પૈડાં ફરતાં રહે - 2 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પૈડાં ફરતાં રહે - 2

2

"અમદાવાદ બસ પાર્ક કરું ન્યાં મને ને કંડકટરને ચિઠ્ઠી આપી ગ્યા કે બસ પાર્ક કરી વર્કશોપ આવવું. અહીં વીસ મિનિટનો હોલ્ટ હતો. ઘણાખરા પેસેન્જર અહીં ખાલી થઈ નવા દક્ષિણ ગુજરાત કોર્યના ચડવાના હતા. એનું બસસ્ટેન્ડ સામી બાજુ હતું. ઉત્તર ગુજરાતનું મઈં એન્ટર થતાં સે. હામે જૂનો દરવાજો સે. કોઈ બાદશાહે બાંધેલો. ન્યાથી આણંદ કોર જતી બસો ઉપડે. દરવાજાને તો મોટી સાર્વજનિક મુતરડી કરી નાખી છે. એવો ગંધાય.. ઉત્તરથી આવતી બસોના ડ્રાઇવરોને તો મોઢે વગર કોરોનાએ રૂમાલ બાંધવો પડે. કે સે ઇ હવે તોડી નાઈખો. હારું થ્યું. ઈ જુના વખતમાં કોઈ બાદશાહે આ કમાન બાંધેલી. એમાં મુતરડી બની ગઈ 'તી.

તઈં અમે બસ હામેના સ્ટોપ પર લઈ જઈ, લોક કરી નજીક આવેલી વર્કશોપમાં ગ્યા.

ન્યા તો મેળાવડો જાઈમો તો. એઈને તોરણીયાં બાઈંધાં તાં, હામે એક સ્ટેજ બનાઇવું તું. સ્ટેજ પાહે કડકડતા ફક્કડ નવા નક્કોર ડ્રેસમાં લબરમુછીયા જુવાનો ઉભા 'તા. વાંહે અમારી જેવા ચાલીસીમાં આવેલા કે ઘઈડા થવા આવેલા ધોળા વાળ વાળાઓ કે ટકાઓ દેખાતા 'તા. હાવ સેલ્લી લેનમાં ગુસપુસ વાતું સોત હાલતી 'તી. સાહેબોએ સ્ટેજ પરથી અમને આંખ્યુંથી આવકાર આઈપો. અમે સાઈડમાં આગળ જ ઉભા. વાંહે જવાની જઈગા જ ક્યાં હતી!

નવા કંડક્ટરોની ભરતી થતી હતી. દોઢ લાખ ઉમેદવારમાંથી સોળસો જગ્યા ભરેલી. બધા ઈસ્ત્રી ટાઈટ ખાખી ડરેસમાં સ્માર્ટ લાગતા 'તા. ભાઈયું, આવા રે'વા (રહેવા) ટ્રાય કરજો. બાકી બારથી ચૌદ કલાકની મુસાફરી વાળી નોકરીમાં ડ્રેસ એવા તો મેલા થઈ જાહે કે ઘરવાળી ધોઈ નોંય હકે ને ધોબી હાથમાં નોંય લે. આ લબરમુછીયા પૈણા નથી એમાં એકલા રે'તા હશે એને તો હંધાયને એક રજા મળે ત્યારે ધોઈ ધોઈને કાંડાં રહી જશે. ઠીક ભાયું. સુખી થાવ. એસટીમાં તમારું સ્વાગત સે.

હું ભૂમિપાલ, ભોમિયો આવકાર આપું સું ને!

અમે ઈવડા ઈ ફંક્શનમાં જઈને ઉભા રઈ ગ્યા. નવાઓ હારે જુનાઓ ઉભેલા. મને યાદ આઈવું 'અમ વીતી તુજ વીતશે ધીરી બાપુડીયાં.' હંધીય નોકરીયુંમાં કાંઈને કાંઈ હારુંને ખરાબ બેય હોય સે. નવાઓ ઉતસાહમાં હતા. ઇમનાં મોઢાં પર રાજીપો માતો નો'તો. જુનાઓ કામ કરી થાક્યા હોય, કે ડ્યુટી પર હોઈ ઈના વસારમાં હોય, ખાસ ઉતસાહમાં નો'તા દેખાતા. બસ. બોલાવ્યા એટલે ઉભા 'તા.

તાળીયું પડતી 'તી. રૂપાણી સાહેબ બોલી ર્યા હતા. એસટીનાં વખાણ કઈરાં કે સસ્તી ને નિયમિત સેવા સે, ઠેઠ અંદરનાં ગામોમાં પુગે સે. અમને બિરદાવ્યા. કીયે ટાયર ડૂબે એટલાં પાણી ભૈરાં હોય કે વાવાઝોડું આઇવું હોય, એસટીના ડ્રાઇવરો ગમે ન્યાંથી બસ કાઢી જાય સે. સરકાર રસ્તા સારા કરે સે પણ ખાડા ખબડા કે ગમે એવા રસ્તા હોય, એસટીના બહાદુર ડ્રાઇવરો ક્યારેય પાસા પૈડતા નથી. અમે રાજી થઈ ગ્યા. ખૂબ તાળીઓ પડી. ડીસી (ડિવિઝનલ કંટ્રોલર) સાહેબે બધાને બોલાવ્યું, 'સલામત સવારી એસટી અમારી'."

રૂપાણી સાહેબે કીધું કે ડ્રાઈવરો તો સારથી કહેવાય. કૃષ્ણ ભગવાન જેવા. સાચી સલાહ આપે ને ડર્યા વગર જોખમમાંથી રથ બાર કાઢે. કંડક્ટરો અર્જુન જેવા સે. ધરમ હારે બાણ તાકીને ઉભા ર્યે. મને થ્યું, બાણની પણછ એટલે ઓલી ટીનટીન કરવાની દોરી. ટિકીટ બોક્સ એનું તીરનું ભાથું. શાબાશ રૂપાણી સાહેબ. અમે સલામ કરી. સાહેબ થોડા રિક્રુટને એપોઇન્ટમેન્ટ લેટરૂં આપી અમારી સામેથી નીકળ્યા.

મેં સલામ ભરી. 'તમે હારું કીધું સાયેબ ઓલું સારથી વાળું.'

હું ધીમેથી બોલ્યો પણ ઈમણે હાંભળી લીધું. ઉભા રહીને મારી સામે જોયું. કાઠિયાવાડી બોલી સાંભળી સ્મિત આપ્યું. 'ક્યાંના છો? ક્યા રૂટ પર છો?' મને પૂછ્યું.

'એમ તો આપણા રાઇજકોટ કેડે નો. અંબાજીથી ઉમરગામ જાઉં છું.' મેં કીધું. 'શાબાશ. બરાબર સેવા કરજો. એક વ્યક્તિ પોતાનું કામ સારી રીતે કરે એટલે સો માણસોને લાભ થાય.' એમણે કીધું. મારે ખભે હળવેથી હાથ સોત મૂકી આગળ ગ્યા. મેં ડોકું હલાઈવું. હારું કેવાય ગુજરાતનો નાથ મારી જેવા બસના નાથ હારે વાત કરે. (આજે મને ઓલો કોરોના યાદ આઇવો. જો સારી ને બદલે ખરાબ રીતે સેવા કરીએ તો સો માણાને લાભને બદલે નુકસાન થાય ને! )

મને સવારે જ મેં દસ માણસો બસ સાથે ખીણમાં પડતાં બચાવેલાં ઈ યાદ આઈવું.

બીજા ડ્રાઇવરો ઇર્ષ્યાથી મને જોઈ ર્યા.

અમે એલચી મસાલા વાળું દૂધ પીધું. નાસ્તો કઈરો.

બસમાં ચડવા જાઉં ત્યાં વળી એક પીયૂન બોલાવવા આઇવો. કે' 'તમારી ફરિયાદ સે. કંડકટર હંગામી હતો એણે કરી સે. સાયબ બોલાવે સે.'

હું નવા પેસેન્જરોને બેહાડવા બસ ખોલી ન્યાં ગ્યો. આંયથી નવો કંડકટર સડવાનો હતો.

હું મોટા સાહેબની કેબિનમાં ગ્યો. મને કે' કે મહેસાણામાં કંડક્ટરે બેલ મારી તોય તમે બસ ઉપાડી નહીં ને દલીલ કરેલી.

મેં સાચી વાત કરી કે એક કાકાને સખત જરૂર હતી એટલે એકાદ મિનિટ ઉભાડેલી. સાહેબ, તમારા ઘઈડા બાપને જવું હોય તો એક મિનિટ ઉભી રખાવો કે નહીં?

સાહેબ ઉલટા ખુશ થયા. મને કે' તું જા એટલે ઇની વાત સે. પબ્લિકને સર્વિસ નો આપો પસી કો' કે પ્રાઇવેટમાં જાય સે.

મને મારી બસમાં બનેલો એક કિસ્સો યાદ આઇવો ઇ સાહેબને કીધો. તમને યે કહું."

ક્રમશઃ