ,

9664796945.

વાચક મિત્રો સત્વરે એક નોંધ લેવી કે, આ વાર્તા બિલકુલ કાલ્પનિક છે..

નામ એનું તારા હતું પણ, અમે એને તારકી કહીને જ બોલાવતા.

એ ગામડેથી આવી હતી. પુરી કોલેજ એના રૂપની દિવાની હતી પણ, એના ધસમસતા અંગાર જેવા વ્યક્તિત્વથી કોલેજ તો શું શહેરના ભલભલા ભરાડી એની સામે આંખ ઉંચી કરીને જોવાની હિંમત ન કરતા. અમારી ટોળકીમાં અમે બન્ને સમાન સ્વભાવના હતા. જો કે તારકી થોડી વધુ તીખી હતી એટલે હું એને ઘણી વખત કહેતો,
"તારકી, તું કોઈકનો માર ખાવાની છો ક્યારેક હો?"
આ સાંભળીને એ તરત બોલે પણ ખરી,
"વાયડા માર આ તારકી નો ખાય, અસલ ગામડયન છું રોયા હવે ઝો આવું કીધુને તો એક ઝાપટ તનેય અડી ઝાહે હોને વકીલ?"
એ મને સમયે સમયે જુદા જુદા નામથી બોલાવતી, ક્યારેક વકીલ, તો ક્યારેક ફિલોસોફર કહેતી, ક્યારેક મને સાવ નક્કામાં માણસમાં ખપાવતી તો ક્યારેક, એકદમ પ્રેમાળ વ્યક્તિમાં. એ જે મને કહેતી એ બધું મને પસંદ હતું કારણ, હું એને જે કહું એ એને પસંદ હતું.

અમારી આખી ટોળકીમાં ધ્યાનથી ભણવા વાળા હું તારકી અને રીતુડી જ હતા. બાકીના બધાને કોલેજ પછી પપાનો બિઝનેસ જ સંભાળવાનો હતો. હું કવિતા અને વાર્તા લખતો એટલે લગભગ થોડા થોડા દિવસે રાધી, કિશન, વિનય, વિદ્યા, અયાન અને આયેશા અચૂક એકાદ કવિતા મારી પાસે બોલાવે જ. દર વખતે નવી નવી કવિતા હું સંભળાવતો પણ અંતે એક વાક્ય હું ન બોલું ત્યાં સુધી સાલાવ કોઈ છુટા ન પડતા.
"અંજાનમાંથી જાન બનેલા મારા મિત્રો વિશે જાજુ શુ લખું,
સારા નરસા સમયે રાત દિવસ અડીખમ સાથે રહ્યા છે.."

અમારી નવ મિત્રોની આ ટોળકીના વોટ્સએપ અબાઉટમાં પણ ઉપરનું વાક્ય જ કાયમ રહેતું, અરે રહેતું નહિ પણ આ જ વાક્ય અમારો જીવન મંત્ર બની ગયું હતું. છ મહિનામાં તો અમે એવા જીગરી બની ગયા હતા કે, કોઈ એકાદ અમારામાંથી કોલેજ ન આવે તો જીવ મુંજાવા લાગતો. કોઈ એકને દુઃખ હોય તો સાથે જ રડતા ને સુખ હોય તો સાથે જ હસતા. અમારી દોસ્તીની વાતો સ્ટાપ રૂમથી લઈ ક્લાર્ક અને આચાર્યની ઓફીસ સુધી ચર્ચાતી હતી. આમ જોઈએ તો સાત અજાયબીઓ પછીની આઠમી અજાયબીમાં અમારી ટોળકીનું નામ હતું. આ નામ એટલી હદે કોલેજમાં છવાયું હતું કે, જો કોઈને ક્યાંયથી પરેશાની હોય તો તે પણ, અમારી ટુકડીનો સમ્પર્ક કરે અને અમારી ટુકડી સાંજ ન પડે ત્યાં વાતનો નિકાલ લાવી દે. ફક્ત અશક્ય હતું વાસનાથી તરબતર આચાર્યને પહોંચી વળવું. આ નરાધમ આચાર્યને કેવી રીતે ધરબી દેવો એવું હું અને રીતુ વિચારતા પણ અમને કોઈ વાતનો તાગ ન મળતો એટલે આ વાત ક્યારેય અમે બન્ને મિત્રો વચ્ચે ન લાવતા. રીતુ નસીબદાર હતી કે એ હોશિયાર હતી પણ દેખાવડી નહોતી.

જોતજોતામાં તો પ્રથમ સેમનું રિજલ્ટ પણ જાહેર થઈ ગયું. આમાં યુનિવર્સીટી લેવલે રીતુ પ્રથમ, હું બીજો અને તારકી ત્રીજી આવી હતી. અમારી સાથે રહેતા બીજા બધા તો માંડ માંડ પાસ થયા હતા પણ, ખુશ હતા અને પોતાના જ મિત્રોએ યુનિવર્સીટીમાં ટોપરનું સ્થાન જાળવી રાખ્યું હતું એનો બધાને આનન્દ હતો. રાધી તો મારી શરત મુજબ સરસ મજાની ઘડિયાળ લઈને જ આવી હતી. રીતુ પણ એની બોલી મુજબ મારી પાસે મેં એને જે જે લેખકની બુકો લાવી આપવા કહ્યું હતું એની માંગ કરી રહી હતી. તારકી એની શરત મુજબ ભલે હારી હતી પણ, નહોતી જીતી એવું પણ નહોતું જ ને? જો કે એને મારું અને રીતુનું સ્થાન નહોતું પસન્દ પણ શું કરે? અરે કાશ એ પ્રથમ, રીતુ બીજી અને હું ત્રીજો આવ્યો હોત તો પણ સારું હતું. કોઈ બીજો ખેલ તો ન થાત. જો કે કુદરતને મારા વિચારો પસંદ નહોતા. એને અમારી દોસ્તીની ભારે ઈર્ષા હતી. નહિતર તો અમારું કહ્યું કંઇક તો થવું જોઈએ કે નહીં? આવા વિચારો સાથે હું મારી બાઇક તરફ જતો હતો. આ અરસામાં રીતુએ પાછળથી મારા ખભા પર હાથ મૂકીને કહ્યું,
"એય શુ વિચારે છો? મારી ભેટ મને નહિ આપવાની?"
આ સાંભળી મેં હું કંઈ જ ન વિચારતો હોવ એવા અભિનય સાથે રીતુ તરફ મો ફેરવ્યું અને કહ્યું,
"માગણ કાલે મારા રૂમ પર આવજે અને તારે જોવે એ લેખકનું પુસ્તક લઈ જજે બસ."
મારી વાત સાથે સહમત થતી રીતુ ફરી એક સવાલ કરી બેઠી,
"રોજે તારા મો પર હોય એવો નૂર આજે કેમ નથી દેખાતો?"
રીતુના આ સવાલથી મારી આંખમાં આંસુ આવી ગયા. હું એને આનો કોઈ જવાબ આપી શકું એવી સ્થિતિ નહોતી. થોડી વાર અમે બન્ને સાવ નિશબ્દ ઉભા રહ્યા પછી, રીતુએ મારા હાથમાં પાણીની બોટલ આપતા કહ્યું,
"ઓ લેખક મહોદય આપ તારકીના વિચાર કરી રહ્યા છોને?"
આ સાંભળીને હું એ વાતથી આશ્ચર્યમાં મુકાય ગયો કે, રીતુ મારા મનની વાત જાણી ગઈ હતી. મેં એને કહ્યું પણ ખરું,
"એય રીતુડી તુને કેમ ખબર કે હું તારકીના જ વિચાર કરી રહ્યો છું?"
ચૂંદડીના છેડા વડે આંસુ લૂછતી એ એટલું જ બોલી કે,
"મારી લાગતી વ્યક્તિનો ખ્યાલ મને મારા કરતાં પણ વધારે હોય છે."
રીતુના આ શબ્દો મારા દિલને એ હદે સ્પર્શી ગયા કે, સ્થળ કાળનું ભાન ભૂલીને મેં એનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું,
"I love you ritu."
મારા આ શબ્દો પછી રીતુ કંઈ જ ન બોલી શકી. એક આલિંઘન આપીને ઘરે જવા નીકળી ગઈ. હું પણ મારી બાઇક રમાડતો રમાડતો મારી રૂમ તરફ ઉપડ્યો. હું કિશન, વિનય અને અયાન તો સાથે જ રૂમ પર રહેતા હતા એટલે મારી દરેક વાતની એ લોકોને ખબર જ હોય. આમેય તે હું કંઈ દોસ્તોથી છૂપું ન રાખતો પણ, આચાર્યના સ્વભાવ અંગે મેં ક્યારેય મારા મિત્રોને જાણ કરી જ નહોતી. આ જ એક મોટી ભૂલ મને નડતર રૂપ સાબિત થવા લાગી.

( ગુરુવાર સવારના સવા આઠ વાગ્યાનો સમય)
ટોપર વિદ્યાર્થીના સન્માન સમારંભની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. દરેક વિદ્યાર્થીઓ એસેમ્બલી હોલ તરફ જઈ રહ્યા હતા. તારકી રિજલ્ટ વખતે ભલે નાખુશ હતી પણ અત્યારે તો ખૂબ ખુશ લાગતી હતી. રીતુએ મને કહ્યું પણ ખરું,
"ઓ લેખક મહોદય ઓલી t y વાળી રેશમાં સાથે જે ઘટના ઘટી એ જ ઘટના ક્યાંક આપણી તારકી જોડે નહિ ઘટે ને?"
મેં કહ્યું,
"રીતુ આપણે તો એવું ઇચ્છીએ કે એવું ન થાય પણ,"
રીતુ મારી વાતો સમજતી હતી એટલે ઓછામાં પૂરું સમજી જાય. એ મારા ખભા પર હાથ મૂકી બોલી ઉઠી,
"આપણે આપણી તારુને નહિ ફસાવા દઈએ."
રીતુના આ શબ્દો મને આશ્વાસન સિવાય જરા પણ યોગ્ય અને સત્ય નહોતા લાગતા. મને તો દેખાતો હતો રેશ્માનો કાળ.

રેશમાં તારકી જેમ જ ગામડામાંથી આવતી હતી. એ પણ રંગે રૂપે પુરી હતી. એને જાજી કંઈ ગતાગમ ન પડે પણ ભણવામાં તો ભારે જબરી હતી. કમી હતી ફક્ત ગોલ્ડ મેડલની. વાસનાનો ભૂખ્યો આચાર્ય પ્રથમ તો મદદની ભાવનાથી રેશ્માની નજીક આવ્યો હતો. પાંચમા સેમમાં ઇન્ટરનલ માર્ક્સ પણ આચાર્યના કહેવાથી રેશ્માને 210 માંથી 210 મળ્યા હતા. આ જોઈને રેશમાને પોતાને ગોલ્ડ મેડલ મળશે એની પૂર્ણ આશાઓ બંધાય ગઈ હતી. હવે તો રેશમાં આચાર્યની આંખના ઈશારે નાચતી હતી. આ વખતે પણ, રીંકલે રેશમાને સમજાવી હતી પણ રેશ્માને દેખાતો હતો ગોલ્ડ મેડલ.

પરીક્ષા પુરી થવાના પંદરેક દિવસ પછી રેશ્માને આચાર્યનો પરચો દેખાવા લાગ્યો હતો. એને પેટમાં સખત દુખાવો અને ઉલટી થઈ રહી હતી. આમ થવાને કારણે રેશમાં ખૂબ ડરી ગઈ. ઘરમાં કોઈને પણ આ વાતની ગંધ ન આવવા દીધી. વળી ગામડું એટલે મા બાપ પણ માંદી હશે એમ માનીને દવા કરઆવ્યે રાખતા હતા.

ત્રણેક મહિના પછી મુશ્કેલી વધતી જતી હતી. પેટનો ઉભરો છુપાવ્યો છૂપો રહે એમ હવે નહોતું. રેશ્માની માને પુરી વાતનો અંદાજ આવી ગયો હતો. એણે રેશમાં પાસેથી બધી વાત જાણી પછી એણે કહ્યું,
"આ લે પચાસ હજાર જા અહીંથી જતી રે અત્યારે ને અત્યારે જ. નહિતર તારો બાપ તને નહિ જીવવા દે."

મા પાસેથી એક પણ રૂપિયો લીધા વગર ઘરેથી નીકળી પડેલી રેશ્માની લાશ સાબરમતીમાંથી મળી હતી. કોઈ જાજી તપાસ વગર જાહેર થઈ ગયું હતું કે,
"રેશ્માને પોતાની ભૂલ ભરખી ગઈ પણ, કોણ છે એનો કાળ એ હજી જાણી શકાયું નથી."

આ સમયે કોઈ વિદ્યાર્થીઓએ હિંમત નહોતી દાખવી નહિતર આચાર્ય વધુ ખુંખાર ન બનેત.

પ્રશ્ન ખૂબ વિકટ હતો. કેમ રસ્તો શોધવો એનું સ્થાન જ નહોતું મળતું. રિતું ભલે ઓછી દેખાવડી હતી પણ, પ્રોફેસર રાજવીરસિંહે આચાર્યની નજરે ચડવાની સ્પષ્ટ ના કહી હતી. રીતુ તો પાછી હતીય સમજદાર એટલે ખૂબ ચેતીને જ રહેતી.

ઘણા વિચારો મગજ પર ઘુમરાઈ રહ્યા હતા એવામાં રીતુએ મારો હાથ ખેંચ્યો અને કહ્યું,
"ઓ લેખક મહોદય ચાલો સન્માન મેળવવાનું છે હોલમાં નથી જવું?"
હું કંઈ જ ન બોલ્યો અને રીતુ જોડે ચાલવા લાગ્યો. હોલમાં ભારે કલરવ થઈ રહ્યો હતો. રાધિની બાજુમાં બે સીટ ખાલી હતી ત્યાં અમે બન્ને બેસી ગયા. થોડી વાર પછી વિદ્યાની બાજુમાં એક સીટ ખાલી જોઈને રીતુ બોલી,
"વિદુ તારકી ક્યાં?"
તરત વિદ્યા બોલી ઉઠી,
"એ આગળ બેસવા જતી રહી. મને તો એવું હતું કે આ બન્ને ટોપર પણ અમને,"
વિદ્યા આટલું બોલી ત્યાં રીતુ વચમાં જ બોલી ઉઠી,
"રહેવા દે હો નહિતર ન સાંભળવાનું સાંભળીશ સમજી?"
આ સાંભળી આયેશા વચમાં કુદી પડી અને બોલી ઉઠી,
"વાયડી, ન સાંભળવાનું સાંભળવા વાળી, એટલા બધા કેવા શબ્દો તમારા લેખક મહોદય પાસેથી મળી ગયા?"

આવી મસ્તી વચ્ચે જોતજોતામાં ટોપર વિદ્યાર્થીઓનું સન્માન થવા લાગ્યું. આચાર્ય પોતાની સ્પીચમાં બોલી ઉઠ્યા હતા કે, તારા અને રીતુ બન્ને ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે એટલે એને આગળ ભણાવવામાં હું જોઈએ એટલી આર્થિક સહાય કરીશ."
આ સાંભળીને મારા મિત્રો મારી સામે જોવા લાગ્યા કારણ હકીકત એ હતી કે, એ બન્ને કરતા પણ ગરીબ ઘરનો છોકરો હું હતો. ટોપર વિદ્યાર્થીઓને સ્પીચ આપવા માટે પણ સ્ટેજ પર બોલાવવામાં આવી રહ્યા હતા. આમા પ્રથમ રીતુ ઉભી થઇ અને મિત્રોની મદદની વાત કર્યા પછી જાહેર કર્યું કે,
"આચાર્ય સાહેબ તમારી સમજણને સલામ પણ, મને કોઈની આર્થિક સહાયની જરૂર નથી અને હા, હું કિશન, રાધી, વિદ્યા, વિનય, અયાંશ અને આયેશા અમારા મિત્ર લેખક મહોદયને જોઈએ એટલી મદદ કરીશું એવું અત્યારે જ અમે નક્કી કર્યું છે. જો તારાને કંઈ વધુ જરૂર પડે તો એનો ખર્ચો પણ અમે જ ઉઠાવવા માગીએ છીએ."
આટલું બોલીને રીતુ બેસી ગઈ. હું ઉભો થઈને સ્ટેજ તરફ જઈ રહ્યો હતો. આખો હોલ તાળીઓથી ગુંજી રહ્યો હતો. આમેય પુરી કોલેજ મારી કવિતાની દિવાની તો હતી જ ને? મેં બોલવાનું શરૂ જ કર્યું અંકિત ત્રિવેદીના શબ્દો લઈને,
"સારા નરસા પ્રસંગે જાન છે મિત્રો."
આટલું કહી મેં બોલવાનું શરૂ કર્યું,
"મિત્રો હું મારા મિત્રો વગર સાવ શૂન્ય છું. કપડાં ચોપડાથી લઈને મોબાઈલ બાઇક સુધીની દરેક વસ્તુ મારા મિત્રો તરફથી મને મળી છે. આટલું બોલ્યા પછી મારી આંખમાં આંસુ આવી ગયા અને એટલું જ બોલાયું કે,

"અંજાનમાંથી જાન બનેલા મારા મિત્રો વિશે જાજુ શુ લખું?
સારા નરસા પ્રસંગે રાત દિ જોયા વગર અડીખમ સાથે રહ્યા છે."

મારા આ અંતિમ શબ્દો સાંભળીને આખો હોલ ફરી ગુંજી ઉઠ્યો. હવે વારો હતો તાર્કિનો એ તો આચાર્યને પગે લાગીને બોલવા લાગી,
"હું ધન્ય થઈ ગઈ કે, મને ખુબ પ્રેમાળ આચાર્ય મળ્યા. એની મને એક વાત આજે ખરેખર સાચી લાગી કે, મિત્રો ઇર્ષાળા હોય છે. હું ખાતરી આપું છું કે, હવે હું આચાર્ય સાહેબના પગલે પગલે ચાલીને આગામી સમયમાં ગોલ્ડ મેડલ મેળવીશ."

તાર્કિના આ વિચારોએ અમને દરેકને રડાવી મુક્યા. રાધી અને વિદ્યા તો મને એની સાથે વાત કરવાની જ ના પાડતા હતા પણ, હું જ ન માન્યો. મેં એને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ એ ન જ સમજી. મેં પછી થોડા કડક અવાજે આચાર્યની અસલિયત કહી તો એણે મને જાપટ મારી લીધી. હું પણ સામે આપી જ દેત પણ, રીતુ મને પકડી ગઈ અને તારકીને જતી રહેવા કહ્યું.

તારકી ગઇ એનું દુઃખ ખૂબ હતું પણ, સમય વિત્યે ઓછું થતું જતું હતું. મેં વિદ્યાની કમ્પનીમાં જોબ પણ શરૂ કરી દીધી હતી. બીજા સેમની પરીક્ષાના બે પેપર બાકી હતા ત્યાં સમાચાર મળી ગયા કે,
"તારા પ્રેગ્નેટ છે."

આચાર્યની દરેક વાત હું જાણતો હતો એની જાણ આચાર્યને થઈ ગઈ હતી. આ જ કારણથી કોલેજની ઇન્ટરનલ પરીક્ષાનું મારું રિજલ્ટ નપાસનું બન્યું હતું. આટલું ઓછું પડ્યું તો તારા પ્રેગ્નેટ થઈ એમાં પણ મારું નામ આવ્યું. આ બધા દુઃખ મારાથી કેમ સહન થાય? બધા મિત્રો વચ્ચે હું રીતુના ખભા પર માથું રાખીને રડવા લાગ્યો. આ જોઈ ત્યાંથી પસાર થતો આચાર્ય હસતો હતો. વિનયથી આ જોવાયું નહિ. એણે આચાર્યનો કાંઠલો જાલીને બે જાપટ મારી દીધી. આસપાસ ઉભેલા તમામ આ તમાશો જોઈ રહ્યા હતા. થોડી જ વારમાં આચાર્યે વગ વાપરીને મીડિયા થ્રુ અમારી ટોળકીને બદનામ કરી નાખી. ન હોય એવા રિપોર્ટ્સ મીડિયા સમક્ષ રજુ થવા લાગ્યા. હવે રીતુની સહન શક્તિ બહારનો ઘા હતો. એની બહેન ડોકટર હતી તેને તેણે તરત જ ઘટના સ્થળે બોલાવી, વિદ્યાએ એનો ભાઈ પોલીસ હતો તેને બોલાવ્યો. આયેશાએ લેડીઝ પોલીસમાં કામ કરતી પોતાની બહેનને બોલાવી. રાધીએ પત્રકારમાં ફરજ બજાવતા પોતાના કાકાને બોલાવ્યા. આ દરેક વ્યક્તિ હાજર થઈ ગયા પછી કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ અને ખરો ગુનેગાર આચાર્ય જ નીકળ્યો. આ ગુના પછી આ પહેલા 7 છોકરીઓએ કેમ આત્મ હત્યા કરી હતી એનો પણ ભેદ ઉકેલાય ગયો.. બધાની માંગને ધ્યાનમાં રાખી આચાર્ય પર ઘટના સ્થળે જ ગોળી ચલાવી દેવામાં આવી.

તાર્કિ ગર્ભવતી થઈ એને સાડા ત્રણ મહિના ઉપર થયું હતું. રીતુએ પોતાનો નિર્ણય સંભળાવ્યો કે,
"તારકીને કંઈ વાંધો ન હોય તો એ એબોશન નહિ કરાવે તો પણ આજીવન અમે તેને સાચવીશું."
આ સાંભળી તારકી રીતુને વળગી પડી અને અમારી માફી માગી કહેવા લાગી કે,
"મને હવે ઘરે નહિ સાચવે, માટે મારે મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળક સાથે જીવવું છે અથવા મરી જવું છે."
બધા મિત્રોએ તાર્કિને જીવન પરિયન્ત સાચવવાની શરત સાથે સાચવી લીધી.

તાર્કિનો છોકરો જ્યારે જ્યારે પોતાના પિતા વિશે સવાલ કરતો ત્યારે તારકી મનમાં એટલું જ બોલતી કે,
"બેટા મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું."