ગોલ્ડન બ્રિજ ( સંગીત ની સાચી કથા ) shreyansh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોલ્ડન બ્રિજ ( સંગીત ની સાચી કથા )

આ વાત છે આજ થી 250 વર્ષ પહેલાં ની, અમેરિકા ના સેન ફ્રાન્સિસ્કો શહેર માં રહેલ ગોલ્ડન બ્રિજ ની, જે બન્યા પછી અત્યાર સુંધીમાં લગભગ 1800 લોકો આ બ્રિજથી કુદી ને આત્મહત્યા કરી ચુક્યા છે. પણ એક સમય એવો હતો જ્યારે ગોલ્ડન બ્રિજ વાયોલિન ની અવાજથી સુશોભીત હતો .એની પાછળ છે એક સાચા કલાકાર ની કહાની જેનું સાક્ષી આ ગોલ્ડન બ્રિજ રહયુ છે. એક એવી કહાની જે આ દુનિયા ના લોકો થી અજાણ છે . જે વાત છે એક સમર્પણ ની અને એક સાચા કલાકાર ની જેનુ નામ ઇતિહાસ ના પાનાં માં ખોવાઈ ગયું છે.
અમેરિકા ના સેન ફ્રાન્સિસ્કો શહેર માં એક કલાકાર રહેતો હતો. નામ હતું એનું ફ્રેડો , ફ્રેડો એક વાયોલિન નો પ્રસિદ્ધ વાદક હતો.

એક મોટો એવો શૉ કરી ને આજે રાતે એ પોતાના ઘરે બેઠો હતો અને એને ઊંઘ આવતી નહોતી. એટલા માટે એ રાત ના આંટો મારવા માટે ગોલ્ડન બ્રિજ પાસે થી પોતાની કાર મા નીકળ્યો .ત્યારે અચાનક એક માણસ એના ધ્યાન માં આવ્યો. તે માણસ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો .ફ્રેડો નું કંઈક સમજવામાં આવતું ના હતું. સમય ખૂબ જ ઓછો હતો. પહેલો માણસ ગોલ્ડન બ્રિજ ઉપર ચડી ને કૂદકો મારવા જઈ જ રહ્યો હતો. ફ્રેડો ને કંઈક સમજવામાં ના આવતા તેને વાયોલિન વગાડવાનું ચાલુ કરી નાખ્યું.
ફ્રેડો નું સંગીત સાંભળી ને પહેલો માણસ મંત્રમુગ્ધ થઈ ગયો.એ એના વાયોલિન ના અવાજ માં ખોવાઈ ગયો. પોતે કયા કારણ માટે અહીં આવ્યો છે ??? શું કરવા માંગે છે ????? એ બધું ભૂલી ગયો. લગભગ અડધો કલાક સુધી આ સંગીત ચાલ્યું. પછી જ્યારે ફ્રેડો એ સંગીત પૂરું કર્યું. ત્યારે એ માણસ પોતે ફ્રેડો ને ધન્યવાદ કહી ને ત્યાંથી જતો રહ્યો. ફ્રેડો ને ખૂબ જ સારું લાગ્યું. એક જિંદગી બચાવી ને એનું મન ખૂબ ખુશ થઇ ગયું.
આખી રાત ફ્રેડો એ જ સોચતો રહ્યો કે ??? સંગીત ની સાચી કિંમત તો પૈસા કમાવામાં છે.?????? કે પછી લોકો ને સંગીત ના માધ્યમ થી સાચી રાહ દેખાડવામાં . ????? લોકો જિંદગી માં આટલા દુઃખી હોઈ ત્યારે ફક્ત પોતાનું જ જોવું એ સાચું છે ખરા ????? . ત્યારથી એને નક્કી કરી પોતે પોતાની જિંદગી માં થોડો સમય લોકો માટે સંગીત વગાડશે .અને બસ ત્યારથી રોજ એ રાતે ગોલ્ડન બ્રિજ ઉપર રાત ના સમય માં જે લોકો આત્મહત્યા કરવા જતાં હતા તેને સાચી રાહ દેખાડવાનું કામ કરતો હતો.
રોજે રોજ એનો આ ક્રમ ચાલતો રહ્યો. ગોલ્ડન બ્રિજ ઉપર થી આત્મહત્યા ના કેસ માં નોંધપાત્ર ઘટાડો આવતો રહ્યો. ત્યાંની સરકાર ના ધ્યાન માં આ વાત આવી. સરકાર એ ફ્રેડો ને એવોર્ડ આપવાનું નક્કી કર્યું. ધીમે ધીમે લોકો ના કાન સુધી આ વાત ફેલાતી ગઈ. ફ્રેડો એ પોતાના ઘરે પણ એક કલાક માટે વાયોલિન વગાડવાનું ચાલું કર્યું . જેમાં એન્ટ્રી બધા ને મફત હતી.જે લોકો કંટાળી ગયા હોય અને જિંદગી થી હેરાન હોઈ એવા લોકો એનું સંગીત સાંભળી ને ખુશ થઈ જતા હતા. બધા લોકો એનું સંગીત સાંભળવા માટે દૂર દૂર થી આવતા હતા.
દિવસો વીતતા ગયા , સમય વીતતો ગયો. ફ્રેડો ની લોકપ્રિયતા વધતી ગઈ અને એને મફત માં લોકો ને વાયોલિન શીખવાડવાનું ચાલુ કર્યું. એ ફી ની જગ્યા પર લોકો ની પાસે થી ફક્ત એક જ વચન લેતો હતો કે માનવતા ના કલ્યાણ માટે કોઈ ની મદદ કરવી. અને દેશ પરદેશ માં લોકો એની પ્રેરણા લઇ સંગીત ના માધ્યમ થી લોકો ના જીવન ને સુધારવા લાગ્યા.આત્મહત્યા ના કેસ માં નોંધ પાત્ર ઘટાડો આવતો રહ્યો . દુનિયા માં ફ્રેડો નું નામ જગપ્રસિદ્ધ થઈ ગયું.
સમય બદલાવા લાગ્યો. અને આજે એક એવો ગોઝારો દિવસ આવ્યો જેની કોઈએ પણ કલ્પના કરી નહોતી. ફ્રેડો ને એક દિવસ પેરાલાઈસીસ નો અટેક આવી ગયો. અને તે વાયોલિન પકડવા માટે હંમેશા માટે અસમર્થ થઈ ગયો. વાયોલિન એ એની જિંદગી નો એક હિસ્સો હતો જે હંમેશ માટે એનાથી દૂર થઇ ગયો.
લગભગ આ વાત ને એક મહિનો પૂરો થયો. લોકો એ એની માટે પ્રાર્થના કરી, ફૂલો મોકલાવ્યા, પણ ફ્રેડો એ હંમેશા માટે પોતાની જાત એ રૂમ માં કેદ કરી નાખી . અને આજે એક દિવસ એ એક અગત્ય ના કામ માટે ગોલ્ડન બ્રિજ પાસે ચાલતો હતો. અને ત્યારે એક માણસ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. ફ્રેડો એ જોઈ ને ડરી ગયો. અને પોતાનું વાયોલિન વગાડવા માટે મહેનત કરી રહ્યો હતો. પણ ,એ વગાડી ના શક્યો. પણ હજી એ માણસ કૂદવા જાય એની પહેલા એને કોઈ સંગીત સંભળાયું ???? પણ આ સંગીત ફ્રેડો એ નહોતું વગાડ્યું . આ વાયોલિન એના જ ક્લાસ માં આવતો એક વિદ્યાર્થી હતો .એને વગાડ્યું હતું . નસીબ થી એ પણ એ જ બ્રિજ ઉપરથી જઇ રહ્યો હતો. પેલો માણસ અડધો કલાક પછી સંગીત સાંભળી ને ધન્યવાદ કહી ને જતો રહ્યો.
ફ્રેડો આ જોઈ ને રડી પડ્યો. આજે એનું સપનું સાકાર થઈ ગયું હતું. એક સાચા સંગીત ની સમજણ એ આ દુનિયા ને આપી ગયો હતો. ત્યારે એ જ ગોલ્ડન બ્રિજ ઉપર ખુશી માં જ હાર્ટ એટેક આવતા ફ્રેડો નું અવસાન થયું.
આજે પણ ગોલ્ડન બ્રિજ માં ઘણા લોકો આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. પણ હવે ફ્રેડો જેવા ઘણા લોકો સંગીત ની સાચી સમજણ આપીને લોકો ને પાછા મોકલી રહ્યા છે.આજે ફ્રેડો તો જીવતો નથી. પણ સંગીત ને પૈસા માટે વેચતા લોકો ને સાચી સમજણ આપતો જાય છે.