True life books and stories free download online pdf in Gujarati

સાચું જીવન

સાચું જીવન

ધીમે ધીમે મોટા શહેરોમાં ફેશન થવા માંડી છે, રાત્રે મોડા સુધી લોકો સામાજીક કે મોજશોખના કામે બહાર રોકાતા થઇ ગયેલ છે. પરંતુ જ્યારે ઘરમાં પુત્ર-પત્ની તથા તેના માતા-પિતા સાથે રહેતા હોય ત્યારે પુત્ર-પત્ની રાત્રે મોડા સુધી ઘરે ન આવે તેની ચિંતામાં માતા-પિતા પણ જાગતા હોય જ છે. તેજ મુજબ આજે રાત્રીના અગિયાર વાગ્યા હતા...પરંતુ હજુ સુધી આદીત્ય અને તેની પત્ની આવ્યા ન હતા...લગ્ન પહેલા તો સમજ્યા આદીત્ય મોડો આવતો. પણ લગ્ન પછી તેનું ઘરે મોડુ આવવું તેમને યોગ્ય લાગતું ન હતું.

યુવાન છોકરા ને ટોકવા અંદર થી ગમતું ન હતું...એટલે હું ચૂપ રહી પિતા આ બધું જોઇ રહેલ હતા.

બાલકૃષ્ણએ તેમની મર્યાદા સાચવી રાખી હતી એટલે જ આદીત્ય કે તેની પત્ની માલીની તેમની સાથે માથાકૂટ કરતા કે ઉચ્ચા અવાજે વાત કરતા દસ વખત વિચાર કરતા.

બાલકૃષ્ણ એક પિતા તરીકે તેમની વ્યક્તિગત જીંદગી માં કદી માથું મારતો ન હતો , તેનો મતલબ એ લોકો દિવસે દિવસે સ્વચ્છંદી બનતા જતા હતા. જેને કારણે હવે તેમને તેમની મર્યાદા અને જવાબદારી બતાવવા નો સમય આવી ગયો હોય તેમ પિતાને લાગતું હતું.

રાધાગૌરી પણ રોજ કહેતી બાળકો વિદેશ રહે કે અહીં રહે. બધું આપણા માટે તો સરખું જ છે. ઘરને ધર્મશાળા કે હોટલ સમજી ગયા છે. રોજ મોડા આવવાનું. વિકેન્ડના નામે ઘરની જ્વબદારીઓ માતા-પિતા ઉપર નાખી બહાર બે દિવસ ભાગી જવું. તેમની જરૂરિયાતો કીધા વગર બધી પુરી થાય છે એટલે માતા-પિતા સાથે બે ઘડી બેસી તેમની લાગણી કે તકલીફો જાણવાનો પ્રયત્ન પણ આ લોકો કરતા નથી.

રાધાગૌરી બહારથી દુઃખી હતી અને બાલકૃષ્ણ અંદરથી દુઃખીહતા એટલો જ માત્ર ફરક હતો. પરમાત્માની કૃપાથી મને અને રાધાગૌરીને કાર અને એક્ટિવા આવડતા હતા. જેને કારણે અમે બંને નિવૃત થયા હતાં પરંતુ તનથી ખડતલ હતા. અમારા દરેક કામ અમે જાતે કરતા. થોડા સમય પહેલા હું શાક લેવા ગયો ત્યારે એક્ટિવા ઉપરથી પડી ગયો હતો. ત્યારે જાતે કાર ડ્રાઇવ કરી રાધાગૌરી મને ડોક્ટર પાસે લઈ ગયેલ. રિપોર્ટ એક્સરે બધું તેમણે કરાવ્યું. પણ દીકરા કે વહુ બંનેમાંથી કોઈએ રજા લેવાનું નામ લેતા ન હતા.

તે બંનેના આ પ્રકારના વર્તન વ્યવહારની નોંધ હું મૂંગા મોઢે સહન કરી રહ્યો હતો.પણ રાધાગૌરીના વર્તન ઉપર તેની અસર થવા લાગેલ હતી. રોજની જેમ આજે જ્યારે પણ જ્યારે રાત્રીના અગિયાર વાગે ડોર બેલ વાગ્યો ત્યારેલ રાધાગૌરી બેડરૂમ માંથી બહાર આવી બારણું ખોલ્યું. સામે આદીત્ય અને માલીની હસતાં હસતાં તેમની મસ્તી તોફાન કરતા ઘરમાં પ્રવેશ્યા, તેમનાં મનમાં જાણે કોઈ કામવાળી બાઈએ બારણું ખોલ્યું હોય,નહિ સોરી નહિ શરમ સંકોચ.

જેનું પરિણામ એ આવ્યું કે આજે રાધાગૌરીથી રહેવાયું નહીં. એ બોલી ઉઠ્યા,આ ઘર છે, કોઇ ધર્મશાળા નથી. ઘરમાં આવવા જવાનો સમય નક્કી કરો.મોડા આવવાના હોતો જાણ કરો. બાકી રોજ મોડા મોડા આવવું. અને શનિવાર-રવિવાર બહાર જતું રહેવું એ યોગ્ય નથી.ઘર પ્રત્યે અને માતા-પિતા પ્રત્યે પણ તમારી કંઇક જવાબદારી અને ફરજ બને છે. ત્યાં, આદીત્ય અને માલીનીએ, રાધાગૌરીને સામે જવાબ આપ્યો, તો અમારે આખો દિવસ તમારી સામે હાથ જોડી બેઠા રહેવાનું.

અમારી પણ દુનિયા હોય. આ સાંભળી બાલકૃષ્ણ તેમના બેડરૂમમાંથી બહાર આવ્યા.અને કહ્યું રાધાગૌરી મોડીરાત થઈ ગઈ છે. ખોટી ચર્ચા કરી આજુબાજુના સાંભળે તેવો તમાશો ન કરવો યોગ્ય નથી.

તેમની બંનેની વાત બીલકુલ સાચી છે. તેમની અલગ પ્રકાર ની દુનિયા છે. નવરાં તો આપણે છીયે. બાલકૃષ્ણએ દેવાંગ સામે જોઈ કહ્યું. દીકરા આદીત્ય, તારા શબ્દો મેં યાદ રાખ્યા છે, શબ્દોના બાણ તે છોડ્યા છે. યોગ્ય સમયે બાણ તારે જ પાછા ખેંચવા પડશે.

રાધાગૌરી ભીની આંખે બેડરૂમ માં આવી, અને બોલ્યા બધું તૈયાર માલે મળી ગયું. તેની ચરબી ચઢી ગઈ છે. જાતે ઉભા થાય તો ખબર પડે. અહીં તેમને માટે જાત ઘસી નાખી છે ઘર માટે. આદીત્ય, સમજે છે શું તેમના મનમાં.

મેં રાધાગૌરીના માથે હાથ ફેરવી કીધું રાધા, દરેક વાત માં જીભાજોડી કરવી યોગ્ય ન હોય. અમુક એવા પ્રકારની વાતોનો જવાબ શાંતિ અને સંયમથી અને યોગ્ય સમયે અપાય. જ્યાં આપણી લાગણીને નજર અંદાજ જ્યારે કોઈ પણ કરતા હોય ત્યાં લાગણી માટે ભીખ માંગવા કરતા, આપણે આપણો રસ્તો બદલી લેવો એ ડાહી વ્યક્તિ નું કામ છે.

ભીખમાં માગેલ લાગણીનું આયુષ્ય કેટલું રાધાગૌરઇ ? હવે પછી ના ઘરના દરેક નિર્ણય હું લઈશ. તારે ચૂપ રહેવાનું છે. બીજે દિવસે મેં છાપું વાંચતા વાંચતા કહ્યું આદીત્ય આપણા ઘરના તાળાની બે ચાવીઓ છે. હવે એક ચાવી તમે સાથે રાખજો. અમે ચોવીસ કલાક ઘરમાં રહેવા બંધાયેલ નથી અમારી પણ દુનિયા છે. હવે તમે પણ સમયથી બંધાયેલ નથી અને અમે પણ, હવેથી અમારા સમય કે દિવસનું ઠેકાણું નહીં આમેય નિવૃત વ્યક્તિ છીયે ઘરે કોણ અમારી રાહ જોતું હોય..?

ઘરે તાળું જોવો એટલે તમારે સમજી જવાનું કે પપ્પા મમ્મી ફરવા ગયા છે. આદીત્ય જીણી નજરથી પિતાને જોતો રહ્યો. એ સમજી ગયો પપ્પા હવે મેદાનમાં આવ્યા છે. મેં કહ્યું કાલ સવારથી હું અને તારી.મમ્મી મોર્નિંગ વોક કરવા ગાર્ડમાં જવાના છીએ, ત્યાંથી રોજ મંદિરે આરતીના દર્શન કરી પાછા આવશું. તમે તમારું નિત્યક્રમ પતાવી ઘરને તાળું મારી જતા રહેજો. અમે અમારા સમયે ઘરે આવશું. સાંજે પણ મંદિરની આરતી સત્સંગ કરી રોજ નવ વાગે ઘરે આવશું.

ઓફીસેથી વળતા શાક અને રસોડામાં ખૂટતી વસ્તુની યાદી બનાવી જાતે લેતા આવજો. હવે અમે ઘરની જવાબદારીમાંથી નિવૃત થવા માંગીએ છીએ. આદીત્ય અને માલીની નીચું માથું કરી સાંભળી રહયા હતા. પપ્પા સીધી રીતે કહોને તમારે અમને જુદા કરવા છે. આદીત્ય બોલ્યો.એ તારી સમજ શક્તિ ઉપર આધાર રાખે છે. મેં ફક્ત ઘરની જવાબદારીઓનો ફેરફાર કરેલ છે. ઘર બદલવાની વાત નથી કરી.

આદીત્ય આ તારા મમ્મી પપ્પા પણ નોકરી કરતા હતા. બધું જાતે જ કરતા હતા ને ? એ બન્ને ઓફીસે ગયા પછી. મેં કહ્યું રાધાજી હવે ઘરની જવાબદારીઓ શું છે તે તેમને બરાબર ખબર પડશે. સવારે દૂધ વહેલા ઉઠીને લેવું ઘરકામ કરવા પડશે ત્યારે આપણે ઘરમાં નહિ હોઈએ સવારના ટિફિન અને રાત્રીના ડિનરની જવાબદારી હવે તેઓ ના માથે છે.

શુક્રવારે...રાત્રે મને કાર ને સાફ કરતા જોઈ. આદીત્ય બોલ્યો. પપ્પા બહાર જવાની તૈ્યારી કરો છો. હા બેટા અમે બે ચાર દિવસ બહાર જઇએ છીએ, મંગળવારે અમે પાછા આવશું. આબુ અંબાજી. હું અને તારી મમ્મી જઇયે છીયે.

બહુ દોડી દોડી ને નોકરી કરી. તમારી દુનિયા હોય તેમ અમારી પણ દુનિયા હોય ને બેટા યુવાનીમાં અમે જે ન કર્યું એ હવે કરશું. કહી હું ફરી કાર સાફ કરવા લાગ્યો. આદીત્ય બરાબર સમજી ગયો. પપ્પા મારા શબ્દો અમને પાછા આપે છે.

આપણે પણ મા-બાપ છીયે બાળકોને દુઃખી કરી આપણે કદી સુખી ન થઈએ.પણ આ વિચાર બાળકોને પણ આવવો જોઇયે. આદીત્ય અને માલીની દિવસે દિવસે થોડા કુણા પડતા જતા હતા. તેઓએ બે મહિના ઘરની જવાબદારી સંભાળી એટલે ખબર પડી ગઇ હતી કે, ‘‘કેટલા વીસે સો થાય.’’ મનમાં ને મનમાં તેમને લાગતું હતું કે, પપ્પા મમ્મીની વાત ખોટી નથી...

એક દિવસ અમે શનિવારે સવારે સામાન લઈ કારમાં મુક્તા હતા, ત્યાં આદીત્ય બોલ્યો પપ્પા ક્યાં જાવ છો. મેં હસતાં હસતાં કીધું. વિકેન્ડ. Weekend પણ પપ્પા અમને શનિવાર રવિવાર તમારા વગર ઘર માં ગમતું નથી. અમને અમારી ભૂલ સમજાણી છે. તમારી લાગણી અમે દુભાવી હોય તો માફ કરો.

અરે બેટા, અમારી લાગણી તો તમારા ઉપર એટલી જ છે જે પહેલા હતી,વાત ફક્ત બેજવાબદારી ભર્યા વર્તન અને વ્યવહારની હતી. ઘરડા માતા-પિતા કોઈ વખત તો તમારી સાથે બેસવા કે ફરવાની આશા રાખે કે નહીં ?

જો બેટા, અમે તો વિકેન્ડમાં હવે બહાર જવાના છીયે પણ એકલા નહિ. હવેથી તમે બન્ને પણ અમારી સાથે હશો. બેટા આદીત્ય અને માલીની તમે તમારો સમાન પેક કરો. વીકેન્ડ હવેથી આપણે બધા સાથે ઉજ્વશું..

આદીત્ય દોડીને પિતાને ભેટી પડ્યો, અને માલીની, રાધાને ભેટીને બોલી, સોરી પપ્પા....મમ્મી.....

મેં કહ્યું બેટા સોરી સાંભળવા અમે આ બધું નથી કર્યું. ઘર એક મંદીર છે. હોટલ નહિ. જીવન નો ક્યાં ભરોસો છે. સાથે જેટલો સમય રહેવાય એટલો રહેવા પ્રયત્ન કરો. પછી રૂપિયા ખર્ચવા છતાં પણ આવો સમય પાછો આવે કે નહિ કે એ, વ્યક્તિઓ...

आदमी मुसाफिर है, आता है, जाता है

आते जाते रस्तें में यादें छोड जाता है...

Dipak Chitnis (DMC)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED