જૂજુ - 3 Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જૂજુ - 3


જુુજુ - ૩


" તમારે બન્ને બાપ દીકરીને કાઈ ખરું? લ્યો આ ચાલ્યાં મને કોઈ કાઈ કહેતું નથી ને!!" નિશા બેન મોં મચકોડતા બોલ્યા.
" અરે મમ્મા તો તું પણ ચાલ ને... આમ પણ આપણે બધા ક્યાંય બહાર પિકનિક પર ગયા જ નથી." ઈશાની મમ્મીને ગળે વળગી ને કેહવા લાગી.
"આઈ એમ સ્યોર મમ્માં!!! તને પણ એ દાદા- દાદી સાથે તને પણ મજા આવશે." ઈશાની એકદમ ખુશીથી બોલતી હતી.
" તો તને પેલી રીંગ એમને જ આપી હતી કે કોઈ બીજાએ??" નિશાબેન ને પેલી વીંટી યાદ આવી ગઈ.
" કઈ રીંગ મમ્મી??" ઈશાની ને હજુ કાઈ યાદ ના આવ્યું.
" પેલી કાઈક રૂમાલમાં બાંધેલી હતી એ.." મમ્મી એ યાદ અપાવ્ય.
" ઓહ...હા... એ તો હું ભૂલી જ ગઈ હતી. એમાં શું રીંગ હતી. મને તો ખબર જ નથી. આ પ્રોજેક્ટના ચક્કરમાં તો એ ખોલવું જ હું ભૂલી ગઈ હતી. હા એ દાદી એ જ આપી હતી. હું પણ જોઈ લઉ તો ખરી....." ઈશાની ઊભી થઈ રૂમમાં રીંગ જોવા માટે ગઈ.
" મે એ રીંગ ક્યાંક જોઈ છે એવું મને લાગે છે." નિશા બેન રાકેશભાઈ ને કહેતા હતા.
" ઈશુ કેહતી હતી ને કે એ લોકો આપણ ને એ ઓળખે છે એટલે તેમને મળી એ પછી ખબર પડે કે કોણ છે??" રાકેશભાઈ પણ અવઢવમાં હતા.
"હા મમ્મી, તુ પણ ચાલ ને ...મજા આવશે...." ઈશાની પપ્પાની વાત સાંભળી બોલી.
" તમારા બન્ને જેમ કાઈ હું નવરી તો નથી. મારે ઘણું કામ છે." નિશાબેન બોલ્યા.

રાકેશભાઈ અને ઈશાની પોતાની કાર લઇને અમરનગર જવા માટે નીકળ્યા હતા. સાથે રાકેશભાઈ નો આસિસ્ટન્ટ પણ હતો. રાકેશભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. તેઓ અડધે રસ્તે પહોંચી ગયા હતા. ત્યાં અનિલના ફોનમાં રીંગ વાગી. તેણે વાત કરી ફોન મૂકી દીધો.
"સર, કલયાન્ટ નો કોલ હતો. તેનું કેહવુ છે કે તે અમરનગર પેહલા ધરમ પુર ગયો હતો એટલે કદાચ સબૂત મળવાના ચાન્સ ત્યાં વધુ છે." આસિસ્ટન્ટ અનિલ એ સર ને જણાવ્યું.
" એનો મતલબ એમ કે તો આપણે પેહલા ધરમ પુર જવું જોઈએ." રાકેશભાઈ વિચાર કરતા બોલ્યા અને ઈશાની સામે જોયું.
"કાઈ વાંધો નહિ પપ્પા, હુ વચ્ચે ટીંબા રોકાય જઈશ. માસી ના ઘરે. પછી તમે પાછા જાવ ત્યારે લેતા જજો." ઈશાની એ પપ્પાને કહ્યું.

રાકેશભાઈ ધરમપુર કામ પૂરું કરીને ઈશાની ને સાથે લઈને અમરનગર જવા માટે નીકળ્યા.અમરનગર પહોંચવા જ આવ્યા હતા. ઈશાની દાદા દાદી ને મળવા માટે ખૂબ જ ઉતાવળી હતી.
"ઈશાની બેટા, પેલા દાદા નો કોઈ નંબર છે તારી પાસે??" રાકેશભાઈ એ પૂછ્યુ.
"ના , કેમ ??" ઈશાની એ પૂછયું.
" તો એમના ઘરે કેમ જઈશું?" રાકેશભાઈ એ તો ઘર જોયું ન્હોતું એટલે પૂછ્યું.
" હું છું ને આવડી મોટી તમારી સાથે...." ઈશાની એ પોતાની તરફ ઈશારો કરતા કહ્યું.
" આર યુ સ્યોર??" રાકેશભાઈ ને હજુ વિશ્વાસ નહોતો.
"પાપા, આપકી ઇસ બેટી કા દિમાગ બિલકુલ આપકી જેસા હૈ.." ઈશાની સાથે રાકેશભાઈ અને અનિલ પણ હસી પડ્યો.

દાદા ના ઘરે પહોંચ્યા એટલે ઈશાની ફટાફટ કાર માંથી ઉતરી ડોરબેલ વગાડવા લાગી.
" અરે બેટા, પેહલા નીચે તો જો બારણે તાળું માર્યું છે." રાકેશભાઈ એ જોયું તો બારણે તાળું હતું.
" ઓહ... મે તો એવું ધ્યાન કર્યું જ નહિ..." ઈશાની પોતાના માથે ટપલી મારતા બોલી.
"હવે કેમ જાણી શકાય કે આ લોકો ક્યાં ગયા હશે?? અને તુ ઉપરથી એમનો કોન્ટેક્ટ નંબર પણ લેવાનુ ભૂલી ગઈ હતી." રાકેશભાઈ વિચારવા લાગ્યા.
" પપ્પા, એક કામ કરીએ ત્યાં સામે પેલું ઘર દેખાય ત્યાં પૂછીએ તો....." ઈશાની એ દૂર ઘર તરફ ઈશારો કરતા કહ્યું.
"બેટા, એ ઘર તો કેટલું દૂર છે કોઈ થોડું એટલે દૂર કાઈ કહી ને જતું હશે." ત્યાં આજુબાજુ બધા ઘર દૂર દૂર હતા એટલે રાકેશભાઈ એ વિચાર્યું.
" પપ્પા, ટ્રાય કરવામાં શું જાય છે.." ઈશાની એ ઘર તરફ ગઈ. પાછળ પાછળ રાકેશભાઈ અને અનિલ પણ ગયા.

ઈશાની એ ત્યાં ઘરે જઈ ડોર બેલ વગાડી.
" કોનું કામ છે તમારે??" એક ચાલીસ વર્ષ ના ભાઇએ બારણું ખોલી પૂછ્યું.
"પેલા સામે ઘરે જે દાદા દાદી રેહતાં એ ક્યાં ગયા છે? એવી કાઈ માહિતી તમારી પાસે છે." ઈશાની એ દાદા ના ઘર સામે આંગળી ચીંધીને કહ્યું.
"તમને જણાવતા મને ઘણું દુઃખ થાય છે, પાંચ દિવસ પેહલા જ બન્ને નું અવસાન થયું છે." પેલા ભાઈ દુઃખની લાગણી વ્યક્ત કરતા બોલ્યા.
" પણ એમ કેમ?? કાઈ થયું હતું??" ઈશાની બેબાકળી થઈ પૂછવા લાગી.
"તે દાદાને હાર્ટ એટેક આવ્યો હતો. તેમનું હોસ્પિટલમાં મૃત્યુ થયું અને આ વાતની જાણ થતાં દાદીની પણ હર્દય બેસી ગયું." પેલા ભાઈ એ બધું જણાવ્યું.
"તેમના પરિવારમાં તો કોઈ હશે ને? એ ક્યાં મળશે?" રાકેશભાઈ એ પૂછ્યું.
"દાદા દાદી એકલા જ રેહતા હતા.તેમનું પોતાનું કોઈ કહી શકાય એવું આ દુનિયામાં કોઈ નહોતું." પેલા ભાઈ જેટલી માહિતી હતી એ પ્રમાણે કહ્યું.
"તો આ ઘરની દેખરેખ કોઈક તો રાખતુ હશે." હવે ઈશાની માં બોલવાની કાઈ હિંમત જ નહોતી.બધું રાકેશભાઈ જ પૂછતા હતા.
" હા, તેમના વકીલ છે એમની પાસે ઘરની ચાવી છે. એ વકીલનો નંબર પણ મારી પાસે છે." આટલું બોલી પેલા ભાઈ અટકી ગયા.
" તો શું એ નંબર મને મળી શકે?" રાકેશભાઈ એ વિનમ્રતાથી પૂછ્યુ.
" સોરી, એમણે એ નંબર એક જ વ્યક્તિને આપવાનો કહ્યું છે. છું તમે પેહલા તમારું નામ જણાવી શકો?" પેલા ભાઈ રહસ્મય રીતે વાત કરી રહ્યા હોય એવું લાગ્યું.
" મારું નામ રાકેશ મેહતા" રાકેશભાઈ એ પોતાની ઓળખાણ આપી.
" તમારું નહિ.... પરંતુ આપનું શું નામ છે??" ઈશાની તરફ આંગળી કરી પેલા ભાઈ એ પૂછ્યુ.
" ઈશાની..... ઈશા...." ઈશાની આટલું બોલી.
" ઈશાની.....એટલે જુજુ.. કોઈ એડવોકેટ ની છોકરી..?" ઈશાની ને વચ્ચે અટકાવી પેલા ભાઈ પૂછવા લાગ્યા.
" હા, પરંતુ તમે મારા વિશે આટલું બધું કેમ જાણો છો?" ઈશાની ને નવાઇ લાગી. રાકેશ ભાઈ પણ ચોંકી ગયા.
" પેલા દાદા ના વકીલે જ કહ્યું હતું કે આ નામનું કોઈ આવે તો જ મારો નંબર આપવો. તમે ઊભા રહો હું તમને તેનો નંબર આપુ છું." પેલા ભાઈ અંદરથી મોબાઈલ લઈ આવ્યા અને પછી તે વકીલનો નંબર આપ્યો.

બધા કાર પાસે આવી ઊભા હતા. રાકેશભાઈ એ જોયું તો ઈશાની એકદમ રડમસ દેખાતી હતી. તેઓ ઈશાની ને સારી રીતે ઓળખતા હતા.
"અનિલ, તુ ઈશાની ને લઈને હવે ઘરે જતો રહે." રાકેશભાઈ જાણતા હતા ઈશાની એકદમ ઢીલી પડી ગઈ હતી.
" ઓકે સર, પણ બધી ઇન્વેસ્ટીગેશન ને એ.. અને તમારે કાર ની જરૂર નહિ પડે??" અનિલે પૂછ્યુ.
" એ બધું હું જોઈ લઈશ. અને મારે કાર ની જરૂર નથી. આઈ વિલ મેનેજ..." રાકેશભાઈ એ દિલાસા સાથે કહ્યું.
" ઓકે સારું બેટા, ટેક કેર ઓફ યોર સેલ્ફ!!" રાકેશ ભાઈ ઈશાની ને હગ કરતા બોલ્યા.
" હા પાપા, બાય" ઈશાની રડી રહી હતી.

અનિલ અને ઈશાની ઘરે જવા માટે નીકળી ગયા હતા. ઈશાની ના મગજમાં દાદા અને દાદીની જ તસવીર દેખાતી હતી.આમ ગણો તો થોડા જ કલાકો ઈશાની એ એમની સાથે વિતાવ્યા હતા. પરંતુ એ થોડા કલાકો નો સંબંધ જાણે વર્ષો જૂનો સંબંધ હોઈ એવું ઈશાની ને લાગી રહ્યું હતું. એ કોઈ માટે આટલી દુઃખી ક્યારેય ન્હોતું થઈ. આમ તો ક્યારેક તેના પપ્પા તેને જુજુ કહીને બોલાવતા તો એ ચિડાઈ જતી હતી. કેહતી પપ્પા હવે હું બચ્ચી નથી મને ઈશાની કહો પ્લીઝ!!! પરંતુ જ્યારે દાદી એ પેહલી વાર જૂજુ કહ્યું હતું ત્યારે ઈશાની ને ગમ્યું હતું અને દાદી એને જુજુ કહી ને જ બોલાવે એવું ઈશાની ઈચ્છતી હતી. ઈશાની ની આંખમાંથી આંસુ વહી જ રહ્યા હતા. ઈશાની ને ખુદ ને નહોતું સમજાતું કે કોઈ અજાણી વ્યક્તિ માટે એ આટલી બધી દુઃખી કેમ થઈ રહી હતી.

રાકેશભાઈ બે દિવસ અમરનગર રહીને પાછા આવી ગયા હતા. ઈશાની ની કોલેજ પણ શરૂ થઈ ગઈ હતી એટલે એ એમાં વ્યસ્ત રેહતી હતી. પરંતુ ઈશાની ને નોટીસ કર્યું હતું કે જ્યારથી તેના પપ્પા અમરનગર થી આવ્યા પછીથી તે એકદમ ચૂપચાપ અને ગુમસુમ રેહતા હતા. ઈશાની પ્રયત્ન કરતી તેના પપ્પા સાથે વાત કરવાનો પણ તે બાબતે પૂછી શકતી નહોતી અને રાકેશભાઈ પણ ઈશાની સાથે વાત કરવી ટાળતા હોય એવું લાગી રહ્યું હતું.

ઈશાની સવારમાં કોલેજ ગઈ પરંતુ કોઈ કારણોસર તેને બધા લેક્ચર કેન્સલ થાય એટલે ઘરે પાછી આવી ગઈ.
"ઈશુ, તારી તબિયત સારી નથી કે શું?? કેમ પાછી આવી ગઈ?" ઈશાની ને આમ ઘરે પાછી આવેલી જોઈ નિશા બેન ને ચિંતા થવા લાગી.
" મમ્મી, હું એકદમ ફાઇન છું. આજે બધા લેક્ચર કેન્સલ થયા એટલે આવી ગઈ." ઈશાની પાણી પીતા પીતા બોલી.
"સારું કર્યું આજે લેક્ચર નથી અને તુ જલદી ઘરે આવી ગઈ. આજે આમ પણ ભારે વરસાદ ની આગાહી છે. ચારે તરફ કેવું ઘનઘોર વાદળ જામ્યું છે. વરસાદ તુટી પડશે એવું લાગી રહ્યું છે." નિશા બેન બહાર આકાશ તરફ નજર કરી બોલ્યા.
" હા મમ્મી, ત્રણ દિવસની આગાહી છે. ન્યૂઝ માં હતું." ઈશાની પૂરી માહિતી આપતા કહ્યું.
"પેલું તારા પપ્પા નું કુરિયર આવ્યું છે એમને આપી દે. એ રૂમ માં એમનું વર્ક કરી રહ્યા છે." નિશાબેન એ ટેબલ ઉપર પડેલા કુરિયર તરફ ઈશારો કરી કહ્યું.
" પપ્પા કેમ ઘરે ?? તેમની તબિયત તો સારી છે ને??" રાકેશભાઈ કોઈ દિવસ ઘરે રહે નહિ એટલે ઈશાની ને નવાઇ લાગી.
" હા, એકદમ સારી છે પરંતુ એમને ઓફિસ કાઈ ખાસ કામ નથી એટલે ઘરે જ વર્ક કરી રહ્યા છે." નિશાબેન એ ઈશાની ની ચિંતા દૂર કરતા કહ્યું.

ઈશાની કુરિયર લઈને તેના પપ્પા પાસે ગઈ. તેણે જોયું તો તેના પપ્પા કોઈ ડાયરી વાંચી રહ્યા હોય એવું લાગ્યું.રાકેશભાઈ એ ઈશાની તરફ કાઈ ધ્યાન ન કર્યું એટલે ઈશાની ને લાગ્યું પપ્પા બિઝી હશે એટલે ચૂપચાપ કુરિયર મૂકી ને બહાર નીકળતી હતી ત્યાં જ તેની નજર એક ફોટા પર ગઈ. ફોટો જાણીતો હોય એવું લાગ્યું એટલે એ પાછી ફરી અને ફોટો જોઈ ચોંકી ગઈ.
To be continue...............