લવ સ્ટોરી - ભાગ ૫ Arbaz Mogal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

લવ સ્ટોરી - ભાગ ૫

કાલે સવારે વહેલો ઉઠી જાય છે એતો વહેલો ઉઠીને તૈયાર થઈ સ્કૂલે જાય છે... અમિતને એમ હતું કે નિશા આવશે એટલે એની સાથે વાત કરીશ...

એ સ્કૂલે જાતો હોય છે એને નિશા દેખાય છે... નિશા પણ વહેલી આવી ગઈ હતી... આજે એ પાળી ઉપર બેઠી હતી... એટલે અમિતતે આ મોકો જોઈને ચોકો માળ્યો... અમિત એ નિશાની બાજુમાં જાય ને બેસે છે...

અમિત : હાઈ નિશા ગુડ મોર્નિંગ

નિશા : ગુડ મોર્નિંગ

અમિત વિચારતો હતો કે આને આઈ લવ યુ કહી દઉં પણ કોઈ છોકરીને ડાયરેકતો વાત નાજ કરાયને આમ એને લાગતું હતું કે નિશા પણ એને પ્રેમ કરતી હશે... પણ આ બધું મૌનની ભાષામાં થયું હતું અને એની સાથે કોઈ પણ વાત કરી ન હતી...

નિશા : ઓયય સવાર સવારમાં ક્યાં વિચારમાં પડી ગયો છો...

અમિત : કઈ નહીં આતો તારા વિશે વિચારતો હતો...

આ સાંભરી નિશા શરમાઈ જાય છે... એટલે લડકી હસીતો ફસી આ વાક્ય ઉપરથી અમિત ને એમ થયું કે નિશાને આય લવ યુ કહી દઉં...

અમિત : અઅ.... આ...

( ત્યાંતો મોહિત નિશા અને અમિત વચ્ચે આવીને છુપકે છુપકે ક્યાં બાત હો રહી હૈ )

નિશાતો ત્યાંથી ઉભી થઈ વયી જાય છે... હવે આ ગુસ્સેથી લાલચોર થઈ ગયેલો અમિત હવે આ મહેશને મૂકે...

અમિતતો મહેશનો કાંચલો જાલી લે છે... પછીતો ધિક્કા પાટતા નો વરસાદ આવી જાય છે... અમિતતો મહેશને મારી મારીને બેવડો કરી નાખે છે...

અમિત : આ બધું તે શું ચાલુ કર્યું છે... હું હજી એને આઈ લવ યુ કહેતો હતો ત્યાંતો તું વચ્ચે આવી ગયો બવ મજા આવે છે... એમ કહી હજુ એક ધુમ્બો મારે છે...

મહેશ : ના ના મારા ભાઈ હવે જાવા દે બીજીવાર આવું નહિ કરું મને માફ કારીદે...

અમિત : હા હવે ભાઈબંધ નહીં પણ ભાઈ સમજીને જાવા દઉં છું... બીજી વાર આવું કર્યું એટલે તને નહીં મુકું...

મહેશ : હા હવે મુક...

એમ કહી મહેશ અને અમિત બને વચ્ચે કાંઈ જ ન હોય એવી રીતે એક મેક થઈને સ્કૂલમાં ચાલ્યા જાય છે...

અંદર કલાસમાં જઈને પોતાની છેલ્લી બેન્ચ પર જાયને બેસી જાય છે... જાને એ ત્રણેય લોકો ઘરથી બેન્ચ લઈને આવ્યા હોય એવી રીતે કોઈને બેસવા નહોતા દેતા...

ત્યાંતો પ્રાર્થના નો બેલ વાગે છે નિશા હજુ સુધી સ્કૂલમાં આવી નહોતી... આમેય આ ટિમ છેલ્લે નીકળે અને અમિતને પણ નિશાની વાત જોવાનો મોકો મળી ગયો... ત્યાંતો મહેશ અમિતની મસ્તી કરતો બોલે છે...

મહેશ : શુ થયું અમિત આજે વહેલું નથી જાવું , ટીમના નિયમનો કેમ અમલ કરશ...

અમિત : શાંતિ રાખ હવે... મને ખબર છે કે તું શું કહેવા માંગસ... હું નિશાની રાહ જોવ છું...

કલાસના બધા પ્રાર્થનામાં વયા ગયા હતા... એટલે આણે પણ જાવું પડે એમ હતું જો કલાસમાં એકલા જોઈ જાય તો ટીચર સજા કરે એટલે કાઈ પણ વિચારિયા વિના પ્રાર્થનામા ચાલ્યો જાય છે...

પ્રાર્થના પુરી થઈ ગઈ હોય છે... બધા કલાસમાં આવે છે... એ ત્રણેય પાછળની બેન્ચ પર બેઠા હોય છે... અમિત જોવે છે કે નિશાની બહેનપણી આવી નહોતી એટલે નિશાની બાજુની જગ્યા ખાલી હતી... અમિત છાનો માણો થઈ નિશાની બાજુમાં જઈને બેસી જાય છે...

ટીચર કલાસમાં આવે છે બધા વિધ્યાર્થી ગુડ મોર્નિંગ બોલે છે... ટીચર પણ ગુડ મોર્નિંગ બેસી જાવ કહે છે... બધા વિદ્યાર્થી બેસી જાય છે... નિખિલથી રહેવાતું નથી... ઉભો થઈને...

નિખિલ : ટીચર અમિત છોકરીની બાજુમાં બેઠો છે...

ટીચર જોઇવે છે...

ટીચર : અમિત કેમ છોકરીની બાજુમાં બેઠો છે તારી જગ્યા પર જઈને બેસી જા...

અમિત કાય બોલતો નથી અને મહેશની બાજુમાં જઈને બેસી જાય છે...