લવ સ્ટોરી - ભાગ ૯ Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

લવ સ્ટોરી - ભાગ ૯

( મહેશ હાથ ઊંચો કરીને પૂછતો હોય છે. ત્યાંતો અમિતના દિલના ધબકારા વધવા લાગે છે. આ મહેશ આજે મને ફસાવસે હો. પણ મહેશ એ અમિતની મસ્તી કરતો હતો. એ ટીચર પાસે દાખલો શીખવાનું કહે છે. નિશા પણ મહેશનો પ્લાન ઉપયોગ કરે છે )

હવે આગળ...

નિશા પણ મહેશે જે પ્લાન બનાવ્યો હતો એ જ પ્લાનનો ઉપયોગ કરે છે. પણ એ પ્લાન ફેલ જાય છે. ટીચર હવે અમિતથી નજીક નજીક આવતા હતાં. એમ એમ અમિત પણ ડરતો હતો. શુ કરું? શુ કરું? નિશા પણ પાછળ ફરીને અમિતને જોઈ રહી હતી એ મનમાને મનમાં કહી રહી હતી. કે સોરી અમિત હું તને બચાવી ન શકી. અમિત પણ એની સામે જોઇને મનમાને મન કહેતો હતો કઈ વાંધો નઈ તે પ્રયત્નતો કાર્યને એ જ મારી માટે મોટી વાત છે.

આ બધું મહેશ અને નિખિલ જોઈ રહ્યા હતા. એ પણ વિચારી રહ્યા હતા. કે કઈ રીતે અમિતને બચાવું કોઈ જ આઈડિયા મળી નોતું રહ્યું. જેમ સમય વીતતો હતો એમ એમ અમિતની ચિંતામાં વધારો થતો હતો. એમ એમ ટીચર પણ અમિતથી નજીક નજીક આવી રહ્યા હતા.

નિખિલ ઉભો થઈ જાય છે. અમિત પણ વિચારે છે આ વળી ઉભો કેમ થયો બધા એની સામે જોઈ રહ્યા હતા. આ વળી કેમ ઉભો થયો. નિખિલ જોર જોરથી કહેવા લાગ્યો " ટીચર હું વોશરૂમમાં જાઉં મારે ઈમરજન્સી છે. "

" જા જા ઝડપ રાખ " ટીચર કહે છે

નિખિલ દોડતો દોડતો વિશરૂમમાં જાય છે. મહેશ અમિતને કાનમાં કહે છે " તું નિખિલનું હોમવર્ક બતાવી દેજે એ જ્યાં સુધી લેકચર પૂરો નહીં થાય ત્યાં સુધી એ નહીં આવે "

અમિત નિખિલની હોમવર્કની બુક લયલે છે. ટીચર એની બેનચીસે આવે છે. હજુય અમિતના મનમાં વિચાર આવતા હતા કે ટીચરને ખબર પડી જાશે તો? કે આ હોમવર્ક નિખિલનું છે તો? ટીચરે મહેશનું લેશન ચેક કર્યું પછી અમિત પાસે હોમવર્ક બુક માંગી એને બુક આપી ત્યાં જ લેકચર પૂરું થવાનો બેલ વાગે છે. લેકચર પૂરો થાય છે. ટીચર ઉતાવરમાંને ઉતાવરમાં લેશન ચેક કરી નાખે છે. આવી રીતે અમિત બચી જાય છે.

હવે અમિતને નિરાંત થઈ હાસ બચી ગયા. આ વર્ષમાં પહેલીવાર મારી ટીમે મને મદદ કરી અને મને બચાવ્યો. ટીચર ક્લાસમાંથી બહાર ગયા ત્યાં જ નિખિલ ઠેકડા મારતો મારતો ક્લાસમાં આવે છે. અને છેલ્લી બેચે જઈને બેસી જાય છે. એ અમિત સામે જોવે છે. અમિત એની સામે જોવે છે. બને એક બીજાને જોતા હોય છે. નિખિલ વિચારતો હતો કે આના ચેહરા ઉપર ખુશી કેમ છે એને તો લેશન કર્યું નથી એને વધારે હોમવર્ક આપ્યું હશે કાતો પછી પેરેન્સને બોલાવવાનું કહ્યું હશે. આ ખુશ કેમ છે? મહેશ સમજી જાય છે કે નિખિલ કઈ મૂંઝવણમાં છે. એ એને બધી વાત કરે છે. આવું થયું છે.

નિશા પણ વિચારમાં હતી કે અમિત કઈ રીતે બચી ગયો શુ કર્યું હશે એને? એ પણ જાણવા માંગતી હતી કે શું થયું? નિશા પણ ઘડીક થઈને પાછળ ફરી રહી હતી. એને એટલીતો ખબર જ હતી કે એની ટીમે એને બચાવ્યો પણ કઈ રીતે બચાવ્યો એ એક રાજ હતું.

અંતે બધા જ લેકચર પુરા થાય છે. સ્કૂલ છૂટી જાય છે. ત્યારે નિશા અમિત પાસે આવે છે. અમિતની ટિમ નિશા અમિત પાસે આવતી જોઈને એ પણ આશ્રયચકિત થઈ જાય છે. અમિતે શુ જાદૂ કર્યું કે નિશા એની સાથે...

" ચાલ ઘરે જાવું છેને, હાલ હવે ભેગા જાયે " નિશા કહે છે.

" ચાલ આવું છું, ચાલો મિત્રો હું નીકળું છું કાલે મળીયે "

ત્યાં જ નિખિલ મસ્તીમાંને મસ્તીમાં બોલ્યો " કાલે હોમવર્ક કરતો આવજે હો... નકર આજ જેવા નાટક કરવા પડશે "

અમિત અને નિશા બને એક સાથે ઘરે જાવા માટે નીકળે છે. બને એ ખેતરોની સાંકળી શેરીઓમાંથી ઘરે જઈ રહ્યા હતા.

" અમિત શુ થયું કઈ રીતે બચ્યો, લેશનનું શુ થયું? " નિશા પૂછે છે.

" લેશનને, નિખિલ વોશરૂમ ગયો ત્યારે મેં એની હોમવર્ક બતાવી દીધું "

" ઓહ, સરસ આવું થયું હો... "

" નિશા થેંક્યું હો... મારી માટે આટલા પ્રયત્ન કરવા બદલ... "

" થેંક્યું, થેંક્યું ન હોય એક મિત્ર બીજા મિત્રને મદદ કરે એમાં થેંક્યું ન હોય હમેશ માટે મદદ કરવાની હોય "

" કઈ વાંધો નહીં હું પણ નીકળું છુ, ચાલ કાલે મળ્યા સાંજે આવવાની છો? "

" ક્યાં? "

" દૂધ લેવા આવવાની છો? "

" હા "

ક્રમાંક