જૂજૂુ - 2 Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જૂજૂુ - 2


જૂજૂ - 2


દાદા એ ઈશાની ને બસમાં બેસાડી દીધી. ઈશાની જ્યાં બેઠી હતી ત્યાં બારી પાસે જઈ દાદા ઊભા રહી ગયા.
" સંભાળીને જજે બેટા, અને તારું ધ્યાન રાખજે." બસ શરૂ થઈ એટલે દાદા એ કહ્યું.
" ઓક દાદા!! તમે તમારું ધ્યાન રાખજો અને દાદીનું પણ..." ઈશાની એ પોતાનો હાથ બારી બહાર કાઢી આવજો કહ્યું.
જ્યાં સુધી બસ દેખાતી બંધ થઈ ત્યાં સુધી દાદા ત્યાં જ ઉભા રહ્યા. દાદા ને હવે બધું ધૂંધળું દેખાવા લાગ્યું હતું. દાદા એ ખિસ્સામાંથી રૂમાલ કાઢી પોતાની ભીની આંખો લૂછી અને બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા,
"હવે કદાચ બીજી વાર મળવાનું ન પણ થાય.પરંતુ હે ભગવાન ઈશાની ને આમ જ હસતી ખેલતી હંમેશા માટે રાખજે."

ઈશાની એ પોતાનો મોબાઇલ લીધો અને તેની ફ્રેન્ડ ને કોલ કર્યો.
" હાય સિયા!! પ્રોજેક્ટ માં કોઈ મિસટેક થઈ છે? " ઈશાની જાણવા માંગતી હતી.
" હા યાર, કાઈક મોટી જ ભૂલ થઈ છે. સર બહુ જ ગુસ્સામાં છે. બધાની ક્લાસ લેવાના છે. તુ પણ જલદી આવી જજે નહીતો સર વધારે ગુસ્સે થઈ જશે. સારું પછી વાત કરું..." સિયા એ ફટાફટ ફોન મૂકી દીધો.
ઈશાની સિયા સાથે વાત કરી રહી હતી ત્યાં તેના પપ્પાના બે ત્રણ મિસકોલ થઈ ગયા.ઈશાની એ તેના પપ્પાને કોલ કર્યો.
"હેલ્લો ઈશાની બેટા, કેમ છે તુ?? તુ ઠીક તો છે ને?? કાલે રાતે ક્યાં હતી? તને કેમ ફોન નથી લાગતો? કાલે તને કોલ કરતા પરંતુ નેટવર્ક જ ન્હોતું? તારી મમ્મી કેટલી ચિંતા કરે છે? કાઈ પ્રોબ્લેમ તો નથી થયો ને??" ઈશાની ના પપ્પા એક પછી એક સવાલ કર્યે જ જતા હતા.
" અરેરે ધીમે....પપ્પા...ધીમે.. આઇ એમ ફાઇન! હું પણ તમને કાલે રાતે કોલ કરતી પરંતુ આઉટ ઓફ નેટવર્ક જ આવતો. હું આપણા રિલેટીવ ને ત્યાં રાતે રોકાઈ હતી." ઈશાની એ તેના પપ્પા ને શાંત કરતા કહ્યું.
" બટ મને ખ્યાલ છે ત્યાં સુધી આપણું કોઈ જાણીતું ત્યાં છે જ નહિ..." પપ્પા યાદ કરતા બોલતા હોય એવું લાગી રહ્યું હતું.
" એ તમને સારી રીતે ઓળખે છે. ઇન ફેકટ મને પણ સારી રીતે ઓળખે છે.. હેલ્લો પપ્પા.. હેલ્લો અહી બહુ ઘોંઘાટ છે અત્યારે હું બસમાં જ છું. ઘરે જ આવું છું. પછી વાત કરું." રસ્તા પર વાહન નો બહુ અવાજ આવતો હતો એટલે ઈશાની એ ફોન મૂકી દીધો.

"અરે હું દાદા નું નામ પણ પૂછવું ભૂલી ગઈ પપ્પા પૂછશે તો શું કહીશ? એમને જોઈ લાગતું હતું કે તે કોઈ નજીકના જ સગા હતા.દાદી મને જોઈ ને અચાનક ચોંકી કેમ ગયા હશે? સર બહુ જ ગુસ્સામાં હોય એવું લાગી રહ્યું હતું? કાઈક મોટો જ ઇસ્યૂ થયો હોય એવું લાગે છે? દાદા એકલા જ રેહતા હોય એવું લાગ્યું એમના દીકરા કે કોઈ નહિ હોય? સેમ્પલ માં કાઈ ભૂલ થઈ હશે? દાદી છેલ્લે એવું કેમ બોલી રહ્યા હતા કે મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ??" ઈશાની નું મગજ તો થોડીવાર ચકરાવે ચડી ગયું. એક પછી એક સવાલ એના કાનમાં ગુંજી રહ્યા હતા.ઈશાની એ પોતાના હાથ વડે કાન બંધ કરી દીધા. થોડીવાર ઊંડા શ્વાસ લીધા અને શાંત થઈ અને પછી હેન્ડ્સ ફ્રી લગાવી સોંગ સાંભળતી બારી બહાર ના રમણીય નજારાને જોવા લાગી.

ઈશાની ઘરે પહોંચી. ઘરનો ડોર બેલ વગાડ્યો. તેની મમ્મીએ દરવાજો ખોલ્યો.
" અરે ઈશુ બેટા!! ક્યાં હતી તુ કાલે રાતે? મને કેટલી ચિંત થતી તારી ? તુ એકદમ ઠીક તો છે ને?"
" મમ્મી મને તુ પેહલા ઘરમાં તો આવવા દે પછી બધી વાત કરું ને" ઈશાની હજુ બારણે જ ઊભી હતી.
" મમ્મી મે કેટલી ટ્રાય કરી હતી પણ કોલ નહોતો લાગતો. અને હું એકદમ ઠીક છું.તુ ચિંતા ન કર." ઈશાની અંદર આવી સોફે બેઠી.
"મને તો થયું અજાણી જગ્યા એ તુ ખોવાય ગઈ હોય તો.... " મમ્મી પાણી નો ગ્લાસ આપતા બોલ્યા.
" મમ્મી........હવે હું થોડી કાઈ બચ્ચી છું. તુ મને ક્યારે મોટી થવા દઈશ. સારું હું કપડાં ચેન્જ કરી લઉં." ઈશાની પાણીનો ગ્લાસ મમ્મીને પકડાવી રૂમમાં જતી રહી.
"હજુ શાક માર્કેટ માંથી શાક ભાજી પણ લેતા નથી આવડતું ને મોટી થઈ ગઈ લ્યો....." મમ્મી ગણગણતા કિચન માં ગયા.
"મમ્મી, હું કોલેજ જાવ છું. કદાચ મોડું પણ થઈ જશે. તુ ચિંતા કરતી નહિ. અને વારંવાર કોલ પણ કરતી નહિ." ઈશાની પોતાનું બેગ લઈ બહાર નીકળી.
" પરંતુ બેટા, જમી ને નીકળી હોત તો... સવારે સરખો નાસ્તો પણ કર્યો નહિ હો.... ઈશુ........." મમ્મી કાઈ બોલે એ પેહલા તો ઈશાની પોતાની ગાડી લઈ ગેટ બહાર નીકળી ગઈ હતી.
નિશાબેન ઈશાની ના રૂમમાં આવ્યા.
" મને ખબર જ હતી આ છોકરી આમ જ બધું મૂકીને જતી રહી હશે." નિશા બેને જોયું તો ઈશાની બેડ પર કપડાં થતા પર્સ ને એ બધું મૂકીને જતી રહી હતી.
નિશાબેન એ કપડાં લઈ ધોવા માટે મૂક્યા અને બેડ પરથી બીજી વસ્તુ ઉઠાવા લાગ્યા. પર્સ લીધું અને તેમાંથી સામાન ખાલી કરવા લાગી.
"આવા રૂમાલમાં વળી ઈશુ એ શું બાંધ્યું હશે? આ છોકરી આવું બધું ભેગું કર્યા જ કરશે..." નિશા બેન એ પર્સ માંથી રૂમાલની પોટલી કાઢી અને ખોલવા લાગ્યા.
નિશા બેન એ રૂમાલ ખોલ્યો તો તેમાં એક વિટી નું બોક્સ હતુ.
બોક્સમાં એક રાજસ્થાની ઘાટ ની વીંટી હતી.
"ઈશાની આ વીંટી ક્યાંથી લાવી હશે?? મને કેમ એવું લાગે છે કે મે પેહલા પણ આ વીંટી જોયેલી છે...." નિશા બેન એકલા એકલા બોલતા હતા.અને યાદ કરવાની કોશિશ કરવા લાગ્યા.
*

ઈશાની એકદમ ગભરાહટ સાથે કોલેજ પહોંચી. ઈશાની તેના બધા ફ્રેન્ડ્સ ને શોધી રહી હતી.
" હાય મિત, તે અમારા ગ્રુપ ને ક્યાંય જોયું?" તેનો એક ક્લાસ મેટ દેખાયો એટલે પૂછ્યુ.
"હા, એ લોકો તો આઇ થીંક કેન્ટીન માં પાર્ટી કરી રહ્યા છે." મિત જવાબ આપી જતો રહ્યો.
" પાર્ટી?? અત્યારે આ લોકો આટલી ટેન્શન માં શેની પાર્ટી કરતા હશે?" ઈશાની કેન્ટીન તરફ જતી એકલી એકલી બોલતી હતી.
"હેલ્લો ઍવરીવન.... !!!!" ઈશાની એ જોયું તો બધા મોં લટકાવીને બેઠા હશે. એને થયું મિત બીજા કોઈની વાત કરતો હશે.
" યાર ઈશાની ક્યાં હતી તુ?? આ વખતે તો સર નું રીએક્શન જ કાઈક અજીબ છે." રિષભ બોલ્યો.
"સર ક્યાં છે?? ચાલો પેલા તેને જ મળી લઈએ એટલે સાચું રીઝન ખબર પડે." ઈશાની બધા પાસે ઊભી હતી.
" બટ સર અત્યારે મળશે ક્યાં?? લેક્ચર માં હશે..." સિયા બોલી.
"ના હું હમણાં આવ્યો ત્યારે સર ઓફિસ માં જ બેઠા હતા. ફ્રી જ હોય એવું લાગતું હતું.." કરણ અંદાજ લગાવતા બોલ્યો.
" ધેન લેટ્સ ગો...." ઈશાની તેના બધા ફ્રેન્ડ સાથે ઓફિસ તરફ ચાલવા લાગી.

"કમ ઇન સર???" ઈશાની અંદર આવાની પરવાનગી માંગતા બોલી.
" યસ, કમ ઇન!!" સર એ ઉપર જોયું પછી ઈશાની ને જોઈ પાછું પોતાનું વર્ક કરવા લાગ્યા.
બધા ટેબલ પાસે આવી ઊભા હતા. થોડીવાર કોઈ કાઈ બોલ્યું નહિ. સર પણ કાઈ બોલ્યા વગર પોતાનું વર્ક કરતા રહ્યા.બધા એકબીજા ને ઈશારો કરી રહ્યા હતા સર સાથે વાત કરવા માટે.
" તમે પેહલા બહાર જઈ નક્કી કરી પછી મારી પાસે આવજો." સર માથું ઊંચું કર્યા વગર જ બોલ્યા.
"સર..... અમે.... સર પ્રોજેક્ટમાં કાઈ મિસ્ટેક્સ.........." ઈશાની એ બીતા બીતા વાત શરૂ કરી.
" મિસ્ટેક્સ........." સર પોતાના હાથની બુક ટેબલ પર જોરથી પછાડતા એકદમ ગુસ્સા સાથે ઊભા થઈ ગયા.
ઈશાની તથા બધા સ્ટુડન્ટ ડરી ગયા. તેઓ એ સર ને આટલા ગુસ્સે પેહલી વાર જોયા હતા.
" પેહલા આ રીડ કર પછી બીજી વાત કરું તમારી સાથે...." ડ્રોઅર માંથી એક લેટર કાઢી સર એ ઈશાની ને હાથમાં આપ્યો.

ઈશાની જેમ જેમ લેટર વાંચતી ગઈ એક એના મોઢા ના ભાવ બદલવા લાગ્યા.
" સર..... આ...... રિયલી..??" ઈશાની ને હજુ વિશ્વાસ નહોતો આવતો.
" સરપ્રાઈઝ........" બધા જ ફ્રેન્ડ એકસાથે બોલી ઉઠ્યા.
ઈશાની તો થોડીવાર હેરાન રહી ગઈ. તે બધા સામે જોઈ રહી બધા એકદમ ખુશ દેખાતા હતા. સર સામે જોયુ તો એ પણ હસતા હતા.
"સર... બેંગલોર...... પ્રોજેકટ રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે બેંગલોર જઈ રહ્યા છીએ...." ઈશાની ના મોઢા પર ખુશી સમાતી નહતી.
" યસ, વી ઓલ આર ગોઈંગ....." સર બધા પર પ્રાઉડ ફીલ કરતા બોલ્યા.
" સર, આઇ કાન્ટ બિલીવ...." ઈશાની ના માન્યામાં હજુ આવતું નહતું.
" સર, તમે તો મને ડરાવી જ દીધી હતી. અને આ લોકોના રીએકશન પણ ભયાનક હતા એટલે હું તો સાચે જ ડરી ગઈ હતી." ઈશાની એ લેટર સર ને પાછો આપ્યો.
" એ બધો આ લોકોનો જ પ્લાન હતો તને સરપ્રાઈઝ આપવાનો..." સર બધા તરફ હાથ લંબાવી બોલ્યો.
" બટ સર, તમે તો જોરદાર ઍક્ટર નીકળ્યા. અમને નહોતી ખબર તમે આટલી ગજબની ઍક્ટીંગ પણ કરી શકો છો." રિષભ આશ્ચર્ય થી બોલ્યો.
" હા સર, થોડીવાર પેહલા નું તમારું રીએકશન જોઈ અમે લોકો સાચે જ ડરી ગયા હતા." કરણ હાવભાવ પણ એવા જ હતા.
સર સાથે બધા લોકો જોરથી હસી પડ્યા.
"એની વે, તમે લોકો હવે પ્રીપરેશન કરી લ્યો. આપણે પરમ દિવસે જ નીકળીએ છીએ. એન્ડ રીમેમ્બર વન થીંગ.... આઈ વોન્ટ બેસ્ટ.... ગેટ ઇટ???" સર હવે થોડા ગંભીર થઈ બોલ્યા.
" યસ સર....વી વિલ......" બધા એકસાથે બોલી ઉઠ્યા.

બધા ઓફિસ ની બહાર નીકળી ગયા.
" લેટસ સેલિબ્રેટ ઇટ..." સિયા ખુશીથી બોલી.
" એક મિનિટ.... હમણાં હું કેન્ટીન માં આવી ત્યારે આઇ થિંક તમે લોકો પાર્ટી કરતા હતા રાઈટ??" ઈશાની ને મિત એ કહ્યું તુ એ યાદ આવ્યું.
" હા, પરંતુ તુ જ્યારે કોલેજમાં એન્ટર થઈ ત્યારે કરણ એ તને જોઈ લીધી હતી એટલે અમે બધું સાફ કરી દીધું." સિયા એ આખી વાત કહી અને બધા હસી પડ્યા.
*
ઈશાની ઘરે આવી ત્યારે છ વાગી ગયા હતા. તે આવીને સોફા પર જ આડી પડી. સવાર ની મુસાફરી અને અત્યારે કોલેજ એમ આખો દિવસની દોડાદોડી થી એ થાકી ગઈ હતી.
" ઈશુ બેટા!! જા ફ્રેશ થઈ જા. હું તારા માટે કાઈક નાસ્તો બનાવી આપુ છું. બપોરે પણ કાઈ જમ્યું નથી. તને ભૂખ લાગી હશે." નિશા બેન એ જોયું તો ઈશાની ના ચેહરા પર થાક દેખાતો હતો.
"કોલેજ નાસ્તો કર્યો હતો એટલે કાઈ ખાસ ભૂખ નથી. તો પણ થોડું કાઈક કટકબટક કરી લઈશ." ઈશાની ઊભી થઈ પોતાના રૂમમાં ગઈ.
ઈશાની એ થોડો નાસ્તો કર્યો.
"મમ્મી, હું બહુ જ થાકી ગઈ છું એટલે અત્યારે થોડીવાર સૂય જાવ છું. પપ્પા આવે એટલે મને ઉઠડાજે. મારે પપ્પાનું કામ છે એટલે...." ઈશાની સુવા માટે જતી રહી.

ઈશાની ના પપ્પા ઓફિસ એ થી આવ્યા. પોતાની બેગ મૂકી સોફે બેઠા.
" ઈશાની ક્યાં??" આજુબાજુ જોયું પરંતુ ઈશાની દેખાઈ નહિ એટલે પૂછ્યુ.
"એ આવી ને તરત કોલેજ જતી રહી હતી. હજુ હમણાં જ કોલેજ થી આવી છે. થોડી થાકી ગઈ છે એટલે નાસ્તો કરી સૂતી. તેણે કહ્યું હતું તમે આવો ત્યારે તેને ઉઠાડવાનું. કાઈક તમારું કામ હતું...." નિશા બેન એ આખી વાત કહી દીધી.
" સારું, તુ જમવાનુ તૈયાર કર. હું તેને ઊઠાડું." રાકેશભાઈ ઈશાની ને ઉઠાડવા માટે ગયા.
રાકેશભાઈ એ રૂમ ની લાઈટ ચાલુ કરી તો ઈશાની ગાઢ નિંદ્રામાં સૂતી હોય એવું લાગ્યું. તેની પાસે ગયા. ઈશાની નો માસૂમ ચહેરો જોઈ રાકેશભાઈ ના મોં પર સ્મિત આવી ગયું. તેને આવી શાંતિથી સૂતી જોઈ ઉઠાવવાનું મન ન થયું એટલે રૂમ ની લાઈટ બંધ કરી બહાર આવતા રહ્યા.
" કેમ ઈશુ ન ઉઠી??" ઈશાની બહાર ન આવી એટલે નિશા બેન એ પૂછ્યું.
"ઈશાની મસ્ત સૂય ગઈ છે એટલે ઉઠાવવાનું મન ન થયું." રાકેશભાઈ માટે ઈશાની જ બધું હતી.
" પરંતુ તેને તમારું કાઈ કામ હતું..." ઈશાની એ તેની મમ્મી ને કહ્યું હતું એટલે નિશા બેન એ યાદ કરી કહ્યું.
" હું સવારે ઈશાની સાથે વાત કરી લઈશ." રાકેશભાઈ એ જમવાનુ શરૂ કરી દીધું.


ઈશાની ની આંખ ખુલી અને તેણે ઘડિયાળમાં જોયું તો દસ વાગી ગયા હતા એ બેબાકળી ઊભી થઈ ગઈ અને ફટાફટ રૂમની બહાર આવી. ઘરમાં બધે જોયું પરંતુ રાકેશ ભાઈ કે નિશા બેન કોઈ દેખાયું નહિ.
" મમ્મી...... મમ્મી.... ક્યાં છે તું???" ઈશાની બૂમ પાડવા લાગી.
ઈશાની નો અવાજ સાંભળી નિશા બેન દોડતા અંદર આવ્યા.
" શું થયું બેટા??" નિશાબેન થોડીવાર ડરી ગયા ઈશાની ને આમ બૂમ પાડતી જોઈ.
" પપ્પા ક્યાં છે??"
" એ તો ક્યારના ઓફિસ જતા રહ્યા." નિશાબેન બોલ્યા.
" મને ઉઠાડી કેમ નહિ?"
" એમને કહ્યું છે એ તારી સાથે વાત કરી લેશે. એવું લાગે તો કોલ કરી વાત કરી લે." નિશા બેન એ કહ્યું.

" હેલ્લો... પપ્પા...ગુડ મોર્નિંગ.." ઈશાની એ પપ્પાને કોલ કર્યો.
" વેરી ગુડ મોર્નિંગ બેટા!! નાસ્તો કરી લીધો?" રાકેશભાઈ એ એકદમ પ્રેમથી પૂછ્યું.
" ના, એ બધું છોડો. પપ્પા.. એક ગુડ ન્યુઝ છે." ઈશાની એકદમ ખુશીથી બોલી.
" અરે વાહ.. જલદી બોલ." રાકેશભાઈ પણ એકદમ ઉત્સાહથી બોલ્યા.
" પપ્પા, અમારો પ્રોજેક્ટ સિલેક્ટ થઈ ગયો અમે કાલે બેંગલોર જવા માટે નીકળવાના છીએ."
" વાઉ... ઈટ્સ રીયલી ગ્રેટ ન્યૂઝ. કોગ્રેચ્યુંલેશન બેટા!!!" રાકેશ ભાઈ એકદમ ખુશ થઈ ગયા.
" થેંક યૂ પપ્પા!! તો હું જાવ ને ??" ઈશાની પોતાના પપ્પાની પરમિશન માંગવા લાગી.
" અરે હા બેટા! એમાં કાઈ પૂછવાનુ હોય. જે કાઈ શોપીંગ કરવી હોય એ કરી લેજે. હું તારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી આપુ છું. કેટલો ટાઈમ રોકાવાનું થશે?" રાકેશભાઈ પૂછી રહ્યા હતા.
" એકાદ વિક જેવું. અને પપ્પા મારા એકાઉન્ટ માં પૈસા છે જ કાઈ વધારે જરૂર નથી. જરૂર હશે ત્યારે હું કહીશ. થેંક યુ પપ્પા!! સારું બાય પપ્પા!!" ઈશાની એ ફોન મૂકી દીધો.
*

ઈશાની બેંગ્લોરથી પાછી આવી ગઈ હતી. તેમના પ્રોજેક્ટને બેસ્ટ પ્રોજેક્ટ નો અવોર્ડ મળ્યો હતો. કોલેજ થોડા દિવસ ની રજા હતી. એટલે ઈશાની બે દિવસથી ઘરે જ હતી. રાકેશ ભાઈ આજે વેહલા ઘરે આવી ગયા હતા. ઈશાની એ જોયું તો તેના પપ્પા બેગ પેક કરી રહ્યા હતા. ઈશાની પપ્પા પાસે ગઈ.
" પપ્પા, કેમ બેગ?? ક્યાંય જવાનું છે તમારે??" ઈશાની એ પૂછ્યું.
" હા બેટા!! એક કેસ ના સિલસિલામાં અમરનગર જવાનું છે. કદાચ બે ત્રણ દિવસ રોકાવાનું પણ થાય." રાકેશ ભાઈ સામાન પેક કરતા બોલ્યા.
" પપ્પા, આ તો પેલું જ અમરનગર ને જ્યાં હું ગઈ હતી." ઈશાની એ ખાતરી માટે પૂછ્યું.
" હા બેટા, એ જ !!"
" મારે હમણાં થોડા દિવસ ની રજા છે તો હું પણ આવું પપ્પા?? " ઈશાની એ પૂછ્યું.
" બટ તુ ત્યાં આવીને શું કરીશ??" રાકેશભાઈ એ પૂછ્યું.
" હું કેહતી હતી ને હું ત્યાં એક દાદાને ત્યાં રોકાય હતી. એ તમને સારી રીતે ઓળખે છે. તમારી મુલાકાત પણ એમની સાથે થઈ જશે. અને આમ પણ મને ત્યાં બહુ ગમ્યું હતું એટલે હું બે દિવસ તેમની પાસે રોકાય જઈશ. પ્લીઝ પપ્પા..." ઈશાની તેના પપ્પાને મનાવી રહી હતી.
" ઓક બેટા..... સારું તારો પણ સમાન પેક કરી લે......" રાકેશભાઈ એ હા પાડી દીધી.
પપ્પા એ અમરનગર જવાની હા પાડી એટલે ઈશાની ખુશીથી તેના રૂમમાં આવી અને સમાન પેક કરવા લાગી........



To be continue..................