શ્વેત, અશ્વેત - ૧૧ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૧૧

સિયા. તેને એક શબ્દમાં ના વર્ણવાય. તે ખૂબ.. વોટ’સ ધેટ વર્ડ, હા, વિચિત્ર છે. અમને દૂધ આપવા આવી, નવ વાગ્યા હતા. અને અમે લોકો વિડીયો એડિટ કરતાં હતા. તનીષાએ દરવાજો ખોલ્યો: સામે તે ઊભી હતી.

એક ગોરી, ભૂરા વાળ વાળી, કાળા ચક્ષુ ધરાવતી સામાન્ય અમારા વયની છોકરી. તે આમ દુખી લાગતી. તેના મુખ પર ઘણા સમય બાદ કોઈ રસ આવે. અમારી મદદ કર્યા બાદ, તે આખા ઘરમાં ફરવા લાગી. તેની આંખો જાણતી હતી. તેમણે ઘર વિષે ખબર હતી.. પણ તે ઘરને નવા નજરાણે જોતી.

‘હું થ્યું ‘લી તને?’ ક્રિયાએ પૂછ્યું.

‘કશુંજ નહીં. હું ખાલી જોતી હતી. હું તમારું ઘર જોઈ શકું છું?’

‘એસ લોંગ એસ તું અહીં કઇ તોડ - ફોડ નહીં કરે, તું ફરી શકે છે. પણ કેમ?’ નિષ્કા એ કહ્યું.

‘મારે, મારે આ જગ્યા એક વાર જોવી હતી.’

‘એટલે તું અહીં કોઈ દિવસ નથી આવી?’ મે પૂછ્યું.

સ્ટ્રેન્જ.

‘અમ.. હા, પણ વર્ષો થઈ ગયા.’

અમે બ્રેકફાસ્ટ કર્યું, ત્યાં સુધી તે ઘર જોતી રહી. પાછી ફરી ત્યારે તેના મુખ પર એક શાંત (મંત્ર - મુગ્ધ?) સ્મિત હતું. બહાર જતાં પેહલા, તે અમારી સામે ફરી અને બોલી, ‘તમે અહીં કાલેજ આવ્યા છો?’ એણે મારી સામે જોયું.

‘હા.’

‘આ જગ્યા ખૂબ અલગ છે. તમને થોડાક દિવસ એકદમ સામાન્ય લાગશે, પણ ધીમે - ધીમે અહીંની દીવાલો, અહીંની ભીતો તમારી નજીક આવતી હોય તેમ લાગશે.. અને દરવાજા નાના થતાં જશે. તમને અહીંથી જવું હશે, પણ કઈક રોકીને રાખશે. મને તો એવુજ લાગે છે. અહીં તમે લોકો કેમ આવ્યા છો?’

‘સોશિયલ મીડિયા.’ હું બોલી.

‘તમે જે ઈચ્છો છો, એ નથી થવાનું. ખોટી જગ્યા છે આ.’

કહી તે આગળ વધી ગઈ, અને અમને “ગુડ - બાય” કહી નાસી ગઈ.

થોડાક સમય સુધી કોઈ કશુંજ ન બોલ્યું, બટ ધેન, ‘અમે તો ઈન્ડિયા પાંચ વર્ષ પછી આવ્યા, અને ગુજરાત તો યાદ પણ નથી. અહીં ના લોકો આટલા મિસ્ટિક ક્યારથી થઈ ગયા?’ તનીષા એ પૂછ્યું.

‘એ, અહીં કોઈ મિસ્ટિક - હિસ્ટીક લોકો નહીં રે’તા હોં, આ ખબર નઈ હું હમજી ભાષણ આપવા લાઈગી ‘તી. કોઈ તાંત્રિક ના ત્યાં નૌકરી કરેસ? પેલા દીશાંત ને પૂછવું પડસે.’ ક્રિયા સ્પોક.

‘મેબિ એની સ્ટાઈલ જ એવી છે.’ મને પણ

હું માંની ન શકી.

‘આ વસ્તુ રેકોર્ડ કરવા જેવી હતી. આપણા પેજ પર મૂકી શકાત.’

એક વસ્તુ પ્રત્યે તે સાચ્ચી હતી. અમારી પ્રોફાઇલને કોઈ ખાસ રીસપોન્સ નતો મળી રહ્યો, લોકો તો ફોલો કરતાં પણ લાઇક્સ કે કમેન્ટ્સ ઓછી હતી. વિડિયો તો સારી રીતે એડિટ કર્યો હતો. પ્રોફાઇલ પણ સારી લાગતી હતી.

આ વસ્તુ સાચ્ચી નતી લાગતી.

‘એનિવે એ તો બક - બક કરશે, આપણે શું કરીશું?’

‘એની વાતો કચરા માં ફેકીશું.’ તનિષ્ક સાથે બોલ્યા.

‘એનું નહીં, આપણી પ્રોફાઇલ નું?’

‘આપણે પેહલા તો નોટ્સ લખવાની છે. લોકોને કહવું પડશે કે આપણને આવ્યા પછી શું - શું થયું. આઈ થિંક એનું પણ એક લિસ્ટ હતું.’ તનીષા બોલી ત્યાં તો નિષ્કાને તેણે એ લિસ્ટ આપી દીધું.

તેઓ લપટોપ પર જોતાં હતા.

‘હેય, હું અને ક્રિયા ઘરની બહારની જગ્યા જોઈએ? સેકેન્ડ પોસ્ટના ફોટા ત્યાં લેવાના છે.’ કેમકે મારે પણ મદદ કરવી હતી.

એમણે હા પાડી

અમે બહાર પોહંચ્યા, ત્યાં તો ક્રિયા બોલી, ‘હવે ‘હાસુ ‘હાસુ બોલ મને હું કામ અહી લઈ ને આવી?’

એ જાણી ગઈ હતી. ‘ક્રિયા શું તને ખબર છે..