પુનર્જન્મ - 16 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 16

પુનર્જન્મ 16

ત્રીજો રિપોર્ટ... સુધીર.
ઉંમર 28 વર્ષ , ભૂતકાળ ખૂબ જ અસ્પષ્ટ . ઘણાનું કહેવું એમ છે કે એ અનાથ હતો. ઘણાનું કહેવું એમ છે કે એની માતા ફિલ્મોમાં એક્ટ્રેસ બનવા આવી હતી. એની માતા ખૂબ જ સુંદર હતી. પણ ફિલ્મોમાં સફળતા ના મળી અને છેલ્લે પિતાના નામ વગર સુધીર ને જન્મ આપ્યો. ઉંમર વધતી ગઈ અને ફિલ્મોમાં કામ મળતું બંધ થયું અને સુધીર 18 વર્ષનો થયો ત્યારે એ અવસાન પામી.
સુધીર 22 વર્ષની ઉંમરે ફિલ્મ લાઈનમાં આવ્યો. અને એક વાત એટલી સત્ય હતી કે સુધીર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી રૂપાળો યુવક હતો. ઉંચો , પહોળા ખભા , વાંકડિયા વાળ જે કાન સુધી આવતા હતા , તદ્દન ગુલાબી ગોળમટોળ ચહેરો , હંમેશા અપટુડેટ રહેનારો સુધીર હંમેશા મોંઘા કપડાં પહેરો. શર્ટનું પહેલું બટન એ હંમેશા ખુલ્લું રાખતો. અને એ ખુલ્લા બટન માંથી ગળા સુધી વિસ્તરેલા એના છાતીના વાળમાં એક ડાયમન્ડનું પેન્ડલ એને વધારે મોહક બનાવતું. જ્યોતિષીઓ કહેતા એનો શુક્ર ખૂબ બળવાન છે. પણ એ શુક્ર ને કોઈ સારા ગ્રહની જગ્યાએ ખરાબ ગ્રહોનો સાથ વધારે મળ્યો હશે. એટલે ફિલ્મ લાઈનની બધી વિશેષતાઓને એણે સ્વીકારી લીધી હતી. એવું કહેવાતું હતું કે મોડી રાતની પાર્ટીઓની એ શાન કહેવાતો. જો પાર્ટીને રંગીન બનાવવી હોય , સારી મોડેલ કે એક્ટ્રેસો કે સુંદર છોકરીઓને મોડી રાત સુધી ભેગી કરવી હોય તો સુધીરને બોલાવી લેવો, બાકીનું આપોઆપ સેટ થઈ જતું. છોકરીઓની , એક્ટ્રેસોની એની પાછળ લાઈન લાગતી હતી. અને સુધીર પોતાની સુંદરતાનો પૂરો ફાયદો ઉઠાવતો. છોકરીઓ એને મન રમકડાંથી વિશેષ કંઈ નહતી. એ સમયના મેગેઝીનો સુધીરના એક સાથે ત્રણ ચાર એક્ટ્રેસ સાથેના અફેરથી ભરાયેલા રહેતા.

સાડા ત્રણ વર્ષ પહેલાં સુધીર અને મોનિકા એક ફંક્શનમાં મળ્યા. સુધીરમાં કોઈ અજબ પરિવર્તન આવ્યું. સુધીરે પાર્ટીઓમાં જવાનું લગભગ બંધ કરી દીધું. એના તમામ અફેર બંધ થઈ ગયા. એણે પોતાનો સમગ્ર સમય મોનિકાની પાછળ લગાડવાનું ચાલુ કર્યું. અને છ મહિનાના ડેટિંગ પછી બન્ને એ લગ્ન કરી લીધા. એક વર્ષ પહેલાં સુધીરના કોઈ એક્ટ્રેસ સાથેના ફોરેનની ટુરના સમાચાર મેગેઝીનોમાં આવ્યા હતા. ત્યારે મોનિકા અને સુધીરના છૂટાછેડાની અફવા ઉડી હતી પરંતુ કોઈ રીતે એ વાત દબાઈ ગઈ.


