કાતિલ કોણ? Real દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાતિલ કોણ?

તા : ૧૨/૩
કોન્સ્ટેબલ રજત ને કોલ આવ્યો સાહેબ અમારી બાજુના ઘરમાં ભયંકર દુર્ગંધ આવે છે..એ ઘરમાં રહેનાર દિપેશ ચાર દિવસ થી ગાયબ છે ઘર પર તાળું મારેલું છે... તમે આવો તો મામલો શું છે ખબર પડે....
કોન્સ્ટેબલ રજત : આ આ મહિનાનો સાતમો કેસ છે.... અઠવાડિયા માં એક બે કરતાં કરતાં આજે આ સાતમી વખત બન્યું છે....એ ઇન્સ્પેક્ટર ચૌહાણ પાસે જાય છે અને કહે છે : સર, આપણે હજુ આગાઉ ના છ કેશ સોલ્વ નથી કરી શક્યા ત્યાં આજે ફરી થી એક એવો જ ફોન આવ્યો છે.. આપણે ત્યાં પહોંચવું પડશે...

બંને જણા ફોરેન્સિક ટીમ ને જાણ કરી ધટના સ્થળે પહોચે છે.... દરવાજા ની બહાર થી જ દુર્ગંધ માથું ફાડી નાંખતી હતી... વધુ વાર ઊભાં રહીએ તો બેભાન થઈ જવાય..પણ પોલિસ નું કામ જ છે દરેક કેસ કે સ્થળ ને પોતાની નબળાઈ ને દબાવી કઠણ કાળજે તપાસ કરવા નું.. ઇન્સ્પેક્ટર ચૌહાણ અને રજત.. દરવાજા નું તાળું તોડી અંદર ગયા... દરવાજો ખુલતાં જ એક તીવ્ર દુર્ગંધ નો હુમલો થયો..જાણે હમણાં મગજની નસો ફાટી જશે...અંદર સામાન અને ઘર વ્યવસ્થિત જ હોતું.. આગળ નાં દરેક કેસની જેમ જ... મરનારનુ માથું બેડરૂમમાં બેડ પર એવી જ રીતે મૂકવામાં આવ્યું હતું જેમ આગળ નાં કેસ માં હતું....

અત્યાર સુધી માં મરનાર વચ્ચે કોઈ સંબંધ, કોઈ કડી મળી નથી.. ત્યાં સુધી કે એ લોકો નાં ધર્મ પણ અલગ હતા...એ મરનાર માં છ પુરૂષ અને એક સ્ત્રી હતી બસ એ જ અલગ કડી હતી....

દરવાજો હંમેશ ની જેમ બહાર થી બંધ, બારી દરવાજા પણ બંધ,ઘર વ્યવસ્થિત, કોઈ આવનાર નહીં કે ઓળખનાર નહીં.... બીજી જગ્યાએ લોહી નું ટીપું પણ નથી... ફક્ત માથું જ મળે છે તો દરેક મરનાર નું ધડ ક્યાં જાય છે? કોઈ લઈ જનારને જોતું નથી...અને કોઈ જગ્યાએ માથાં વિનાનું ધડ મળ્યા ની ફરિયાદ પણ નથી.....આ પ્રશ્નો નો કોઈ જવાબ ન હતો...અને જવાબ હતો એ બધાં મરનારા પોતાની સાથે લઈ ગયા....

એક અઠવાડિયા સુધી બીજી કોઈ નવી ફરિયાદ ન મળી એટલે ઇન્સ્પેક્ટર ચૌહાણ ને પણ રાહત હતી કે મોત અટક્યા હવે ફરી થી તપાસ શરૂ કરવી જોઈએ.... ત્યાં જ એમનાં નામે એક પાર્સલ અને લેટર મળ્યો... ઇન્સ્પેક્ટર ચૌહાણે ફટાફટ લેટર ખોલ્યો અને વાંચવા શું શરૂ કર્યું..

ઇન્સ્પેક્ટર સાહેબ...

સાંભળ્યું છે કે તમે રહસ્યમય રીતે મરનાર લોકો નાં કેસ સોલ્વ કરો છો.. તમે ધારો તો પણ તમને કંઈ હાથ નહીં લાગે..પણ જો તમે ખરેખર કેસ સોલ્વ કરવા ઈચ્છતા હોય તો એક નાની ભેંટ મોકલી છે, જે કેસ સોલ્વ કરવા માં તમને મદદ કરશે... જીવતા રહ્યા તો હું ખુદ મળવા આવીશ...
ઇન્સ્પેક્ટર ચૌહાણે જલ્દી થી બોક્સ ખોલ્યું એમાં એક પુસ્તક હતું.. ખૂબ જુનું... એનું ઉપરનું કવર કે નામ પણ દેખાતા ન હતા... એમણે પુસ્તક હાથમાં લીધું અને આગળ પાનાં ફેરવવા લાગ્યો.. કોઈ સુરાગ મળી જશે એવી આશા સાથે...પણ એનું લખાણ અજીબ ભાષા માં હતું જે સમજાતું ન હતું.. એણે રજત ને બોલાવ્યો અને પૂછ્યું કે એ આ પુસ્તક કે એની ભાષા વિશે કશું જાણે છે? રજત પણ કશું જાણતો નથી....એટલે ઇન્સ્પેક્ટર ચૌહાણ આગળ આગળ પાનાં ફેરવવા લાગ્યા.. એમાં વિચિત્ર ચિત્રો હતાં જે ખુબ ડરામણા લાગી રહ્યા હતા.... એમણે પુસ્તક બંધ કર્યું અને.. સાંજે ડ્યુટી પૂરી કરી ઘરે ગયા સાથે પુસ્તક પણ લેતા ગયા.... રાતના ત્રણ વાગ્યે એમની નિંદર ઉડી.. એમણે આંખ ખોલીને જોયું તો પોતે કોઈ કબ્રસ્તાન માં હતા અને કબર પર સુતા હતા..એ પુસ્તક પોતાની પાસે જ હતું.... જેવાં એ ઉઠ્યા કે એક પવન સાથે પુસ્તક ના પાના ઉડવા લાગ્યા અને એમાં રહેલા ચિત્રો જીવંત થવા લાગ્યા....એ ભયંકર આકૃતિઓ.... ડરામણા ચહેરા, વિશાળકાય વૃક્ષ, મોટી ગરોડીઓ, માંસ ખાતા વરૂઓ, લોહી પીતી ચુડેલો.... ઇન્સ્પેક્ટર ચૌહાણ એક પળ માટે તો હબકી ગયા... એમને એમ જ હતું કે એ એક અતિ ભયંકર સપનું જોઇ રહ્યા છે...પણ જેવા એ ત્યાંથી ભાગવા લાગ્યા એવી જ બે પીળી આંખો એને સામે દેખાણી... કાળી કળચલી વાળી ચામડી.. દુર્ગંધ મારતું શરીર.. ઇન્સ્પેક્ટર ચૌહાણ બેભાન થઈ જવાનાં હતાં ત્યાં જ એ ચુડેલે એનાં પર કોઈ મંત્ર ફૂંક્યો અને ઇન્સ્પેક્ટર ચૌહાણ બેભાન ન થયાં.. હવે એ આ ભયંકર દ્રશ્ય થી પણ ડરતાં ન હતાં....

પેલી પીળી આંખો વાળી ચુડેલ નજીક આવી અને બોલી... શું તપાસ કરવી હતી? શા માટે? આ મરનાર નું કોઈ ન હતું..એ એકલતા ની પીડા ભોગવતા હતા... એમને મે હંમેશા ને માટે અમારી દુનિયા માં સામેલ કરી દિધા..... હવે એ એવી પીડા થી આઝાદ છે.....
ઇન્સ્પેક્ટર ચૌહાણ : પણ આવી રીતે મારવા નું કારણ શું? એમનું ધડ ક્યાં છે...? એ લોકો તને કહ્યું કે એ દુઃખી છે કે એકલા છે એમને મરવું છે? તો પછી શા માટે આવી ક્રૂરતા થી એમને માર્યા....

એ ચુડેલ એક પવનના ઝટકા સાથે ઊંચા ઝાડ પર ઊંધા માથે લટકી ગઈ.... જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગી.. બીજી જ પળે એ ઇન્સ્પેક્ટર ચૌહાણ પાસે આવી ગઈ....તે એ બુક ને વાંચી જ ક્યાં છે.? એ દરેક મરનાર લોકો એ પુસ્તક વાંચી ને એવી જીંદગી માંગી જે એમાં લખી છે.... એટલે મેં મારું કામ પૂરું કર્યું.....જો તને વિશ્વાસ નથી તો તું પણ વાંચી લે....એક અટ્ટહાસ્ય અને એક પળ માં અદ્રશ્ય થઈ ગઈ...

ઇન્સ્પેક્ટર ચૌહાણ : કોઈ પણ વ્યક્તિ મોત તો ન જ માંગે..અને તે જેવું મોત આપ્યું છે એવું તો ન જ માંગે....એ પુસ્તકની ભાષા મને નથી સમજાતી..પણ જે ચિત્રો જોયાં એ બધું અત્યારે હું મારી આંખો થી જોઈ શકું છું....

પેલી ચુડેલ આવી અને એ પુસ્તક ઇન્સ્પેક્ટર નાં હાથ માં આપ્યું.... વાંચ..... પુસ્તક નાં પાના ઉડવા લાગ્યા અને એક પાનાં પર અટકી ગયા... હવે વાંચ... ઇન્સ્પેકટરે વાંચવા નું શરુ કર્યું.... હજુ મારી સર્વીસ દરમિયાન મારે ઇમાનદારી થી નોકરી કરવી છે.. મારા દિકરાને પણ એક ઈમાનદાર ઓફિસર બનાવવો છે..મારી પ્રેગનેન્ટ પત્ની ડિલિવરી સમયે મરી જશે અને જન્મનાર બાળક પણ..... એણે કહ્યું આ બધુ શું છે..અને મારા વિશે આવું કેમ લખેલું છે...આ બધુ તે જ રચાવ્યુ છે..પણ હું તારાં થી ડરતો નથી.... ચુડેલે કહ્યું પહેલા પુરું વાંચી તો લે... એણે ફરી વાંચવા નું શરુ કર્યું....

૧૫ વર્ષ ઇમાનદારી થી સેવા કરી અને જે દિકરા ને ભણાવીને લાયક બનાવ્યો એ કરોડો ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો... એને અને મને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.... મારા નોકરી કાળ દરમિયાન એક રૂપિયો ન લેનારા હું આજે નિર્દોષ હોવા છતાં...મારો જીવ લેવા મજબૂર છું.... પુસ્તક બંધ કરી.. એણે જોરથી દૂર ફેંક્યું....

ચુડેલ એક અટ્ટહાસ્ય સાથે ફરી થી એની પાસે આવી ગઈ... વાંચી લીધું... હવે તું નક્કી કરી લે કે તારે આસાન મોત જોઈએ છે કે બદનામી ભરી....

ઇન્સ્પેક્ટર ચૌહાણ... કશું વિચારી નથી શકતા...
એનું મગજ ચકરાવે ચઢી ગયું.. એણે જે વાંચ્યું એ એનાં મગજ માં ચકરાવા લાગ્યું..મારી પત્ની અત્યારે આઠમા માસે પીયર ગઈ છે..તો શું હું એને ખોઈ બેસીસ.... આટલાં વર્ષો સુધી ની ઇમાનદારી આવી રીતે રોળાઈ જશે.....ના..ના... હું એવું સહન નહીં કરી શકું.... મારાથી સહન નહીં થાય.. મારે અત્યારે જ મોત જોઈએ.....

એટલું બોલતાં જ એક જ ઝાટકે ઇન્સ્પેકટર ચૌહાણ નું માથું ધડથી અલગ થઇ ગયું....એના ધડને પ્રેત અને ગરોડી ખાવા લાગ્યા..ચુડેલો તેનું લોહી પીવા લાગી..પેલી પીળી આંખો વાળી ચુડેલ એનું માથું લઈને એનાં ઘરે મુકી આવી..... ઇન્સ્પેક્ટર ચૌહાણ પોલીસ સ્ટેશનમાં હાજર ન થતાં રજત ને એમના ઘરે મોકલવામાં આવ્યો....એ દ્રશ્ય જોઈ એ ત્યાં જ બેભાન થઈ ગયો..

અહીં કાતિલ કોને સમજવો....એ ચુડેલ ને... કે પોતાની કમજોર પરિસ્થિતિ નો સામનો ન કરી શકનારા માનવ મનને????