Ascent Descent - 75 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 75

પ્રકરણ - ૭૫

શ્વેતાએ પાયલની વાત સાંભળીને કહ્યું, "એ બધું સાચું પણ પાયલબેન હવે આટલાં વર્ષો પછી...અને એક મ્યાનમાં બે તલવાર કેવી રીતે રહી શકે? આર્યનની ઈજ્જતનુ શું? લોકો શું કહેશે?"

"લોકો તો કંઈ પણ કરશો કહેશે જ. વર્ષો પહેલા તમે તમારાં દિલનું માનીને નિર્ણય કરેલો ને? કોઈએ કશું કર્યું. તમારું કોઈએ વિચાર્યું? તમારાં આવવામાં કોઈ વાંધો પડી શકે એવી વ્યક્તિ હોય તો હું છું. પણ મને જ વાંધો નથી હું જ તમને સામેથી હા કહું છું તો? લોકો પોતાની વાસનાઓ સંતોષવા બહાર છુપાઈને જાય છે એ આપણામાંના જ અમીરો છે, તો પછી એ જ દુનિયાની હાજરીમાં રાજીખુશીથી બધાની સહમતિથી આપણે કેમ ન રહી શકીએ?"

 

"મમ્મી, હવે તો પાયલ આન્ટી પણ હા કહે છે તો શું વાંધો છે તને? હું સાચું કહું તો આટલાં વર્ષોબાદ મારે હવે કોઈ એક સાથે નથી રહેવું. મારે મમ્મી પપ્પા બંને એટલે કે સંપૂર્ણ પરિવાર સાથે જીવવું છે, રહેવું છે, સંબંધોને સમજવા છે." શ્વેતા આધ્યાની ઈચ્છાને કેમ પૂર્ણ કરવી એ માટે વિચારમાં પડી ગઈ...!

 

શ્વેતા શું કરવું એ મૂઝવણમાં મૂકાઈ ગઈ. એ બોલી, " પણ સલોની? જેનો એક માત્ર સહારો હું છું એનું શું? અહીંની કંપની?"

 

આધ્યા : " શું સલોની મારી નાની બહેન ન બની શકે?"

 

"મારે એનાં માટે એને બધી હકીકત જણાવવી પડશે. પછી જ હું કહી શકું."

 

કર્તવ્ય : " સલોનીને તો હું અને આધ્યા મનાવી દઈશું. બાકી તમારો નિર્ણય માટે હું તમને કોઈ બંધન નહીં આપી શકું. પણ આજે પણ વિનંતી જરૂર કરીશ." કહીને કર્તવ્ય આધ્યાને લઈને સલોની પાસે પહોંચી ગયો.

 

સલોની ઉપર પોતાનાં રૂમમાં કંઈ સ્ટડી કરી રહી છે. દરવાજો ખુલ્લો જ છે છતાં આધ્યાએ દરવાજે દસ્તક દેતા કહ્યું, " સલોની અંદર આવીએ."

 

સલોની સ્મિત સાથે કહ્યું, " આવોને દીદી."

 

" એક મહત્ત્વની વાત કરવી છે."

 

સલોનીને કદાચ થોડો ખ્યાલ આવી ગયો હોય એમ કહ્યું, " હા બોલો."

 

" તું અમારી સાથે મુંબઈ આવીશ?"

 

એક ઝાટકો લાગ્યો હોય એમ બોલી, " મુંબઈ? કેમ?"

 

ચૂપ રહેલો કર્તવ્ય બોલ્યો, " તને કદાચ ખબર હશે કે નહીં એ ખબર નથી. પણ મિસ્ટર આર્યન અને શ્વેતાઆન્ટી પતિ પત્ની છે..."

 

" હા અને આધ્યા એમની દીકરી."

 

" તારા માટે કદાચ આ બધું થોડું ચિતાજનક લાગી રહ્યું હશે પણ એવું કંઈ વિચારીશ નહી. હા. પણ તું આવીશ મુંબઈ? અમારી સાથે રહેવા?" આધ્યા થોડી ચિતામાં બોલી.

 

એટલામાં જ શ્વેતાબેન અંદર આવીને બોલ્યાં, " પહેલાં આધ્યા હું સલોનીને બધી વાત કરવા માગું છું. કારણ કે આ વિશે મેં એને કોઈ જ વાત કરી નહોતી કારણ કે મને એવી કોઇ કલ્પના પણ નહોતી કે ક્યારેય આવું પણ બની શકે છે. " કહીને એણે આધ્યા અને કર્તવ્યની સામે જ ટૂકમાં સલોનીને બધી વાત કરી. પણ આધ્યાની હકીકત પૂરી ન જણાવી.

 

સલોનીએ થોડો વિચારવા માટે સમય માગ્યો. એનું ભણવાનું પણ લગભગ બે મહિના જેવું બાકી છે તો એનું પણ ગોઠવણ કરવું પડશે. એ વિશે પણ ચિંતા વ્યક્ત કરી.

