જુજુ - 4 - (અંતિમ ભાગ) Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જુજુ - 4 - (અંતિમ ભાગ)



જુજુ - ૪(અંતિમ ભાગ)


ઈશાની કુરિયર લઈને તેના પપ્પા પાસે ગઈ. તેણે જોયું તો તેના પપ્પા કોઈ ડાયરી વાંચી રહ્યા હોય એવું લાગ્યું.રાકેશભાઈ એ ઈશાની તરફ કાઈ ધ્યાન ન કર્યું એટલે ઈશાની ને લાગ્યું પપ્પા બિઝી હશે એટલે ચૂપચાપ કુરિયર મૂકી ને બહાર નીકળતી હતી ત્યાં જ તેની નજર એક ફોટા પર ગઈ. ફોટો જાણીતો હોય એવું લાગ્યું એટલે એ પાછી ફરી અને ફોટો જોઈ ચોંકી ગઈ.
"પપ્પા, આ તો મારો ફોટો છે. દાદા એ ક્યારે પિકચર ક્લિક કર્યું હશે. મારા કપડા ભીના થઇ ગયા હતા એટલે દાદી એ મને આ સાડી પહેરવા આપી હતી. પરંતુ આ પિકચર બહુ જૂનું હોય એવું લાગે છે અને હેર સ્ટાઇલ પણ અલગ છે." ઈશાની ફોટો જોઈ અચાનક બોલવા જ લાગી. ઈશાની હજુ ફોટો જોઈ વિચારી રહી હતી. રાકેશભાઈ એ કાઈ જવાબ આપ્યો નહિ.
"પપ્પા, તમારી આંખો ભીની હોય એવું કેમ લાગી રહ્યું છે. પપ્પા તમે રડો છો??" ઈશાની ને લાગ્યું તેના પપ્પા રડી રહ્યા હતા.
" મમ્મી.....મમ્મી....જલદી આવ.....મમ્મી..." ઈશાની તેના પપ્પા ને આવી રીતે રડતા જોઈ ડરી ગઈ હતી.
" ઈશુ.... શું થયું બેટા??" ઈશાની નો આવો અવાજ સાંભળી નિશા બેન બેબાકળા દોડતા આવ્યા.
નિશાબેન એ આવી પેહલા તો ત્યાં પડેલો ફોટો જ જોયો....
" શ્યામા બેન......." ફોટો જોઈ નિશાબેન ના મોં માંથી શબ્દો નીકળી ગયા.
" શ્યામા બેન?? એ વળી કોણ મમ્મી??" ઈશાની એ નામ પેહલીવાર સાંભળીયું હતું.
નિશાબેન એ રાકેશભાઈ સામે જોયું તો એ હજુ ચૂપચાપ બેઠા હતા એટલે નિશા બેન પણ થોડીવાર ચૂપ જ રહ્યા.
" બેટા, એ ફોટો તારો નથી પરંતુ શ્યામા નો છે...." રાકેશભાઈ એ પાણી પીધું અને પછી સ્વસ્થ થઈ વાત શરૂ કરી.
" હા પપ્પા, પણ કોણ શ્યામા?? જે એકદમ મારી જેવી જ દેખાય છે." ઈશાની ને હજુ કાઈ સમજાતું નહોતું કે તેના પપ્પા શું વાત કરી રહ્યા છે.
" બેટા, એ તારી જેવી નથી દેખાતી બલ્કે તુ એના જેવી દેખાય છે." રાકેશ ભાઈ ઉંડાણપૂર્વક વાત કરી રહ્યા હતા.
" મતલબ??" ઈશાની ને આ બધી ગોળ ગોળ વાતો સમજાતી નહોતી.
" મિન્સ, શી વોઝ યોર મોમ......" રાકેશ ભાઈ એ વાક્ય અધૂરું છોડી દીધું.
" વોઝ?? વોટ ડુ યુ મીન?? વોઝ...... એન્ડ માય મોમ?? આઈ ડોન્ટ નો વોટ આર યુ ટોકિંગ અબાઉટ ??" ઈશાની ને કાઈ સમજાતું નહોતું અથવા તે કાઈ સમજવા માંગતી નહોતી એવું લાગી રહ્યું હતું.

