લવ સ્ટોરી - ભાગ ૧૩ Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

લવ સ્ટોરી - ભાગ ૧૩

( અગાઉના ભાગમાં જોયું એ મુજબ અમિત સ્કૂલે મોડો જાય છે. એને સુથાર સર જોય જાય છે અને આખો દિવસ બહાર ઉભા રહેવાની સજા આપે છે. સ્કૂલ છૂટે છે ત્યાં એના પગ દુખવા લાગે છે. ઘરે જઈ શકે એવો વેંત રહ્યો ન હતો. એ ઘરે જઈને ખાઈને સુઈ જાય છે. )

હવે આગળ...

એ ઘરે માંડ માંડ પહોંચે છે. એને જમવાનો પણ વેંત ન હતો . એ એટલો બધો થાકી ગયો હતો અને આખો દિવસ ઉભો રહ્યો એટલે પગ પણ દુખતા હતા. એ જમીને તરત જ સુઈ જાય છે.

સાંજે ઉઠે છે. એટલે એને ટ્યુશન યાદ આવે છે. એ વિચારે છે કે મમ્મીને કહું કે મારે ટ્યુશનમાં જાવું છે. પણ એને કઈ રીતે કહું એ ખિજાશે તો? એ ના પાડી દેશે તો? મારા પ્લાન અહીં જ ફેલ થઈ જાશે. એ જેમ તેમ કરીને હિંમત ભેગી કરીને મમ્મી પાસે જાય છે.

" મમ્મી એક વાત કહેવી છે. કહું? " અમિત બીતા બીતા કહે છે.

" શુ બોલને એમાં બીવાની શી જરૂરત, બોલ " એના મમ્મી કહે છે

" મમ્મી મારે ટ્યુશનમાં જાવું છે "

" ટ્યુશનમાં જવું છે. ટ્યુશનની શુ જરૂરત તું લેશન ઘરે પણ કરી શકને? "

" હા લેશનતો ઘરે પણ કરી શકું , પણ મારે કોઈ દાખલો કે પ્રશ્ન શીખવો હોય તો કોણી પાસે શીખું એટલે જો ટ્યુશન જાતો હોય તો ટ્યુશનમાં શીખી લઉં ને? "

" દાખલા કે પ્રશ્ન સમજવો હોય તો સ્કૂલના ટીચર તો છે જ એમની પાસે થી શીખી લેવાય, ટ્યુશનની શુ જરૂરત છે. "

અમિત હિંમત હારી જાય છે. આ મમ્મી તો નાજ પાડે છે. એ મને ટ્યુશનમાં નહીં જ મોકલે એવું લાગી રહ્યું છે. શુ કહું કે જેથી એ ટ્યુશન માટેની હા પાડે અમિત વિચારતો હોય છે.

" પણ મમ્મી એ સ્કૂલના ટીચર દર વખતે દાખલા ન શીખવાડે એને બીજા પણ કામ હોય હો. પણ ટ્યુશનમાં જે પણ પુછીયે એ કરાવે " અમિત પોતાની વાત મમ્મી ને કહે છે.

" કાંઈ વાંધો નહીં, જ્યારે કામમાંથી ફ્રી થાય એટલે પૂછી લેજે એમાં મુંજાવવાની શુ જરૂરિયાત? "

મમ્મી કોઈ કાળે માને એમ લાગતું ન હતું. અંતે અમિત રૂમમાં જઈને શાંતિથી બેસી જાય છે. એના મમ્મી આ બધું જ જોઈ રહ્યા હતા. એને જોઈ ને કહે છે.

" કાય વાંધો નહીં, તું કાલથી ટ્યુશનમાં જાજે "

" તો અત્યાર સુધી ના પાડતા હતા, એ શું હતું "

" એતો હું મસ્તી કરતી હતી "

" મમ્મી તમે પણ મસ્તી કરો છો, આવી મસ્તી કરાય હ... "

અમિત પણ ખુશ હતો. એના મમ્મી એટલે કે હાઈ કોર્ટમાંથી મજૂરી મળી ગઈ હતી. હવે કાલે નિશા ભેગો ટ્યુશન જશે.

અમિતને આખી રાત નીંદર આવતી નથી. એ વિચારતો હોય છે કે કાલે શુ કરીશ નિશા ભેગો ટ્યુશનમાં હઈશ એવું બધું વિચારી રહ્યો હતો. અચાનક એને નીંદર આવી જાય છે. એને ખુદને ખબર પડતી નથી. સવાર પડે છે એના મમ્મી એને ઉઠાડે છે.

" હાલ ઉઠી જા, સ્કૂલે નથી જાવું તારે ચાલ ઉઠી જા. " એના મમ્મી કહે છે.... "

અમિત તરત જ ઉઠી જાય છે. એ ઉઠીને ફ્રેશ થઈને સ્કૂલ જાવા માટે નીકળી જાય છે. એ આગળ જાય છે ત્યાં નિશા ઉભી હોય છે. અમિત નિશાને જોઈને

" નિશા તું!, આજે વહેલી આવી ગઈ લાગસ હૈ "

" આજે વહેલી ઉઠી ગઈ હતી, એટલે આવીને તારી રાહ જોતી હતી, ટ્યુશનનું શુ થયું? "

" મમ્મીએ ના પાડી દીધી, એ કહે છે કે ટ્યુશનની શુ જરૂરત છે, ઘરે જ ટ્યુશન કરાય અને કોઈ પણ પ્રશ્ન હોય તો સ્કૂલના ટીચરો જવાબ નથી આપતા... એમ કહી ના પાડી દેય છે... "