 

બધાં નીચે આવી ગયાં પછી આધ્યા બોલી, " મમ્મી, તે મારી વાત સલોનીને કેમ ન કરી?"

 

"બેટા કેટલીક હકીકત એક હાથની વાત બીજા હાથને ખબર ન પડે એવું પણ જરૂરી અને સારું હોય છે. જે થયું એ તારી મજબૂરી હતી પણ એનો હું ઢંઢેરો પીટવો એ હું ન કરી શકું કારણ કે હું તારી મા છું. આ વાત હવે અહીં જ પૂરી થઈ જશે જે તારો ભૂતકાળ છે. બાકી ભવિષ્યમાં કદાચ જેને કહેવું અવશ્ય લાગશે એની સામે જ આ તારો ભૂતકાળ ખુલશે. હું તો ઈચ્છું છું કે કદાચ હવે આનાથી વધારે કોઈ સામે આ ખોલવું ન પડે તો સારું."

 

કર્તવ્ય સમજી રહ્યો છે કે કદાચ આધ્યા માટે જે એનો જીવનસાથી મળે એનાં માટે જ આન્ટી કહી રહ્યાં છે. એ બધું સાંભળીને પણ ચૂપ જ રહ્યો.

 

છેલ્લે શ્વેતા બોલી, " તમે લોકો અત્યારે જાવ. હું સલોનીને માનસિક રીતે થોડું તૈયાર કરીને એની કોલેજ માટે પણ કંઈ અરેન્જમેન્ટ કરાવું. સાથે જ કંપની માટે પણ...પછી હું બને એટલી જલ્દી મુંબઈ આવવાનો પ્રયત્ન કરું છું."

 

બધાંને એનો નિર્ણય યોગ્ય લાગ્યો કારણ કે આટલાં વર્ષોનું બધું જ સમેટતા વાર તો લાગે જ એ બધાં સમજી રહ્યાં છે. સાથે માનસિક રીતે તૈયાર થવું એ પણ બહું જરૂરી છે. આધ્યાને થોડું દુઃખ થયું પણ આખરે થોડાં દિવસ વધારે રાહ જોવી પડશે પણ આખરે એનો પરિવાર એને સાથે મળશે એ વાતથી એ ખુશ થઈ ગઈ. ને પછી ચારેય જણા ફરી મુંબઈ માટે નીકળી ગયાં...!

**********

રાત્રે કર્તવ્ય એ મુંબઈ પહોચ્યાં પછી પહેલાં તો આધ્યાને સોના સાથે મળાવવાની કરી. આધ્યા અને કર્તવ્ય ત્યાં જ મિસ્ટર આર્યનના એ ઘરે જ પહોચ્યાં. સોના અને ઉત્સવ બંને આધ્યા અને કર્તવ્યને જોઈને ઉભાં થઈ ગયાં.

સોના : " શું થયું આધ્યા? આન્ટી આવ્યાં કે નહીં? તમને મળ્યાં? મને ઉત્સવે બધી વાત કરી."

 

આધ્યા બોલી, " હા સોના આજે હું બહું ખુશ છું. કોઈ દિવસ નહોતું વિચાર્યું કે મને પણ મારો પરિવાર મળશે. બહું જલ્દી મમ્મી પણ અહીં આવી જશે. અને જો બધું સારું થશે તો કદાચ હવે હું ભણી પણ શકીશ."

 

સોના : " આ તો બહું જ સરસ વાત છે. તારી આમ પણ આગળ ભણવાની બહું ઈચ્છા હતી ને. પણ આપણો સાથે કદાચ હવે પૂરો થશે, પણ તું ભૂલી નહીં જાય ને?"

 

બધાને સમજાયું કે સોના હવે એ પોતે એકલી પડી જશે એ વિચારીને થોડી દુઃખી થઈ છે.

 

આધ્યા: " તું કેમ એવું વિચારે છે. આપણે દોસ્ત હંમેશાં રહેવાના જ ને."

 

"હા...પણ તું એવાં ઘરે જાય છે જ્યાં તને મળવા પણ એપોઈન્ટમેન્ટ જોઈશે...કેટલાય બોડીગાર્ડનો સામનો કરવો પડશે. પણ તું ક્યારે જાય છે તારાં ઘરે?"

 

"અરે એ બધું બીજાં લોકો માટે હોય મારાં માટે થોડું એ બધું હશે? અને તને થોડી ના પાડશે આવવાની? બસ ક્યારે જવું એ જોઉં છું. પણ તું...?" કહીને આધ્યા કર્તવ્યની સામે જોવા લાગી.

