Hind mahasagarni gaheraioma - 15 books and stories free download online pdf in Gujarati

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 15

દ્રશ્ય ૧૫ -
" કેમ શું થયું? આગળ શું છે." શ્રુતિ એ પૂછ્યું.
"બહેન શ્રુતિ હવે થી તારે તારી શક્તિઓથી જ બધાને બચાવવાના છે હું આગળ કઈ મદદ કરી શકું એમ નથી કારણ કે આગળ મારી શક્તિઓ કામ આપવાની નથી પણ હું મારી પૂરી મદદ કરવાનો પ્રયત્ન કરીશ. ગુફામાં હવે ઠંડી પડવાની છે કે જે તમારાથી સહન થાય એવી નથી. જેની સાથે પવનના સૂસવાટા પણ આવશે તું તારી ઉર્જાથી આગનો એક મોટું કવચ બનાવ જેની અંદર આપણે બધા આવી શકીએ." નીલ ને શ્રુતિ ને સમજાવતા કહ્યું.
" પણ આગ તો હું અને તું જ સહન કરી શકી શું બાકી ના બધા તે આગ ના કવચ માં રહેલી આગ ને સહન નઈ કરી શકે." શ્રુતિ ને નીલ ને પૂછ્યું.
" હું જાણું છું માટે હું મારી શક્તિ થી બીજું કવચ આગ ના કવચ ની અંદર બનાવીશ જેનાથી આપડે બાહર ની ઠંડી અને અંદર ની ગરમી થી બચી સખીએ મારી શક્તિઓ તમને માત્ર આગથી બચાવી શકશે બર્ફીલા પવન ની ગુફાઓ આગની શક્તિ થી પાર કરી શકાય અને મારી પાસે પાણી ની શક્તિ છે."નીલ સમજાવતા બોલી.
" મને લાગતું નથી કે ત્યાં માત્ર ઠંડી કે પવન હસે. કઈ બીજી મુસીબત જરૂર હસે." વેહમની નજર થી નીલ ના સામે જોઈ ને અંજલિ બોલી.
" હા ત્યાં બરફ થી બનેલી સોય જેવી પાતળી લાંબી સડીઓ છે. જે કોઈ પણ હરતી ફરતી વસ્તુ ની તરફ આકર્ષિત થાય છે જે કોઈ વ્યક્તિ કે વસ્તુ ની આજુ બાજુ ઘેરી થોડી વારમાં શરીર ની આર પાર થયી જાય. અજાણી વ્યક્તિ ને આગળ જવાથી રોકવા માટે છે." નીલ બોલી.
" એટલે શું તે એમને પણ નુકશાન પોહચાડ શે." ગભરાઈ ને માહી બોલી.
" જ્યાં સુધી તમારી આજુબાજુ કવચ હસે ત્યાં સુધી કઈ નઈ થાય."નીલ ને ડરેલી માહી ને કહ્યું.
" નીલ હું તો મારું કવચ બનાવીશ પણ તારામાં એટલી ઊર્જા નથી કે તું કવચ બનાવી શકે. શક્તિ વિના તું કેવી રીતે કવચ બનાવીશ." શ્રુતિ ને નીલ સામે જોઈ ચિંતા થી પૂછ્યું.
" મારે તારી મદદ ની જરૂર છે. હું તારી એક ઊર્જા લેવા માગું છું." નીલ ને શ્રુતિ તરફ લાચારી થી જોઈ ને કહ્યું.
" મારી એક ઊર્જા તું સાંભાળી શકીશ. તારી અને મારી શક્તિ નો પ્રકાર અલગ છે." શ્રુતિ ને નીલ ને પૂછ્યું.
વાત ચાલતી હતી એટલામાં જ ત્યાં બોલતા પત્થર ની ગુફા માંથી થોડા પ્રકાશ ની એક ઝલક આવા લાગી. વાતચીત માં તે બાજુ કોઈનું ધ્યાન ગયું નહિ અને તે પ્રકાશ ધીમે થી એમની નજીક આવતો જતો હતો. એ પ્રકાશ એમની નજીક આવ્યો ત્યારે અચાનક માહી એબાજુ જોઈ ને ડરી ગયી. એક મોટો પડછાયો ધીમે થી એમની નજીક સતત આવતો હતો અને તેની પગ માંથી પ્રકાશ ની કિરણો નીકળતી તે કોઈ અસામાન્ય માણસ લાગ્યું. આ દ્રશ્ય નીલ અને શ્રુતિ પણ સમજી શક્યા નહિ કે તે શું છે. દૂર થી અંધારા ના કારણે તેનો ચેહરો જોઇ શક્યા ન હતા.
" શું કરે છે શ્રુતિ આમ ઉતાવળે કોઈ ની પર વાર ના કરાય શાંતિ થી ઊભી રેહ પેહલા જોવા દયીસ કોણ આવે છે." નીલ શ્રુતિ ને શાંત કરતા બોલી.
શ્રુતિ તેનાથી બચવા માટે અગાઉ થી પોતાના હાથ પર આગનો એક મોટો ગોળો બનાવી ને બંને હાથ માં નાના ગોળા અલગ કરી ને તૈયાર હતી જે જોઈ ને નીલ તેને શાંત કરવાનો પ્રયત્ન કરતી હતી. નીલ ની જાણ અનુસાર એવું કોઈ નથી જેને વિશે તેને જાણ ના હોય પણ તે સામેથી આવતી વ્યક્તિ ને જાણતી નથી. માટે તે એનો ચેહરો જોવા માગતી હતી.
કોઈ પણ તે વ્યક્તિ નો ચેહરો જોવે એની પેહલા તે ધમ સાથે ના અવાજ માં તે વ્યક્તિ નીચે પડી ગઈ અને ત્યાં થી બધા દોડી ને તેની પાસે ગયા.નીલ ને શ્રુતિ ને આવવાની ના પાડી એની આગ થી પત્થર ફરી થી અવાજ સરું કરે એનો તેને ડર હતો. વ્યક્તિ નો ચેહરો એમની માટે અજાણ્યો ના હતો.
" કેવિન..... ઉઠ.....શું થયું છે." ચિંતામાં આવેલો દેવ નીલ ને પૂછવા લાગ્યો.
" મને પણ ખબર નથી પણ હું તેને ઠીક કરવા માટે કોઈ ને કહી શકું છું." નીલ બોલી.
" તો પ્રકાશ સ્વર્ણ દોરી માંથી આવતો હતો. જેનાથી દૂરથી કોઈ અલગ વ્યક્તિ લાગ્યો." માહી બોલી.
" હા પણ આ સ્વર્ણ દોરી એની પગ પર વીંટળાઈ ને શું કરે છે અને તે ખજાના ની ગુફા માંથી સોંદર્યની જાળ વાળી ગુફા માં કેવી રીતે આવી.." અંજલિ વિચારતા બોલી.
" મને લાગે છે કે આ સ્વર્ણ દોરી ની ઉર્જાથી તે પાછો ઠીક થઈ આપડી પાસે આવ્યો છે." નીલ કેવિન ને જોઈ ને બોલી.
"કેવિન ને હું ઉઠાવી ને લઈ આવું તમે ખસી જાઓ." દેવ કેવિન ને પોતાની પીઠ પર ઉઠાવી ને બોલ્યો.
દેવ તેને શ્રુતિ પાસે લઈ ને આવ્યો તેને જોઈ ને શ્રુતિ ચોંકી ગઈ અને બોલી ઉઠી. " સારું થયું કે મે દૂર થી એની પર આગનો પ્રહાર ના કર્યો."
" તું આને પોતાની શકિત થી હોશ માં લાવ." નીલ શ્રુતિ ને બોલી.
શ્રુતિ ને આંખો બંદ કરી અને પોતાના બંને હાથ થી કેવિન ના હાથ પકડી ને પોતાની ઉર્જાથી અને શક્તિ થી તેને ઉઠાડ્યો. જ્યારે તે પોતાની શક્તિ નો ઉપયોગ કેવિન ને જગાડવા માટે કરતી હતી ત્યારે એની આંખ ની બાજુ માં રહેલા આછા પીડા રંગ ના ચિત્રો ચમકવા લાગ્યા હતા. સાથે તેને તીવ્ર વેદના થવા લાગી છતાં તે ને પોતાની શક્તિનો ઉપયોગ ચાલુ રાખ્યો અને કેવિન હોસ માં ના આવે ત્યાં સુધી તેને ઊર્જા થી મદદ કરવાનો પ્રયત્ન કરતી રહી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED