જૂજુ - 1 Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

જૂજુ - 1

જૂજું - 1

આખો દિવસ મેઘરાજા વરસ્યા પછી અત્યારે થોડી વાર શાંત થાય હતા.પરંતુ એ પણ થોડો ટાઈમ જ શાંત રહેશે એવુ લાગતુ હતુ કારણકે હજુ આકાશમાં કાળા ડીબાંગ વાદળો હતા એક તો રાતના સાડા નવ થયા હતા એટલે અંધારું તો હોવાનુ જ ઉપરથી વાદળોના કારણે ચંદા મામા અને બીજા તારલાઓ પણ છુપાઈ ગયા હતા.રસ્તા પર ચારે તરફ પાણી જ પાણી હતું. રસ્તા પર લોકોની અવર જવર પણ ઓછી હતી. વરસાદ શાંત પડ્યો હતો એટલે દુકાનો વાળા પણ પોતાની દુકાન બંધ કરી ઘરે પહોચવાની ઉતાવળમાં હતા.
ઈશાની એ ઘડિયાળમાં જોયું તો પોણા દસ થઈ ગયા હતાં અને તે એકલી જ રસ્તા પર ઊભી હતી. હજુ એને એ પણ ખબર નહતી કે તે હવે રોકાશે ક્યાં?? કારણકે એક તો આ શહેર એના માટે સાવ અજાણ્યું શહેર હતું. તેણે મોબાઈલ હાથમા લઈ તેના પપ્પા ને કોલ કર્યો.
" હેલ્લો, પપ્પા...........હેલ્લો......હેલ્લો........" ઈશાની એ જોયું તો એના મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ હતી.
" ઓહ....... શીટ...... યાર......" આ બેટરી પણ ખરા ટાઈમ એ જ પૂરી થઈ ગઈ.
" શું કરવું હવે ???? શું કરું????" ઈશાની રસ્તા પર ઊભી ઉભી એકલી જ બોલી રહી હતી.
એમ તો ઈશાની બહાદુર હતી. પરંતુ આમ સાવ અજાણી જગ્યાએ એકલા અને એ પણ રાતના સમયે ઉપરથી વાતાવરણ પણ બહુ ખરાબ હતું એટલે ઈશાની ના મોઢા પર થોડી ચિંતા દેખાતી હતી.
ઈશાની એ જોયું તો આગળ એક દુકાન માં લાઈટ ચાલુ હતી.ઈશાની એ વિચાર્યું કે તે દુકાન વાળા ને પૂછે તો ખબર પડે આજુબાજુ કોઈ હોટલ હોય તો ત્યાં રાતે રોકાઈ શકે. ઈશાની એ જોયું તો દુકાન વાળા ભાઈ દુકાન બંધ કરવાની તૈયારી જ કરી રહ્યા હતા. ઈશાની ફટાફટ એ ભાઈ પાસે પહોંચી. ઈશાની હજુ એ ભાઈ ને બોલાવે એ પેહલા જ કોઈ એ તેને બોલાવી......
" અરે..... બેટા!!!! તુ અહીંયા ક્યાંથી???" એક પંચોતેર વર્ષની આસપાસના દાદા ઈશાની સામે જોઈ રહ્યા હતા.
પેહલા તો ઈશાની એ આજુબાજુ જોયું પરંતુ ત્યાં બીજી તો કોઈ હતું નહિ. એક પોતે અને બીજા પેલા ભાઈ પોતાની દુકાન ને તાળું લગાવી રહ્યા હતા.
" હા ...... બેટા!! તને જ કહું છું... તુ અહીં ક્યાંથી??" દાદા ફરી ઈશાની તરફ જોઈ બોલ્યા.
ઈશાની એ ફરી આજુબાજુ જોયું અને પછી પોતાની પર આગળ રાખી બોલી,
" કોણ... હું..??"
" હા, બેટા તું જ!!" દાદા એ પોતાના ચશ્મા સરખા કર્યા.
" પંરતુ હું તમને નથી ઓળખતી!!" ઈશાની એ યાદ કરવાનો પ્રયત્ન કરી કહ્યું.
"પરંતુ બેટા હું તને ઓળખું છું ને, તને મારા ખોળામાં રમાડી છે" દાદા જાણે એ સમયમાં જતા રહ્યા હોય એવું લાગી રહ્યું.
" સોરી, દાદા!! તમારી કાઈ ભૂલ થતી લાગે છે. આ શહેર મારા માટે સાવ અજાણ્યું છે. હું અહી પેહલી જ વાર આવી છું.અને મારું કોઈ રિલેટિવ પણ નથી." ઈશાની ને નવાઇ લાગી રહી હતી.
" તુ નાનકડી હતી એટલે તને યાદ નહિ હોય. પરંતુ તુ પેલા રાકેશની છોકરી જ ને.....એડવોકેટ રાકેશ મહેતા!!" દાદા એ ઈશાની ને ઓળખાણ આપી જેથી ઈશાની ને વિશ્વાસ આવે.
ઈશાની ને તો નવાઈ લાગી. સાચે આ દાદા તો તેના પપ્પાને પણ જાણતા હતા. ત્યાં જ પાછો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો. ઈશાની અને પેલા દાદા બન્ને ભીંજાવા લાગ્યા.
"બેટા, વરસાદ શરૂ થઈ ગયો છે. ચાલ જલ્દી ઘરે... નહીતો આપણે બન્ને અહી જ ભીંજાઈ જશું." દાદા થેલી માંથી છત્રી કાઢી બોલ્યા.
ઈશાની ને સમજ માં આવ્યું નહિ કે શું કરવું? કારણ કે જે રીતે પેલા દાદા એ તેના પપ્પાનું નામ લઈ કહ્યું એ પ્રમાણે તો કોઈ જાણીતું લાગ્યું. પરંતુ તેના પપ્પા તો કેતા અહી તેમનું કોઈ જાણીતું નથી. તો આ દાદા પર વિશ્વાસ કરવો કે નહીં?? ઈશાની એ જોયું તો પેલા દુકાનવાળા પણ દુકાન બંધ કરી ક્યારના જતા રહ્યા હતા.
"શું વિચારી રહી છે, બેટા??" ઈશાની ને કાઈક વિચાર માં જોઈ પૂછ્યું.
"કાઈ જ નહિ. હું અહી કોઈ હોટલ માં રહી જઈશ. તમને ખોટી તકલીફ આપવી અત્યારે..." ઈશાની જૂઠ બોલી રહી હતી.
" એક વાત તો એ કે અહી નજીક માં કોઈ હોટલ જ નથી અને બીજી વાત એ કે અમે અહી હોય અને તને થોડી કોઈ હોટલ માં રેહવા દેવાય... ચાલ... ચાલ.... હવે આ વરસાદ વધે એ પેહલા આપણે ઘરે પહોંચી જઈએ." દાદા એ જોયું તો વરસાદ વધી રહ્યો હતો.
દાદા એ ખિસ્સામાંથી ગાડીની ચાવી કાઢી અને ઈશાની ને આપતા કહ્યું,
"આ લે બેટા, ચાવી તને ગાડી આવડતી જ હશે. અત્યારે વરસાદમાં હું નહિ ચલાવી શકું એટલે તુ જ ચલાવી લે."
ઈશાની એ જોયું તો એક ઘણા વર્ષો જૂનું સ્કુટી હતું. ઈશાની એ ચાવી લીધી અને ગાડી શરૂ કરી.

દાદા એ રસ્તો દેખાડ્યો એ પ્રમાણે ઈશાની ગાડી ચલાવતી રહી. દૂર એક ઘર દેખાતું હતું તેની સામે આંગળી ચીંધી દાદા બોલ્યા,
" પેલું દેખાય ને એ જ ઘરે ગાડી ઉભી રાખજે."
ઈશાની એ જોયું તો આ વિસ્તાર શહેર દૂર હતો અને એકદમ શાંત જગ્યા હતી. લોકોની ભીડ ભાડ થી દુર. ત્યાં પાંચ છ ઘર દેખાતા હતા પરંતુ તે બધા એકદમ છૂટા છવાયા હતા. એકદમ સરસ બંગલો જેવું નાનકડું ઘર હતું. અને ઘરની આસપાસ બગીચો હતો.ઈશાની ને જગ્યા ગમી. દાદા એ ઘરના બારણે જઈ ડોર બેલ વગાડી.
થોડીવાર સુધી બારણું ખુલ્યું નહિ એટલે ઈશાની સામે જોઈ દાદા બોલ્યા,
" તારી દાદી હવે બહુ ચાલી શકતી નથી એટલે ધીમે ધીમે આવતી હશે. અને હા અત્યારે મને ઘણું લેક્ચર પણ આપશે... ક્યાં હતા અત્યાર સુધી??? અડધી રાત થઈ તોય જલદી ઘરે ના આવે.. બહાર કેટલું ખરાબ વાતાવરણ છે.... વગેરે. વગેરે..." દાદાની વાત સંભાળી ઈશાની પણ હસી પડી. ત્યાં જ બારણું ખૂલતું હોય એવું લાગ્યું.
" ઘડિયાળમાં જોયું પેહલા કેટલા વાગ્યા એ..... કેટલો વરસાદ છે પેલા જલદી ઘરે આવી જવાય ને ... પેલા આ રૂમાલ પકડો અને માથું લૂછો. નહીતો પાછી તમને સર્દી જામી જશે." દાદા એ કીધું તુ એમ જ બારણું ખોલતા ની સાથે જ દાદીની કેસેટ ચાલુ થઈ ગઈ હતી.
" તુ હવે તારું લેક્ચર થોડી વાર બંધ રાખે તો હું કાઈક બોલુ." દાદા દાદી ને અટકાવતા બોલ્યા.
" હા...તે હું ક્યાં કાઈ બોલુ જ છું. તમે જ બોલો છો ને.... બોલો..." દાદી બારણાં માંથી અંદર જતા બોલ્યા.
" પેલા એ તો જો મારી સાથે કોણ આવ્યું છે??" દાદા ઈશાની આગળથી દૂર ખસી બોલ્યા.
" કોણ છે વળી અત્યાર...??" દાદી ગળામાં લટકતા ચશ્મા આંખે ચડાવી બોલ્યા.
દાદીએ થોડીવાર ઝીણી આંખ કરી જોયું અને ઓળખવાનો પ્રયાસ કરતા બોલ્યા,
"જુજુ...?? જૂજુ બેટા.....!!!!!.." દાદી જાણે અચાનક ચોંકી ગયા હોય એ રીતે બોલ્યા.
જુજુ..... આ શબ્દ સાંભળતા તો ઈશાની ની આંખો પહોળી થઈ ગઈ. દાદી કઈ રીતે જાણતા હતા કે પોતાનું નામ જુજૂ પણ છે. હવે તો ઈશાની ને લાગ્યું જ કે આ નક્કી તેનું કોઈ ખૂબ નજીકનું જ જાણીતું છે.
" અરે ....બેટા!!! તુ તો આખી ભીની થઈ ગઈ છે. તને શરદી લાગી જશે. તુ જલદી થી તારા કપડાં બદલી નાખ. ચાલ તારી માટે કાઈક પેહેવાનુ શોધી આપુ."

દાદીએ એક કેટલા ટાઈમ જૂની હોય એવી સુટકેસ કાઢી અને એમાંથી એક સાડી કાઢી.
"બેટા, આ લે સાડી.. કદાચ બહુ જૂની છે એટલે તને નહિ ગમે પરંતુ મારી પાસે તારા માટે તો બીજું શું હોય??" દાદીએ એક નજર સાડી પર કરતા કહ્યું.
" ઇટ્સ ઓક દાદી!! બહુ સરસ છે. મને ગમશે." ઈશાની પ્રેમથી સાડી લેતા બોલી.
દાદી ચા બનાવીને લઈને સોફા પર આવી બેઠા. એક કપમાં ચા કાઢી અને દાદાને આપી. દાદા એ ચા નો કપ હાથમાં લઈ પીવા માટે ગયા ત્યાં તો એમનો કપ એમને એમ જ રહી ગયો.તેમની સામે ઈશાની ઊભી હતી.
દાદી ઊભા થયા અને ઈશાની પાસે ગયા.
"બહુ જ સુંદર લાગી રહી છે એકદમ શ્યા............" દાદી ઈશાની ના માથે હાથ ફેરવી બોલી રહ્યા હતા પણ એમને વાક્ય ત્યાં જ અધૂરું છોડી દીધું.
" કેમ વાક્ય અધૂરું છોડી દીધું દાદી?? કોની જેવી લાગી રહી છું એ તો કહો.." ઈશાની ને થોડું અજીબ લાગ્યું.
" એ તો હું એમ કહેતી હતી કે.... એમ કે...." દાદી ને સમજાયું નહિ આગળ શું બોલવું.
" એકદમ સુસ્મિતા સેન જેવી. તારા દાદીની ફેવરિટ હિરોઈન છે એટલે" દાદા હસતા હસતા બોલ્યા. ઈશાની પણ હસી પડી. દાદી એ નિરાંત નો શ્વાસ લીધો.
" અરે મારા મોબાઈલમાં બેટરી નથી. મે ઘરે વાત પણ નથી કરી. ઘરે પાપા ચિંતા કરતા હશે. હું પેહલા તેમને કોલ કરી દવ." ઈશાની એ મોબાઈલ પ્લગ ઈન કર્યો અને મોબાઈલ ઓન કરી કોલ કરવા લાગી.
દાદાના હાથમાં ચા નો કપ એમ જ રહી ગયો અને તે ચિંતાતુર ચહેરે દાદી સામે જોવા લાગ્યા.બન્ને એકબીજા સામે જોઈ મનમાં જ કાઈક વાત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું.
"પપ્પાના ફોન આઉટ ઓફ નેટવર્ક આવે છે. હવે કદાચ સવારે જ વાત થશે." ઈશાની એમ જ મોબાઈલ મૂકી સોફા પર આવી બેઠી.
આટલું સાંભળતા દાદા અને દાદી બન્ને મનમાં ને મનમાં ખુશ થયા હોય એવું લાગ્યું.
"દાદા, તમે મને એ તો કહ્યું નહિ કે તમે પપ્પાને કેવી રીતે ઓળખો??" ઈશાની ના મનમાં ક્યારથી જે ચાલી રહ્યું હતું એ પૂછ્યું.
" એ બધી વાત પછી પેહલા આ તારી દાદી ગરમાં ગરમ પકોડા બનાવીને લાવી છે એ ખાય લઉં.આજે તુ છે એટલે કેટલા ટાઈમ પછી આવું ટેસ્ટી મળ્યું છે." દાદા એ ચતુરાઈથી વાત ટાળી દીધી.
" તમને શું લાગે છે આજે પણ નથી જ મળવાનુ.આ તો સ્પેશિયલ ઈશાની માટે જ બનાવ્યા છે." દાદી એ પ્લેટ ઈશાની તરફ કરતા કહ્યું.
"દાદી, જુજુ કહો ને..!!! મને ઈશાની કરતા એ વધુ ગમશે." ઈશાની કાઈક અલગ લાગણી અનુભવી રહી હોય એવું લાગી રહ્યું હતું.
"બેટા, અહી કોઈ કામે આવવાનુ થયું તુ કે?" દાદા એ પૂછ્યું.
" હા, અમે એક પ્રોજેક્ટ પર વર્ક કરીએ છીએ તેના થોડા સેમ્પલ લેવા માટે આવી હતી." ઈશાની એ પોતાના પ્રોજેક્ટ વિશે થોડી વાત કરી.
"દાદા, તમે કેહતા ને તમે મને ખોળામાં પણ રમાડી હતી તો પછી જરૂર પપ્પા ના મોઢે તમારું નામ સાંભળ્યું જ હશે મે.... તમે પપ્પા ને કઈ રીતે ઓળખો એ તો કહ્યું નહિ??" ઈશાની બોલતી હતી ત્યાં તેને છીંક આવી.
"શું તમે પણ આવી ત્યારના વાતું એ વળગ્યા છો. થોડીવાર આરામ કરવા દ્યો હવે. આખો દિવસ બહાર ફરીને થાકી ગઈ હશે અને ઉપરથી આ વરસાદમાં ભીંજાય ગઈ છે એટલે શરદી લાગી જશે." દાદી ઈશાની ને લઈને ચિંતિત હતી અને ઈશાની એ પૂછેલા પ્રશ્નનો જવાબ પણ આપવા માંગતા નહતા.
"ચાલ બેટા, હું તને દવા આપી દવ અને બામ પણ લગાવી દવ એટલે તને થોડો આરામ મળે." દાદી ઈશાની ને સુવા માટે લઈ ગયા.
દાદી એ ઈશાની ના માથે બામ લગાવી દીધી અને પગના તળિયે પણ થોડી બામ ઘસી દીધી. પછી ઈશાની પાસે બેસી ગયા અને તેના માથે હળવે હળવે હાથ ફેરવવા લાગ્યા.
"દાદી, મને તો પણ નીંદર આવી જશે તમે પણ આરામ કરો હવે." ઈશાની જાણતી હતી ઘણું મોડું થઈ ગયું હતું એટલે તેણે દાદીને પણ સૂવાનું કહ્યું. પણ ખબર નહિ ઈશાની મનથી તો ઈચ્છતી કે દાદી નો હાથ આમ જ ફર્યા કરે. એ હળવે હળવે ફરતો હાથ ઈશાની ને અંદરથી એક અજીબ લાગણી અનુભવતી હતી. ઈશાની ને લાગતું આ હાથ કદાચ પેહલા પણ એના માથે આમ જ ફરેલો હતો. આમ જ વિચાર કરતા કરતા ઈશાની સુય ગઈ ઉપરથી આખો દિવસનો થાક હતો એટલે જલદી નીંદર આવી ગઈ.

દાદી તો ઈશાની ને એકીટસે જોઈ જ રહ્યાં.આંખો બંધ કરીને સૂતેલી ઈશાની એકદમ નાદાન અને માસૂમ દેખાતી હતી અને એટલી જ વહાલી લાગતી હતી. દાદી ને તો થોડી વાર એમ થઈ ગયું કે થોડીવાર ખોળામાં લઇ રમાડી લઉ જૂજુ ને. દાદી ઊભા થયા ઈશાની ને બ્લેન્કેટ ઓઢડ્યું અને ઈશાની ની એકદમ નજીક જોઈ તેને વહાલથી જોવા લાગ્યા તેઓ પોતાનો હાથ લાંબો કરી ઈશાની ના ચેહરા પર ફેરવવા જતા હતા ત્યાં દાદા આવી ગયા અને દાદી નો હાથ પકડી તેમને રોક્યા. હાથથી જ સૂય ગઈ છે એવો ઇશારો કર્યો અને રૂમની લાઈટ બંધ કરી દાદીનો હાથ પકડી રૂમની બહાર નીકળી ગયા અને હળવેથી રૂમનું બારણું બંધ કરી દીધું.

ઈશાની એ જ્યારે પોતાની આંખો ખોલી ત્યારે એ એકદમ ફ્રેશ ફીલ કરી રહી હતી. તેના મોઢા પર બારી માંથી આછો આછો તડકો આવતો હતો જે ઈશાની ના ચહેરા ને વધારે મનમોહક બનાવી રહ્યો હતો. ઈશાની એકદમ મજાથી બેઠી થઇ અને જોરથી આળસ મરડી આંખો ચોળી અને બરાબર ખોલી. અચાનક તેની નજર ફર્નિચર પર ગઈ,
" ઓ...તેરી... હું તો ભૂલી જ ગઈ હતી કે હું ઘરે નથી. ઓહ માય ગોડ આઠ વાગી ગયા છે." ઈશાની ને ખ્યાલ આવતા તે ફટાફટ બેડમાંથી ઊભી થઈ અને દોડતી બહાર ગઈ.બહાર જઈને જોયું તો હોલ માં કોઈ દેખાણું નહિ એટલે ઈશાની બહાર ગાર્ડનમાં ગઈ ત્યાં જોયું તો દાદા અને દાદી બન્ને ન્યૂઝ પેપર વાંચી રહ્યા હતા અને સાથે સાથે કાઈક તે બાબતે ચર્ચા કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું ઈશાની તો થોડીવાર બારણે ઊભી ઉભી બન્ને ને જોઈ રહી. આ ઉંમરે પણ બન્ને પાસે ગજબની એકબીજાને સમજવાની સમજણ હતી.ઈશાની ને લાગતું જાણે એ આ જ ઘરનો હિસ્સો છે.
"જય શ્રી કૃષ્ણ બેટા, તુ શા માટે આટલી જલદી ઊઠી ગઈ. થોડીવાર આરામ કરવો હતો ને" દાદી બારણામા ઉભેલી ઈશાની ને જોઇને કહ્યું.
" જય શ્રી કૃષ્ણ દાદી!! હવે પછી માટે નીકળવું પણ પડશે ને!! કાલની પપ્પા સાથે પણ વાત નથી થઈ એ ચિંતા કરતા હશે." ઈશાની દાદી પાસે આવી બેસી ગઈ.
" થોડા દિવસ રોકાય જા ને. બેટા!! અમને પણ ગમશે!! " દાદી ઈશાની સાથે રેહવા માંગતા હતા.
"મન તો મારું પણ છે પરંતુ એક વાર પપ્પા સાથે વાત થઈ જાય પછી ખબર પડે." ઈશાની ને ખુદને ના સમજાયું કે પોતે શું બોલી રહી હતી. તે મનથી અહી હજુ વધારે સમય રોકવા માંગતી હતી અને શા કારણે એ તો એ પણ જાણતી નહતી.
"સારું બેટા!! તુ નાહી ને ફ્રેશ થઈ જા હું તારે માટે ગરમાગરમ નાસ્તો બનાવું છું." દાદી ઈશાની ના માથે હાથ ફેરવી બોલ્યા.
ઈશાની મોબાઈલ હાથમાં લઈ નાસ્તો કરવા માટે બેઠી. તેના પપ્પાનો નંબર ડાયલ કર્યો પરંતુ હજુ પણ આઉટ ઓફ નેટવર્ક આવી રહ્યો હતો. બે ત્રણ વાર ટ્રાય કર્યો પણ લાગ્યો નહિ. તેણે જેવો મોબાઈલ સાઇડ માં મૂક્યો ત્યાં જ રીંગ વાગી. ઈશાની ને જોયું તો તેના પ્રોજેક્ટ ગાઈડ નો કોલ હતો.
" હેલ્લો, ગુડ મોર્નિંગ સર......!!" ઈશાની ને કોલ રીસિવ કર્યો.
"ગુડ મોર્નિંગ!!! તુ અત્યારે ક્યાં છો ઈશાની??" સર નો અવાજ થોડો કડકાઈ ભર્યો હોય એવું લાગી રહ્યું હતુ.
"હું તો હજુ અમરનગર જ છું." ઈશાની ને કાઈક અજુગતું લાગ્યું.
"ઈશાની મને તારી પાસેથી આ ઉમ્મીદ નહોતી. હજુ બીજાનુ
સમજી શકાય પરંતુ તે આટલી મોટી ભૂલ કરી તે???"
" શું થયું સર?? મે કઈ ભૂલ કરી?? સેમ્પલ માં કાઈ મિસ્ટેક છે??" ઈશાની એકદમ ચિંતામાં આવી ગઈ.
" એ તો તુ કોલેજ આવીને જોવે પછી જ ખબર પડે કે તે શું કર્યું છે એમ? અત્યારે ફોન પર કાઈ વાત કરવી યોગ્ય નથી. તુ જેમ બને એમ જલદી કોલેજ આવી જજે પછી તારી સાથે વાત કરું આ બાબતે....." સર એ આટલું કહી ફોન મૂકી દીધો.

"શું થયું બેટા?? કોનો ફોન હતો??" દાદા એ ઈશાનીનો ચિંતિત ચહેરો જોઈ પૂછ્યું.
" કોલેજ થી અમારા સર નો ફોન હતો. મારે અત્યારે જ નીકળવું પડશે. મારા કારણે પ્રોજેક્ટમાં કાઈક ગરબડ થઈ હોય એવું લાગે છે બાકી સર કોઈ દિવસ આવી રીતે વાત ન કરે." ઈશાની એકીશ્વાસે બોલી ગઈ.
" સારું સારું બેટા!! ચાલ હું તને મૂકી જાવ. તુ તૈયાર થઈ જા." ઈશાની થોડી શાંત કરી.
ઈશાની પોતાનું પર્સ રૂમ માંથી લઈ આવી.
" ચાલો દાદા!! હું તૈયાર જ છું." ઈશાની હવે ઉતાવળમાં હતી.
" ઊભી રહે બેટા!" દાદી રૂમમાંથી હાથમાં એક રૂમાલમાં પોટલી બાંધીને લાવ્યા.
" આ શું છે દાદી??" ઈશાની ને નવાઇ લાગી.
" કાઈ ખાસ નથી. અમારા તરફથી એક મામૂલી ભેટ છે. અત્યારે પર્સમાં મૂકી દે ઘરે જઈ પછી ખોલજે. અત્યારે તુ ઉતાવળમાં છે એટલે." દાદીએ ધરાર થી પેલી પોટલી પર્સમાં મુકાવી.
" દાદી, એવી કાઈ જરૂર નથી. હું તમને બીજી વાર મળવા આવું ત્યારે ભેટ લઈશ. ડોન્ટ વરી!!" ઈશાની આનાકાની કરી રહી હતી.
" બેટા, કાલ ની કોને ખબર!! અમને અમારી ભેટ મળી ગઈ એટલે હવે કાઈ ચિંતા નથી. હવે જીવનમાં બધી ઈચ્છા ઓ પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે." ઈશાની ને સમજાતું ન્હોતું કે દાદી શું બોલી રહ્યા હતા.
" હવે તુ તારું લેક્ચર પૂરું કરે તો અમે જઈએ. ઈશાની ને મોડું થાય છે." દાદા દાદી ને વચ્ચે અટકાવતા બોલ્યા.
" હા હા... સારું હવે તમે નીકળો......" દાદી ઈશાની ને બારણાં સુધી મુકવા માટે ગયા.
" સારું બાય દાદી....." ઈશાની એ હાથ ઊંચો કરી આવજો કહ્યું.
" આવજે જૂજુ....... બેટા.......!!!" દાદી ક્યાંય સુધી હાથ એમ જ ઊંચો રાખી ઈશાની ને જતા જોઈ રહ્યા અને બારણામા જ ઊભા રહ્યા.
***
To be Continue..............