માનવી પોતાના કાનમાંથી અચાનક કંઈક યાદ આવતા હેન્ડ્સ ફ્રી કાઢી નાખે છે.
...
2012, દિલ્હી
માનવી અમે સાંજે સુધીમાં પાછા આવી જસુ. ત્યાં સુધી ઘરમાં જ રહેજો અને ખોટી મસ્તી ના કરતા. સરલાબેન અભય અને શિવાંગી સામે જોતા કહે છે.
અરે વાહ, આ સારું. મોટો હું છું અને બધી ભલામણ આ મેડમને કરવામાં આવે છે. અલય માનવી સામે મોઢું બગડતા કહે છે.
કારણકે આંટીને પણ ખબર છે કે મોટો ભલે તું હોય પણ વધુ સમજદાર હું છું અને એમ પણ તું મારાથી ખાલી બે મહિના જ મોટો છે.
અરે બસ બસ, તમે બંનેએ તો અત્યારથી જ લડવાનું ચાલુ કરી દીધું.
સુમિત મને તો બાળકોની બોવ ઉપાધિ થાય છે.સરલાબેન ચિંતા વ્યક્ત કરતા કહે છે.
ના આંટી તમે ટેંશન ના લો. અમે શાંતિથી વાંચીશું. માનવી કહે છે.
સરલા તું ખોટી ચિંતા કરે છે.બાળકો હવે મોટા થઇ ગયા છે અને એમ પણ આપણે સાંજે તો આવી જઈશું.સુમિતભાઈ સરલાબહેનને કહે છે .
રામુકાકા બાળકોનું ધ્યાન રાખજો.એટલું કહી માનવી અને અભયનો પરિવાર નજીકના મિત્રમંડળમાં એક મરણ થઈ ગયું હોવાથી ત્યાં જવા નીકળી જાય છે.
અભય, શિવાંગી અને માનવી ત્રણેય પોતપોતાનું હોમવર્ક કરવા લાગે છે.એકાદ કલાક બાદ ત્રણેયનું હોમવર્ક પુરું થઈ જાય છે. તેથી ત્રણેય સાથે લેપટોપમાં મુવી જોવે છે.
બપોરના બાર થવા આવ્યા હોય છે.
યાર, મને તો ભુખ લાગી છે. અભય મુવી પોઝ કરતા કહે છે.
અરે મુવી કેમ પોઝ કર્યું?માનવી અને શિવાંગી એકીસાથે ચિલ્લાય છે.
મને ભુખ લાગી છે એટલે.અને એમ પણ આ મુવી તમે બે વાર જોઈ લીધું છે.ચાલોને કંઈક ઓર્ડર કરીએ. અભય પોતાનો ફોન હાથમાં લેતા કહે છે.
ના. આજે આપણે ઘરે જ બિરયાની બનાવીશું. મેં કાલે જ યૂટ્યૂબમાંથી શીખી છે. માનવી કહે છે.
અચ્છા,તો બધા અખતરા મારી ઉપર જ કરવાના એમ ને.અભય કહે છે.
ના ભાઈ, માનવી સારી કૂક છે. જોજે એ બોવ જ સરસ બિરયાની બનાવશે.શિવાંગી માનવીનો સાથ આપતા કહે છે.
ઓકે. તમે કહો એમ. ચાલો હવે ફટાફટ કરો. બહુજ ભુખ લાગી છે. અભય કહે છે.
હા હો.એ તો એમાં જેટલી વાર લાગતી હોય એટલી લાગશે.માનવી અભયના હાથમાંથી હેડફોન લેતા કહે છે.
માનવી અને શિવાંગી રસોડામાં જઈને બિરયાની બનાવા લાગે છે.
થોડીવાર બાદ કંટાળો આવતા અભય પણ રસોડામાં જાય છે.
કેટલી વાર હવે?અભય પુછે છે.
હજી કલાક થશે. માનવી કહે છે.
એ બિરયાની થાય ત્યાં સુધીમાં કપકેક બનાઈ દે ને.અભય માનવીને કહે છે.
હું શા માટે બનાવું? હું ક્યાં સારી કૂક છું. માનવી મોઢું બગાડતા કહે છે.
હા તો કંઈ નહીં. હું જાતે જ બનાવી લઈશ. મારે તારી કંઈ જરૂર નથી.અભય ગુસ્સાથી કહે છે.
હા તો મને પણ તને મદદ કરવામાં જરા પણ રસ નથી.માનવી કહે છે.
અભય કપકેક બનાવવાની તૈયારી કરે છે. શિવાંગી અભયની બાજુમાં જ ઉભી હોય છે. અભય કેકનું બેટર મિક્સ કરતો હોય છે એ ભુલથી શિવાંગીની કુર્તિ પર ઢોળાઈ જાય છે.
ઓહ નો ભાઈ. તે મારી નવી કુર્તિ ખરાબ કરી નાખી.
સોરી શિવાંગી, ભુલથી ઢોળાય ગયું. અભય કહે છે.
અરે શિવાંગી,આ તો તારા બર્થડે પર આંટી લઈ આવ્યા હતા એ જ છે ને?જો તો ખરા તારી પુરી કુર્તિ ખરાબ કરી નાખી. મને નથી લાગતું કે તું પાછી આ કુર્તિ પહેરી શકીશ.માનવી કહે છે.
શિવાંગી, તું ટેંશન ન લે. હું કાલે જ તારા માટે આના કરતાં પણ વધારે સારી કુર્તિ લઈ આવીશ. અને તું માનવી,ખોટી સળી મુકવાનું બંધ કર હો. તારી બિરયાનીમાં ધ્યાન આપ.અભય માનવી પર ગુસ્સે થતા કહે છે.
અરે…એક તો ભુલ તારી. બેટર પણ તારાથી ઢોરાણું. અને પાછો ચિલ્લાઈ મારા પર છે. હં….માનવી મો ફુલાવીને કહે છે.
શિવાંગી કુર્તિ ચેન્જ કરવા જાય છે. અભય હોલમાં જઈ પોતાનું હોમવર્ક પુરું કરવા લાગે છે. માનવી પાછા હેડફોન પહેરી રસોડું સાફ કરવા લાગે છે.
માનવી રસોડું સાફ કરવામાં એ તો ભુલી જ ગઇ કે તેણે ગેસ પર કૂકર રાખ્યું છે. તેના કાનપર હેડફોન હોવાથી વારંવાર વાગતી સિટીનો અવાજ પણ તેને સંભળાતો નથી.તે પ્લેટફોર્મ પર ઢોળાયેલું બેટર ટીસ્યું પેપરથી સાફ કરી રહી હોય છે. ત્યાં ફરી કૂકરની સીટી વાગે છે.
માનવી ક્યારની સિટી પર સિટી વાગે છે.અભય કહે છે.અભય રસોડા તરફ પીઠ રાખીને બેઠો હોય છે તેથી તેને એમ કે માનવીએ ગેસ બંધ કરી દીધો.થોડી વાર પછી પાછી સિટી વાગે છે.
માનવી ક્યાં ધ્યાન છે તારું….અભય પાછળ ફરતા કહે છે. ત્યાં જ તેનું ધ્યાન કૂકર પર પડે છે. કૂકર ગેસ પર હલી રહ્યું હતું.
( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)