Love Story - 14 books and stories free download online pdf in Gujarati

લવ સ્ટોરી - ભાગ ૧૪

( અગાઉના ભાગમાં જોયું એ મુજબ કે બધા વિદ્યાર્થી ગ્રાન્ડરમાં પ્રેયર કરી રહ્યા હતા. નિખિલ અને મહેશ આંખની આંખ ખુલ્લી હતી. સુથાર સર એમને જોઈ જાય છે. પ્રેયર પુરી થાય છે. આચાર્ય સર રમત-ગમત સ્પર્ધાની વાત કરે છે. )

હવે આગળ...

હવે એક છોકરો ઉભો થઈને માઈક પાસે આવે છે. એની ઉમર ખૂબ જ નાની હતી. લગભગ ચોથું ધોરણ ભણતો હતો. એને આવીને વાર્તા શરૂ કરી. એ વાર્તા કહેતો હતો ત્યાં નિખિલ કહે છે " આમાં શુ નવું છે, આ વાર્તા તો સાંભરેલી છે " સુથાર સર નિખિલને વાતું કરતા જોઈ જાય છે...

એ વાર્તા પુરી કરે છે. વિધાર્થીઓ એને તારીઓથી વધાવે છે. હવે વારો હતો નિખિલનો સુથાર સર એની જ સામે જોઈ રહ્યા હતા. એતો ફાઇનલ હતું કે નિખિલ ઉપર સજા રૂપે બોમ્બ જરૂર ફૂટશે. એ જગ્યાએ બેસી જાય છે. સુથાર સર ઉભા થઈને માઈક હાથમાં લેય છે.

" નિખિલ ઉભો થા, અને અહીં આવ તે કીધું હતું ને વાર્તા કહેવાનો છું, તે મને કીધું હતુંને? "

નિખિલતો વિચારમાં પડે છે કે મેં વળી કયારે કીધું હતું. આવું તો મેં ક્યારેય કીધું જ નથી. ત્યાં મહેશ બોલે છે " તે વળી કયારે કીધું હૈ એલા... " નિખિલ કહે છે " મને પણ કાઈ ખબર નથી "

નિખિલ ઉભો થઈને સ્ટેજ ઉપર આવે છે. સુથાર સર એના હાથમાં માઈક પકડાવી દેય છે. હવે નિખીલ પણ વિચારમાં પડ્યો હતો કે શું કહું? બધા વિધાર્થી વિચારતા હતા કે આ શું બોલશે અને નિખિલ પણ વિચારતો હતો કે હું શુ બોલું? સુથાર સરે તો ખરેખર મોટી સજા આપી દીધી, એ કયારેય પણ સ્ટેજ ઉપર આવીને બોલ્યો નથી. નિખિલ શરૂ કરે છે.

" કેમ છો મિત્રો! ગુડ મોર્નિંગ ( વિધાર્થીઓ પણ સામે ગુડ મોર્નિંગ કહે છે ), સુથાર સરે કહ્યું એ મુજબ આજે મારે વાર્તા કહેવાની છે. એક ગામ હતું... ગામમાં રાજા હતો... " નિખિલ હવે એનાથી આગળ વધી રહ્યો ન હતો એટલે

સુથાર સર આવીને એના હાથમાંથી માઈક લઈને કહે છે " જોવ વિધાર્થી મિત્રો, તમે આ જગ્યાએ આવીને બોલી ન શકતા હોય તો કઈ નહીં, પણ જે પણ હિંમત કરી અહીં સુધી બોલવા આવે છે, એની મસ્તીતો ન કરો એ પછી તમે સાંભરેલી કેમ ન હોય પરંતુ એ સ્ટેજ ઉપરથી બોલે છે એમની માટેતો શાંતિથી સાંભરો... બસ આજ કહેવા માંગતો હતો... " સુથાર સર નિખિલને બેસી જાવાનું કહે છે. આજે નિખિલને સમજાઈ ગયું હતું કે સ્ટેજ ઉપરથી બોલવું કઈ પણ રજૂ કરવું કેટલું અઘરું છે. એટલા માટે જે પણ આવે છે એને શાંતિ પૂર્વક સાંભરવું એની મસ્તી કે મજાક ન કરવું. બધા વિદ્યાર્થી એક પછી એક કલાસ રૂમમાં જાય છે.

બધા જ વિધાર્થી ક્લાસમાં આવી જાય છે. ટીચર ક્લાસમાં આવે છે. " હવે કોણ કોણ રમત-ગમત સ્પર્ધામાં ભાગ લેવાના છે. એ હાથ ઊંચો કરે, હા ઘણા બધા વિધાર્થીઓ ભાગ લેવાના છે, ચાલો સ્પર્ધા વિશે માહિતી આપું તો આમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ રાખવામાં આવી છે. જેને જે સ્પર્ધામાં રુચિ હોય એ તે સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. પ્રથમ આવનારને ગિફ્ટ આપવામાં આવશે. આમાં સો મીટરની દોડની સ્પર્ધા હશે, કોથળા દોડ, લીંબુ ચમચ જેંવી રમતો હશે. એક પછી એક નામ લખવતા જાય, હું અહીં નામ લખું છું. "

ટીચર સ્પર્ધામાં ભાગ લેનારના નામ લખતા હતા. આગળથી વિધાર્થીઓ એ પોતાના નામ લખાવ્યા અને હવે વાળો આવ્યો પાછળનો નિખિલ અને મહેશ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેતા નહીં જેને પણ ભાગ લીધો હોય એને અડચણરૂપ કઇ રીતે બનીએ એનું જ વિચારતા હતા.

" ચાલો પાછળથી કોણ કોણ ભાગ લેવાનું છે, એક પછી એક નામ લખાવતા જાય "

ત્યાં જ નિખિલ બોલ્યો " ટીચર આ મહેશનું નામ લખી નાખો એને બધી રમત ખૂબ જ સરસ આવડે છે. "

ટીચર મહેશનું નામ લખી નાખે છે હવે મહેશ પણ નિખિલનું નામ લખી નાખે છે. હવે વધ્યો હતો અમિત એને પણ એમ થાય છે કે હું એકલો શુ કરીશ હું પણ નામ લખાવી દઉં એ પણ એનું નામ લખાવી દેય છે.

આજનો આ પહેલો પ્રિયડ નામ લખવામાં જ પૂરો થઈ જાય છે. આજે આખર તારીખ હતી એટલે સ્કૂલ પણ વહેલી છૂટી ગઈ હતી. સ્કૂલનો એવો નિયમ હતો કે આખર તારીખે સ્કૂલ વહેલી છૂટી જાતી હતી. હવે જોવાનું રહ્યું કે કાલે શુ ધમાલ કરે છે!

ક્રમાંક

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED