લવ સ્ટોરી - ભાગ ૧૦ Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ સ્ટોરી - ભાગ ૧૦

( આગળના ભાગમાં જોયું એ મુજબ અમિતે લેશન કર્યું ન હતુ. એ નિખિલનું લેશન દેખાડી દય છે. અમિત અને નિશા બને જાતા હોય છે. )

હવે આગળ...

નિશા એના ઘર તરફ ચાયલી જાય છે. અમિત એના ઘર તરફ નીકળે છે. એના મનમાં એજ ચાલી રહ્યું હતું કે એ સાંજે દૂધ લેવા આવશે કે નહીં. એ એના ઘરે જાતો હતો. એ ઘરે પહોંચી હજી ડેલી ખોલે જ છે ત્યાં એનો ભાઈ મિત દોડતો દોડતો અમિત પાસે આવે છે એના હાથમાં રમકડાંની ચાકુ હોય છે. એ આવીને અમિતના ગળા ઉપર રાખીને કહે છે.

" તારી પાસે જે પણ રૂપિયા કે વસ્તુ હોય એ મને આપીદે નકર તને મારી નાખીશ " મિત ડાકુના રોલમાં આવીને કહે છે.

અમિત કહે કે " હું પણ સિંધમ છું, તને નહીં છોડું તું મને શું કરવાનો "

ત્યાં એના ગળા ઉપરથી ચાકુ ધા કરી દેય છે. " હવે બોલ શુ કરીશ હૈ... ? તારી ચાકુ તો નીચે પડી ગઈ તું તો હવે કઈ નહિ કર તને જેલમાં જ પુરી દેવો પડશે. મિત નીચે પડી જાય છે. મિતની નજર ચાકુ ઉપર જ હોય છે. અમિતને પણ ખબર હતી કે એ ચાકુ જ લેશે એની પહેલા હું લઈ લવ.

અમિત ચાકુ લે એ પહેલાં મિતના હાથમાં ચાકુ આવી જાય છે. એ તરત જ અમિતના પેટમાં મારી દેય છે.

" જોયુને મારી દિધીને તને કહ્યું હતું કે તું ભલે સિંધમ છો, મિત ડાકુથી પંગો ન લેવો હો, મિત સે જો તકરાયેગા, વો ચાકુકા શિકાર હો જાયેગા, હવે હાલ હવે દવાખાના ભેગો થઈ જા "

ત્યાં એના મમ્મીનો અવાજ આવે છે " હાલો હવે તમારું નાટક પૂરું થઈ ગયું હોય તો અંદર આવી જાવ... ચાલો જમી લ્યો... "

અમિત અને મિત બને અંદર જાય છે. અને જમવા બેસી જાય છે. અમિત જમીને ઉભો થાય છે. સેટી ઉપર જઈને બેસે છે. ત્યાં એને ટીવી જોવાનું મન થાય છે ત્યાં ટીવી ચાલુ કરે છે. એ મસ્ત ટીવીમાં કાર્ટૂન જોઈ રહ્યો હતો. એવામાં વચ્ચે એડવટાઇઝ આવે છે. એટલે એને વિચાર આવે છે કે લેશન કરી લઉં નકર આજની જેમ નાટકો કરવા પડશે હો... આજે જે થયું એ લેશનને લીધે જ થયું, આજે તો હું બચી ગયો પણ પછી બચી શકાય એવું લાગતું નથી, ચાલ લેશન કરી લઉં એટલી ઉપાડી ઓછી...

અમિત બેગ લઈને એનું લેશન કરવાનું શરુ કરી દય છે. અમિત ટીવી જોતો જાય છે અને લેશન કરતો જાય છે. ઘડીકવાર લેશન કરે તો ઘડીકવાર લેશક મૂકી ટીવી જોવા લાગે તો ઘડીકવાર બીજું કંઈ આવા અલગ અલગ રીતે માંડ માંડ લેશન પૂરું કરે છે. એને લેશન કરવામાં જરાય મૂડ ન હતો. એ પરાણે લેશન કરતો હોય એવું લાગી રહ્યું હતુ. બધું મૂકીને એ શાંતિથી ટીવી જોઈ રહ્યો હતો. એવામાં લેશન પૂરું કરતા કરતા સાંજ પડી જાય છે.

એના મમ્મીનો અવાજ આવજ આવે છે " અમિત, ચાલ હવે ટીવી બંધ કરી દે, બપોરની ચાલુ છે પછી આખો દિવસ ટીવી જોઈશ તો ટીવી બગડી જાશે હો. પછી જોતો રેજે. "

" હા, મમ્મી હવે બંધ કરું છું, તે ન કીધું હોત તો પણ મેં ટીવી બંધ કરી દીધી હોત, ઓમેય હું ટીવી બંધ કરવાનો જ હતો. "

અમિત ટીવી બંધ કરી બહાર ઓટલા ઉપર બેઠો હોય છે. ત્યાં એનો ભાઈ મિત રમીને આવતો હોય છે. એની હાથ વડે ગન બનાવી અમિતને દેખાડે છે.

" હાલ તો, હવે અહીંથી જા , તારી આ ગુંડાનો વેશ બંધ સારો નથી લાગતો " અમિત દારો દેતા મિતને ખીજાય છે.

" ચાલ હું જાઉં છું, તને શાંતિ થઈ જાશે "

નીચે બોલ પડ્યો હતો. ખારમાને ખારમાં એક લાત મારે ત્યાં ડાયરેક એ બોલ અમિતના મોઢા ઉપર લાગે છે. અમિત વધુ ધુસ્સે થઈ જાય છે. હવે મૂકે એ બીજો એક બે ધિક્કા, એક બે મુક્કા અને એક બે લાત મારે છે. બધો જ ખાર મિત ઉપર ઉતારે છે. ત્યાર પછી મિત એની હળી કરવાનું બંધ કરી દેય છે.

અમિત એના મમ્મી પાસેથી પૈસા લઈને દૂધ લેવા જાય છે. એ ડેરીએ પહોંચે છે પણ નિશા ક્યાંય પણ દેખાતી નથી. એ હજુય આવી ન હતી. એ બકળા ઉપર જઈને બેસી જાય છે. હું થોડીવાર રાહ જોવ છું નિશા આવે એટલી વાર...

શુ લાગે છે નિશા આવશે?

ક્રમાંક