સ્ત્રી સંઘર્ષ....ભાગ 11 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ....ભાગ 11

રાજીવ સમુદ્રમાં આવેલી ભરતી પછી જે જેલો ખેંચાઈ જાય તેમ ચાલ્યો ગયો પરંતુ બાપુજી ના મગજ માં એક પ્રગાઢ તોફાન હોલે ચડયું હોય તેમ ભૂતકાળની કેટલીક અવિસ્મરણીય સ્તુતિ થવા લાગી. જાણે આવનારો સમય કેવો પરિવર્તન લાવશે તેવું બાપુજી વિચારવા લાગ્યા. કદાચ તે હવે સમજી ચૂક્યા હતા કે દરેક શરૂઆતનો અંત તો હશે જ. કદાચ આવનારું બાળક કેટલા એ વિભાજન લાવશે. રાજીવ અને રેખાએ ઘરના મોટા તરીકે પોતાના નાના માટે ઘણી જવાબદારી અને સંઘર્ષો સહન કર્યા હતા અને કદાચ આગળ પણ કરતા રહેશે પરંતુ શું ઘરના સભ્યોને તેના વિશે કોઈ એહસાસ છે ખરો...??

" હું તારું કંઈ નહીં સાંભળુ હો !! બસ તારે તો આ પૂરું કરવાનું જ રહ્યું". કઈ ખિલખિલાટ કરતા કિરણબેન રેખા ના રૂમ માં થી બહાર નીકળ્યા અને બાપુજી આંગળા ના હિંચકે બેઠા આ વધુ જોઈ રહ્યા હતા .જોકે કિરણબેન આમ તો સમજદાર હતા પરંતુ રેખા તેમની પસંદ ન હતી કદાચ તેમણે ખચકાતા મન સાથે તેણે સ્વીકારી તો લીધી પરંતુ કઈક એક ફરિયાદ હંમેશા તેમની રહેતી જ. સામાન્ય અને રોજિંદા જીવનમાં કિરણબેન રેખાની વધુ કાળજી ક્યારે લેતા ન હતા પરંતુ બહાર સમાજ સામે તેમણે ક્યારે આ બધું દેખાડવા દીધું નહીં અને કદાચ તેનું કારણ પરિવારનું આત્મસન્માન હોઈ શકે પરંતુ જ્યારે હવે પોતાના પુત્રને પરિવારના વંશની વાત આવી ત્યારે તેમનામાં આવેલું પરિવર્તન સૌ કોઇ જોઇ શકતા હતા. જોકે આપ પરિવર્તન તો રુંચા સમયે પણ એટલું જ હતું. શું ખરેખર આ તેમનો સ્વાર્થ હોઈ શકે....??

બાપુજી હવે એટલું તો સમજી ગયા હતા કે જો કિરણ બહેનને યોગ્ય સમયે કોઈએ અહેસાસ કે ભાન ન થયું તો તેનું પરિણામ પરિવાર ને ચૂકવવું પડશે અને તે કિરણ બહેનથી સહન નહીં થાય પોતાના બે નાના પુત્ર મોહન અને વિનય માટે કિરણબેન વધુ ને વધુ શ્રેષ્ઠ કરવા માંગતા હતા કવિતા માટે પણ તેમની લાગણી કંઈક અલગ હતી પરંતુ રેખાએ આપેલા બલિદાનો ને તુચ્છ ગણવા અથવા નજરઅંદાજ કરવું હવે કદાચ ભારી પડી શકે... કારણકે હવે રાજીવ પણ પોતાની માતાની આ બેરુખી જોઈ શકતો હતો કદાચ આવનારા બાળક માટે રાજીવ ને રેખા ની જીદ કે કિરણ બહેનની મહત્વકાંક્ષા હોય તેવું લાગી રહ્યું હતું. તેની આમાં સંપૂર્ણ સહમતી ન હતી તે તો હવે સ્પષ્ટ થઈ ગયું હતું.

સમય પસાર થવા લાગ્યો હતો. . રેખાની ગર્ભ પ્રક્રિયા ને પણ હવે બે મહિના ઉપર થી વધુ સમય થઈ ગયો હતો કદાચ હવે તેની માટે ઘરમાં સંપૂર્ણ બદલાયું હતું. એક સમય હતો જ્યારે રેખાને કોઈ કશુ પૂછુંતું જ ન હતું એમ રેખા ને લાગતું હતું ને હવે ઘરમાં આવતાંની સાથે સૌ કોઈ રેખા... રેખા કરતું હોય એવું લાગવા લાગ્યું હતું અને રેખાને પણ આજ જોઈતું હતું તેના મનમાં ચાલી રહેલી પુત્ર ઘેલછાને રાજીવ જોઈ શકતો હતો અને આ બધું તેને વધુ ને વધુ તકલીફ આપતું હતું કારણ કે જો બીજી દીકરી આવી તો રેખાતો જાણે કોઈ કરી નાખશે પોતાની સાથે અને કિરણ બહેન પણ બધી નિરાશા રેખા માટે જ ઉતારશે .. સમીર પણ રાજીવની આ ચિંતા જોઈ શકતો હતો પોતાના મિત્ર માટે તેને પણ ઘણું દુઃખ થતું હતું કદાચ પોતાના જ પરિવાર વિશે શંકા તેણે ઉત્પન્ન કરી છે તેઓ બોધપાઠ તે પોતાની માથે લેવા લાગ્યો હતો મનોમન તેને થતું હતું કે કદાચ તેણે કોઈ ભૂલ તો નથી કરીને શું આનાથી રાજીવ પણ પહેલા જેવો રહ્યો નથી અને આના માટે હવે શું કરવું જોઈએ શું કરીને રાજીવને કોઈ શું યોગ્ય ઉકેલ આવવો જોઈએ???

જોકે તે જાણતો ન હતો કે હવે આનો ઉપાય બાપુજીએ શોધી કાઢ્યો છે અને હવે તે એની માટે એક કઠોર નિર્ણય લેવા જઈ રહ્યા છે..