લૉ પણ ફુલ અમેરિકાના એ જ મૂઠી ઊંચેરા બુધો માના એક હતા જેમણે અલ્પકાલીન ભવિષ્યને જોઈ લીધું હતું.
અમાવસ્યા થી રહિત એવો ઘનઘોર અને સુમસાન શવાના એમેઝોન નો બાયપાસ હાઈવે દેખાઈ રહ્યો છે. જેની ડામર વાળી કાલીન પરથી ફરીથી એકવાર ઘોડાની ટાપ ગુંજી રહી છે. દ્રશ્યના વર્તમાનમાં થોડા જ અંતરે દૂરથી ફરી એકવાર બ્લેક એન્ડ વાઈટ નેકેટ્ડ વેનિસા મંદ વાયુની ગતિ થી હવા સાથે વાતો કરતી સામેથી આવતી દેખાઇ રહી છે.
વેનિશા ના પગ ના ટાપ ના પડઘમ થી જાણે એવુ જ લાગી રહ્યું છે કે, આખા સુમસાન હાઈવે પર એક માત્ર વેનિશા થી જ શોર બકોર ફેલાઈ ગયો છે. અને પલક જપકતા જ વેનિશા અદ્રશ્ય થાય છે અને ફરીથી હાઈવે સુમસામ નજર આવે છે.
૧૭૦ જેટલા અનુવંશ નિષ્ણાતો અને સાત જજો ની વિશાળ કોન્ફરન્સ દેખાઈ રહી છે. જેમાં આજે નિર્ણય લેવાશે કે એન્ટી બ્રુટ breed ના સેંગસન્સ પાસ કરવા કે નહી. જેની અંદર ડોક્ટર બૉરીસ, સીતા ગ્રેગ ઇત્યાદિ જેવા કેટલાય મોટા માથાઓ છે કે જેઓ એન્ટી બ્રુટ બ્રીડ ના નકાર ભણવા માટે તત્પર બેઠા છે.
આખરે કેનેડિયન કોર્ટે નમતું જોખ્યું, પરંતુ હજુ તેને એ વાતના ફેવર્સ આપ્યા નથી અને માત્ર કહે છે કે બહાલી ના સહી કમ સે કમ એક વાર ચર્ચા તો થવી જ જોઈએ. આખરે તે આંદોલન છે,વિદ્રોહ નહીં.
અને આ બાજુ શવાના એમેઝોનની ડેલ્ટા ચેકપોસ્ટ થી થોડાક જ અંતરે દૂર ઝાડ પરથી એક ફોરેસ્ટ ઓફિસરની રસ્સી થી લટકેતી લાશ નીચે ઉતારવામાં આવે છે.અને તેની જેબ માં થી એક પરચી નીકળે છે.
પરચી માં લખ્યું હતું, હવે બહુ થયું આ બધું, હવે આ હત્યાઓ મારાથી નથી જોવાથી.અને હું તેનો વિરોધ પણ નથી કરી શકતો. આ એજ છે જેની કેટલાક બુદ્ધિજીવીઓ ને શંકા છે.આ જંગલી જાનવરો ના શિકાર નહીં બલ્કે હાઇબ્રાઈડ દ્વારા કરવામાં આવેલી હત્યાઓ જ છે. જેનો સાક્ષી હું જીવંત અથવા મૃતક સ્વરૂપે આ ચિઠ્ઠી દ્વારા બનુ છું.
બાજુમાં ઊભેલા બીજા ઓફિસરે પેલા ઓફિસર હાથમાંથી ચીઠ્ઠી છીનવી લીધી અને વગર વાંચયે જ તેને મોં માં મુકી ને ચાવવા લાગ્યો,અને જોતજોતામાં જ તેને ગળી પણ ગયો.
અને અહીં કોન્ફરન્સમાં ડોક્ટર બૉરીસ મિનરલ વોટર ની બોટલની કેપસીલ ફેરવી અને ગ્લાસ ભરતા ભરતા બોલ્યા,સો લેડિઝ એન્ડ જેન્ટલમેન વોટ્સ યોર ઓપિનિયન?
સાત જજો ની કોમન બેન્ચના સેક્રેટરી એ ઊભા થઇને કહયું, ફોરેન્સિક રિપોર્ટ થોડોક વિચિત્ર છે.અને તેમના મત અનુસાર શિકારને ખેંચવામાં નથી આવ્યો બલ્કે પહોંચાડવામાં આવ્યો છે.
આશરે 110 જેટલા શિકારો થયા છે. જેમાંના 95 શિકારો ની અંદર મર્ડર પેટર્ન એમ્બોઝ થાય છે. હવે તમારામાંથી કોઈએ કશું કહેવું હોય તો તે કહી શકે છે.
એક જજ બોલ્યા તે વાત જવા દો. સાબિતીઓ ના અભાવે બધા જ કેસ વાઈન્ડ અપ થઇ ગયા છે. હવે આગળ શું કરવું તેનો વિચાર કરો.
એક જીનેટીક એક્સપર્ટ માર્ટીન ફોર્ચ્યુને કહ્યું વેરપુમા ના હલાહલ પરિણામો જોયા પછી પણ આ વાતની પરવાનગી આપવી તે કેટલે અંશે સહી કહેવાશે! આખરે આંદોલનકારીઓ માત્ર પાંચ હજાર જ છે, જ્યારે આપણે જવાબ 50 કરોડ લોકોને આપવાનો છે.
એક બીજા નિષ્ણાત carlos બોલ્યા વેર પુમા ની વાત છોડો, તેણે લેટિન સાથે ધોખો કર્યો હતો. તેનો તો એ જ અંજામ આવવો જોઈતો હતો. જ્યારે હાઈ બ્રાઈડ તે વાતની પ્રોમિસ આપી રહી છે કે જે પણ કંઈ થશે તે લેટિન ની નિગરાનીમાં જ થશે, તો પછી શું પ્રોબ્લેમ છે!!
ડોક્ટર બૉરીસે કહ્યું પરંતુ જેન્ટલમેન જ્યારે લેટિન પાસે જ આનું કોઈ સોલ્યુશન નથી તો પછી તે લીટિન ની નિગરાનીમાં કરશે શું!
પેલા નિષ્ણાત કાર્લોસે કહ્યું આઈ એમ સોરી મિસ્ટર ક્લાર્ક પરંતુ તે વખતે પણ લેટિને પુરી દિલ ચશ્પી થી કામ કર્યું જ નથી . બાકી બ્રુટલ્સ ને hanuman ફ્રેન્ડલી બનાવવા માટે ક્યારેક Street cattles hereditary પણ એડોપ કરવી પડતી હોય છે. જે વાતનો ઉલ્લેખ લેટિને સ્વયમે જ કર્યો છે . i mean, Silva hominum. જેનો એન્ટી બ્રુટ breed ના એક્સપરિમેન્ટ માં થયો જ નથી.