એ તને એમ નહિ સમજાય હું તને ૨૪ વર્ષ પેહલા ની પૂરી કહાની સંભાળવવું. રાકેશભાઈ એ પેહલેથી વાત શરૂ કરી.

રાજસ્થાનના જેતસર માં ધીરેન શાહ અને મીનાક્ષી શાહ કરીને એક દંપતી રેહતું હતું એટલે કે પેલા અમરનગર વાળા દાદા અને દાદી એ પોતે જ. તેમને સંતાનમાં એક દીકરી જ હતી શ્યામા.... જેનો ફોટો તારી સામે છે એ.... ખૂબ સમૃદ્ધ અને સુખી પરિવાર હતો. ધીરેન શાહ નિવૃત ગવરમેન્ટ ઓફિસર હતા. શ્યામા ની પણ ઈન્કટેકસ ડિપાર્ટમેન્ટ માં જોબ હતી. શ્યામા ના લગ્ન નિખીલ કુમાર સાથે થયા હતા. બન્ને સાથે જ જોબ કરતા હતા. ખૂબ પ્યારી જોડી હતી બન્ને ની. નિખીલ કુમાર અનાથ હતા એટલે તેઓ શ્યામા ના પરિવાર સાથે જ રેહતા હતા.

મારું પોસ્ટિંગ રાજસ્થાનમાં થયું હતું એટલે અમે જેતસર રેહવા માટે ગયા. અમારું અને શ્યામા નું ઘર સામે સામે જ હતું. થોડા ટાઈમ માં જ બન્ને પરિવાર વચ્ચે ઘર જેવો સંબંધ બંધાય ગયો. તારી હું ઓફિસ એ જતો રહું એટલે તારી મમ્મી આખો દિવસ ત્યાં જ હોય. પછી તારો જન્મ થયો. પછી તો તારી મમ્મી એ પણ ભૂલી ગઈ હતી કે પોતાનું ઘર ક્યું હતું. આખો દિવસ તને રમાડ્યા કરે. તારી સાથે તેનો દિવસ કેમ પસાર થઈ જતો એ તો એને પણ ખબર નહોતી રેહતી. હું ઘરે આવું તો પણ મારી સાથે પણ તારી જ વાતો કર્યા કરે. " આજે જુજુુ એકદમ ડાહી થઈ રમતી અને આજે તો ખબર નઈ તેની તબિયત સારી નહિ હોય કે શું રડ્યા જ કરતી?" તને રડતી જોઈ એ પણ ઉદાસ થઈ જતી હતી.
કેમ દિવસો પસાર થઈ ગયા એ તો કોઈ ને ખબર ન પડી. જોત જોતામાં તુ આઠ મહિના ની થઈ ગઈ. પછી શ્યામા એ પણ પોતાનું વર્ક રીજોઈન કરી લીધું. પછી તારી મમ્મી ને તો વધારે મજા પડી ગઈ. આખો દિવસ આન્ટી અને તારી મમ્મી બન્ને તને રમાડ્યા કરે. તારું અને તારા મમ્મી નું બોન્ડિંગ પણ જોરદાર થઈ ગયું હતું. તુ તારી મમ્મી મે જોઈ ને એકદમ ખીલીખલી જાતી હતી. એકદમ મજામાં અને ખુશી સાથે તારી સાથે હસતા રમતા દિવસો જતા હતા.
એકદિવસ શ્યામા અને નિખીલ કુમાર ઓફિસે થી પાછા ફરી રહ્યા હતા. ત્યાં રસ્તામાં તેમની કારનું એક ટ્રક સાથે એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ ખૂબ ભયાનક હતું. શ્યામા નું તો ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું અને નિખીલ કુમાર ને માથાના ભાગે વાગ્યું હતું એટલે એ કોમાં માં જતાં રહ્યા હતા. ડોક્ટર નું કેહવુ હતું કે કાઈ કહી શકાય નહિ કોમા માંથી બહાર આવે પછી ખબર પડે. ઘરમાં કાળો કેર વર્તાય ગયો હતો. ધીરેન અંકલ માટે તો પોતાની દીકરી અને જમાઈ જ બધું હતું. અને હવે તો તારી પણ ચિંતા.... તુ તો હજુ આઠ મહિના ની જ હતી. થોડા દિવસ તને તારી મમ્મી સાથે જ અમારા ઘરે રાખી હતી. બધા ખૂબ દુઃખી દુઃખી હતા. હજુ નિખીલ કુમાર પણ કોમા માં જ હતા. તેમને તો એ પણ ખબર નહોતી કે શ્યામા હવે આ દુનિયામાં નહોતી રહી.

ધીરેન અંકલ અને મીનાક્ષી આન્ટી ની ઉંમર અચાનક જ દેખાવા લાગી હોય એવું લાગતું હતું. એ સાવ પડી ભાંગ્યા હતા. એક દિવસ તારી મમ્મી તને લઈ ને તારા ઘરે ગઈ ત્યાં ધીરેન અંકલ વાત કરી રહ્યા હતા,
" નિખીલ કુમાર જો જલદી હોંશ માં આવી જાય તો સારું હવે પછી આપડે જુજૂ વિશે પણ વિચારવું પડશે ને... જુજુ હજુ બહુ નાની છે એને મા ના પ્યારથી વંચિત તો ના જ રાખી શકાય. આપણે નિખીલ કુમાર ને બીજા લગ્ન માટે મનાવવા જ પડશે."
તારી મમ્મી એ વાત સાંભળી પછી એ આખી રાત સૂતી નહતી. આખી રાત એ તને બસ ખોળામાં રાખી રડ્યા જ કરી હતી. એ તને પોતાના થી દુર કરવા માંગતી જ નહોતી. તેણે માની જ લીધું હતું જાણે તુ જ તેની સગી દીકરી હતી.તારી મમ્મી ને લાગતું તેના સિવાય કદાચ કોઈ તને સાચવી જ નહિ શકે. હવે ડોક્ટર એ પણ આશા છોડી દીધી હતી કે નિખીલ કુમાર હોંશમાં આવશે કે નહીં??

એક દિવસ તારી મમ્મી ને શુ સૂઝયું કે હું ઘરે આવ્યો એટલે મને કેહવા લાગી,
"આપણે જૂજુ ને લઈને અહીંથી જતા રહીએ તો??"
" શું?? એટલે તું કેહવા શું માંગે છે??" રાકેશ ભાઈ એકદમ ચોંકી ગયા હતા.
"નિખીલ કુમાર જિંદગી અને મોત વચ્ચે સૂતા છે. અને સારા થઈ જાય પછી તેના બીજા લગ્ન માટેની વાત થાય છે." નિશાબેન એકદમ રડમસ થઇ બોલતા હતા.
"હા તો એ તો સાચી જ વાત છે ને!! જુજુ ક્યાં સુધી આમ જ રહેશે? કોઈ તો તેને સંભાળવા માટે જોઈએ જ ને!!" રાકેશ ભાઈ સમજદારી પૂર્વક વાત કરતા હતા.
" નવી માં એ નવી મા કેહવાય. જુજુ ને એ સાચવશે એની શું ગેરંટી??" નિશા બેન જુજુ ને પોતાનાથી દૂર કરવા માંગતા નહોતા.

એ આખી રાત તારી મમ્મી એ મને ખૂબ સમજાવ્યો. તેના દિલો અને દિમાગમાં બસ જુજુ ... જુજુ જ છવાય ગઈ હતી. તેણે નક્કી કરી લીધું હતું કે એ તને કોઈ પણ હાલમાં છોડવા માંગતી જ નહોતી.
કદાચ તારી માયા મને પણ એટલી જ લાગી ગઈ હતી. ક્યારે હું તારી મમ્મી ની વાત માં આવી ગયો એની તો મને પણ ખબર ન રહી. અમે થોડો ઘણો પણ વિચાર ન કર્યો કે આવી રીતે તને લઈ ને અમે જતા રહીશું તો પાછળ અંકલ આન્ટી અને નિખીલ કુમાર ની શું હાલત શું થશે??
રાતોરાત બધું રાજસ્થાનમાં જ છોડી હું અને તારી મમ્મી તને લઈને અહી આવી ગયા. થોડા દિવસ બહુ દુઃખ થતું ઘણી વાર થતું અંકલ ને ફોન કરી તેમની સાથે વાત કરું પણ પછી થતું ક્યાં મોઢા તેમની સાથે વાત કરીશ. પછી તો તારી સાથે કેમ દિવસ પસાર થઈ જતો એની ખબર જ નહોતી રેહતી. પછી તો તુ મોટી થતી ગઈ અને સમય પસાર થતો ગયો એમ બધું ભૂલાય ગયું.
***

રાકેશ ભાઇએ ઈશાની સામે જોયું તો એ શુન્યમસ્ક થઈ બેઠી હતી. એની આંખો અનરાધાર વરસી રહી હતી. નિશાબેન પણ મોં નીચું કરી રડતા હતા. જાણે મોસમ પણ તેના દુઃખમાં ભાગીદાર હોય એમ બહાર વાદળો પણ આંસુ સારી રહ્યા હતા. ઈશાની શ્યામા ની ફોટો પકડી બેઠી હતી.
" ઈશાની બેટા!!!!" રાકેશ ભાઈ એ ઈશાની માથે હાથ મૂક્યો. ઈશાની એ કાઈ જવાબ ન આપ્યો. ચૂપચાપ બેસી રહી.
" બેટા, હું જ્યારે તેના વકીલ પાસે ગયો ત્યારે ખબર પડી કે અંકલે બધી પ્રોપર્ટી તારા નામે કરી દીધી છે. પછી હું ઘરે ગયો ત્યાં એક બોક્સ પડ્યું હતું. તેના પર તારું નામ લખ્યું હતું. એમાં એક ડાયરી પણ છે તુ વાંચી લેજે...." રાકેશ ભાઈ એ બોક્સ તરફ હાથ લાંબો કરી કહ્યું.
ઈશાની ઊભી થઈ અને બોક્સ લઈ પોતાના રૂમ તરફ જવા લાગી.
" ઈશુ બેટા..... શું થયું?? કાઈક તો બોલ??" નિશા બેન ઈશાની ને આમ અચાનક ઊભી થઈ જતાં જોઈ બોલ્યા.
પરંતુ ઈશાની જાણે કાઈ સાંભળ્યું જ ન હોય એમ જતી રહી. નિશા બેન એ લાચાર નજરે રાકેશ ભાઈ સામે જોયું.
" એને થોડો ટાઈમ જોઈશે. આ બધું સમજવા માટે." રાકેશ ભાઈ નિશા બેન ને સમજાવતા કહ્યું.
" પરંતુ ઈશુ મારાથી નારાજ તો નહિ થઈ જાય ને?? હું તેના વગર નહિ જીવી શકું...." નિશા બેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
" આપણે જે કર્યું એ બહુ જ ખોટું કર્યું છે. એ તો તુ પણ સારી રીતે જાણે છે. હવે ઈશાની જે કરવા માંગે એ... કદાચ એ આપણ ને ક્યારેય માફ પણ ના કરે એવું પણ બની શકે...." રાકેશભાઈ નિશા બેન ને સમજાવતા હતા.


