Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 13

દ્રશ્ય તેર -
એકદમ અંધારું હતું અને સુંદર ફૂલ ઝાડ સાથે નાના નાના પક્ષીઓ ઉડતાાા હતા જેની સુંદરતા સ્વર્ગના જેેેવી હતી. તે બધું બધા જોતા જ રહ્યા. "આવી સુંદરતા ખરેખર ક્યારે જોઈ નથી." માહી આંખો પહોળી કરીને બોલી.
" આ સુંદરતાની બ્રમમાં પોતાના હોશ ખોઈના બેસતા આ કોઈ ચમત્કારી ગુફા નથી આ તમને બ્રમમાં મુકવા માટે સુંદરતાનું એક જાડ વિછાવ્ય્યું છે." બધા ને ચેતવતા નીલ બોોોલી.
"કેમ શુંં થયું બહેન અહીં એવુંતો શુંં છે જેનાથી આપડે ડરવું જોઈએ." નીલ ની વાત થી ચોકીને શ્રુતિ બોલી.
" અહીંથીીીી આગળ સુંદર દુનિયાાાાા દેખાય છે તે કોઈ સુંદર દુનિયા નથી પણ એક અલગ જ પ્રકારનું જાદુઈ જાળ છે જેમાં રહેલ કોઈ પણ વસ્તુ ને અડવાથી તમે તરત જ ત્યાં ચોટી જશો." બધા ને સમજાવતા નીલ બોલી.
" તો હવે આગળ કેવી રીતે જવાનું કોઈ પણ વસ્તુને અડ્યા વિના." અંજલિ નીલ ની સામે જોઈ ને બોલી.
" હા ધ્યાનથી આગળ વધવાનું છે જો કોઈ તમને ભૂલથી પણ અડી ગયું તો સમજી લો તમે ત્યાં ચોટી જશો અને આગળ નહીં વધી શકો." નીલ બોલી
" અમે ધ્યાનથી આગળ આવી શું." દેવ માહી ની સામે જોઈ ને બોલ્યો.
એને જોઈ ને માહી ને માથું હલાવી ને હા પાડી. દેવ ને માહી ની ચિંતા થતાં તેનો હાથ પકડી લીધો અને નીજે માથું ઝુકાવી ને આગળ ચાલી નીકળ્યો.નીચે રહેલા નાના છોડ અને ફૂલો થી તો બચી ને તે આગળ સરળતા થી વધવા લાગ્ય પણ ઉપર ઉડતા પક્ષીઓ થી બચવું મુશ્કેલ હતું.ક્યાંક માથું ઝુકાવી ને બચિયે તો બીજું પક્ષી બાજુ માંથી પસાર થઇ જાય અને ખબર પણ ના પડે આમતેમ મથામણ થી એક એક તે ગુફા ની બહાર આવવા લાગ્યા. કેવિન હજુ ત્યાંથી બહાર આવી શક્યો નઈ.
" ઘણી મુશ્કેલી બહાર આવ્યા અરે....કેવિન તારી ઉપર જો...." બૂમ પાડી ને દેવ બોલ્યો.
" ના કોઈ એની જોડે ના જસો નઈ તો તમે પણ ચોટી મૂર્તિ ના જેવા થયી જસો...ચિંતા કરવાની જરૂર નથી મારી શક્તિ પાછી આવશે ત્યારે હું તેને ઠીક કરીશ." હિંમત આપતા નીલ બોલી.
" હું તો પેહલેથી શક્તિ ધરાવું છું તો હું એને ઠીક કરી શકું છું." શ્રુતિ ને નીલ ને કહ્યું.
" ના હાલ તારી શક્તિ સાચવી રાખવા ની જરૂર છે આ એટલી બધી મુશ્કેલી ની પરિસ્થિતિ નથી તેને ત્યાં કઈ નઈ થાય એમ સમજો કે તે આપડાંથી વધારે સુરક્ષિત છે.." શ્રુતિ ને સમજાવતા નીલ બોલી.
" તો કેવિન ને આપડે અહી મૂકી ને આગળ વધવું પડશે." ઉદાસી થી અંજલિ બોલી.
" હા બીજો કોઈ રસ્તો નથી આપડે તેને મૂકી ને આગળ વધવું પડશે પણ તેને બચાવવા હું પાછી આવીશ અને તેને ઠીક કરી ને લઈ આવીશ મારા પર વિશ્વાસ રાખ." નીલ ને બધાંની ચિંતા દૂર કરવા બોલી.
પણ હજુ બધાના ચેહરા પર ઉદાસીનતા હતી પોતાના મિત્ર ને આમ મુશ્કેલી ના સમયે એકલો મૂકીને જવું કોઈ ને પસંદ ના હતું પણ સમય તેમની સાથે નહતો બધી પરિસ્થિતિ સંભાળવા તે ત્યાંથી બચતા આગળ વધ્યા અને એક બીજા ને હિંમત આપતા બોલવા લાગ્યા." જ્યારે આ મુશ્કેલી નો સફર અને આ ગુફા શક્તિ થી બહાર નીકળી શું ત્યારે આપડે એક બીજા ને ફરી જરૂર મળી શું." માહી દેવ ની સામે જોઈ ને બોલી.
" આપડે તો એક જ શેહેર માં રહીએ છીએ અને એક કૉલેજ માં છીએ તો આપડે મળવાના અને તું હવે ધીમે ધીમે મારા માટે ખાસ બતી જાય છે." શરમાતા દેવ બોલ્યો.
તેની ચેહરા પર ના સ્મિત ને જોઈ ને માહી પણ આંખો નીચી જુકવી ને થોડા ગાલ પર સ્મિત સાથે ડિમ્પલ વડા ચેહરો કરી સરમાવા લાગી.
" એટલી મુશ્કેલી માં પણ કુદરત પ્રેમ નું બીજ ખીલવે છે. ના સમય કે ના સંજોગ કઈ પણ તેને નળતું નથી." નીલ મનમાં બોલી.
" શું થયું બહેન કેમ મનમાં ને મનમાં મલકાય છે." શ્રુતિ નીલ ને જોઈ ને બોલી.
" તું આરામ કર આગળ હજુ ઘણી મુશ્કેલી આવાની છે માટે બોલીશ નઈ." શ્રુતિ ની વાત શંભળી નીલ બોલી.
" હું તો તારી ખુશી નું કારણ પૂછી છું." શ્રુતિ નીલ ને ઊંચા અવાજે બોલી.
" કેટલું આગળ જવાનું છે. કેટલી મુશ્કેલીઓ આવાની બાકી છે. શું અમે આ જાળ માંથી ક્યારે પણ બહાર નીકળી શકીશું.સંજય નું શું થશે. શું કેવિન ના જેમ તમે એને પણ ઠીક કરવાની ખાતરી લો છો." ધીમા અને બંબનાત વાડા અવાજથી અંજલિ એક પછી એક પ્રશ્નો પૂછવા લાગી.
" હજુ ઘણી મુશ્કેલીઓ આવાની બાકી છે આતો બસ એક નાની અમથી શરૂઆત છે.જો તમારું મન મક્કમ હસે તો તમે
બહાર જઈ શકવાના નઈ તો અહી ફસાઇ ને રેહવાના. અને સંજય વિશે હું કઈ ના કઈ શકું." અંજલિ ના બધાજ પ્રશ્નો નો જવાબ આપતા નીલ બોલી.
" કેમ કઈ જાણતા નથી કેમ હું છેલ્લા પચાસ વર્ષ થી અહી ફસાઇ છું મારા નાના છોકરા પણ હવે વૃદ્ધ થયી ગયા અને હજુ પણ હું આ ભૃમ માંથી બહાર આવી નથી કેમ... અમે કેમ અમે કોઈ નું શું બગાડ્યું છે. અમે અમારી મરજી થી અહી નથી આવ્યા." ગુસ્સા માં આવેલી અંજલિ બોલવા લાગી.