માનવી પોતાની ડ્યૂટી પુરી કરીને ઘરે પહોંચી.જમી લીધાં બાદ તેણે કેસની ફાઇલ હાથમાં લીધી. તેમાંથી જે જરૂરી લાગી તે બધી માહિતીની નોંધ કરતી ગઇ.ફાઇલમાં છેલ્લે એક સ્કુલનો ફોટો હતો. માનવીનું ધ્યાન એ ફોટા તરફ ગયું. એ બિલ્ડિંગમાં મોટા અક્ષરે લખ્યું હતું.‘શ્રી એ.પી.સિંઘ. સ્કુલ’.એ સ્કુલ કે જ્યાં તે અને અભય સાથે ભણ્યાં હતાં.જ્યાં બંનેની ન જાણે કેટલીયે નાની-મોટી મધુર સ્મૃતિઓ હતી.
…
દિલ્હી 2012,
અભય પોણા સાત વાગ્યે પોતાની સ્કુલ શ્રી એ.પી.સિંઘમાં પહોંચ્યો.આજે તેના ફેવરેટ એસીપી બગ્ગા આવવાનાં હતાં તેથી તે ખુબ જ ખુશ હતો.
(એક મંદિર પર બોંબ બ્લાસ્ટ થયો હતો.પરંતુ સદભાગ્યે બોંબની જાણ થઇ જતાં કોઇ મોટી જાનહાની થઇ હતી નહીં.એસીપી બગ્ગાએ એ વિશે જબરદસ્ત સ્પીચ આપી હતી. એ સ્પીચને લઇને તેઓને ધમકીઓ પણ મળી હતી. પરંતુ તેઓ તેનાથી ડર્યા નહતાં.તેઓએ પોતાની કામગીરી ચાલું જ રાખી હતી.)
અભય ક્યાં હતો તું અત્યારસુધી.હું ક્યારનો તારી રાહ જોવ છું.રોહને કહ્યું.
હોસ્પિટલે ગયો હતો.એટલે થોડું મોડું થઇ ગયું. હાલ મારી સ્પીચ સાંભળ.
ના એ તું તારા એસીપી મેડમને જ સંભળાવજે. ચાલ હવે.
અભય અને રોહન પ્રોગ્રામ શરૂ થવાની વાર હોવાથી પોતાના કલાસરૂમ તરફ ગયાં.અભયનું ધ્યાન વાતોમાં હતું તેથી તે લાઈબ્રેરી પાસે ઝાડુવારા સાથે અથડાયો.
સોરી અંકલ.મારું ધ્યાન નહતું.અભય ઝાડુવારાને ધ્યાનથી જોઈને પુછયું, “ મેં તમને પહેલાં તો ક્યારેય સફાઇ કરતાં જોયા નથી.”
વો.. ઝાડુવારો થોથવાઈ જાય છે.
છોડને અભય. શું ખોટી પંચાત કરે છે. નવા આવ્યાં હશે.ચાલને ભાઈ.રોહને અકળાતા કહ્યું.
ના રોહન.મને કાલે જ આપણા કલાસટીચરે સ્ટુડન્ટસ અને ટીચર્સ સિવાયનાં અન્ય કર્મચારીઓનું લિસ્ટ લઇ પ્રિન્સીપાલની ઑફિસે મોકલ્યો હતો. પ્રિન્સીપલસર મીટીંગમાં હોવાથી હું બહાર રાહ જોઇને બેઠો હતો. ત્યારે મેં લિસ્ટમાં નજર કરી હતી. એમાં તો એક પણ નવાં મેમ્બરનું નામ નહતું.પાછાં ગઈકાલથી પ્રિન્સિપલસર ફ્રી જ નથી થયાં અને તેઓ ઇન્ટરવ્યુ વગર કોઇ પણ વ્યક્તિને લેતાં નથી.એમ પણ આટલાં મોટા પ્રોગ્રામમાં અજાણ્યા માણસોને તો ન જ આવાં દે ને.
અરે યાર તે તો લાબું લેકચર આપી દીધું.આજે પ્રોગ્રામ છે તો એક્સટ્રા સફાઇ કર્મચારી પણ જોઇ. માટે રાખી લીધા હશે.રોહને કહ્યું.
પણ….
આજે વધારે કામ હોવાથી અમે બંને રામુની સાથે આવ્યા છીએ.પાછળ ઉભેલા બીજા સફાઇ કામદારે અભયની વાત વચ્ચેથી કાપતાં કહ્યું.
સાંભળી લીધું હવે ચાલ.રોહન અભયનો હાથ પકડી ત્યાંથી લઇ ગયો.
…
પ્રોગ્રામ શરૂ થવાને હવે થોડા સમયની જ વાર હતી.તેથી બધાં સ્ટુડન્ટ્સ ઓડિટોરિયમમાં ગોઠવાયા.થોડી વાર બાદ એસીપી બગ્ગા આવ્યાં. પ્રિન્સિપલ સરે વેલકમ સ્પીચથી અને બધાં સ્ટુડન્ટ્સે તાલીઓના ગણગણાટથી તેઓનું સ્વાગત કર્યું.
એક પછી એક પરફોર્મન્સ પૂરાં થતાં ગયાં. થોડી વાર બાદ અભયનો વારો આવ્યો. અભયે પોતાની દેશપ્રેમ વિશેની સ્પીચથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા.તેની સ્પીચ પુરી થતાં એસીપી મેડમ સહિત બીજા બધાએ ઉભા થઇ અભયને તાળીઓથી વધાવી લીધો.
અભય પોતાનો પર્ફોર્મન્સ પુરો થયા બાદ ખુશ થતો થતો સ્ટેજની પાછળનાં ભાગમાં આવ્યો.
તમે આટલા કેરલેસ કંઈ રીતે થઇ શકો. મેં તમને કીધું હતુંને કે આગલા દિવસે બધી તૈયારી થઇ જવી જોઈએ.પ્રિન્સીપલસરે કમ્પ્યુટર ટીચર પર ગુસ્સે થતાં કહ્યું.
સોરી સર.પણ મેંતો કાલે જ આ પડદો ચેક કર્યો હતો. ખબર નહીં અત્યારે કેમ તૂટી ગયો. પણ તમે ટેંશન ન લો.સ્ટોરરૂમમાં એક એક્સટ્રા પરદો પડ્યો છે.હું એ લઇ આવું. ત્યાં સુધીમાં તમે બાકી છે એમાંથી કોઈ એક પર્ફોર્મન્સ પુરો કરાવશો પ્લીઝ. કમ્પ્યુટર ટીચરે રિકવેસ્ટ કરતાં કહ્યું.
સર તમે કહો તો હું પરદો લઇ આવું?અભયે પૂછ્યું.
હા. લેતો આવ. સ્ટોરરૂમમાં જે જુની બુક્સનું સ્ટેન્ડ છે તેની પાછળ હશે. તું એ લેતો આવ ત્યાં સુધીમાં હું પ્રોજેક્ટર અને લેપટોપ ચેક કરી લવ.
ઓકે સર.
અભય સ્કુલ બિલ્ડિંગમાં ત્રીજા માળે લાઈબ્રેરીની બાજુમાં આવેલ સ્ટોરરૂમ પાસે પહોંચ્યો.તે હજી સ્ટોરરૂમ નજીક પહોંચ્યો જ હતો ત્યાં તેના કાને અવાજ પડ્યો.
"બસ ઇમરાન હવે માત્ર એક જ કલાક પછી..બૂમ….."
"એ તું ધીરે બોલ કોઇક સાંભળી જશે. બીજી વ્યક્તિ બોલી."
અભય વિચારે છે, “આ આવજ તો ક્યાંક સાંભળ્યો હોય એવું લાગે છે.”
અભય સ્ટોરરૂમના દરવાજા તરફ જવાને બદલે સ્ટૂલ લઇ બારીમાંથી જોવે છે.
સ્ટોરરૂમમાં અભય સવારે જેની સાથે અથડાયો હતો એ બંને ઝાડુવારા હતાં એ પણ હાથમાં ગન સાથે!
…
( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)