 

સોનાની આખો ભરાઈ આવી છે. એ કદાચ માડ માડ પોતાની જાતને સંભાળી રહી છે. મન પરાણે મક્કમ કરતાં બોલી" ઉત્સવ તું અને કર્તવ્યભાઈ મને નેન્સી અને અકીલા છે ત્યાં મુકી જશો? હવે, ક્યાં સુધી આમ રહીશ તમારાં લોકોનાં ભરોસે...હવે આ જ હકીકત છે એ સ્વીકારવી પડશે. ખબર નહીં કે બધાં આવી રીતે છૂટા પડવું પડશે. કદાચ નસીબ જ આવું છે. ખેર વર્તમાન છે એને સ્વીકારવું જ રહ્યું. બાકી આધ્યા તારાં જેવા નસીબદાર તો કોઈ જ હોય! જે પણ છે તારાં માટે હું બહું ખુશ છું."

 

ઉત્સવ બહું હતાશ દેખાઈ રહ્યો છે. કારણ કે કદાચ એને નાછૂટકે સોનાને છોડવી પડી રહી છે એવું સ્પષ્ટ એનાં ચહેરા પરથી લાગી રહ્યું છે. કર્તવ્ય હજુ પણ ચૂપ છે એની આ અચાનક આવેલી ચૂપકીદી કદાચ ત્રણેયને વિચારવા માટે મજબૂર કરી રહી છે. મલ્હાર તરીકે સૌનાં મન હરી લેનાર કર્તવ્ય આજે એક ધીરગંભીર બધી ગયો હોય એવું લાગે છે. આધ્યાએ ઘણીવાર કદાચ કોઈ આશા સહ કર્તવ્ય સામે જોયું પણ એ કંઈ જ બોલ્યો નહીં.

 

એટલામાં જ મિસ્ટર આર્યનનો કર્તવ્ય પર ફોન આવ્યો. એણે વાત કરીને કહ્યું, " હા અંકલ, કાલે સારો દિવસ અને સવારે સારું મુર્હુત પણ છે. આધ્યા તમારાં ઘરે આવી જશે. આજે રાત્રે અહીં જ રહેશે. હું અહીં જ છું ચિંતા ન કરતાં કોઈ પણ જાતની." બધાને સમજાઈ ગયું કે આધ્યા હવે કાલથી જ મિસ્ટર આર્યનના એટલે કે પોતાનાં ઘરે જતી રહેશે.

 

ઘણીવાર સુધી બધા સાથે બેઠા. ઘણી વાતચીત થઈ પણ જાણે જે વાત થવી જોઈએ એવી કોઈ વાત જ કોઈથી શરું નહોતી થઈ શકતી.

 

આખરે ઉત્સવ બોલ્યો, "ભાઈ, હવે શું કરવાનું છે? મારી સાથે આવ ને?"

 

ઉત્સવ કર્તવ્યને લઈને એ લોકો રાતે સૂતા હતાં એ રૂમમાં પહોચ્યો. એ બોલ્યો, "ભાઈ તું કેવી રીતે આટલો બદલાઈ ગયો? મને જેવી સોના માટે ફીલીંગ છે એવી જ તને પણ આધ્યા માટે છે અને વળી હવે તો એ મિસ્ટર આર્યનની દીકરી છે. તો તું કેમ કંઈ કરતો કે કહેતો નથી. તું ખરેખર આધ્યાને છોડી દઈશ? આધ્યાનુ તો ભવિષ્ય હવે સુરક્ષિત છે પણ સોના? હું કંઈ વિચારી શકતો નથી. એની સ્થિતિ બહું ખરાબ છે. એ તૂટી ગઈ છે અંદરથી. મને તો એમ થાય છે કે એને લગ્ન કરીને સીધી ઘરે જ લઈ જાવ. પછી જે થશે એ જોયું જશે. બાકી કાલથી આધ્યા તો જતી રહેશે પણ સોનાએ ના છૂટકે એ સંસ્થામાં જવું જ પડશે અને એને આ રીતે છોડી દેવાની મારી હિંમત નથી કારણ કે પ્રેમ તો બંનેએ કર્યો છે તો...."

" જે પણ કર. સમજી વિચારીને નિર્ણય લેજે. પરિવારવાળાનું વિચારજે. હજુ અંતરાનુ ભવિષ્ય તો નક્કી નથી થઈ શક્યું તો શું એ સોનાને અપનાવશે? એવું ન થાય કે એને સુખી કરવાના કે પછી તમારાં બંનેના પ્રેમનાં ચક્કરમાં એ વધારે મુસીબતમાં ન આવી જાય! નિર્ણય તારાં હાથમાં છે. કોઈનું જીવન બગાડવાનો આપણને કોઈ હક નથી. ચાલ ગુડ નાઈટ..." કહીને કર્તવ્ય સૂવા માટે બેડ પર જતો રહ્યો...!

શું કરશે હવે ઉત્સવ અને કર્તવ્ય? બંનેનો પ્રેમ અહીં જ પૂર્ણ થઈ જશે? કર્તવ્ય આધ્યાને ભૂલી શકશે? જાણવા માટે વાચતા રહો, આરોહ અવરોહ - ૭૬

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED