મન ની કવિતાઓ મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નાયિકાદેવી - ભાગ 40

    ૪૦ જોગનાથની ટેકરી! મહારાણીબા નાયિકાદેવીની વાત જ સાચી નીકળી....

  • લાભ પાંચમ

              કારતક સુદ પાંચમ  અને દિવાળીના તહેવારનો  છેલ્લો દિવ...

  • ભાગવત રહસ્ય - 100

    ભાગવત રહસ્ય-૧૦૦   આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,...

  • ખજાનો - 67

    "હર્ષિત...! પેલાં દિવસે..તે કાગળનો ટુકડો તું કેમ સંતાડતો હતો...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 1

    જીવન એ કોઈ પરીકથા નથી ( ટુંકી ધારાવાહિક)આજે બે વર્ષ થયા મમ્મ...

શ્રેણી
શેયર કરો

મન ની કવિતાઓ

મન ની કવિતાઓ
_ મુકેશ રાઠોડ "મન".

૧:-ઝળહળીએ.

ચાલો આપણે કઈક કરીએ.
માનવતા ને ફરી વરિયે,
ના કોઈ ઉચ ના કોઈ નીચું
એકબીજા સૌ ઝળહળીએ.

કારા,ગોરા, ભેદ રહેવાદો,
હિન્દુ,મુસ્લિમ ,શીખ ,રહેવાદો,
ચાલો ખાઈએ એકજ ફળિયે,
એકબીજા સૌ ઝળહળીએ.

જાત -પાતના ભેદ રહેવાદો,
માનવધર્મ મોટો ,કહેવાદો,
ભાઈ- ભાઈની જેમ મળીયે
એકબીજા સૌ ઝળહળીએ.

_ મુકેશ રાઠોડ "મન"


૨:- માણસ છે ભાઈ.


સૌથી સવાયો માણસ છે ભાઈ !
તોય ઘવાયો ,માણસ છે ભાઈ !

આમ તો લાગે અંગત અંગત,
તોય પરાયો ,માણસ છે ભાઈ!

લજામણી નો છોડ નથી કંઈ!
તોય લજાયો, માણસ છે ભાઈ!

ઇશ્વર જેવો છાંટોય નથી માઈ!
તોય ભજાયો,માણસ છે ભાઈ!

લોભી,લાલચી,દંભી,ધૂતારો;
ઢોર હરાયો,માણસ છે ભાઈ.

_ મુકેશ રાઠોડ "મન".


૩:- ખાટલો આપો.
મરે છે માણસ ખાટલો આપો,
ટળવળે માણસ બાટલો આપો.

જમવાની હવે વેળા જ ક્યાં છે;
કે જમવા માટે પાટલો આપો !

દેવ જીવવા માટે ની દવા હવે તો;
ઓક્સિજન કા આટલો આપો ?

જોયા કરજો ફોટા માલીપા હવે;
હવે નહિ કહીએ કે ઓટલો આપો.

હવે ક્યાં માગે જીવવા માટે ' મન';
કે હોય તો બટકુક રોટલો આપો!
_ મુકેશ રાઠોડ " મન"


૪:- બાળગીત
*********

શીર્ષક:- કૂતરા કરતા વાતું
______________________

જોને પેલું ગલૂડિયું,એ કેવું લાગે સાલું,
રોજ સવારે મળે બધાને, લાગે વાલું- વાલું.

ચા,બિસ્કીટ ની લિજ્જત લઈને કેવું એ હરખાતું,
માણસ સાથે મોજ કરે એ ,કોઈ એને ના મારતું,

હું પણ નાનું હોત તો! એવું કાયમ મનમાં થાતું,
ગલૂડિયાં ને રોજ મજા,એમ કૂતરા કરતા વાતું,

પુછડી નાની,નાના પગ,નાનું કદ મજાનું,
વહાલ કરવા મન લલચાય, જોને કેવું બીજાનું!

નાના,મોટા,બાળક, સૌ કોઈ એને રોજ રમાડે,
જો આપણે ઘરે જાઈએ તો ભાંઠું મારી ભગાડે,
વહાલ કેમ નાના ને આટલું એજ નથી સમજાતું!
ગલૂડિયાં ને રોજ મજા, એમ કૂતરા કરતા વાતું.

_ મુકેશ રાઠોડ "મન"

૫:- ક્યાં સુધી ચાલશે.

આ મોતનો વાયરો ક્યાં સુધી ચાલશે?
હરિ સામે કાયરો ક્યાં સુધી ચાલશે ?

અમેતો બસ શબ્દોને ગૂથી શકીએ,
તારી સામે શાયરો ક્યાં સુધી ચાલશે?

હવે તો નકામાં થઈ પડ્યા છે આ બધા;
ધાર વિના હથિયારો ક્યાં સુધી ચાલશે?

ચાલી,ચાલી ને જશો તો જશો ક્યાં સુધી,
પગ વિના આ પથ્થરો ક્યાં સુધી ચાલશે?

