સમય હોય છે... વાતવરણ ખુશનુમા હોય છે... સાંજના સમયે આરતી થઈ રહી હોય છે... અમિતએ ઘરની બહાર બેઠો હોય છે... એ એક જ વિચારમાં હોય છે કે આજે વેકેશનનો છેલ્લો દિવસ છે અને કાલથી સ્કૂલ પણ ખુલી જાશે... કાલથી આપણે પાછા બંધાય જાશું... એક જ કામ કરવાનું ઘરેથી સ્કૂલ જાવાનું ત્યાં ભણવાનું અને ઘરે આવો એટલે થોડા બહાર ફરી એટલે પાછું લેશન કરવાનું... સ્કૂલથી મને કોઈ વાંધો નથી પણ આ હોમવર્કમાં ભી આવી જાય છે... આ હોમવર્ક કરવામાં એટલો કંટારો આવે છે વાત પૂછોમાં... અમિત આ બધું વિચારતો હોય છે...
સાંજ પડી ગઈ હોય એમ એમ અંધારું પણ થવા આવ્યું હતુ... અમિત હજુ ઉભો થાય એટલે એક છોકરી ત્યાંથી નીકળે છે... રૂપાળી રૂપાળી અને વાળ છુટા રાખેલા ત્યાંથી પસાર થતી હોય છે... અમિતની નજર એની ઉપર જાય છે... અમિતતો એને જોતો જ રહી જાય છે... ત્યારે એના મમ્મીનો અવાજ આવે છે " અમિત ઘરમાં ઘર હવે અંધારું થઈ ગયું છે , હવે પછી જાજે... " અમિતના મમ્મી બે થી ત્રણ વાળ કહે છે પણ અમીતનું ધ્યાન હોતું નથી...
એના મમ્મી બહાર આવે છે અમિતનો કાન પકડે છે... અમીતનું ધ્યાન ભંગ થાય છે... અમિતના મમ્મી " ક્યાં વિચાર માં પડ્યો હતો તને કયુની બોલાવું છુ , કા જવાબ નથી આપતો... "
" બોલોને કાઈ કામ છે હોય તો કહો , કામ કહેતા નથી અને બીજા બીજા પ્રશ્ન જ કરો છો "
" ડેરીએ થી દૂધ લઈને આવ જા , પાકીટમાંથી ત્રીસ રૂપિયા લેતો જા... "
અમિત પાકીટમાંથી ત્રીસ રૂપિયા લઈને ડેલી પાસે જાય છે ત્યારે એનો નાનો ભાઈ મિત અગાશી એથી ઠેકડા મારતો મારતો ડાયરેક અમિતના માથે પડે છે... પછી ઉભો થઈને એની પાસે રહેલી રમકડાંની ગનથી ઢિચુમ... ઢિચુમ... " આજો મારી દિધીને આઘો જાતો હોયતો તને ખબર નથી પડતીકે પોલીસવાળાથી છેટું રહેવાય , હ આવાને આવા હાયલા આવે છે... "
આમિતતો મિત ને પકડે છે " પોલીસ અને તું જાને કરતો હોય એ કરને , ઘરમાં જઈને રમ "
આમિત ડેરી એ જાય છે... ત્યાં ઓલ્લી છોકરી પણ ત્યાં જ હોય છે... અમિત એને જોવે છે અને એ છોકરી અમિતને જોતી હોય છે... એ બંનેની આંખ એક મેક થઈ ગઈ હોય એમ એક બીજાને જોતા હોય છે... અમિત વિચારતો હોય છે આજે એનું નામ પૂછી જ લવ એનું નામ શું હશે... તે હજુ એનું નામ પૂછવા જાતો હતો ત્યાં જ એના મમ્મીનો અવાજ આવે છે " નિશા દૂધ લઇ લીધું , લઈ લીધું હોય તો ચાલ હવે "
અમિત વિચારે છે ઓહહ... નિશા છે એનું નામ... નિશા એના મમ્મી સાથે વયી જાય છે અને અમિત પણ ઘરે જાતો હોય છે અમિતને એમ થાય છે કે ચાલ કઈ નહીં પણ પાછળ ફરિને જોઈતો લવ... અમિત પાછળ ફરીને જોવે છે... ત્યાતો નિશા પણ પાછળ ફરીને જોવે છે જાણે એ બંને ઘણા સમયથી એક બીજાને જાણતા હોય એવું અમિતને લાગતું હતું...
અમિત ઘરે જાય છે દૂધ રસોડામાં મૂકી ટિવી ચાલુ કરીને જોતો હોય છે પણ આમ ખાલી દેખાડવાનું કે ટીવી જોવ છું પણ અમિતતો એજ છોકરીના વિચારમાં પડ્યો હોય છે... ત્યારે એનો નાનો ભાઈ મિત ત્યાં આવે છે " ચાલો ચાલો અહીંથી નીકળો , અહીં પોલીસ આવી ગયા છે ટીવી બીવી જોવાની નથી "
અમિત ખારો થાય છે મિતને માથામાં એક ટાપલી માળે છે " શાંતિ રાખને આ બધા નાટક શુ ચાલુ કર્યા છે... થોડુતો સમજ આ બધા નાટક બંધ રાખ... " અમિત ઘરમાંથી બહાર નીકળી જાય છે... તે બહાર રમવા જાય છે પણ બહાર એના મિત્ર નાગગોળ ( સાત કુકડી હોય એને એક ટિમમાંથી એક વ્યક્તિ એને મારે અને જેમ સાત કુકડીમાંથી એક પણ કુકડી પડે એટલે ભાગવાનું ) અમિત ઘણો સમય આ રમે છે... ત્યાંતો એના મમ્મીનો અવાજ આવે છે " અમિત ચાલ વાળું કરીલે " અમિત " હા આવું જ છું "
અમિત ઘરે જાય છે " આટલી બધીવાર કેમ લાગી , ટાઈમે તો આવતો જ નથી કેમ "
" એક ઇનિંગ પુરી કરતો હતો એટલે વાર લાગી "
" ચાલ હવે વાળું કરીલે અને પછી ઉપર અગાશી એ આવજે... " અમિતના મમ્મી કહે છે
આમિત વાળું કરી અને અગાશી પર જાય છે... ઉનાળામાં એલોકો અગાશી પર સુવા જાતા હતા... અમિત જાયને પથારીમાં સુઈ જાય છે... અને જેવી આંખ બંધ કરે છે એટલે ઓલ્લી છોકરીના વિચાર આવે છે કેવી સુંદર અને રૂપાળી ત્યાંતો અમિતને નીંદર આવી જાય છે...
આગળ અંક