લવ સ્ટોરી - ભાગ ૧૧ Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

લવ સ્ટોરી - ભાગ ૧૧

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે નિશા અને અમિત બને છુટા પડે છે. નિશા એના ઘર તરફ નીકળે છે તો અમિત પણ એના ઘર તરફ નીકળે છે. ઘરે જઈને જમીને પછી લેશન કરવા બેસી જાય છે. સાંજ પડી ગઈ હોય છે એ દૂધ લેવા જાય છે. )

હવે આગળ...

અમિત એના મમ્મી પાસેથી પૈસા લઈને દૂધ લેવા જાય છે. એ ડેરીએ પહોંચે છે પણ નિશા ક્યાંય પણ દેખાતી નથી. એ હજુય આવી ન હતી. એ બકળા ઉપર જઈને બેસી જાય છે. હું થોડીવાર રાહ જોવ છું નિશા આવે એટલી વાર...

એ બકળા ઉપર બેસીને નિશાની રાહ જોતો હોય છે. ઘણો સમય થઈ જાય છે. પણ નિશા દેખાતી નથી હવે અંધારું પણ થવા આવ્યું હતું. અમિતને થયું કે હવે લાગતું નથી કે નિશા આવશે એટલે હવે હું દૂધ લઈને ઘરે ચાલ્યો જાઉં. એ દૂધ લઈને રસ્તા ઉપર જાતો હોય છે. એની નજર અચાનક સામે ટ્યુશન કલાસીસ કરવા હતા ત્યાં અગાસી ઉપર જાય છે. જોવે છે તો નિશા હતી. એ નિશાને જોઈને બોલાવવાની કોશિશ કરતો હતો પણ જોરથી તો એનું નામ લઈને તો ન બોલાય એટલે એની સામે જોઈ રહ્યો હતો.

નિશાને પણ એવું લાગે છે કે એને કોઈ જોય રહ્યું છે. એ એની સામે જોવે છે તો અમિત હોય છે. નિશા એને ઇશારાથી કહેતી હતી કે તું અહીં શુ કરવા આવ્યો છો. અમિત એના હાથમાં રહેલી દૂધની થેલી બતાવે છે કે દૂધ લેવા ગયો હતો. અમિતને થાય છે કે વધુ સમય અહીં રહેવાય નહિ એટલા માટે હાથ ઊંચો કરી અમિત નિશાને બાય કહે છે.

અમિત ત્યાંથી ચાલ્યો જાય છે. અમિત વિચારતો હોય છે કે નિશા ટ્યુશન કલાસીસમાં જાય છે. મને કહ્યું નહીં. મારે પણ જવું છે. હું મમ્મીને જાણ કરું કે મારે પણ ટ્યુશનમાં જાવું છે. એટલે નિશા ભેગો રહી શકુ.

એ વિચારે છે કે પહેલા હું નિશાને કહું અને ત્યાર પછી મમ્મી ને કહું કે મારે ટ્યુશનમાં જાવું છે. રાત પડી જાય છે. અમિત પણ થાક્યો હોય છે. એટલે એ જમીને સુઈ જાય છે. બીજે દિવસે સવારે વહેલો ઉઠીને સ્કૂલે જાવા માટે નીકળે છે.

એ રસ્તામાં રોકાય જાય છે. કે હું આજે વહેલો છો એટલે નિશા હજી સુધી નીકળી નહીં હોય એટલે હું અહીં બેસીને નિશાની રાહ જોઉં. અમિત દીવાલની પાળી ઉપર બેસીને નિશાની રાહ જોઈ રહ્યો હતો. પાંચ મિનિટ જેવો સમય વિતી ગયો હતો હજુ સુધી નિશા આવી ન હતી. એ હવે આવતી જ હશે. એવું અમિતને લાગી રહ્યું હતું.

થોડી વાર પછી એની નજર નિશાના ઘર તરફ જતા રસ્તા ઉપર જાય છે. નિશા આવી રહી હતી. એને આજ સ્કૂલનો યુનિફોર્મ પહેર્યો હતો. બે ચોટલાવાળીયા હતા. આજે તો એ ગજબ લાગી રહી જાણે LK HK ની વિધાર્થી જેવી દેખાતી હતી.

નિશા અમિતને જોઈને કહે છે " તું અહીં! તું મારી રાહ જોતો હતો ને? સાચું બોલજે! "

" હા, હું વહેલો આવી ગયો હતો એટલે મને થયું કે હું થોડીવાર અહીં બેસું એટલે નિશા આવતી જ હશે એની ભેગો જઈશ. "

" કાલે મારા ટ્યુશન કલાસની તને કઈ રીતે ખબર પડી કે હું એ જગ્યાએ ટ્યુશનમાં જાઉં છું "

" કેમ બાકી! મને બધી જ માહિતી મળી જાય હો! કોણ ક્યાં શુ કરે છે એવું બધું હો... "

" જાણે હવે દેખાડો કરમાં હો... અને હવે હું એક ભવિષ્ય વાણી કરું છુ "

" હે નિશા કઈ ભવિષ્યવાણી કરીશ? "

" કઈ હોય હવે તું મારા ટ્યુશનમાં ભણવા આવીશ એ હોયને યાર! "

" હા એ વાત તો તારી સાચી, હું એજ વિચારતો હતો કે મારા મમ્મીને કહું કે મારે ટ્યુશનમાં જાવું છે. પણ મને થયું કે પહેલા હું નિશાને પૂછી લઉં ત્યાર પછી જ આવું "

" ચાલ હવે મોડું થાય છે, પછી જો મોડું થશે તો... "

" મોડું થશે તો... તો શું કઈ નઈ કરે "

" બહાર ઉભા રાખશે, તને આવવા પણ નહીં દય. "

" જોઈએ ચાલ આજે શુ થાય છે. હું આજે મોડો જાઉં છું તું વહેલી ચાયલી જાજે હું મોડો જાઉં કોણ છે મને રોકે મને કોઈ સજા નહિ આપે "

" તું રહ્યોંને શહેનશાનો દીકરો એટલે તને કઈ જ નહીં કરે "

" ચાલ જોઈએ "

નિશા ત્યાંથી ચાયલી જાય છે. અને અમિત ત્યાં ઉભો હોય છે. એ મોડો નિશાળે જાય છે.

અમિતને સજા કરશે?

અમિત બચી જાશે?

અમિત કઈ રીતે બચશે?

ક્રમાંક