હવે તો પાઓ માણસાઈ નું પાણી "મન "!
પાણી વિનાનો ક્યારો ક્યાં સુધી ચાલશે.

_મુકેશ રાઠોડ "મન".

૬:-. આવી ગયા.

શિર્ષક:- આવી ગયા.

સાવ સરળ વાત પર આવી ગયા,
ગમતિ હતી એ રાત પર આવી ગયા.

મે કહ્યું થોડો સંયમ રાખો ખુદ પર,
ને એ પોતાની જાત પર આવી ગયા.

વાત થઈ,ઝગડો કર્યો,ગુસ્સે થયા,
તો એ પોતાની નાત પર આવી ગયા.

ટપલી શું અડાડી દીધી મજાકમાં,
તે સીધે સીધી લાત પર આવી ગયા.

આ માણસો નું શું કરવું હવે "મન",?
રીઝવવા મને ,સોગાત પર આવી ગયા

૭:- કૃષ્ણ જેમ દોટ મેલી.

છે કોઈ દુઃખિયા નો બેલી ?
હવે કોણ ગાશે હેલી ?,
દુઃખડા હરવા કોણ આવશે?;
કૃષ્ણ જેમ દોટ મેલી.

ભાજી તાંદ‌ળીયા ની,મીઠા બોર,
હવે કેમ આવશે માખણ ચોર?
ખેલ , ખાંડણીયે ખેલી,
કૃષ્ણ જેમ દોટ મેલી.

ભરી સભામાં પૂરતો ચિર.
ક્યારેક ધિર,ક્યારેક ગંભીર,
ગોપીઓ ને કરતો ઘેલી,
કૃષ્ણ જેમ દોટ મેલી.

_ મુકેશ રાઠોડ.

૮:-. ગીત: - એ કદીયે મનમાં ન લાવવું
______________________________________________

કોણે કીધું હું તારો જ છું ?,રોજ તારા સપનામાં મારું આવવું,
સપનામાં આવું તો તારી સંગાથે છું,એ કદીયે મનમાં ન લાવવું,

તને છૂટ છે મારા સપનાં જોવાનો,મારો સપનામાં જોજે સંગાથ,
મારી મેના મારા મનમાં વસી છે,એનો કદીયે નહીં છોડુ હું સાથ,
ફોટો જોઈને તું મલક્યા કરે છે,એ મુખ પર સ્મિત તારું આવવું,
સપનામાં આવું તો તારી સંગાથે છું ,એ કદીયે મનમાં ન લાવવું.

સપનામાં માંડે છે સંસાર તારો,તું સપના જોવે છે અપાર,
આંખો ઉઘાડી જરા જોયા તો કર,કદી મેળખાધો છે લગાર ?
સમજે છે તું છતાં ભોળી બનીને,રોજ મારા ફળિયામાં તારું આવવું,
સપનામાં આવું તો તારી સંગાથે છું ,એ કદીયે મનમાં ન લાવવું.

_મુકેશ રાઠોડ "મન"

૯:-ચોપડી નું પેજ કેમ ખોલું.
____________________


છુપાઈને જોઈ રહી છે એક છોકરી,
કાશ મને પણ મળે એક ચોપડી,
અંતર નું ભેદ કેમ પોલું?;
ચોપડી નું પેજ કેમ ખોલું ?.

જોવું ચોપડી ને મન મારું કંઇક બોલે,
કાશ અમારી પણ નિશાળ કોક ખોલે,
કોને કહું? કયા જઈ બોલું ? ;
ચોપડી નું પેજ કેમ ખોલું ?.

હાથ માં કાગળિયા ને ખંભે છે કોથળો,
બસ એજ છે ,એક ખાવાનો રોટલો
આ પેટ કેરી ભૂખ કેમ પંપોલું ? ;
ચોપડી નું પેજ કેમ ખોલું ?.
_ મુકેશ રાઠોડ "મન"


૧૦:-. *શીર્ષક* :- સૌનો છે રખવાળો.

નાં દઉં કોઈ દી'જાકારો,
હું સૌ ને દઉં આવકારો,
ફળિયું મારું દરિયા દિલ છે;
એતો સૌનો છે રખવાળો.

ભૂખ્યાને હું ભોજન દઉં છું,
તરસ્યાને હું પાણી પઉં છું,
આતો ભટક્યા નો ઉતારો;
એતો સૌનો છે રખવાળો.

ભુલિયા ને હું મારગ ચિંધતો,
થઈ શકે એ દુઃખડા વિંધતો,
એતો ભલું કરે કાનજી કાળો;
એતો સૌનો છે રખવાળો.


_મુકેશ રાઠોડ "મન".

મિત્રો અહી કેટલીક કવિતાઓ આપની સમક્ષ રજૂ કરી છે.આશા રાખું છું આપને પસંદ આવશે.તમારા પ્રતિભાવો આપવાનું ભૂલતા નહિ.તમને કાઈ કવિતા અથવા ગીત વધારે ગમ્યું એ મને જરૂરથી જણાવશો જી.
mukeshrathod0081@gmail.com.