સ્ટોરરૂમમાં અભય સવારે જેની સાથે અથડાયો હતો એ બંને ઝાડુવારા હતાં એ પણ હાથમાં ગન સાથે!
…
એ બંનેને ગન સાથે જોઇને અભય ચોંકી જાય છે.
“મારે આ વિશે સરને જાણ કરવી જોશે.પણ મારી વાતનો તો કોઇ વિશ્વાસ જ નહીં કરે.અને જો હું કોઇને બોલાવવા ગયો અને એટલી વારમાં આ લોકો અહીંથી ચાલ્યા ગયા તો.”અભય વિચારે છે.
એક કામ કરુ હું આ લોકોનો વિડિઓ ઉતારી લહુ. અભય પોતાના ખિસ્સામાંથી ફોન કાઢે છે અને રેકોર્ડિંગ ચાલુ કરે છે.
“ઇમરાન,બગ્ગા તો અહીં વહેલી આવી જવાની હતી તો પછી આટલું મોડું કેમ કર્યું?”
કંઈ નક્કી ન કહેવાય. જો કોઇ કારણસર એ મોડી પડી તો આપડો તો પુરો પ્લાનજ ચોપટ થઇ જાય. અમે એ બધું વિચારીને જ પ્લાન બનાવ્યો હતો.ઇમરાને જવાબ આપ્યો.
હા પણ હવે તો એ આવી ગયી છે ને.હવે શા માટે આપણે રાહ જોવી જોઇએ.
અદનાન,તને જેટલું કહ્યું છે એ જ કર. અમારો પ્લાન એક વાર બની ગયો એટલે પછી કોઇ કટોકટી હોય તો જ બદલે છે એ સિવાય નહીં.ઇમરાને થોડી કડકાઇથી કહ્યું.
અભય રેકોર્ડીંગ બંધ કરી સ્ટુલની નીચે ઉતર્યો અને દબાતા પગે સ્ટોરરૂમના દરવાજા તરફ ગયો.તેણે ઉંડો શ્વાસ લીધો અને મનમાં બોલ્યો, “અભય યુ હેવ ટૂ ડુ ઇટ.”
તેણે ખુબ ઝડપથી સ્ટોરરૂમનો દરવાજો બંધ કરી માથે સ્ટોપર મારી દીધી અને ત્યાંથી દોડતો દોડતો નીકળી ગયો.
“એ ઉભો રહે.”ઇમરાન બોલી ઉઠ્યો.પરંતુ ત્યાં સુધીમાં તો અભય તેઓને સ્ટોરરૂમમાં લોક કરી નીકળી ગયો હતો.
અરે નહીહીહીહી…..ઇમરાન દાંત ભીંસીને બોલી ઉઠે છે.
હવે આપણે શું કરીશું. એ છોકરો તો આપણને પુરીને ચાલ્યો ગયો. આપણે બહાર કેવી રીતે નિકળીશું. અદનાને ગભરાઇને કહ્યું.
નહીં, હું કોઇ પણ સંજોગોમાં મારો પ્લાન ફેલ થવા દઇશ નહીં. ઇમરાને ચારે બાજુ નજર કરી.તેણે લુચ્ચુ હસીને કહ્યું, “આપણે અહીંથી બહાર જરૂર નિકળીશું.”
અભય ફટાફટ દોડી સીડીનાં ચાર-પાંચ પગથિયાં ઉતર્યો ત્યાંજ સામે પ્રિન્સીપલસર, એસીપી બગ્ગા અને બીજા ચાર ઓફિસર મળ્યાં.પ્રિન્સિપલસર તેઓને સ્કુલ બતાડવા લઇ આવ્યાં હતાં.
અભયને હાંફતો જોઇને પ્રિન્સિપલસરે પૂછ્યું, અભય શું થયું?
સર…સર…સ્ટોરરૂમમાં ગન…અભયે હાંફતા હાંફતા કહ્યું.
શું થયું બેટા?પહેલાં તું શાંત થઇ જા. પછી બોલ.એસીપી બગ્ગાએ કહ્યું.
અભયે ઉંડો શ્વાસ લીધો પછી ફટાફટ પોતાનાં ખિસ્સામાંથી મોબાઇલ કાઢી જે રેકોર્ડિંગ કર્યું હતું એ બતાવ્યું.
ઓહ માય ગોડ.સ્ટોરરૂમ કંઈ બાજુ છે. એસીપી બગ્ગાએ પ્રિન્સિપલને પૂછ્યું.
મેડમ મેં સરોરરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો છે.અભયે કહ્યું.
શાબાશ બેટા. તું ખુબ બહાદુર છે.એસીપી બગ્ગાએ અભયની પીઠ થપથપાવી.
સર એ લોકો કંઇક બોમ્બની વાટ પણ કરતાં હતાં.અભયે કહ્યું.
બગ્ગાએ તેની સાથે આવેલ ચારેય ઓફિસરોને ઉદ્દેશીને કહ્યું, “નીતિન તું બધા જ બાળકોને અને બીજા બધાને સેફલી આ બિલ્ડીંગમાંથી બહાર મોકલી દે.ધ્યાન રાખજે કોઇને ખબર ન પડવી જોઈએ. કંઇક બહાનું બતાડી દેજે.”
યસ મેમ કહી નીતિન નીકળી ગયો.
રીમા તું અને મિલન મારે સાથે આવો અને મિશા તું અહીં પ્રિન્સીપલ પાસે ઉભી રહે.અભય તું પણ બધા સ્ટુડન્ટ સાથે બહાર નીકળી જા.
પણ મેમ હું તમારી સાથે આવું તો.એમ પણ દરવાજો તો બંધ જ છે.
નો અભય, એ લોકો બહું ખતરનાખ હોઇ શકે. હું તને મુશ્કેલીમાં ન મૂકી શકું.
ઓકે મેડમ.તો હું મિશાદીદી પાસે રહું જેથી તમે જ્યારે એ લોકોને પકડીને આવો તો મારી પાસે જે બીજી ઇન્ફોર્મેશન છે એ તમને આપી શકું.
ઓકે. મિશા ટેક કેર ઓફ હીમ. એને થોડીવાર માટે પણ બિલ્ડિંગમાં એકલો ન મૂકતી.
મેડમ અહીં ઉભા રહીએ એનાં કરતાં અમે લાઇબ્રેરીમાં જઇએ. તે ખૂબ મોટી છે.તમે એ લોકોની પકડી લો પછી જ્યાં સુધી બિલ્ડીંગ ખાલી ન થાય ત્યાં સુધી રાખી શકો છો.પ્રિન્સીપલે કહ્યું.
તેઓને અનુમતિ આપી એસીપી બગ્ગા,રીમા અને મીલન સ્ટોરરૂમ તરફ ગયાં.
( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)