The culture of the sacrament books and stories free download online pdf in Gujarati

સંસ્કાર ની સંસ્કૃતિ

-: સંસ્કાર ની સંસ્કૃતિ :-

પરિવર્તન એ સંસારનો નિયમ છે. પાનખરમાં વૃક્ષો પોતાના પર્ણોનો ત્યાગ કરે છે અને નવી કુંપળો માટે તૈયાર થાય છે. સમય જતાં સાગરનું ખારું જળ વરસાદના સ્વરૂપે મીઠાશમાં ફેરવાય છે. પરિવર્તન સંસારને ગતિશીલ રાખે છે. મનુષ્યના સ્વભાવમાં, ભાવમાં, જીવનમાં પરિવર્તન આવતા હોય છે. પરંતુ અમુક પરિવર્તન અચાનક અને અદભૂત આવતાં હોય છે. જો ભક્તિની જ્યોત પ્રગટે તો શ્રદ્ધાની કુંપળ ફુટે છે. તેમાં જેમ જેમ હરીના નામનું ઘી રેડાતાં કુંપળ વૃક્ષ બની જાય છે.

આપણે જ્યારે પરિવર્તન શબ્દ સાંભળીએ છીએ તો, આપણું ધ્યાન દુનિયા તરફ લોકો તરફ, લોકો તરફ કે પોતાના તરફ જાય છે. આ પરિવર્તન દરેક જગ્યાએ થઈ રહ્યું છે, બહાર, આજુબાજુ અને આપણા અંદર પણ. આપણે સાંભળતા આવ્યા છીએ કે, પરિવર્તન સંસારનો નિયમ છે, પરંતુ તેના પર આપણું ધ્યાન જતું નથી. તેમાં પણ મહત્વનું છે કે, ક્યાંક કયા પરિવર્તન પર આપણું નિયંત્રણ છે. અનેક વખત આપણે સમજીએ છીએ કે, જે બહારનું પરિવર્તન છે, તે આપણા પર પ્રભાવ નાખે છે. બહારની બાબતો જ્યારે આપણે અનુકૂળ આવતી નથી તો આપણે એક નક્કી જીવનશૈલીમાં ગોઠવાઈ ગયા હતા અને પછી અચાનક આટલી મોટી વાત (કોરોના) ના નામે આવી ગઈ. આપણે એ પણ જાણતા નથી કે ક્યાં સુધી આ ચાલશે. અચાનક બહારની દુનિયા બદલાઈ ગઈ, જ્યારે આ પરિવર્તન આવ્યું તો તેની અસર આપણા કામ કરવાની રીત, અર્થતંત્ર પર આવી, લોકોના વ્યવહાર પર પણ થઇ. એટલું તો ઠીક લોકોના વ્યવહાર પણ બદલાઇ ગયા. ગઇકાલ સુધી માનવી એકબીજાની નજદીક હતો કે માનવી એકબીજાથી દૂર થતો ગયો. થોડીઘણી માનવતા માનવીમાં બચી હતી તે માનવતા ને પણ માનવીએ નેવી મુકી. તકલીફના સંજોગોમાં પડખે ઉભાં રહેતા સગાંવહાલાં અને પાડોશીઓ ને પણ ‘કોરોના’ એ દૂર હડસેલી દીધાં.

સમય અને સંજોગો જે મુજબ બદલાતા ગયા કેમ બહારની દુનિયામાં જ્યારે આ બધા પરિવર્તન થઇ રહ્યા હતા ત્યારે આપણું ધ્યાન તેના પર ગયું કે,લોકોને કેવી રીતે મદદ કરીએ. પરિસ્થિતિને કેવી રીતે સુધારીએ. આ કામમાંઆપણી ભાવના સારી હતી ઇરાદા નેક અને મજબૂત હતાં પરંતુ આપણે પોતાની આંતરિક દુનિયામાં પોતાના વિચારો,ભાવનાઓ તરફ ધ્યાન ન આપ્યું. કેમકે આપણે કહ્યું કે બહાર જે થઈ રહ્યું છે તેની અસર આપણી અંદરની દુનિયા પર થવાની છે. જો કે અંદરનું પરિવર્તન કઈ દિશામાં થવાનુંતું તે આપણી પસંદગીની વાત હતી, આપણે કહ્યું કે ચિંતા ગુસ્સો સ્વાભાવિક છે અને આપણે એ દિશામાં જ ગયા.

આપણે બહાર ખૂબ મહેનત કરી રહ્યા છીએ, એકબીજાનું ધ્યાન રાખી રહ્યા છીએ, પરંતુ આપણે કયું વાઇબ્રેશન ફેલાવી રહ્યા છીએ ? તેના પર આપણે ધ્યાન આપ્યું નથી. કેમ કે આપણે કહ્યું કે, આ તો સહજ છે. જીવનમાં કેટલાક આધ્યાત્મિક સમીકરણ હોય છે જે આપણે ધ્યાનમાં રાખવાના હોય છે આપણે હંમેશા યાદ રાખવાનું હોય છે, કે આત્મા નો પ્રભાવ પ્રકૃતિ પર પડે છે. સંકલ્પથી સૃષ્ટિ બને છે. આંતરિક દુનિયા બહારની દુનિયાને બનાવે છે. આપણે જ્યારે આ ગણતરી ભૂલી ગયા તો આપણે વિચાર્યું કે, બહારનું પરિવર્તન અંદરનું પરિવર્ત લાવે છે. બહાર જ્યારે પણ કોઈ ચેન્જ આવશે, તો આપણી પાસે એક વિકલ્પ છે. આપણે જેવા હતા તેવા રહી શકતા નથી પરમપુર પરિવર્તિત થતા સમયે યાદ રાખવું પડશે કે આપણું પરિવર્તન બહારના પર પ્રભાવિત કરશે ગણતરી સાચી હોવી જરૂરી છે સંસારથી સંસ્કાર નથી પરંતુ સંસ્કૃતિ સંસ્કાર બને છે સંસારમાં હવે જે પરિવર્તન લાવવાનું છે તેના માટે પોતાના સંસ્કારોનું પરિવર્તન કરવું પડશે આંતરિક દુનિયામાં પરિવર્તન લાવવાનું નિયંત્રણ આપણા હાથમાં છે તે આપણી પસંદગી છે આપણી શક્તિ છે આપણે જ્યારે આ શક્તિનો ઉપયોગ કરતા નથી તો આપણે બીજી દિશામાં પરિવર્તિત થઈ જઈએ છે

‘’શ્વાસમાં શ્રદ્ધાનો ઉમેરો થાય તો હ્રદયને ઈશ્વર મળે’’

માની લો કે તમારો એકદમ નજીકની વ્યક્તિ અચાનક બદલાઈ ગયો છે. આવી જો તમે ધ્યાન નહીં રાખ્યું તો તમારા અંદર પણ પરિવર્તન આવશે, પરંતુ તે સાચી દિશામાં નહીં હોય. આપણને ખોટું લાગશે, નારાજ થઈશું, ઊંચા અવાજે બોલવા લાગીશું. વિશ્વાસ તૂટી જશે. બહાર જ્યારે પરિવર્તન આવ્યું તો આપણા અંદર પણ પરિવર્તન થયું,પરંતુ આ પરિવર્તન આપણે જાગૃત અવસ્થામાં પસંદ કર્યું નહીં, પોતાની શક્તિનો ઉપયોગ કર્યો નહીં, એટલે સાચું પરિવર્તન ના થયું.

અગાઉ તેઓ બદલાયા હતા, હવે આપણે પણ બદલાઈ ગયા છીએ અને આપણા સંસ્કારોનો પ્રભાવ આપણા સંસાર પર પડ્યો છે તો આપણો સંબંધ બદલાઈ ગયો છે. સંબંધનો પાયો હચમચી ગયો છે. આ ઘટના અંગે આપણે કોને જવાબદાર ઠેરવ્યું ? સામેની વ્યક્તિને, એ સાચું કે તેઓ બદલાઈ ગયા છે, પરંતુ આપણે પણ બદલાયા છીએ તે પણ એટલું જ સાચું છે. જો આપણું પરિવર્તન સાચી દિશામાં થતું તો એ સંબંધ એક અલગ જ દિશામાં જતો રહેતો.

આ બધા વચ્ચે એક બહુ જ અગત્યનો સંબંધ છે તે સંબંધ છે એક મિત્રતાનો’. ‘એક સંબંધ અનેક નામવિશ્વમાં એક જ એવો સંબંધ છે લોહીનો નહીં પરંતુ લાગણીઓ નો છે. જન્મની સાથે માનવી અનેક સંબંધોથી બંધાઇ જતો હોય છે. પરંતુ મિત્રતાનો સંબંધ જન્મથી નહીં પ્રસંદગીથી મળેલો સંબંધ છે. એટલે એમાં ખોઈ બંધન નથી, કોઇ કરાર નથી કે કોઇ નિયમ નથી, અને એટલે જ એને સાચવવાનો કોઇ ડર નથી. મિત્રતા એટલે દુ:ખમાં જેના ખભા પર માથું મુકી શકાય, સુખમાં જેનો હાથ પકડી શકાય એવો સંબંધ. જે જીવનની બધી ગૂંચ ઉકેલે, મિત્રતાના સંબંધ ને સાચવવો નથી પડ્યો, અને સાચવવો પડે કે સંબંધ મિત્રતાનો સંબંધ નથી.

ઘણી વખત એમ બન્યું હોય છે કે, સુખી સંપન્ન કે અન્ય માનવી એમ માનતા હો કે મારું તો કોઇ કાંઇ બગાડી જ ન શકે, ત્યારે તમે પોતાનું નુકશાન કરવાના બીજ વાવી રહ્યા છો. જ્યારે તમે કોઇને વીવશ સમજી નુકશાન પહોંચાડો છો, ત્યારે તમે વિનાશની દિશામાં તમારા કદમને આગળ વધારી રહ્યા છો. બની શકે આજે જે બોલી નથી શકતો તે કાલે તમને બોલવાના ન રાખે. માનવી ક્યારેય સર્વ શક્તિમાન સમજવાની ભૂલ કરે છે અને એનો વધુ પડતો આત્મવિશ્વાસ જેને જેના પતન તરફ દોરી જતો હોય છે. જે બીજાને તકલીફ આપવા રમત રમે તે પોતાની રમતમાં જ ક્યારેક ફસાઇ જજો હોય છે. કોઇને પોતાનાથી ક્યારેય ઉતરતો ગણવો તે નીચે ઉતરવાની શરૂઆત છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED