સ્કૂલ હતી એટલે કાય બજાયતો નહી નકર પાછું મહેશને માર્યો એવી રીતે ધિયબો હોત એમ એમ આખો દિવસ પૂરો થઈ જાય છે... એટલે અમિત પણ ઘરે ચાલ્યો જાય છે...
અમિત જમીને ક્રિકેટ રમવા જાય છે... એનો ભાઈબંધ પક્કો એવો વાયડીનો ગમે તેની ઉપર હાલી જાય ગમે તેને કહી એને આમ કહું તો અક્કલ જેવું નહોતું એટલે ગમે તેને કહીદે આને અક્કલ મઠો સમજી જાવા દેતા હતા...
આજે ક્રિકેટ રમતા હતાં... પકકાનો વાળો હતો... એટલે એયેતો ફેરવીને માર્યો એક દૂધ વહેંચવા વાળો હતો... એની બાઈકમાં લાગ્યું એટલે અમારામાંથી અમે કહ્યું કે તે માર્યું છેતો હવે તુજ બોલ લેવા જા અમે શુકામ જાઈએ હૈ... એતો બોલ લેવા ગયો...
બોલ લેયને જાતો હતો... દૂધ વાળાએ કહ્યું કે " કયા ભાગસ આમ જોઇને તો મારતો હોયતો... "
પકકાના મગજની બાટલી ફાયતી એતો આમ લાલ ચોર થઈ ગયો " તમને ખબર નથી પડતી અમે અહીં રમી છી એટલે આધા જવાય આવાને આવા હાયલા આવે છે હ... "
એને એમ થયું કે આને ઉપર નું માળ નથી કે પછી કાતો ભાડે આપ્યું હશે... એટલે કાય બોલ્યો નહીં...
ક્રિકેટ રમતા રમતા સાંજ પડી જાય છે... એ ઘરે જાય છે... એના મમ્મી કહે છે " જા એલ્લા દૂધ લેતો આવ "
" ના ના મમ્મી મિતને કહો એ લેતો આવશે... "
" આમતો સામેથી જાતો હતો , હવે આજે શુ થયું... "
અમિત રાતે જમીને સુઈ જાય છે... અમિત સવારે વહેલો ઉઠીને તૈયાર થઈ જાય છે... હજુ જોવે છેતો એના મમ્મીએ નાસ્તો બનાવ્યો ન હતો એટલે એ નાસ્તો કર્યા વિના સ્કૂલ જાતો હોય છે...
7અમિત બુટ પહેરતો હોય છે. એના મમ્મી જોઈ જાય છે કે આ સવાર સવારમાં ક્યાં જાય છે. ખંભે બેગ અને નાસ્તો કરવા વિના ક્યાં જાતો હતો. આજે તો રવિવાર છે તો આ બેગ લઈને ક્યાં જાય છે.
" આટલી વહેલી સવાર સવારમાં ક્યાં જાસ? "
" મમ્મી... હવે હું સ્કૂલે જાઉં છું "
" શુ સ્કૂલે જાસ?, આજેતો રવિવાર છે. આજે તો સ્કૂલ બંધ હોયને? બેટા હું તારી માં છુ મને બધી ખબર હોય ચાલ હવે આ બેગ મૂકીદે અને નાસ્તો કરીને બહાર જાજે. "
આજે રવિવાર હતો. સમય કઈ રીતે પસાર કરવો શુ કરું કઈ રીતે આ રવિવાર પૂરો થાય. એ નાસ્તો કરીલે છે. નાસ્તો કરીને બહાર ઓટા ઉપર બેસી લેશન કરવા લાગે છે. ઘણું બધું હોમવર્ક પણ કરવાનું બાકી હતું. એની ટિમ અને નિશાના ચક્કરમાં ઘણું બધું લેશન પણ બાકી રહી ગયું. ચોપડા પણ બનાવ્યા નથી.
એ બેસીને લેશન કરતો હોય છે. ત્યાં એની ટીમના મેમ્બર મહેશ અને નિખિલ આવી ચઢે છે. મહેશ અને નિખિલ બને અમિતને લેશન કરતા જોઈને આશ્રયચકિત થઈ જાય છે. કે આ કોઈ દિવસ લેશન કરતો ન હતો અને આજે લેશન કરવા લાગ્યો છે. આ તાકાત હોય છે પ્રેમમાં જે સારા સારા વ્યક્તિને સીધા કરી નાખે છે.
" હા, સાચી વાત છેલ્લા કેટલાય દિવસોથી એનામાં સુધારા આવી રહ્યા છે. જેમ કે બધી જગ્યા સમયસર જવું સમય કરતાં વહેલું પહોંચવું, લેશન કરવું ટીચરને હેરાન ન કરવું હવે એ સીધો થઈ ગયો છે. આપણી ટીમમાં એને રાખવો જોઈએ નહીં. " નિખિલ બોલે છે.
" પણ કેમ કાઢી નાખવો જોઈએ શું થયું, જો એને કાઢી નાખીયેતો આપણે ઘણી બધી તકલીફ પડે એ ખબર છે. ચાલ આપણે અમિત પાસે જઈને એની મસ્તી કરીયે... "
નિખિલ અને મહેશ બને અમિત પાસે જાય છે. અમિતનું ધ્યાન હોતું નથી એ લેશન કરવાંમાં વ્યસ્થ હોય છે. આ બાજુ એ બને મોકો જોઈ રહ્યા હતા...
" ઓહ... લેશન હો રહા હૈ... પધાય હો રહી હૈ... લડકા સુધર ગયા હૈ... લડકી કે પ્યારમે પડા હૈ... કયા કરું યાર મેરા દોસ્ત મુજશે રુથ ગયા હૈ... "
અમિત પણ વિચારે છે. આ વળી કોણ છે જે ગીત ગાય રહ્યું છે. એને મોઢું ઉચ્ચુ કરીને જોવે છે તો મહેશ હોય છે.
" અરે મહેશ અને નિખલ તમે બને અહીં? શુ થયું અને આ ગીત ક્યાંથી લાવ્યા હૈ ??? "
" હવે શું કહું તું તો લેશનમાં વ્યસ્થ છો. મને એમ કે આજે રવિવાર છે એટલે તું નવરો હઈસ એટલે અમે વિચાર્યું કે ક્રિકેટ રમવા જાયે. "
" ચાલો ચાલો આપણે રમવા જાય લેશનતો પછી પણ કરી લેશું પહેલા રમી લઈએ... " અમિત એ કહ્યું
આખી ટિમ અને બીજા લોકો એમ થઈને ક્રિકેટ રમવા જાય છે. ક્રિકેટ રમતા રમતા સાંજ પડી જાય છે. હવે અમિત થાક્યો હતો. આખો દિવસ ક્રિકેટ રમી રમીને થાક્યો હતો. એટલે ઘરે આવીને ખાવા બેસે છે અને ત્યાર પછી સુઈ જાય છે. હવે લેશનતો બાકી જ રહી ગયું હતું...