સ્ત્રી સંઘર્ષ...ભાગ 12 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ...ભાગ 12

છેલ્લા ભાગમાં આપણે જોયેલું હતું કે રેખા ફરી માતા બનવા જઇ રહી છે ત્યારે ઘરની પરિસ્થિતિ અને પરિવારના બધા સભ્યો વચ્ચે ના આંતરિક સંબંધોમાં થોડો ફેરફાર આવેલો છે એક આદર્શ વહુ તરીકે હંમેશા શાંત રહી સાસુના ઓડ અને પરિવાર ની જવાબદારી સંભાળતી રેખા હવે સંપૂર્ણ રીતે પોતાની દીકરી માટે જાગૃત બની છે પોતે જે સહન કરેલું છે તે હવે પોતાની દીકરીને નહીં કરવા દે તેવી મનોમન મક્કમતા સાથે હવે તે પરિવારને દીકરો આપી તેમનું મોઢું બંધ કરવા જઈ રહી છે પરંતુ શું ખરેખર તેણે જે વિચારેલું છે તેજ થશે શું આ યોગ્ય છે ખરૂં..

બા અને રેખાને દીકરાની જ આશા હતી જ્યારે ઘરના સૌ કોઈ માત્ર આવનારા બાળકના હર્ષ અને ઉલ્લાસભેર સ્વાગત માટે તૈયાર હતા. દીકરા અને દીકરી ની વંશ માટે તુલના કરવી કદાચ આજના પ્રગતિશીલ દેશ કે સમાજ માટે યોગ્ય નથી પરંતુ શું આ શક્ય છે? પારિવારિક વિચારો આ સ્વીકાર કરે છે લોકો દીકરી માટે જેટલા આઝાદ વિચારોથી સજ્જ બન્યા છે પરંતુ દીકરાથી જ વંશવેલો આગળ વધે છે તે વિચારો આપણા આજના આદર્શ સમાજમાંથી ગયા છે ખરા.....???

રેખા ના નવ મહિના એક અલગ જ માહોલ માંથી પસાર થતા હતા. ધીરે ધીરે હવે ઘરમાં પણ સૌ કોઈ આવનારા બાળકની રાહ જોઈ રહ્યું હતું ત્યારે રાજીવ નો સૌથી નાનો ભાઈ વિરાટ પણ પોતાની પસંદની અને કોલેજમાં સાથે ભણતી છોકરી ને પરિવારના સૌ કોઈને માળાવી ચૂક્યો હતો અને ટૂંક સમયમાં જ બંનેની સગાઈ થશે એમ પણ નક્કી થઈ ગયું હતી. શરૂઆતમાં તો કિરણબેન ખૂબ ઊંચા નીચા થયા હતા પરંતુ રાજીવ યે અંતે તેમને સમજાવીને બધું થાળે પડયું હતું ધીરે ધીરે વધુ સરસ થાય છે એમ સૌ કોઇના મનમાં વિચાર થવા લાગ્યો હતો.

જ્યારે રાજીવે તો બાળકના આવ્યા પછી પોતાનું ટ્રાન્સફર કરાવી પરિવાર થી અલગ જતા રહેવાનો વિચાર કરી લીધો હતો અને આ માટે તેણે અરજી પણ આપી દીધી હતી તેણે નક્કી કરી લીધું હતું કે હવે આ બધું તે વધુ પોતાના પરિવાર સાથે થવા દેશે નહીં રેખા ,રૂચા અને જો આવનારું બાળક દીકરી હશે તો તેને તે એક સુરક્ષિત ભવિષ્ય આપશે ...પરંતુ શું પરિવારથી આ વિભાજન શાંતિથી પતશે ખરું ??શું કિરણ બહેન પોતાના આદર્શ રામને પોતાનાથી દૂર જવા દેશે ખરું શું તેને આ બધાનો અત્યારે કોઈ વિચાર પણ છે ખરો...

અંતે રેખા પોતાની ડિલિવરી માટે દવાખાને આવી પહોંચી. આજે અચાનક રાજીવે દવાખાનામાં રેખાની આ હાલતમાં પણ આશ્વાસન આપતો હોય તેમ બંનેને એકલા જોઈ પોતાનો હાથ રેખાના હાથ માં મૂકી જેમ એક નાના બાળક ને પંપાળતો હોય તેમ પોતાની મનોકામના અજાણ બની ને જણાવી દીધી કે તેની ઈચ્છા એ છે કે તેનું બીજું બાળક પણ દીકરી જ હોય ...આ સાંભળી રેખા અવાક બની ગઈ પોતાના મનમાં શું ચાલે છે તે તેણે રાજીવને ક્યારેય જણાવ્યું ન હતું છતાં રાજીવ ના કહેલા આ શબ્દો તેના મનમાં શંકા ઊભી કરી રહ્યા હતા કે શું ખરેખર રાજીવ કઈ જાણે છે ખરો...??
મનોમન તે પોતે નવ મહિના કરેલી પ્રાર્થના વિશે વિચારવા લાગી કદાચ તેના મનમાં પણ દીકરી માટે કોઈ ભેદભાવ ન હતો અને આ બધું પણ તે પોતાની દીકરી રુચા માટે જ કરતી હતી પરંતુ શું દીકરા માટેની ઘેલછા એ તેને સ્વાર્થી બનાવી દીધી હતી કે તેણે રાજીવ નો પણ વિચાર જાણવાની જરૂરિયાત ન લાગી?? શું આમાં રાજીવ નો ખરેખર કોઈ વાંક હતો ખરો હવે તે આ પરિસ્થિતિમાં પણ એક ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ. ખરેખર જો દીકરી આવી તો શું તે એ જ ભાવથી અને લાગણીથી સ્વીકાર કરશે જેમ તે દીકરાને સ્વીકારેત...

રેખા મનોમન બધું વિચારી રહી હતી પરંતુ તે કશું બોલી નહીં તેનું મૌન જોઈ રાજીવ પણ બાજુમાં પડેલા ટેબલ પર બેસી ગયો તેને પણ થોડી ચિંતા થતી હતી જે તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતી હતી પરંતુ રેખા સામે તે નબળો પડવા માંગતો ન હતો તે જાણતો હતો કે તેણે જે અત્યારે રેખાને કીધેલું છે, તે કદાચ રેખા ને આવનારી પરિસ્થિતિ માં હિંમત આપશે અને તે હંમેશા તેની સાથે છે તેવું આશ્વાસન તેને નબળી પડવા નહીં દે..

મોડી રાત્રે રેખા નું દર્દ વધવા લાગ્યું ,પ્રસુતિનો સમય જેમ નજીક આવતો હતો તેમ તે થોડી ઢીલી પડવા લાગી હતી જ્યારે રેખાને ઇમર્જન્સીમાં લઈ જવામાં આવી ત્યારે રાજીવ તેની સાથે રહેવા માંગતો હતો પરંતુ રેખા જાણતી હતી કે રાજીવ તેને આ રીતે જોઈએ વધુ ડઘાઈ જશે આથી તેણે સ્પષ્ટ ના કહી દીધી રાજીવ ચૂપચાપ ઈમરજન્સી રૂમની બહાર રહેલી બેન્ચની કોરે બેસી ગયો તેની સાથે ઈમરજન્સી રૂમની બહાર કિરણ બહેન અને મોહન પણ ઉભા હતા પરંતુ રાજીવ અત્યારે કોઈ સાથે વાત કરી શકે તેમ ન હતો.

થોડીવાર પછી ડોક્ટર રૂમની બહાર આવ્યા અને રેખાને સ્વસ્થ દીકરી આવી છે અને માતા અને બાળક ની તબિયત સારી છે તેવા શુભ સમાચાર આપ્યા રાજીવ તો બધું જ ભૂલી ને રેખાના વિશે પૂછવા લાગ્યો તેણે પોતાની માતા કે મોહન ની સામે જોયું પણ નહિ અને અંદર રેખા ને મળવા જતો રહ્યો જ્યારે કિરણ બહેનના ચહેરા પરના મિશ્ર ભાવ જોઈને મોહન ઘણુ બધુ સમજી ગયો હતો જોકે દીકરા કે દીકરી સાથે તેણે કોઈ ભેદભાવ ન હતો તે તો સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતાના ભાઈ અને ભાભી ની ખુશીમાં ખુશ હતો . પરંતુ પોતાની માતાને આ રીતની મનોદશા માં ડૂબેલા જોઈને તેને ગુસ્સો આવી ગયો તે થોડાક અચકાતા ભાવ સાથે બોલ્યો કે," માં જો તમને ભાઈ અને ભાભી અને આવનારી આં બાળકની ખુશી માં ખુશ ન થવું હોય તો પણ કદાચ તમે તમારો આં મત તમારી પાસે રાખીને ભાભી માટે તો નહિ પણ ભાઈ ની ખુશી માટે તો હસતા ચહેરા સાથે આં દીકરી ને વધાવી શકો તેમ છો.. શું તમે આ નહિ કરી શકો ??".

આવનારી બાળકી ફૂલો ના સ્પર્શ જેટલી કોમળ અને ચંદ્રમા જેટલી શીતળ હતી. તેના સુંદર ચહેરા પર માસુમિયત ના ભાવ છલકાતા હતા તેનો રડવાનો અવાજ પણ એકદમ મીઠો અને મધુર હતો . રેખા તો અત્યાર સુધીનું બધું જ ભૂલીને આંખમાંથી છલકાયેલા આંસુ સાથે દીકરી ને જોઈ રહી હતી. રાજીવ પણ આ દ્રશ્ય જોઈને સ્વસ્થ થઈ ગયો તેને રેખા પર એટલો તો વિશ્વાસ હતો કે તે પોતાની સંતાનમાં કોઈ ભેદ નહિ રાખે. તે રેખાનો પોતાની દીકરીને વહાલ કરતી તસવીર લેતા પોતાને રોકી શક્યો નહીં કદાચ આ એ સમય હતો કે પોતે પણ માતૃત્વનો અહેસાસ ઝીલી રહ્યો હતો રાજીવ ને જોતા જ રેખાને થોડા સમય પહેલા થયેલો સંવાદ યાદ આવી ગયો તે અચાનક રડતા અવાજે રાજીવ પાસે માફી માંગી રહી હોય તેમ બબડવા લાગી પરંતુ રાજીવ તેને શાંત કરીને પોતે ખૂબ જ ખુશ છે તે વ્યક્ત કરવા લાગ્યો અને રેખાને પણ બધું ભૂલી જવા કહ્યું .

થોડીવાર પછી મોહન અને કિરણ પણ અંદર આવ્યા પોતાની સાસુને જોતા જ રેખા થોડી ઝાંખી પડી ગઈ હવે તે આવનારી પળ વિશે તે થોડી અટકણ લગાવવા માંડી . પરંતુ કિરણ બહેન એક માતા તરીકે પોતાના પુત્રોની સામે તે પોતાને નીચી પાડી શકે તેમ ન હતા આથી તે પોતાની સામે જોતા રાજીવ અને મોહનને પાછળ કરીને રેખાના હાથમાંથી બાળકીને લઈ તેની નજર ઉતારવા લાગ્યા અને પોતાને બોલતી રોકી ન શક્યા કે" સાક્ષાત દેવીનું સ્વરૂપ છે મારી લાડલી..."