પૈડાં ફરતાં રહે - 19 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

પૈડાં ફરતાં રહે - 19

19

કોઈના કહ્યા વગર બીજે દિવસે કોમરેડ અને એક લીડર જીવણ મહારાજને ઘેર ગયા. ખરખરો કર્યો કે 'હશે. થવા કાળ. આમ તો કાંઈ છૂટે નહીં પણ મેં સાહેબોને વાત કરી છે. નોકરીમાં હોય એ તો સસ્પેન્ડ થાય, ત્રણેક ઇન્ક્રીમેન્ટ અટકે અને ઉપરથી પોલીસ કેસ થાય. જેલ પણ. આ તો અમે કહ્યું ને સાહેબ માન્યા. તમને તો સસ્પેન્ડ કરવા હોય તો પહેલાં નોકરીએ લેવા પડે.'

પોતાની જ જોક પર કોમરેડે તાળી માટે હાથ ધર્યો. અતિ ગંભીર જીવણ મહારાજે ક્યારેય કોઈને તાળી આપી વાત નહોતી કરી. તેઓ ચૂપચાપ સાંભળી રહ્યા.

'બે ત્રણ પગાર જેટલા એટલે કે લાખેક રૂપિયા દંડ વગેરેના લઈ છોડી દેશે. ચાર્જશીટનો જવાબ અમે લખાવી દેશું.' કોમરેડે કહ્યું.

'કોમરેડ, તમે હવે શું કામ તકલીફ લો છો? હું તમારો મેમ્બર નથી. બ્રાહ્મણને ઘેર આવ્યા છો તો થોડી પ્રસાદી ખાઈ, ચા પી ને વિદાય લો. હું મારું ફોડી લઈશ.' મક્કમ અવાજે મહારાજે કહ્યું.

હું તેમને ઘેર એ ટાઈમે હતો. મારે સાંજની ડ્યુટી હતી.

'તો શું વકીલ રોકશો? આમાં ચિઠ્ઠીના જવાબથી વાત નહીં પતે. ઇન્કવાયરી બેસશે અને પોલીસ કેસ પણ થયો જ હશે. તમારું કામ નહીં એકલે હાથે..' બીજો લીડર બોલી ઉઠ્યો.

'મારું કામ ક્યાં ને ક્યાં નહીં તેની મને ખબર હોય કે તમને? જે થઈ ગયું એના માટે હું એસટીને મારી દિલગીરી વ્યક્ત કરવા કાગળ તૈયાર કરી જ રહ્યો છું. મને નુકસાનનો અફસોસ છે. પોલીસ કેસ કે જે થાય, હું જવાબ દઈ દઈશ.' મહારાજે કહ્યું.

એમ લીડરોને નોકરી પત્યા પછી પણ ન ટળાય એમ હું માનું છું. એ લોકોથી બહુ દોસ્તી કે જરાય દુશ્મની ન કરાય. પણ મહારાજ નહીં માને.

'મારો એક સગો વકીલ છે. બીજાથી ફી ઓછી લેશે. કહો એટલી વાર.' કોમરેડે કહ્યું.

'એ વકીલને ઓટોમોબાઈલ, એસટીના રુલ્સ, ટેક્નિકલ સંજોગો ને એ બધી ખબર પડશે?' મેં પૂછ્યું.

'તમારી મરજી. આ તો ખૂબ સારી આબરૂ ધરાવતા માંબરને પ્રોબ્લેમ થયો એટલે અમે આવ્યા. બાકી યુનીયનને ઘણાં કામ છે.' કોમરેડે કહયું.

'હું પૂજામાં બેસીશ અને પછી ડિવિઝનને માટે કાગળ લખવા બેસીશ. 'જે માતાજી'.' મહારાજે કહ્યું. કોમરેડ અને લીડર ચા એક ઘૂંટડે પી ને ચાલ્યા ગયા.

અમે ડિસ્કસ કર્યું (મને ચર્ચા, પરામર્શ ને એવા શબ્દો કરતાં રોજની વાતોમાં વાપરીએ ઈ અંગ્રેજી શબ્દો જ ફાવે હોં!) કે કોઈ નહીંને કોમરેડે જ સાહેબ કાંઈ પણ બોલે એ પહેલાં '1. એક્શન લો. 2. હીટ એન્ડ રન. 3. એક્સિડન્ટના આ સાહેબો સાક્ષી છે.' - એ ત્રણ વાક્યોમાં થ્રિ જજમેંન્ટ્સ ઈન વન સેન્ટન્સ આપી દીધાં. એને શું સ્વાર્થ છે એ ખબર નથી પડતી પણ આ ત્રણેય વાત આરોપ તરીકે ખોટી છે. એક્શન લેવા યુનિયન મેનેજમેંન્ટને સૂચવે કે મેનેજમેન્ટ પોતે લે? સાહેબ કઈંક એક્શન તો લેવાના જ હતા. એ કેમ એ જ વખતે કાંઈ બોલ્યા નહીં? અને કોમરેડ કેમ ચૂપ રહ્યો નહીં?

હીટ એન્ડ રન તો ભાગી ગયા હોઈએ તો કહેવાય. મહારાજ તો ત્યાં જ બેઠા રહેલા.

એક્સિડન્ટ એટલે જ ન ધારેલું થવું. કાંઈ જ જાણી જોઈને કર્યું નથી. તો ગુનો થયો હોય એના સાક્ષી હોય, નથી થયો એમાં સાહેબોને સામે ચાલીને સાક્ષી બનાવી દેવાની જરૂર ક્યાં હતી?

મેં પણ એ ઘટનાની એકએક વિગત મગજમાં ફિલમની પટ્ટીની જેમ ફેરવી. બોલતાંબોલતાં જ.

**

તો પાછી હું 1212. ભોમિયો મને ચલાવવા બેઠો પણ જરાય મૂડમાં નહોતો. ક્યાંક મને ઠોકી ન દે. એનું રસ્તે ડ્રાઇવિંગમાં ધ્યાન તો હતું જ. એ સાથે એ જે સ્વગત બોલ્યે જતો હતો એ એની ભાષામાંથી મારી એટલે કે આપણી ભાષામાં મુકું.

'ગઈકાલે ગભરાઈને સુધબુધ વગરના ને એકદમ હતાશ થઈ ગયેલા મહારાજ આજે હિંમતમાં હતા. પૂજા કરી સીધો ભગવાનને કોલ કર્યો હશે?

ભગવાન તો મહારાજ સાથે હોય જ, મેં પણ છેક સુધી સાથે રહેવા ખાતરી આપી.

હું તાત્કાલિક એ વર્કશોપમાં એ બસ રીપેર થઈ તો શું શું રીપેર કર્યું એના જોબકાર્ડનો ફોટો લઈ ચાર પાંચ કોપી સાયબર કાફેમાં પ્રીન્ટ કરાવતો આવ્યો.

મહારાજે બસ ઉપડી ત્યારે વડોદરા વર્કશોપનો ચેકીંગ રિપોર્ટ મંગાવ્યો. મહારાજનો ડોકટર દીકરો આપણે જોયું એમ વડોદરા ભણતો હતો. એ જાતે જઈ રિપોર્ટ લઈ આવ્યો.

વોલ્વો ક્યાં બસ સ્ટેશને કેટલા વાગે નોંધાઇ એની વિગતો પણ લીધી.

મહારાજ સાહેબને રૂબરૂ મળવા ગયા.

ડીસી સાહેબે મહારાજના ઇનામનો ચેક તો આપી જ દીધો. આગમાંથી અને તોફાન વચ્ચેથી બસ બચાવી એ દિવસનો ઉલ્લેખ કરતો પ્રશસ્તિપત્ર પણ.

તરત એની ઉપર એસટીએ લગાવેલ આરોપની વિગતો જણાવતો પત્ર પણ આપ્યો. સામાન્ય સંજોગોમાં પંદર દિવસમાં જવાબ આપવાનો હોય. અહીં તરત જ જવાબ આપવાનો હતો. પણ સાહેબે કહ્યું કે તમે વિગતો ચકાસી જવાબ તૈયાર કરી બને તેટલો જલ્દી આપશો. એ પછી ટોચના અધિકારીઓને તમે નિર્દોષ લાગશો તો બધી લેણી રકમ તમને જલ્દી આપી દેવાશે.

મહારાજે જે બન્યું એની વિગતવાર વાત કરી.

ડીસી સાહેબે એમને શાંતિથી સાંભળ્યા. એમને નવાઈ લાગી કે કોઈ કર્મચારી જવાબ આપવામાં યુનિયંનની મદદ લેવાને બદલે તેને દૂર રાખવા કહી રહ્યો છે. મહારાજની આબરૂ તો એમને ખબર હતી પણ જે ઘટના બની એ એમની નજર સમક્ષ બનેલી.

મહારાજને અકસ્માત કરવા, એસટીની પ્રોપર્ટીને નુકસાન કરવા અને કૂતરું નિર્દય રીતે કચરી નાખવાની બેદરકારી દાખવવા માટે ખુલાસો કરવા થોડા દિવસમાં લેટર મળ્યો. અમે સાથે બેસી જવાબ તૈયાર કર્યો એ મહારાજ રૂબરૂ જઈને આપી આવ્યા.

એ પછી એમને ઇન્કવાયરી કમીટી સમક્ષ હાજર રહેવા એક પત્ર દ્વારા કહેવાયું.

મહારાજ સાથે એમનું યુનીયન કહો, વકીલ કહો, સાક્ષી કે મિત્ર- જે કહો તે, હું હાજર રહેવાનો હતો. ઇન્કવાયરીની તારીખ આવી 25 ઓગસ્ટ. સાંજે ચાર વાગે.

**

થોડા દિવસ ઉપર કીધું એમ નોકરી કરી હું ઑફમાં ઘેર ગયો. રસ્તે એક નનામી લઈને જતા ડાઘુઓ મળ્યા જેમાં ઘણા જાણીતા હતા. કોઈ રોકકળ વગર સામેથી આવતું શબ શુકન કહેવાય એમ એવામાં માનતા જણા કયે છે. હું તો ક્યાં શુકન અપશુકનમાં માનું છું?

હું ઘરમાં ગ્યો. જોડા ઉતાર્યા અને લોટામાંથી અધ્ધરથી પાણીની ધાર કરતો ગટગટાવવા માંડ્યો ત્યાં ઠકરાણાં કયે,

'બાજુના ખેતરવાળા દેવશીભાઈ કાલે રાતે ખેતરમાં ચોકી કરવા ગ્યા તા ત્યાં પડી ગ્યા. સીધા મોં ભેર પથરાઓ ઉપર પડ્યા એટલે નાકમાંથી જે લોહી નીકળ્યું છે.. ખોપરી સુધી વાગેલું. છાતી ઉપરેય ઘા વાગ્યા તા ને લોહીલુહાણ થઈ ગ્યા તા. ભાભી તો માથું પછાડીને કાંઈ રોવે.. કાંઈ રોવે..'

હું તરત જ વળતા પગે સમશાને હડી કાઢતો ગ્યો.

તખતસિંહ પણ આવેલો. ઠકરાણાંના ગામનો અને આ લોકોનો સગો પિતરાઈ થતો 'તો.

દેવશીને ચિતા ઉપર સુવડાવેલો. મેં તરત એની બાજુના ખેતરવાળા મકનભાઈને પૂછ્યું કે શું થયું હતું. એણે કીધું કે બે'ક દિવસ પહેલાં અગાઉનાં તમારાં ખેતરને અડીને આવેલી એની જમીન માટે બાપજીના આશ્રમથી કોઈ મળવા આવેલા. પછી એ લોકો ખેતરમાં માપણી કરવા ને કઈંક જોવા આવેલા. ત્યાં દેવશીને ઇ લોકો હારે જોરદાર બોલાચાલી થઈ 'તી. રાતવરતના દેવશી પાણી જોવા ને વાડ ચેક કરવા નીકળેલો. ઈ મેં જોયેલું. ત્યાં રાતે ઈ એના ખેતર ને તમારા ખેતર વચ્ચે પડી ગયો હશે. મારો માણસ ત્યાં સૂતો'તો ઈ કયે દેવશીએ જે કાળી ચીસ નાખેલી! ઈ ટોર્ચ કરતો દોડ્યો પણ ન્યાં દેવશી ધકધક કરતું લોહી વહી જતો પડેલો…'

બાકીની વાત ન મને અહીં કરવી જરૂરી લાગે છે ન મારું એમાં ધ્યાન હતું.

દેવશીને કપાળ પાસે, છાતી ઉપર ને ગોઠણ ઉપર સોત ઘા હતા ન્યાં લોહી જામીને કાળું પડી ગયેલું.

મેં તરત કીધું, 'ભાઈઓ, આ લાશ આમને આમ રાખો. પોલીસને બોલાવી એનું પોસ્ટમોર્ટમ કરાવો. આ ખૂન છે. સામેથી પથરો મારીને કરેલું ખૂન.'

દેવશીના ભાઈ ને સાળા જોઈ રહ્યા. મેં કીધું, 'જો, હું પડી બતાવું છું. મને કોઈ ધક્કો મારો. તખત, તું જ માર.'

હું આગળ ચાલવા લાગ્યો ત્યાં પાછળથી ઓચિંતો તખતે મને ધક્કો માર્યો. મેં પડીને બતાવ્યું, "જોજો મારી હામે. મોં ભેર પડીએ તો બે હાથ પહોળા થાય જ. હાથ ઉપર છોલાય. કોઈ ઠોકર વાગી ઊંધા પડીએ તો એટલામાં આપણો ફોરસ (ફોર્સ) એટલો ન હોય કે કપાળ ચિરાઈ જાય. સામે કાચ ન દેખાય એટલે ઓફિસોમાં ભટકાઈએ છીએ ને! ઈમ બહુ બહુ તો ઢીમડું થાય ને લોહી નીકળે.

જોરથી ઊંધે માથે પડીને વાગે તો કપાળ હારે નાકની બાર્યે પણ ઘા હોય. ખભા કેમ ઘસરકા વગરના છે? છાતી ભટકાય તો ગોઠણ કેમ આટલા છોલાય. છાતી પાસે કેમ કાંઈ ઉઝરડો પણ નથી?

તપાસ કરાવો. આ ખૂન છે."

દેવશીના બાપા કાળોતરો કરડી ખેતરમાં જ રાતવરત દેવલોક પામેલા. મેં દેવશીના ભાઈને સમજાવ્યું કે કદાચ બાપાનું પણ ખૂન હશે.

હો હા મચી ગઇ. લોક ગ્યું પોલીસ સ્ટેશન. પોલીસ જમાદાર ક્યે દેવશીને કોણ મારી નાખવા નવરીનો હોય? લઈ જ ગ્યા છો તો હવે સળગાવો ચિતા ને કરો વાત પૂરી. ઈ ભૂમિપાલ ડાહીનો થાય છે, લાગ આવે એટલે મારી કસ્ટડીમાં લઈને ઝૂડી નાખીશ. સાલાનાં હાડકાં સાજાં નહીં રહેવા દઉં.'

તખત એની હારે ગ્યો તો. એણે વળી આ રેકોર્ડ કરી લીધું.

ગામના પુરુષો આ વખતે તો જામનગર જવા તૈયાર થઈ ગયા. અમે કોઈની મોટરસાઇકલ પર ધ્રોળ જઈને વાત કરી. ત્યાંના સાહેબ પાસેથી એમની સામે જ મેં ડીએસપી સાહેબને ફોન કર્યો. અગાઉ અમે મળેલા ને એમણે જ ખાસ તો બાપજી ઉપર ચોકી રાખવા કીધેલું. આજે તો એમણે કોઈ અધિકારીઓની ટીમ દોડાવી. ગામના જમાદારને રજા ઉપર ઉતારી ત્યાં ને ત્યાં તપાસ શરૂ કરાવી.

કે' છે બાપજીએ મને બોલાવવા માણસ મોકલેલો પણ પોલીસે આશ્રમની બાર એને નીકળવા ન દીધો.

રાતે મને લાગ્યું કે મારી રહીસહી જમીન કોર મારે આંટો મારવો જોઈએ. મને કાંક સૂઝ્યું. તખતસિંહ હજી નીકળ્યો નહોતો. ઠકરાણાં ઈ જ્યાં હતો ન્યાંથી એને બરકી આવ્યાં.

રાતે મારી આગળ ઈ મારાં કપડાં પહેરીને જાય ને હું પાછળ એમ નક્કી થયું.

રાતે નવ દસ વચ્ચે અમે એમ ગ્યા. તખતે બેટરી અને મેં અમારી એસટીમાં વપરાતો જેક માટેનો લોઢાનો સળિયો રાખેલો. અમે ઓતરાદી વાડ પાસે આવ્યા તો આગળથી પાણી છોડેલું અને અમારા ખેતરમાં એક કટકામાં તારની વાડ કરેલી. એનું એક ગૂંચળું મેં મારા સળિયાથી આઘું હડસેલ્યું તો મને કરંટ લાગ્યો. વાડમાંથી કરંટ પસાર થતો હતો. અમારી મોટર તો દખણાદી કોર હતી. તો આ કરન્ટ અમારો નહોતો.

સાચવીને અંધારામાં અમે આગળ વધ્યા તો દેવશીના આજે સુમસામ ખેતરમાંથી મોટરનો વાયર લઈ તાર હારે જોડેલો ને ઇલેક્ટ્રિક ચાલુ હતી.

અમે ઈ વાયર આવતો 'તો ત્યાં પુગ્યા. મારી પાસે ખેતરમાં જ લાંબો વાંસડો હતો એનાથી પાસેની વંડી ઠેકીને દેવશીનાં ખેતરમાં ગયા. જ્યાં તખત વાંસડો લંબાવી કરંટ બંધ કરવા જાય ત્યાં એની ઉપર પાછળથી એક કપડું ફેંકાયું. હું વંડી પાસે હતો ઈ છલાંગ મારી દોડ્યો. કપડું કોઈ માણસે પાછળથી ફેંકેલું અને ઈ કપડાંથી એવડો ઈ તખતનું ગળું ભીંસતો હતો. મેં એને ગોઠણ પાછળ જોરથી સળિયો ફટકાર્યો. ઈ તખતને ગળે કપડું વીંટેલુ એને ખેંચતો નીચે પડ્યો. મેં એને પાછળથી બથ ભરી લીધી. એણે એકદમ જોરથી મને પાછલા પગે પેટમાં લાત મારવા કર્યું પણ મેં એના એ પગને જ મારો પગ ઊંચો કરી આંટી ભરાવી. તેણે જોરથી મારી સાથે માથું અથડાવવા કર્યું જે મેં ચુકાવ્યું. તખતે બે હાથે કપડું ઊંચું કરી છોડાવતાં ટોર્ચ ફેંકી. કપડું તો બાપજીની રામનામ લખેલી ધોળી પછેડી હતી. મારી બાથમાંથી છૂટવા બાપજી તરફડતા હતા!

ક્રમશઃ