માનવી ક્યાં ધ્યાન છે તારું….અભય પાછળ ફરતા કહે છે. ત્યાં જ તેનું ધ્યાન કૂકર પર પડે છે. કૂકર ગેસ પર હલી રહ્યું હતું.
માનવી…….અભય ચિલ્લાઈ છે. ફટાફટ ઉભો થઇ અને ગેસ બંધ કરે છે. માનવીનો હાથ પકડી હોલમાં લઈ આવે છે. અભય પરસેવે રેબઝેબ થઈ ગયો હોય છે.
શું છે અભય તારે. કેમ મને અહીં લઈ આવ્યો?તે પેલું બેટર ઢોળ્યું એ કોણ સાફ કરશે?માનવી કહે છે.
તું પેલાં તો આ તારા હેડફોન કાઢ. અભય માનવીના હેડફોન કાઢે છે.
અભય તે હેડફોન કેમ લઈ લીધા? માનવી ગુસ્સાથી કહે છે.
મેં હેડફોન કેમ લીધા એમ.અભય ગુસ્સે થતાં કહે છે.તારામાં અક્કલ છે કે નહીં.આટલું લાઉડ મ્યુઝિક સાંભળતા સાંભળતા રસોઈ કરાય?આ કૂકરમાં ક્યારની સીટી ઉપર સીટી પડી રહી છે. નહીંને કૂકર ફાટટ તો. તું ત્યાં બાજુમાં જ ઉભી હતી.તને કંઈક થઈ જાત તો.હવે કોઈ દિવસ રસોડામાં હેડફોન લઈને જાતિ નહીં.
માનવી રસોડા તરફ જોવે છે.ત્યાં જ ત્યાં શિવાંગી આવે છે.
શું થયું ભાઈ? તમે કેમ મારી ફ્રેન્ડ પર ચિલ્લાઓ છો?
તારી ફ્રેન્ડની બધી હરકતો જ એવી છે.અભયનો ગુસ્સો હજી પણ ઓછો થયો ન હતો.
અરે પણ થયું શું એ તો કહો. તમે કેમ આટલા ગુસ્સામાં છો?અને માનવી તું કેમ ચુપચાપ ઉભી છો?શિવાંગી બંનેને પુછે છે.
અભય રસોડા તરફ આંગળી ચીંધીને કહે છે, “જો તું તારી ફ્રેન્ડના કામ.કૂકરમાં સીટી પર સીટી વાગતી હતી,ફાટવાની તૈયારીમાં જ હતું અને આ મેડમ હેડફોન ચડાઈ ગીત સાંભળવામાં વ્યસ્ત હતા.
ઓ માય ગોડ!માનવી તું ઠીક તો છે ને.કંઈ વાગ્યું નથીને?શિવાંગી ચિંતિત થઈને પુછે છે.
માનવી કંઈ બોલતી નથી.તે રડમસ થઈ જાય છે.
અરે પણ શું થયું? અભય માનવીને પુછે છે.માનવી રોવા લાગે છે.
અરે તું રડે છે શા માટે?અભય માનવીનો હાથ પકડીને તેને સોફા પર બેસાડે છે અને શિવાંગીને પાણી આપવાનું કહે છે.શિવાંગી રસોડામાં જાય છે. ત્યાં બધી બારી ખોલે છે.
માનવી,મારે તારા પર આટલો બધો ગુસ્સો કરવાની જરૂર નહોતી. આઈ એમ સોરી.
માનવી અભયની સામે જુએ છે.
પણ યાર શુ કરું?હું ગભરાય ગયો ‘તો.એક મિનિટ માટે તો મને લાગ્યું કે કુકર ફાટી જ ગયું.અભય માનવીના આસું લુછે છે.શિવાંગી માનવીને પાણીનો ગ્લાસ આપે છે. માનવી થોડુંક પાણી પીવે છે,અભય સામે જોવે છે અને કહે છે.
તું શા માટે સોરી કહે છે. આઈ એમ સોરી.ખબર નહીં કેમ પણ મારું જરા પણ ધ્યાન જ ના રહ્યું. થેંક્યું અભય.
ખાલી સોરીથી કામ નહીં ચાલે મેડમ. મને પ્રોમિસ આપ કે તું હવે કોઈ દિવસ હેડફોન પહેરીને રસોઈ નહીં બનાવે. અભય પોતાનો હાથ આગળ કરતા કહે છે.
પ્રોમિસ. માનવી પોતાનો હાથ અભયના હાથમાં આપતા કહે છે.
ભાઈ બહુ ભુખ લાગી છે. હવે પાછું કંઈક બનાવીશું તો બહુ વાર લાગશે.તું કંઈક લઈ આવને. શિવાંગી કહે છે.
હા. તારી વાત સાચી છે.હવે ફરીથી રસોઈ બનાવવાનું રિસ્ક ના લેવાય.અભય હસતાં હસતાં કહે છે.
તારે જવું હોય તો જા ને. માનવી બનાવટી ગુસ્સો કરતા કહે છે.
અભય પોતાની બાઈક લઈને જાય છે. માનવી અને શિવાંગી પ્લેટસ ડાઇનિંગ ટેબલ પર રાખી વાતું કરવા લાગે છે. થોડી વાર બાદ અભય આવે છે.
ત્રણેય જમવા બેસે એ પહેલાં અભય કહે છે, ‘માનવી આંખ બંધ કર.’
કેમ?
અરે યાર! કીધુને આંખ બંધ કર.
ઓકે ઓકે. કરું છું.માનવી પોતાની આંખ બંધ કરે છે.
અભય પોતાની બેગમાંથી એક નાનકડું બોક્સ કાઢે છે અને માનવીની સામે રાખે છે.
હવે આંખ ખોલ.અભય કહે છે.માનવી પોતાની આંખ ખોલે છે.
વાવ અભય,શું છે આમાં?
અરે તું ખોલને.
માનવી બોક્સ ખોલે છે.
વાહ,સ્પીકર. થેંક્યું સો મચ.માનવી ખુશ થતા કહે છે.
એમાં તું શું થેંક્યું કહે છે. તને સ્પીકર આપીને મેં મારી જ મદદ કરી છે. અભય કહે છે.
મતલબ? માનવીને કઈ સમજાતું નથી તેથી તે પુછે છે.
અરે,તને ફરીથી રસોઈ કરતા કરતા ગીત સાંભળવાનું મન થયું અને તું ફરીથી કૂકરનો ગેસ બંધ કરતાં ભુલી જઈશ તો. ડેફીનેટલી ઘરમાં આગ લાગશે.તો એમાં નુકશાન તો મારા ઘરનું જ થશે ને.અભય માનવીનો મજાક ઉડાવતા કહે છે.
યુ….અભય તું છાનોમાનો બેસ હો. એક વાર ભુલ થઈ એમાં તો સાવ પાછળ પડી ગયો છે. માનવી છણકો કરતાં કહે છે.
ઓકે સોરી.ચાલો હવે તમે બંને આંખો બંધ કરો. અભય માનવી અને શિવાંગીને કહે છે.
અરે શું છે ભાઈ તારે. હવે બહુ ભુખ લાગી છે. જમવા દે ને.શિવાંગી કહે છે.
સાચી વાત છે. માનવી શિવાંગીને ટેકો આપતા કહે છે.
હવે જે સરપ્રાઈઝ આપીશ એ ખુબ જ ટેસ્ટી છે અને તમને બંનેને ગમશે. પાકું. ચાલો ફટાફટ આંખો બંધ કરી દો.માનવી અને શિવાંગી આંખો બંધ કરે છે.
અરે અભય ક્યાં રહી ગયો. માનવી બંધ આંખે જ કહે છે.
ભાઈ, જલ્દી કર.
ત્યાં જ અભય પોતાના હાથમાં એક ડીશ લઈને આવે છે.તે પોતાનો ફોન હાથમાં લે છે. તેમાંથી કેમેરો ઓન કરે છે અને બોલે છે,
સ્માઈલ પ્લીઝ.
માનવી અને શિવાંગી આ સાંભળીને આખો ખોલે છે અને અભયનાં હાથમાં જે પ્લેટ હતી તેમાં જોવે છે.
બરી ગયેલી બિરયાની! અભય તું આનો ફોટો કેમ પાડે છે? માનવી અભયને પુછે છે.
વેલ,આ બિરયાની ક્યારેય નહીં ભુલાય. અને પાછી છે પણ ટેસ્ટી. તો ફોટો તો પાડવો જ રહ્યો.અભય હસતાં હસતાં કહે છે.ચાલો સ્માઈલ! અને અભય ફોટા પાડે છે.
...
2018
મુંબઇ
માનવી,ભાઈએ ફક્ત કિચનમાં જ હેન્ડ્સ-ફ્રી યુઝ કરવાની ના પાડી હતી.અત્યારે તો તું સોંગ સાંભળી શકે છે.શિવાંગી માનવીના કાનમાં હેન્ડસ્ફ્રી ભરાવતા કહે છે.
હા….માનવી વર્તમાનમાં પાછી આવતા કહે છે.