શ્વેત, અશ્વેત - ૧૨ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૧૨

..આપણા લિવિંગ રૂમનો ટેલિફોન છે ને, એ તમે એમનેમ કાન પર મૂકો તો શું સંભળાય છે?’

‘ના. શું?’

‘અવાજ. અને એ પણ કોઈ માણસ નો. જાણે કોઈ વાત કરવા માંગતુ હોય. મેં એ ફોન બે વાર વાપર્યો છે. બંનેવ વાર મને એવું લાગ્યું જાણે બે લોકો વાત કરતાં હોય અને હું તેમની વચ્ચે બોલતી હોઉ. પછી તે અવાજ બંધ થઈ જાય છે.’

‘અને હુ કેઃ છે ઈ અવાજ?’

‘એ કોઈ કમ્પલેન કરે છે. ખબર નહીં, પણ એકદમ ધીમું - ધીમું બોલે છે. અને અવાજ માં રુદન છે. એટલી મને ખબર પડે છે, ત્યાં તો લાઇન ડિસકનેક્ટ થઈ રિંગ વાગવા લાગે છે.’ હું બોલી.

‘મસ્ત.’

‘શું?’

‘આ આઇડિયા. આપણે આપણા પ્રોફાઇલ પર આ લખી’શું. ટેલિફોનનો અવાજ. વાહ. તું મારી હાથે રઈ બહુ હિકહી ગઈ લાગુ સો, હોં.’

‘એમ નહીં ક્રિયા. ધિસ ઇસં’ટ અ પ્લોટ. તું પણ અત્યારે ચલ. સાંભળી જો.’

‘મારે અત્યારે કઇ હાંભળવું નહીં. મારે ખાલી ને ખાલી આ જગ્યાયો જોવી ‘સે. તું આવેસ?’

‘પણ પછી તું જોજે.’

‘હા ‘લી. હુંય જોઇસ હાથે પીલા તનીસ્કને એ જોવડાઇસ. ખુશ ?’

‘હોવ.’ હું હસી.

‘હરું તાર. અવ અને એ કે આપણે કેવી જગ્યા જોઇસી?’

‘એકદમ ખુલ્લી જગ્યા. પંદરમાં ફોટો માટે વીએફએક્સ કરવાની છે. રાત્રે શુટ કરીશું વિડિયો, એ તો પરમદીવસે મુકાવાનો છે. ઘર સામે હવું જોઈએ. પાછળ કાઈજ બેગ્રાઉન્ડ નહીં, અને આ કોકોનટ ટ્રીસ થોડા. સાથે સેકન્ડ ફ્લોરમાં લાઇટ ઝબક - ઝબક થશે, એ પણ દેખાવું જોઈએ.’

અમે થોડાક દૂર આવ્યા, પુલ ની એકદમ નજીક. ત્યાંથી બીજો માળ બરાબર નતો આવતો. તો થોડાક હજી પાછળ ગયા. ત્યાંથી નારિયેળીના કારણે આખું ઘર ઢંકાઈ જતું હતું. એટલે ક્રિયાએ કીધુ ઘરના દરવાજા પાસે જઈશું.

દરવાજાની સાઈડ એક બાલ્કની હતી. પણ આ બાલ્કનીનો દરવાજો જૂનો અને ચાવી ખોવાઈ ગઈ હતી. તૂટી જાત પણ પછી પડીએ તો? અમે પાછળ ગયા. પાછળ તો એક જ ઝરૂખો હતો. પણ નારિયેળી આવતી હતી. અમે આ ઓપ્શનમાં રાખ્યું. સાથે દરવાજાની રાઇટ બાજુ ગયા. ત્યાંથી પાછળ દરિયો હોય તેવું લાગતું હતું (પણ હાતો થોડોક દૂર) એટલે ત્યાંનો પણ ફોટો પાળ્યો. હવે બધા ડિસાઇડ કરશે કે કઇ ડિરેક્સનમાં જવું.

અમે દરવાજો ખખડાવ્યો. ક્રિયા મારે પાછળ ઊભી રહી દરવાજો જોવા લાગી.

‘પેલો ચોથો ફોટો અહી ક્યાં પાડવાની વાત થઈ ‘તી?’

મે એણે દરવાજાની બાજુ માં એક બખોલ જેવુ હૉલ દેખાડ્યું.

‘અહીં લેવાનું છે. અહીં રિંગ મળશે.’

દરવાજો કોઈએ ન ખોલ્યો. મે ફરી ખખડાવ્યું. શું આ લોકો એ પોતાને અંદર લોક કરી દીધા હતા? મે ફરી ખખડાવ્યું. ક્રિયા દરવાજા તરફ જોવા લાગી. અમે બે સેકન્ડ ઊભા રહ્યા.

‘તનિષ્ક!’ ક્રિયા એ બૂમ પાળી. મે ફરી ખખડાવ્યું. પાછું ખખડાવ્યું. આ વખતે મે બૂમ પાળી.

અમે બે સેકન્ડ ઊભા રહ્યા.

ના. કોઈ જવાબ નહતું આપી રહ્યું. શું ચાલી રહ્યું હતું.

ક્રિયા બીજી તરફ ગઈ. હું દરવાજા સામે ઊભી રહી. અને ખખડાવતી રહી.

તે પાછું ફરી ને આવી. ‘બાહરી તો બધી બંદ સે.’

‘આ લોકો દરવાજો કેમ નથી ખોલતા!’ ક્રિયા તેના પોકેટમાં હાથ નાખી જોવા લાગી. ફોન. એ હા.

‘ઓહ નો!’ મારો ફોન અંદર હાતો. ચાર્જ થઈ રહ્યો હતો.

ક્રિયા તેનો ફોન લઈ ને આવી હતી, તે ફોન લગાડે તેની પહેલા દરવાજો ખૂલ્યો. સાવ ધીમે થી. જાણે કોઈ લોક ખોલી ભાગી ગયું હતું. મે દરવાજો થોડોક વધારે ખોલ્યો. તનિષ્ક સોફા પર બેસ્યા હતા. કઇક વાત કરી રહ્યા હતા. તેમનું ધ્યાન લેપટોપ પર હતું. અમને આવતા જોઈ નિષ્કા બોલી, ‘તમને કોઈ સારી પ્લેસ મળી?’

‘દરવાજો તે ખોલ્યો?’ ક્રિયાએ એ પૂછ્યું.

‘ના.’ જવાબ આવ્યો.

‘અમે ઘણું ખખડાવ્યું, પણ કોઈએ ખોલ્યું જ નહીં. પછી આ દરવાજો ધીમેથી ખૂલ્યો.’

‘પણ અમે તો કોઈ નોક સાંભળીજ ન હતી.’