ગરબા પુરા થઈ ગયા હતા. બહાર નિરવ શાંતિ હતી. ક્યાંક કૂતરાના અવાજ સિવાય કંઈ અવાજ નહતો. અનિકેત ઉભો થયો. કાગળો ઠેકાણે મુક્યા. અને લાઈટ બંધ કરી એ ખાટલામાં આડો પડ્યો.
ચાર દિવસથી એ મોનિકાની દિનચર્યા ચેક કરતો હતો. અને ચારે દિવસ એણે મોબાઈલનો કેમેરો ઓન કરી જીપમાં એવી રીતે મુક્યો હતો કે મોનિકાની બધી મુવમેન્ટ એમાં રેકોર્ડ થાય.
અનિકેતે મોબાઈલ માંથી એ રેકોર્ડીંગ જોવાનું ચાલુ કર્યું. એનો ડાઉટ સાચો હતો. એણે ફરી રેકોર્ડીંગ જોયું. યસ, રોજ મોનિકાની પાછળ પોતે જીપ સ્ટાર્ટ કરતો ત્યારે એક મોટરસાયકલ પોતાની આગળ સ્ટાર્ટ થતી હતી. શું આ એક સંજોગ માત્ર હતો કે બીજું કોઈ પણ પોતાની જેમ મોનિકાની પાછળ હતું ?

*************************

કોઈ જોર જોરથી ખડકીનો દરવાજો ખખડાવતું હતું. અનિકેતની આંખ ખુલી ગઈ હતી. એણે જોયું રાતના સાડા ત્રણ થયા હતા. એને થયું અત્યારે કોણ હશે. પરંતુ અવાજ મગનનો હોય એવું લાગ્યું. અનિકેતે ઉભા થઇ દરવાજો ખોલ્યો. મગન હાંફળો ફાંફળો અંદર આવ્યો.
' ભાઈ , બાપુની તબિયત બગડી ગઈ છે. તમે જલ્દી આવો ને. '
' કોઈ ડોકટર ને બોલાવ્યા ? '
' ગામમાં ડોકટર જ ક્યાં છે. '
' એક મિનિટ હું આવ્યો. '
અનિકેતે જેલ માં ફર્સ્ટ એઇડ - પ્રાથમિક ઉપચારની ટ્રેનિંગ લીધી હતી. જેમાં દવાખાના સુધી પહોંચવા માટે દર્દીને જે ટ્રિટમેન્ટ આપવામાં આવે તે શીખવવામાં આવ્યું હતું. અને જેના ભાગ રૂપ એક નાનકડી કિટ અનિકેતે વસાવી હતી. જીવનમાં એક વ્યક્તિનો જીવ બચાવાય તો પણ કિટ રાખવી વસુલ હતી.

કિટ લઈ અનિકેત રમણકાકાના ઘરે ગયો. રમણકાકાને છાતીમાં ડાબી બાજુ દુખાવો અને ડાબા હાથમાં દુખાવા ની ફરિયાદ હતી. ખૂબ જ પરસેવો થતો હતો. ગભરામણ પણ ખૂબ જ થતી હતી. અનિકેત જે શીખ્યો હતો એ પ્રમાણે કદાચ હાર્ટની સમસ્યા હોઇ શકે એવું લાગ્યું.
અનિકેતે ડિજિટલ બી.પી. માપવાના મશીન થી બી.પી.માપ્યું. 105 - 190 હતું.
' માસી , કાકાને હાર્ટની કોઈ દવા ચાલે છે. '
' હા બેટા , બે વર્ષ પહેલાં બતાવ્યું હતું. આ ફાઇલ છે. '
માસીએ એક ફાઇલ અનિકેતને આપી. અનિકેતે એમાં જોઈ એક બી.પી.ની ગોળી કાકાને આપી.

' માસી , કાકાને હાર્ટનું જ કંઈક લાગે છે. આપણે એ મોટી હોસ્પિટલમાં જ લઇ જઈએ. તમે હા પાડો તો એક ગોળી હું આપું. એટલે હોસ્પિટલ સુધી રાહત રહે. '
' બેટા તું પણ દિકરો જ છું. તને જે યોગ્ય લાગે એ કર. '
અનિકેતે સોબ્રિટ્રેટ બેગ માંથી કાઢી અને કાકાને જીભ નીચે મુકાવી. ત્યાંથી જ ફાઇલ માંથી હોસ્પિટલમાં ફોન કરી દીધો.
' માસી હું ઘર બંધ કરીને આવું છું. તમે તૈયારી કરી રાખો. આપણે બે જ મિનિટમાં જીપમાં નિકળિયે છીએ.
અનિકેતે કપડાં બદલ્યા. એક બેગ લીધી , એમાં થોડા રૂપિયા લીધા , ઘર બંધ કરી કાકાને ઘરે આવ્યો. કાકાને બે હાથે ઉંચકી જીપમાં પાછળની સીટ પર સુડાવ્યા. માસી એ ઘર બંધ કર્યું. અને અનિકેતે જીપ હોસ્પિટલ તરફ જવા દીધી.


*************************
ચાર દિવસની ટ્રિટમેન્ટ પછી રમણકાકાની તબિયત બિલકુલ સ્વસ્થ હતી. ડોકટરે રમણકાકાને હસતાં હસતાં કહ્યું હતું ' તમારા ભત્રીજાની સાવચેતીના કારણે જ આજે તમે બચ્યા છો. ' અને રમણકાકા બીમારીમાં પણ પ્રાઇવેટ હોસ્પિટલના બિલની ચિંતા કરતા હતા. પણ અનિકેતે અમુક રકમ એડવાન્સ ભરી દીધી હતી. અને ઉપરની રકમ ભરી આજે કાકાને રજા અપાવી હતી. કુલ સાડા ત્રણ લાખનું બિલ આવ્યું હતું.
જીપ ઘર આગળ ઉભી રાખી. માસી , કાકા અને મગન એમના ઘરે ગયા. અને અનિકેત ઘર ખોલી અંદર આવ્યો.

**************************

આજે છેલ્લું નોરતું હતું. અનિકેતે ખર્ચનો અંદાજ લગાવ્યો. જીપ અને એનો ખર્ચ 7,50,000 , ઘરનો સામાન 1,00,000 , મકાન અમે ખેતરનો ખર્ચ લગભગ 15,00,000 , પરચુરણ 50,000 , કુલ 24 લાખ.. કાકા ના 3,50,000, કુલ 27 લાખ પચાસ હજાર. હજુ તેની પાસે બાવીસ લાખ જેવી રકમ હતી. અને એણે એમાંથી કોઈ આવકનું વ્યવસ્થિત સાધન ઉભું કરવું હતું.

ધાબુ ગઈ કાલે જ ભરાયુ હતું. હજુ એના ટેકા કાઢવાની વાર હતી. ધાબે સીડીને કવર કરી એક રૂમ બનાવવાની હતી. બાકીનો ભાગ ખુલ્લો રાખવાનો હતો. બધું કામ દિવાળી પહેલાં પૂરું થાય એમ ન હતું. એટલે અનિકેતે કારીગરોને સૂચના આપી હતી કે દિવાળી પહેલા કમસે કમ આગળનો ભાગ તૈયાર કરી આપે.

***********************

છેલ્લું નોરતું હતું એટલે આજે ગરબા પણ મોડી રાત સુધી ચાલવાના હતો. બાબુ એ મોટરસાયકલ વાળા નો રિપોર્ટ મોકલી આપ્યો હતો. અનિકેત ધ્યાનથી બાબુનો રિપોર્ટ વાંચતો રહ્યો.

( ક્રમશ : )