લવ સ્ટોરી - ભાગ ૧૨ Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

શ્રેણી
શેયર કરો

લવ સ્ટોરી - ભાગ ૧૨

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે અમિત દૂધ લેવા જાય છે નિશા આવતી નથી. એટલે એ ઘરે પાછો જાતો હોય છે ત્યાં નિશાને ટ્યુશનમાં જોય જાય છે. સવારે નિશા મળે છે. )

હવે આગળ...

નિશા સ્કૂલે ચાલયી જાય છે. અમિત ત્યાં ઉભો રહે છે. અમિતને એમ હતું કે હું મોડો જઈશ તો કઈ જ નહીં થાય. મને કંઈ નહીં કરે, નિશાને એમ હતું કે મોડો જઈશ તો તને સજા કરશે.

નિશા સ્કૂલે પહોંચી જાય છે. પાંચ મિનિટ જેવો સમય વિત્યો હતો. એટલે અમિત પણ સ્કૂલે જાવા માટે નીકળે છે. સ્કૂલે પહોંચે છે ગેટ ઉપર બાપા ન હતા એટલે એ અંદર ચાલ્યો જાય છે. જેવો અંદર જાય છે એવા સુથાર સર એને જોઈ જાય છે.

" એલા ડફોર! કેમ મોડો આવ્યો છો, સમયસર સ્કૂલે નથી અવાતું હે... " સુથાર સર અમિતને ખિજાતા કહે છે.

" ના સર મને આજે જ મોડું થઈ ગયું, આજે મોડો ઉઠ્યો હતો એટલે મોડું થઈ ગયું " અમિત કહે છે

" મોડો ઉઠયોતો? , વહેલો સુઈ જવાયને મોડે સુધી શુ કરતો હતો? "

" લેશન કરતો હતો, એટલે મોડું થઈ ગયું "

" બપોરે કરી લેવાયને રાત્રે જ સુજે છે કે શું? "

સુથાર સર આમ સૌભાવે ખારા હતાં. એમના હાથે પકડાવુ એટલે પૂરું તમને સજા આપે જ આજે અમિતનું આવી બન્યું હતું.

" કાય વાંધો નહીં, મોડો આવ્યો છોને એટલે આજે આખો દિવસ તડકામાં ઉભું રહેવાનું રહેશે. અને કાલે ધ્યાન રાખજે મોડું થયું એટલે તારું આવી બન્યું. "

અમિત તડકામાં ઉભો રહે છે. સર એને થોડી થોડી વારમાં જોતા હતા. બે કલાક સુધી તડકામાં ઉભો રહે છે. રીસેસ પડે છે. એટલે એની ટિમ નિખિલ અને મહેશ આવે છે.

" કા ભાઈ કેમ છે? મજા આવે છે ને? નો દોઢીનો થતો હોય તો તને ખબર છે કે મોડા આવે એને આખો દિવસ તડકામાં ઉભો રહેવું પડે છે તો પણ... " નિખિલ અમિતની મસ્તી કરતા કહે છે.

" ચાલો ભાઈ જાવા દયો, નિશાની સામે મારાથી જાજુ બોલાય ગયું. અને એને કહ્યું કે મોડો જા તો હવે હું શું કરું "

" હવે શું કર, આખો દિવસ ઉભો રે... "

નિખિલ અને મહેશ ત્યાંથી ચાલ્યા જાય છે. નિશા ત્યાંથી નીકળે છે. એ અમિતને જ જોતી હોય છે. એ અમિતને જોઈને દાંત કાઢતી હતી. અંતે સ્કૂલ છૂટી જાય છે. અમિતના પગ હવે દુખવા લાગે છે. ત્યાં જ નિશા આવે છે.

" શુ થયું જોયુને મોડો આવ્યો એમાં... ના પાડી હતી કે મોડો ન જા ન જા પણ માને તો થાયને... " નિશા કહે છે.

" તેતો કીધું હતું કે મોડો જા એ શુ હતું? "

" એતો હું મસ્તી કરતી હતી, મને ક્યાં ખબર હતી કે તું સાચે જ મોડો જઈશ... "

" હવે એવુ તો ચાલ્યા કરે, જે થઈ ગયું એ થઈ ગયું, નિશા મારે ટ્યુશનમાં આવું છે "

" હા તો આવી જા મેં ક્યાં ના પાડી છે. આવી જા. "

અમિત અને નિશા બને છુટા પડે છે. અમિતને પગમાં ખૂબ જ દુઃખતું હતું. આખો દિવસ ઉભો રહીને એનામાં શક્તિ પણ રહી ન હતી. એ ઘરે જઈને જમીને સુઈ જાય છે.

ક્રમાંક


( કેમ છો વાચક મિત્રો આશા છે કે મજામાં હશો આ મારી લવ સ્ટોરી વાર્તાને વાચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે હાલમાં પણ અપલોડ થતાની સાથે જ ઘણા લોકો વાંચે છે આવો જ પ્રતિસાદ ભવિષ્યમાં પણ આપતાં રહેશો )