" તો તું ટ્યુશનમાં નહીં આવને, ચાલ કઈ વાંધો નહીં ચાલશે... "

" ના હુતો આવીશ જ હો..., મમ્મી ભલે ના પાડતા હોય પણ હું તો આવીશ જ "

" પણ તારા મમ્મી ના પાડે છે, તો તું કઈ રીતે આવીશ "

" મમ્મી એ હા પાડી દીધી છે... "

" પહેલા કેતો હતો કે મમ્મી એ ના પાડી છે, પછી કેશ કે હા પાડી છે, તે તારા મમ્મીને પૂછ્યું છે કે નહીં... "

" હા મેં પૂછ્યું છે. હું મસ્તી કરતો હતો. મમ્મી એ પહેલાં ના પાડી હતી પછી હા પાડે છે. સાંજે વાત ટ્યુશનમાં આવું છું... "

બને સ્કૂલમાં પ્રવેશે છે. ત્યાં જ સુથાર સર મળે છે. નિશા ત્યાંથી ચાલયી જાય છે.

" કા ભાઈ! કાલે મજા આવી!, કેવું રહ્યું કાલનો દિવસ?, આજે મોડો ન આવ્યો, મોડો અવાયને! "

" ના સર હવે કયારેય મોડો નહીં આવું, જો મોડું પણ થઈ જાય તો રજા મૂકી દઈશ પણ સ્કૂલે તો નહીં જ આવું. "

" આજની જેમ વહેલો આવતો જાજે... "

" હા, સર હું હવેથી વહેલો આવતો જઈશ. "

અમિત કલાસ રૂમમાં જાય છે. ત્યાં નિખિલ અને મહેશ બેઠા હોય છે. અમિત અંદર રૂમમાં પ્રવેશીને બેન્ચ ઉપર બેગ મૂકે છે ત્યાં જ પ્રેયર માટેનું બેલ વાગે છે. ક્લાસના છોકરાઓ પ્રેયર માટે બહાર જાય છે.

બધા જ વિધાર્થી પ્રેયર માટે ગ્રાઉન્ડમાં જાતા હતા. પહેલા પ્રેયર કરી લેય ત્યાર પછી કોઈ સુવિચાર, વાર્તા, કવિતા કે કઈ પણ કહેવું હોય એ કહી શકતા હતા. સ્કૂલ બાળકોમાં સ્ટેજ ફિયર દૂર કરવા માટે, આયોજન કરતી હતી. અને વિધાર્થીને કોઈ જાણકારી દેવાની હોય તે આચાર્ય સર આપતા હતા. ગ્રાઉન્ડમાં આવતી વખતે કોઈ મસ્તી કરતા કે વાતું કરતા પકડાય એને ફરજીયાત પણે સ્ટેજ ઉપર આવીને કાઈને કાંઈ બોલવાનું જો ન બોલે તો એને સજા કરતા હતા.

બધા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં આવી જાય છે. પ્રેયર શરૂ થઈ કરે છે. બધા વિધાર્થી પ્રેયર કરતા હતા પણ નિખિલ અને મહેશ આંખ ખુલ્લી રાખીને આજુ બાજુ જોતા હતા. સુથાર સર નિખિલ અને મહેશને જોઈ જાય છે. એ પ્રેયર વખતે કઈ બોલતા નથી પણ નિખિલ અને મહેશને ખબર હતી કે સુથાર સર જોઈ ગયા છે. એ આપણે સજા કરશે એની પહેલા આપણે આંખ બંધ કરીને પ્રેયર કરવા મંડીયે... એ બને આંખ બંધ કરી પ્રેયર કરવા લાગે છે.

સુથાર સર એ બંનેને આંખ બંધ કરીને પ્રેયર કરતા જોઈ એની સજા માફ કરી દેય છે. પ્રાર્થના પૂર્ણ થાય છે. ત્યારે આચાર્ય સર આવે છે. માઈક હાથમાં લઈને કહે છે. " ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણી સ્કૂલમાં કાલે વિવિધ પ્રકારની રમત-ગમત સ્પર્ધા રાખવામાં આવી છે. જેમ બને તેમ વધુને વધુ વિદ્યાર્થીઓ એમાં ભાગ લેય, આજ રોજ તમારા કલાસ ટીચર માહિતી લેશે. એમાં રમતના નામ હશે એમાંથી જે પણ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય એ એની મનગમતી રમતમાં ભાગ લઈ શકે છે. અને બધી જ રમતમાં પહેલો નંબર જેનો પણ આવે એને ગિફ્ટ પણ આપવામાં આવશે. " એમ કહી આચાર્ય સર સ્પીચ પૂર્ણ કરે છે.

હવે એક છોકરો ઉભો થઈને માઈક પાસે આવે છે. એની ઉમર ખૂબ જ નાની હતી. લગભગ ચોથું ધોરણ ભણતો હતો. એને આવીને વાર્તા શરૂ કરી. એ વાર્તા કહેતો હતો ત્યાં નિખિલ કહે છે " આમાં શુ નવું છે, આ વાર્તા તો સાંભરેલી છે " સુથાર સર નિખિલને વાતું કરતા જોઈ જાય છે...

સુથાર સર નિખિલને સજા કરશે?

નિખિલ સજા માંથી બચી જાશે?

સુથાર સર શુ સજા કરશે?

ક્રમાંક