ઈશાની પોતાના રૂમમાં આવી. બેડ પર ચૂપચાપ બેસી ગઈ. બોક્સ તેની સામે પડ્યું હતું. હજુ પણ ઈશાની ના હાથમાં શ્યામા નો ફોટો હતો અને એ ફોટો જ જોતી હતી. જાણે એ ફોટો નહિ પરંતુ અરીસો હોય એવું લાગી રહ્યું હતું એમાં જાણે પોતાનું પ્રતબિંબ જોઈ રહી હોય એવું લાગતું હતું. ઈશાની એ ફોટો બાજુમા મૂક્યો અને પછી ધીરેથી બોક્સ ખોલ્યું. બોક્સમાં ઉપર તો એક ડાયરી પડી હતી. ઈશાની એ ડાયરી લઈ ખોળામાં રાખી અને બોક્સમાં જોયું તો જાણે તેની સામે તેનું બાળપણ હતું. તેના નાના કપડાં હતા નાનકડા એવા બુટ હતા અને કેટલા બધા રમકડાં હતા.
ઈશાની એ બધું જોઈ રડતી હતી. નીચે એક બીજો ફોટો હતો એમાં આખો પરિવાર હતો. તેણે પેહલીવાર તેના પપ્પાને જોયા હતા. સાચે જ પપ્પા કેહતા હતા એમ બહુ જ પ્યારી જોડી લાગતી હતી. ઈશાની ફોટા પર હાથ ફેરવતી રહી. ક્યાંય સુધી પેલા દાદા દાદી અને તેના જન્મ દેનાર મમ્મી પપ્પા ને જોતી રહી. દાદા દાદી નહિ પરંતુ હવે તો તેના નાના નાની હતા એ.....

ઈશાની એ ડાયરી ખોલી અને વાચવા ની શરૂઆત કરી. રાકેશ ભાઈ જુજુ ને લઈને જતા રહ્યા પછી જાણે પોતાનું દુઃખ ને કોઈ રીતે વ્યક્ત કરવા માટે જ ડાયરી લખવાનું ચાલુ કર્યું હોય એવું લાગતું હતું. ઈશાની એ વાંચવાનું શરૂ કરું........
" કદાચ મે બહુ જ ખરાબ કર્મ કર્યા હશે એટલે જ ભગવાને મારી પાસેથી બધું જ છીનવી લીધું. પેહલા મારી શ્યામા પછી મારી લાડ દુલારી જુજુ અને છેલ્લે બાકી હતું તો મારો દીકરા એવા નિખીલ કુમાર ને પણ તારી પાસે બોલાવી લીધા.... હે ભગવાન હજુ તો એમને દુનિયા જોવાની પણ બાકી હતી. હવે અમને પણ શા માટે બાકી રાખ્યા છે? સાથે સાથે અમને પણ લઈ જા.........." ડાયરી નું પાનું ભીંજાય ને સુકાયેલું હોય એવું હતું અને એ અત્યારે પાછું ભિંજાવવા લાગ્યું હતું.
"આ મીનાક્ષી આખો દિવસ રડ્યા જ કરે છે એને કેમ સમજાવું?? હું એને પણ શું સમજાવું?? હજુ હું ખુદ પણ સમજવવા તૈયાર નથી તો... હવે તો એક કલાક પણ એક દિવસ જેવી લાગે છે. ક્યારેક જૂજુ નો ખિલખિલાટ આખા ઘરમાં ગુંજતો હોય એવું લાગે તો ક્યારેક તેનો રડવાનો અવાજ બેચેન કરી મુકતો હોઈ એવું લાગે છે. મીનાક્ષી તો બધી બાજુ જુજુ ને જ શોધતી ફરતી હોય છે. ક્યારેક ખાલી ઘોડિયા ને હાલરડું ગાતા ગાતા હિંચકા નાખ્યા કરે.... કોઈ બહાર ફેરિયો નીકળો હોય તો પણ તેને ખીજાય.. ભાઈ અહીંયા બૂમો ના પાડ . મારી જુજુ હજુ માંડ સૂતી છે એ ઉઠી જશે. મારે માટે તો હવે મીનાક્ષીને સંભાળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે........"
" મને લાગે છે કદાચ આ જગ્યા જ છોડી દઈએ તો મીનાક્ષી ને પણ સારું લાગશે. કારણ કે આ ઘર નો એક એક ખૂણો બધાની યાદ અપાવે છે. એટલે હવે જન્મ ભૂમિ તરફ જતું રેહવું જ યોગ્ય રહેશે. અને એક ખૂણે શાંતિ પણ છે કે જુજુ કોઈ ખોટા માણસ ના હાથમાં નથી. મને રાકેશ અને નિશા પર પૂરો ભરોસો છે એ તેને ખુબ જતન થી જ સાચવશે. અને કદાચ ભગવાન ને પણ તે જ મંજૂર હશે. જો કિસ્મતમાં હશે તો જરૂર ક્યારેક મને મારી જૂજુ સાથે મુલાકાત કરાવશે. હે ભગવાન મારી જુજુ ની બધી જ ઇચ્છાઓ પૂરી કરજે. અને એ હંમેશા ખુશ રહે એનું ધ્યાન રાખજે............"

પછી તો ડાયરી ના ઘણા બધા પેજ કોરા હતા. કદાચ ગુજરાતમાં આવ્યા પછી તેના નાના અને નાની પણ સમય સાથે જીવતા શીખી ગયા હતા. ઈશાની એ થોડા પેજ આગળ ફેરવતી ગઈ. અડધી ડાયરી પછી ફરીથી લખાણ શરૂ થયું હતું. તેમાં તારીખ એ જ લખી હતી જ્યારે ઈશાની અમરનગર ગઈ હતી એ. અક્ષર પણ વાંકા ચૂકા દેખાતા હતા જાણે ધ્રુજતા હાથે લખ્યુ હોય એવું લાગી રહ્યું હતું. ઈશાની એ આગળ વાંચવાનું શરૂ કર્યું.......
" ત્યાં રસ્તામાં શ્યામા જેવી જ કોઈ છોકરીને ઊભી જોઈ હું તો ચોંકી જ ગયો હતો. થોડીવાર થયું મારી શ્યામા જ ઊભી છે. પછી લાગ્યું કદાચ અંધારું છે એટલે મને એવો ભ્રમ થયો હશે. પરંતુ મન ન માન્યું એટલે થોડુ નજીક આવી જોયું તો ખરેખર શ્યામા જ ઊભી હતી. પરંતુ જાણતો જ હતો કે શ્યામા ને તો આ બે હાથે જ અગ્નિદાહ આપ્યો હતો એ તો ક્યાંથી હોવાની?? અચાનક જ ચમકારો થયો "જુજુ" ..... અને હું સાચો જ નીકળ્યો એ મારી જુજુ જ હતી.
તારા ઘરે આવ્યાથી જાણે ઘરમાં રોનક આવી ગઈ હતી. તારી નાની જાણે એકદમ યુવાન લાગવા માંડી હતી. એના ચહેરા પરથી જાણે બધો થાક ગાયબ જ થઈ ગયો હતો. જ્યારે તુ શ્યામા ની સાડી પેહરી બહાર આવી ત્યારે તારી નાની તો જાણે હમણાં જ બધું તને કહી દેશે એવું લાગતું હતું." ઈશાની ને એ વાત યાદ આવી ગઈ જ્યારે નાની એટલું બોલી અટકી ગયા હતા કે એકદમ શ્યાં.....
અને નાના એ વાત બદલી નાખી હતી.
" તુ સૂય ગઈ હતી પરંતુ તે આખી રાત હું કે તારી નાની એકય સૂતા નથી. નીંદર પણ ક્યાંથી આવે ? છેલ્લે તને આઠ મહિના ની જોઈ હતી અત્યારે આવડી મોટી જૂજુ અમારી સામે હતી. એમ જ થતું અપલક નયને તને જોયા જ કરીએ. તે જ્યારે ઘરે જવાની વાત કરી ત્યારે થોડીવાર તો મને થયું તને બધી હકીકત કહી અહી અમારી પાસે જ રાખી લઈએ. પણ પછી વિચાર આવ્યો નહિ કદાચ એ જ તારું સાચું ઘર હતું. તારી ખુશી ત્યાં જ હતી. તુ ઘરેથી જતી રહી પછી ઘણી વાર સુધી હું અને તારી નાની બસ તને જ યાદ કરતા બેસી રહ્યા હતા. પરંતુ આત્માને હવે શાંતિ થઈ ગઈ હતી કે નહિ અમારી જુજુ એકદમ ખુશ અને સહીસલામત છે. હવે અમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હતી. બસ અમારી જુજુ ખુશ અમે ખુશ"
લખાણ પૂરું થયું અને ઈશાની એ ડાયરી બંધ કરી. હજુ ઈશાની ની આંખો રડતી હતી. એ ડાયરી ને પોતાની હૃદય સાથે ચાંપી એમ જ બેસી રહી.

ઈશાની રડતી બંધ થઈ બાથરૂમ માં જઈ મોઢું ધોઈ સ્વસ્થ થઈ. પછી ફરી બેડમા આવી બેઠી અને વિચારવા લાગી...
આમાં હું કોને દોષ આપુ?? પપ્પા મને કોઈ ને પણ જાણ કર્યા વગર લઈને આવતા રહ્યા એ તો એમને ખોટું જ કર્યું કેહવાય. નસીબ તો મારા જ ખરાબ હતા એટલે જ ભગવાન ને મારા મમ્મી પપ્પા ને મારાથી દૂર કરી દીધા. અને કદાચ જો પપ્પા મને અહી લઈને આવ્યા ના હોત તો હું અત્યારે નાના નાની નો સહારો બની હોત... એમને આવી રીતે એકલા જિંદગી જીવવી ના પડી હોત..... મમ્મી પપ્પા એ મને ક્યારેય એવું જતાવવા નથી દીધું કે હું એમનું લોહી નથી. હમેંશા મારી બધી જીદ પૂરી કરી છે ચાહે એ યોગ્ય હોય કે ન હોય...... હે ભગવાન !!!!!!!!!! ઈશાની આવા બધા વિચાર કરતી કરતી જોરથી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
" શું થયું ઈશુ બેટા.....?" નિશા બેન ઈશાની નો અવાજ સાંભળી દોડતા રૂમ માં આવ્યા.
" ઈશાની.... દિકરા..... બસ શાંત થઈ જા... નહિ બેટા, બસ હવે રડવાનુ બંધ કરી દે...." રાકેશભાઈ એ ઈશાની ને પોતાની છાતી સરસી ચાંપી દીધી. પપ્પાને પકડી ઈશાની વધુ જોરથી રડવા લાગી. નિશા બેન પાણી નો ગ્લાસ ભરીને લાવ્યા અને ઈશાની ને પાણી પીવડાવ્યું અને શાંત કરી.
" ઈશાની, તારો સૌથી મોટો ગુનેગાર હું છું. મે બહુ જ મોટી ભૂલ કરી છે તને તારા પરિવારથી દૂર કરીને." રાકેશભાઈ ઈશાની સામે કાન પકડીને ઊભા રહી ગયા.
" ઈશુ બેટા, તારા પપ્પા નહિ પરંતુ હું તારી ગુનેગાર છું. મને જ આવી ખોટો વિચાર આવ્યો હતો અને મે જ તારા પપ્પાને આવી કરવા માટે કહ્યું હતું. બેટા તું મને જે સજા આપીશ એ મને મંજૂર રહેશે. પરંતુ બેટા પ્લીઝ મારાથી નારાજ નહિ રેહતી હું તારી નારાજગી સહન નહિ કરી શકું." નિશા બેન આટલું બોલતા તો રડી પડ્યા.
" મમ્મી..... તુ કેવી વાત કરે છે હું તારાથી ક્યારેય પણ નારાજ રહી જ ન શકું." ઈશાની તેના મમ્મી ને ગળે વળગી ગઈ.
" અને પપ્પા તમે પ્લીઝ આમ નાના છોકરાની જેમ કાન પકડી ને ન ઊભા રહો, નથી સારા લગતા..." ઈશાની તેના પપ્પાના કાને થી હાથ લેવરાવતા બોલી.
ઈશાની થોડીવાર કાઈક વિચાર્યું , એકદમ શાંત થઈ ગઈ અને પછી તેના મમ્મી પપ્પાને કેહવા લાગી,
" મમ્મી પપ્પા, હા તમે બહુ જ ખોટું કર્યું હતું. મને થોડીવાર બહુ ગુસ્સો પણ આવ્યો હતો. તમે એ પણ ના વિચાર્યું કે મારા વગર મારા નાના નાની ની જીંદગી કેવી થઈ ગઈ હશે ... પરંતુ મને પછી વિચાર આવ્યો કે કદાચ ભગવાન કૃષ્ણ જેમ વિધાતા એ મારા નસીબ માં પણ જન્મદાતા અને પાલક હાર બન્ને અલગ બનાવ્યા હશે. તમારા જેટલો લાડ અને પ્રેમ કદાચ મારા સગા મમ્મી પપ્પા પણ મને ના આપી શકવાના હોત. હા થોડીવાર મને એમનું પણ દુઃખ થયું પરંતુ વધારે તો શું લાગણી હોઈ એમની જોડે મારી. હું સમજણી થઈ ત્યારથી મે તમને જ મારી સાથે હસતા રમતા જોયા છે એટલે મને તમારી લાગણી નો અહેસાસ હોઈ જે મને જન્મ આપી થોડા જ મહિના માં મારાથી દૂર થઈ ગઈ એના વિશે હું શું કહી શકું. કદાચ ભગવાને મારા મમ્મી પપ્પાને મને જનમ આપવા સુધીનો જ રોલ આપ્યો હશે એ એમનું પાત્ર ભજવી ને જતા રહ્યા અને આગળનું નાટક તમારી સાથે ભજવવાનુ લખ્યુ હતું. અને મને નાટકની આ સ્ક્રીપ્ટ થી કાઈ વાંધો નથી. હું મારી લાઈફ થી ખુશ છું. મારી બધી ખુશી મારું બધું સુખ બધું તમારી બન્નેથી જ છે. યુ બોથ આર વેરી સ્પેશિયલ ફોર મી..........." ઈશાની તેના મમ્મી પપ્પાને ફ્લ્યાઈંગ કિસ આપતા બોલી.
" એટલે તુ નારાજ નથી મારાથી??" નિશા બેન ખુશ થતા થતા પૂછવા લાગ્યા.
" અરે નહિ.. મમ્મા......." ઈશાની એ હસતા હસતા જવાબ આપ્યો
" તે એમને માફ કરી દીધા એમને ??" હજુ રાકેશભાઈ પણ પૂછતા હતા.
" પપ્પા..... તમે પણ..?? મમ્મી ને કેટલી વાર કેહવુ પડે પરંતુ તમે તો સમજદાર છો મારે હવે તમને પણ સમજાવું પડશે." ઈશાની જાણે કાઈ બન્યું જ ન હોય એવું વર્તન કરતી હતી.

નિશાબેન ઈશાની નજીક જ બેઠા હતા. રાકેશ ભાઈ થોડા દૂર હતા એટલે ઈશાની એ ઈશારો કરી તેના પપ્પા ને થોડા નજીક બોલાવ્યા અને પછી તેના મમ્મી અને પપ્પા બન્ને ને એકસાથે ભેટી પડી અને કેહવા લાગી,
"યુ બોથ આર માય લાઈફ....... વિથ આઉટ યુ આઈ એમ નથીંગ... યુ આર ધી બેસ્ટ પરેન્ટ્સ ઈન ધ વર્લ્ડ!!!!!!!!"
નિશા બેન અને રાકેશ ભાઈ બન્ને ઈશાની ના માથે હાથ ફેરવતા હતા.
" ઈશુ બેટા ....." નિશા બેન આગળ કાઈક બોલવા જાય એ પેહલા ઈશાની એ એમને રોકી દીધા.
" ઈશાની....." રાકેશ ભાઈ બોલવા ગયા તો એમને પણ રોકી દીધા.
" મમ્મી - પપ્પા, નો ઈશુ..... નો ઈશાની......!! ઈશાની બન્ને સામે આંગળી નકાર માં ફેરવતી કહી રહી હતી.
" નો ઈશુ..... નો ઈશાની..... ઓનલી "જૂજુ"!!!!!
ત્રણેય એકસાથે બોલી ઉઠ્યા.

Thank you!!!!!
⭐⭐⭐⭐⭐