Love Story - 8 books and stories free download online pdf in Gujarati

લવ સ્ટોરી - ભાગ ૮

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે અમિત લેશન કરવાનું ભૂલી જાય છે. એ સ્કૂલે જાતો હોય છે. ત્યાં નિશા મળે છે. નિશા સાથે વાતચીત કરે છે. મહેશ અને નિખિલને ખબર પડી જાય છે કે અમિતએ લેશન કર્યું નથી. )

હવે આગળ...

એવામાં નિખિલ અને મહેશને ખબર પડી જાય છે કે અમિતે લેશન કર્યું નથી. મહેશ તરત જ હાથ ઊંચો કરી ટીચરને બોલાવે છે... અમિતને દિવસે તારા દેખાવા લાગે છે. એને તો મગજ ધૂમરે ચઢી જાય છે. કે આ મહેશ શુ બકશે એ ચોક્કસ મારા વિશે જ બકશે. એ ચોક્કસ લેશનનું કેસે કે લેશન ચેક કરો કાતો અમિતે લેશન કર્યું નથી એમ કહેશે...

અમિતના દિલના ધબકારા વધવા લાગ્યા હતા. કે આ શું બોલશે? મહેશ અને નિખિલ અમિત સામે જોઈ રહ્યા હતા. એના મોઢાની ફીલિંગ જોઈને નિખિલ અને મહેશને મજા આવતી હતી. અમિતનું મોઢું નાનું થઈ ગયું હતું. જાણે એ પકડાય જ ગયો હોય એમ. મહેશ હાથ ઊંચો કરીને ટીચરને કહે છે. " ટીચર કાલે ઓલો દાખલો કરાવ્યો હતો એ ફરિથી સમજાવો એ મને આવડ્યો નહીં "

" કયો દાખલો? બુક લઈને અહીં આવ દેખાડ " ટીચર કહે છે.

અમિતને હવે નિરાત થઈ અમિત આ મહેશને છૂટીને મારવાનો પ્લાન બનાવે છે. આને તો મારવો જ પડશે મારા દિલના ધબકારા વધારી દઈ છે. આવા મિત્ર હોય ખરા?

એ ટીચર પાસે દાખલો સમજવા જાય છે. એ સ દાખલો સમજતો હોય છે. ટીચર એને દાખલો સમજાવીને બીજો દાખલો શરૂ કરે છે એવામાં પ્રિયડ પૂરો જ થવાનો હતો. જે દાખલો પણ પૂરો થઈ જાય છે. હવે માત્ર દસ મિનિટ બાકી હતી દસ મિનિટમાં બીજો દાખલો પૂરો ન થાય એટલે ટીચર કહે છે.

" હવે દસ મિનિટ વધી છે. દસ મિનિટમાં બીજો દાખલો પૂરો ન થાય એટલે ચાલો બધા લેશન કાઢીને રાખે હું ચેક કરી લઉં છું " ટીચર કહે છે.

ટીચર લેશન ચેક કરતા હોય છે. ટીચર એક પછી એક લાઈનમાં લેશન ચેક કરતા હોય છે. દસ મિનિટમાં બધાનું લેશન ચેક થાય જાય એવી ઝડપથી લેશન ચેક કરતા હતા. અમિતને ફરીથી એના દિલના ધબકારા વધી ગયા. ધગ.. ધગ... ઘગ... હવે તો આ ધબકારા એને ખુદને સાંભરતા હતા. માથામાં પસીનાથી રેબ જેબ થઈ ગયો. શુ કરું? શુ કરું? શુ કરું?

હવે બહાના શોધું કે લેશન ન દેખાડવું પડે એની માટે શું કરું? કઈ રીતે બચી શકાય એના ઉપાયો શોધવા સિવાય અમિત પાસે કોઈ ઉપાય ન હતો.

નિશા પાછળ ફરીને અમિતને જ જોતી હતી. કે આ આજે ફસાનો છે. ટીચર લેશન ચેક કરી રહ્યા છે. અને અમિતે લેશન કર્યું નથી એને કઈ રીતે બચાવું. અમિત પણ નિશાને ઈશારા માને ઈશારા કહેતો હતો કે કઈ કર નિશા એના ઈશારા સમજી ગઈ હતી. હવે નિશા કરે તો શું કરે... એ પણ વિચારમાં પડી હતી કે અમિતને કઈ રીતે બચાવું. એમ એમ કરી ટીચર નિશા પાસે આવી જાય છે. નિશાનું હોમવર્ક ચેક કરે છે. હવે ટીચર અમિતથી ચાર બેન્ચ જ દૂર હતા.

નિશાને આઈડિયા આવે છે કે મહેશનો આઈડિયાનો ઉપયોગ કરું તો? ટીચરને કહું કે મને આ દાખલો સમજાતો નથી મને સમજાવો. જો દાખલો સમજવો હોય તો દાખલો તો શોધવો પડેને કયો દાખલો પૂછું? હા આ દાખલો પૂછું મને આવડે છે. એટલે કઈ પણ પૂછે એટલે વાંધો ન આવે. નિશા ટીચરને બોલાવે છે.

" ટીચર અહીં આવતો? મારે કામ છે? " નિશા ટીચરને બોલાવતા કહે છે.

" બોલ શુ કામ છે? ત્યાંથી જ બોલ. " ટીચર કહે છે.

" ટીચર અહીં તો આવો તો કહુને! "

" બે મિનિટ હું આવું છું "

અમિત પણ વિચારતો હોય છે. કે નિશા પણ મને બચાવવામાં એનાથી બનતા પ્રયત્ન કરી રહી છે. એના દ્વારા જે પણ થઈ શકે એ કરી રહી છે. મારા મિત્ર કરતા એ સારી નહિ. આ જ્યાં જોવો ત્યાં મને બીવડાવવા અથવા ફસાવવાના ધંધા કરે છે. આ બધું મહેશ અને નિખિલ જોઈ રહયા હતા. નિશા પણ અમિતની મદદ કરી રહી છે.

ટીચર એની પાસે આવે છે. " બોલ શુ કામ હતું? "

" ટીચર આ દાખલો સમજાતો નથી એ સમજાવોને "

" દાખલો શીખવો છેને રિસેસમાં આવજે કાતો પછી કાલે કેજે હું શીખડાવી દઈશ "

નિશાનો આ પ્લાન પણ ફેલ જાય છે.

હવે અમિત બચશે કે નહીં?

ટીચર શુ સજા દેશે?

અમિતને કોણ બચાવશે?

ક્રમાંક

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED