Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદ મહાસાગર ની ગેહરાયીઓમાં - 16

દ્રશ્ય ૧૫ -
કેવિન પોતાની આંખો ધીમે થી ખોલી ને બોલે છે " શું થયું બધા મારી આજુબાજુ કેમ ઊભા છો હજુ હું જીવું છું."તેને ઠીક જોઈ ને બધા રાહત થાય છે. અને ખુશી થી એને ભેટી પડે છે.
" તો તને યાદ છે શું થયું હતું" નીલ કેવિન ને સામે જોઈ ને બોલે છે.
" હા હું ભૂલથી એક પક્ષી ને અડી ગયો હતો જેના કારણે મારે છેલ્લા કેટલાક કલાક સુધી ચોટી ને રેહવુ પડ્યું હતું." કેવિન નીલ ને જવાબ આપતા બોલ્યો.
" તો તારી યાદ શક્તિ ગઈ નથી....જાણી ને મને ખુશી થયી." હસી ને દેવ બોલ્યો.
" ના મારી યાદ શક્તિ નથી ગઈ પણ તું મને ત્યાં એકલો મૂકી ને આવી ગયો." ગુસ્સા સાથે કેવિન બોલ્યો.
" ના હું તને મૂકી ને આવવા માંગતો નહતો પણ પરિસ્થિતિ ના કારણે....." દેવ પોતાની વાત સ્પષ્ટ કરતો હતો કે તેણે જોઈ ને કેવિન હસવા લાગ્યો અને બોલ્યો " હું તો તને હેરાન કરું છું...આટલો ગંભીર ના થઇશ." અને તે બંને ની આ વાતો સંભળી ઘડી વાર બધાના ચહેરા ખીલી ગયા.
" શ્રુતિ તારી શક્તિ ની હવે જરૂર નથી હું સ્વર્ણ દોરી ની મદદ થી કવચ બનાવીશ અને તું કેવિન ની મદદ કર્યા પાછી હજુ થોડો સમય નબળી રહીશ જેથી મને ઊર્જા આપી શકીશ નઈ માટે હવે તારી ઊર્જા તું મારા પર વ્યર્થ ના કરીશ." શ્રુતિ ને સમજાવતા નીલ બોલી. ને સ્વર્ણ દોરી ને કેવિન ના પગ પરથી પોતાની હાથ પર લગાવી લીધી.
" તો શું આ સ્વર્ણ દોરી માં એટલી શક્તિ છે કે એક મોટું કવચ બનાવી શકે આતો ઘણું મુશ્કેલ લાગે છે." શ્રુતિ નીલ ને આશ્ચર્ય ચકીત થયી ને બોલે છે.
" હા આ સ્વર્ણ દોરી અને મારી ઊર્જા એક થવાથી હું બધા ને બચાવવા માટે કવચ બનાવી શકીશ." નીલ વિશ્વાસ સાથે બોલી.
" હું તારા કવચ ની અંદર રહીને મારું કવચ બનાવી શકીશ નઈ." શ્રુતિ અચાનક જ બોલી પડી.
" હા હું સમજી ગઈ તું શું કહેવા માગે છે. હું પેહલા કવચ બનાવીશ એમાં દેવ કેવિન માહી અને અંજલિ આ બધા ને અંદર રાખીશ અને પછી તું મારા કવચ ની ઉપર આપડા બંને સાથે બીજુ મોટું અગ્નિ નું કવચ બનાવજે જેથી સમતુલા જળવાઈ રહે અને બધા બચી પણ શકે." નીલ ને શ્રુતિ ને કહ્યું
નીલ ને એક આછા વાદળી રંગનું કવચ બનાવ્યું જે પાણી ની દિવાલ નું બનેલું હતું તેમનું પાણી સતત એક દિશામાં વેથુ હતું. તેની ઉપર શ્રુતિ ને નીલ અને પોતાને સમાવી ને બીજું એક કવચ બનાવ્યું જે અગ્નિ થી ધકધકતું હતું. જેનો રંગ આછો પીળો હતો અને એની ઉપર ની બાજુ આગની લેહરો હતી. આ કવચ ને પોતાની શક્તિઓ નો ઉપયોગ કરી ને થોડી ઉપર હવા માં લઇ ગયા. શ્રુતિ અને નીલ ધ્યાન થી અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યા.
" દેવ મને ડર લાગે છે." માહી ને દેવ ની સામે જોઈ ને કહ્યું અને માહી ના એવું કેહવાની સાથે જ દેવ ને એનો હાથ પકડી લીધો. આજુ બાજુ શું ચાલી રહ્યું હતું એ ચિંતા મૂકી ને એ બંને એકબીજા ને જોવા લાગ્યા.
કવચ આગળ વધતું જોયી ને ત્યાં ની બરફ ની પાતળી સડિયો એમની બાજુ આકર્ષિત થવા લાગી. એક પછી એક તેના વાર આગની ગોળા પર આવવા લાગી. આ સાડીઓ એકદમ પાતળી અને ધારદાર હતી જે કવચ પર એક સાથે વાર કરવા લાગી. કવચ માંથી નીકળતી અગ્નિ ની ગરમી નજીક આવતી બરફની સડી ઓ તરતજ વાયુ માં પરિવર્તન થયી જવા લાગી. કવચ માં પોતાની પૂરી ઊર્જા લગાવી ને નીલ થાકી ગઈ હતી સ્વર્ણ દોરી જે એની હાથ પર લાગેલી હતી તેની ઊર્જા ઓછી પાડવા લાગી. નીલ ને વચ્ચે અચાનક કવચ થાકી ને તોડી દીધું આ જોઈ બધાને આગ થી બચાવવા શ્રુતિ ને પણ કવચ તોડવું પડ્યું બધા સાથેજ નીચે પડ્યા શ્રુતિ ને પોતાની જગ્યા પર સ્થિર થયી ને ઉભા રેહવાનું કહ્યું. બરફની સડી ઓ એમની ચારે બાજુ મોટા જથ્થા આવી ને ઉભી હતી. નીલ બોલી " જો જરા પણ કોઈ ને હલન ચલન કરશે તો તે એક પછી એક તમારા શરીરની આરપાર નીકળી જશે."
એક જગ્યા પર ચોંટી જવું મુશ્કેલ હતું જ્યારે બંને કવચ માંથી એક સાથે બધા નીચે પડ્યા ત્યારે એવી પરિસ્થિતિ માં હતા કે જેનાથી એમને પોતાનું બેલેન્સ જાળવી રાખવું મુશ્કેલ હતું પણ છતાંયે તે પ્રયત્ન કરી ને સ્થિર રહ્યા હતા. માહી નો એક હાથ નીચે હતો જેની પર એનું વજન આવી ગયું તેને તે હાથ ને સ્થિર રાખવા માં મુશ્કેલી થતી હતી. સાથે બધા ઉપર થી નીચે પડ્યા હતા જેથી ક્યાંક ને ક્યાંક એમને વાગ્યું હતું દેવ નો પગ વળી ગયો હતો અને કેવિન ના માથા પર થી લોહી આવતું હતું જ્યારે અંજલિ ની હાલત ઠંડી ના કારણે ખરાબ થતી હતી. હજુ જો તે આ ઠંડા વાતાવરણ માં રેહશે તો એ પોતાને સ્થિર રાખી શકશે નઈ. ઠંડી હોવાથી બધા મુશ્કેલી થી પોતાને સાચવી રહ્યા હતાં.
શ્રુતિ આ પરિસ્થિતિ ને સંભાળવા પોતાના શરીર માંથી આગ્ની નીકાળવા લાગી. એનું આખું શરીર આગથી ગેરાયેલું હતું પોતાની આગ તે ચારે બાજુ ફેલાવી ને ત્યાંથી દૂર બીજી દિશા માં બરફ ને આકર્ષિત કરવા લાગી જેનો ફાયદો ઉઠાવી નીલ બધા ને ત્યાંથી જડપથી બહાર લઈ ને આવી. જયારે બધા સલામતી થી ત્યાંથી બહાર નીકળી ગયા ત્યારે શ્રુતિ પણ એમની જોડે આવી ગયી.