આરોહ અવરોહ - 62 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

આરોહ અવરોહ - 62

પ્રકરણ - ૬૨

મિસ્ટર આર્યનના જતાં જ બધાં જાણે આકસ્મિક લોટરી લાગી હોય એમ ખુશ થઈ ગયાં. જાણે જે કામમાં બહું મથામણ કરવાની હતી એ બધું કામ આપોઆપ થઈ ગયું.

અશ્વિન : " ચલો યાર આજે તો પાર્ટી થઈ જાય..." કહીને એક પછી એક બધાએ પીવાનું શરૂ કરી દીધું. ડ્રિન્ક ઓછું પડતાં ત્યાનાં બહાર રહેલા માણસો દ્વારા બીજાં બોક્સ પણ તાબડતોબ મંગાવી લેવાયાં. અને એક વિજયની ખુશહાલીમા સહુએ આજે ડ્રિંકની ઉજાણી કરીને બરાબર પાર્ટી કરી દીધી. લોકો બેફામ વાક્યો અને નોનવેજ કોમેન્ટ કરીને એકબીજા સાથે મજા લઈ રહ્યાં છે એ જ સમયે એકાએક એક ગાડી આવીને ઉભી રહી. કદાચ દરેક જણા નશાની હાલતમાં ચકચૂર બનેલા હોવાથી કોઈને ગાડીમાં રહેલાં માણસો અંદર સુધી આવી ગયાં એની પણ ખબર ન પડી.

પણ એ વ્યક્તિઓનાં યુનિફોર્મ જોતાં જ જાણે ઘણાંનો નશો ઉતરવા માડ્યો હોય એમ એક વ્યક્તિ બોલ્યો, " પોલીસ માસ્ટર? તમે અહીં?"

 

એક પછી એક પોલીસો આજુબાજુ છવાઈ ગઈ. ઘણાં બધાં આ વર્ધીને જોઈને જ ભાનમાં આવવા લાગ્યાં તો કેટલાક હજુય પણ એમનો લવારો કરી રહ્યાં છે. એક ઓફિસરે ઓર્ડર કરતાં કહ્યું, " અરેસ્ટ ઓલ..."

 

લથડિયાં ખાતા બે ચાર જણા બોલ્યાં, " સાહેબ અમે શું કર્યું? એ તો આર્યન ચક્રવર્તી સાહેબ કામ પૂરું કરવાનાં છે એ બધાનું. અમે તો કંઈ નથી કર્યું? એમને પકડીને જેલમાં લઈ જજો."

 

" સાહેબ અત્યારે ચાલો... પછી બધાને બોલાવીશું હવા ખાવા. જે હોય તે બધી વાત ત્યાં પોલીસ સ્ટેશનમાં કરજો." કહીને બધાને નશાની હાલતમાં જ પકડીને ગાડીઓમાં બેસાડી દીધા... ને ગાડીઓ સડસડાટ કરતી ઉપડી ગઈ...!

**********

આ બાજુ મિસ્ટર આર્યન ચક્રવર્તી બે ગાડીઓ સાથે બધાને લઈને પોતાનાં બંગલામાં આવ્યાં. હજુ પણ આધ્યા અને સોનાની આખો તો પટ્ટીથી બંધ જ છે. એ અંદર બે ગાડી સાથે પ્રવેશીને એક જગ્યાએ બંને ગાડીઓ આર્યન ચક્રવર્તીની ગાડી ઉભી રહેતા ઉભી રહી. કોઈ કંઈ બોલ્યું નહીં. બધાં એકબીજા સામે જોઈ રહ્યાં છે. એ સમયે જ સમર્થ બોલ્યો, " આ શું બની રહ્યું છે મને તો કંઈ જ સમજાતું નથી? આ કોના પ્લાન મુજબ બધું થઈ રહ્યું છે? "

ઉત્સવ :" કદાચ મને પણ... મને તો થાય છે કે પેલા અશ્વિનની વાત પરથી કે આપણને ઉડાવી તો નહીં દે ને? આ લોકોનો કોઈ ભરોસો ન કહેવાય. આ તો બહું મોટા લોકોનો કોઈ ભરોસો નહીં. આ કર્તવ્ય પણ મગનું નામ મરી નથી પાડતો."

 

કોઈને પણ જવાબ આપ્યા વિના એક માત્ર કર્તવ્ય ગંભીર બનીને ચૂપ છે. એનાં દિમાગમાં શું રમાઈ રહ્યું છે એ કોઈને સમજાયું નહીં.

 

આર્યન ચક્રવર્તીના કહેવા મુજબ બધાં ગાડીમાંથી નીચે ઉતર્યા. હજુ એમનાં બંગલા સુધી તો પહોંચ્યા જ નથી એ પહેલાં જ એક જગ્યાએ બધાં ઉતર્યા અને સામે દેખાતાં એક નાનાં સુંદર મકાન જેવી જગ્યામાં બધાને લઈ ગયાં.

 

અંદર જતા જ એમાં બે ત્રણ રૂમ હોય એવું લાગ્યું. એ સમયે જ એમણે કહ્યું, " કે આ બંને દીકરીઓને અંદર રૂમમાં લઈ જાવ." પણ એમાં એ સમયે કોઈ બીજું લેડીઝ હાજર ન હોવાથી કદાચ ભરોસાપાત્ર માણસ તરીકે મલ્હાર સીધો એમની સાથે અંદર પહોચી ગયો. એણે આધ્યાની આખો પર બાંધેલી પટ્ટી ખોલી દીધી. અને પછી આધ્યાએ સોનાની પટ્ટી પણ ખોલી દીધી.

 

બંને જણા મલ્હાર સામે જોવા લાગ્યાં કે તે લોકો ક્યાં છે? મલ્હાર ફક્ત એટલું છે બોલ્યો, " તમે અહીં જ રહો. સલામત છો. મારાં પર વિશ્વાસ રાખજે."

 

" પણ મલ્હાર પેલો ફોટો? અને તારી ઓળખ? મને સમજાયું નહીં..."

 

" આજે તને બધાં સવાલોના જવાબ મળી જશે." કહીને મલ્હાર આધ્યા કંઈ કહે એ પહેલાં જ રૂમની બહાર નીકળી ગયો.

 

બહાર આવતાં જ હજુ મિસ્ટર આર્યન બહાર ઉભેલા દેખાયાં. પણ એણે નોધ્યું કે ઉત્સવને લોકો કદાચ થોડાં ગભરાઈને કંઈ પણ વાત કર્યાં વિના ઉભાં છે. પછી તરત જ એમણે બધાને બોલાવી લીધાં. પછી કહ્યું, " તમે કોઈ ગભરાશો નહીં. પણ કર્તવ્ય તું મારી સાથે ચાલ એક અગત્યનું કામ છે."

સમર્થ અને ઉત્સવ તો કર્તવ્યને આ આટલો મોટો માણસ આટલી સારી રીતે જાણે છે એ જોઈને નવાઈ પામી ગયાં. ઉત્સવ બોલ્યો, "હા ભાઈ તમે જાવ. અમે બેસીએ કે પછી નીકળીએ?"

"અરે હું આવું જ છું પાછો. તમે અહીં જ રહો. હજુ બીજું કામ પણ બાકી છે. હવે જે વાતની બધાની જાણ નથી એ પણ થશે."

ઉત્સવ પણ વિચારવા લાગ્યો કે આટલાં સમયથી કર્તવ્યભાઈ સાથે છું તો એવી કઈ વાત છે જે મને પણ ખબર નથી. પણ એને કોઈ પણ રીતે સોના અને આધ્યા સલામત રીતે મળી ગયાં એ વાતથી શાંતિ થઈ. ત્યાં જ મિસ્ટર આર્યન "આવીએ" કહીને કર્તવ્યની સાથે ક્યાંક બહાર નીકળી ગયા...!

**********

મિસ્ટર આર્યન કર્તવ્યને ફરીવાર આજે પણ એમનાં બંગલા પર લઈ ગયાં. એ ત્યાં જતાં જ જાણે એમની બધી રહી સહી હિંમત તૂટી ગઈ. એ બોલ્યાં, " હવે કેટલીવાર કર્તવ્ય? મારાથી હવે રાહ નથી જોવાતી. હવે શું કરવાનું છે મારે? તું કહીશ એ હું કરવા તૈયાર છું."

એટલામાં જ મિસીસ ચક્રવર્તી આવીને બોલ્યાં, " હા બેટા તું હવે એમની ઈચ્છા પૂર્ણ કર. મને પણ હવે એને જોવાની ઈચ્છા છે." એ સાથે કર્તવ્યની નજર ફરી એ બંગલામાં લગાડેલી એ મોટી તસવીર પર પડી. કાશ...! કહીને એણે એક નિસાસો નાખ્યો.

 

કર્તવ્ય બોલ્યો, " બસ આજનો દિવસ...! આજે મલ્હાર કર્તવ્ય સાથે એની મુલાકાત કરાવશે....પછી જ આ શક્ય બનશે..."

 

" હમમમ... પણ તે ખરેખર આજે એક અશક્ય કામ કરી બતાવ્યું છે. મને તો જરા પણ આશા નહોતી."

 

"એ તો તમારો સાથ અને કુદરતની મહેરબાની...પણ પેલાં લોકોનું શું કર્યું? એ લોકો કંઈ નવું ગતકડું કરશે તો? એમને કંઈ ગંધ તો આવશે જ ને કે તમે તો ખરેખર અમારાં પક્ષમાં જ છો."

 

"એનાં માટે હવે નવી યોજના મેં વિચારી દીધી છે. એનાં માટે હું કહું એ પ્રમાણે કરીએ તો? કદાચ બધું સોલ્વ થઈ જશે." કહીને એમણે બધો પ્લાન કર્તવ્યને કહ્યો. કર્તવ્ય એ "પરફેક્ટ" કહીને મંજૂરી આપતાં જ કર્તવ્ય બહું જલ્દી મળું કહીને ત્યાંથી મિસ્ટર આર્યનની ગાડીમાં એમનાં બોડીગાર્ડ સાથે નીકળી ગયો.

**********

આધ્યા અને સોના બંને ત્યાં બેડ પર બેસીને વાતો કરી રહ્યાં છે. "કંઈ સમજાતું નથી એ લોકો લઈ ગયાં હતાં આપણને એ બંગલા પરથી પછી ક્યાં બાંધ્યા હતાં એ પણ ખબર નથી પણ પછી ફરી અહીં કેમ લાવીને મૂકી દીધાં. મલ્હાર શું છુપાવી રહ્યો હશે?"

 

"આપણી નજરમાં ઉચા આવવાનો કોઈ પ્લાન તૈયાર નહીં હોય ને?"

 

"પણ એવું શું કામ કરે? આમ પણ એનાથી આપણને શું વાંધો પણ છે. મલ્હાર આવ્યો પણ ઉત્સવની તો કંઈ ખબર જ નથી." આધ્યા થોડી ચિતામાં બોલી.

 

એટલામાં જ દરવાજે દસ્તક આપતો મલ્હાર આવીને બોલ્યો, " હું આવી શકું?"

 

" હા આવ ને. ક્યાં ગાયબ થઈ ગયો હતો?"

 

" બસ અહીં જ હતો. પણ પહેલાં જમવાનું કરીએ?"

 

"પણ આ જગ્યા કઈ છે? કોઈ હોટલ કે સાદું કોઈનું ઘર પણ નથી લાગતું. બારીમાંથી બહાર તો નાનકડું ગાર્ડન દેખાય છે. અને એક મોટા મુછ્છડ વ્યક્તિને હમણાં મોટી બંદુક લઈને જતો જોયો અમે તો. આ કોઈ ડોનનો અડ્ડો તો નથી ને?"

 

મલ્હાર હસીને બોલ્યો, " ના હવે જરાય નહીં. બસ પાચ મિનિટમાં જમવાનું આવશે." જમી લઈએ પછી વાત કરીએ."

 

સોના આજુબાજુ જોતાં બોલી," પણ તમે અમને અહીં આ અજાણી જગ્યા પર કેમ લાવ્યાં છો? અને તમે એકલાં જ?"

 

"હમમમ...ઉત્સવ અહીં જ છે. બસ એ હમણાં કોઈને મૂકીને આવે છે."

 

એટલામાં જ કોઈએ બહાર દરવાજો ખવડાવતા જમવાનું આવી ગયું ને થોડીવારમાં ઉત્સવ પણ...ચારેય જણાએ સાથે જમી લીધું. એ ગરમાગરમ જમવાનું મિસ્ટર આર્યનના ઘરેથી ખાસ બનાવીને આવ્યું છે એ તો કોઈને ખબર છે કે નહીં પણ આજે બધાંને જમવાની ખાસ મજા આવી.

 

જમવાનું પતતા જ મલ્હાર બોલ્યો, "આપણે બધાએ થોડાક દિવસો અહીં જ રહેવાનું છે એવો કર્તવ્ય મહેતાનો હુકમ છે."

 

"આપણે બધાએ? મતલબ? કંઈ સમજાયું નહીં. અમે તો કેદ હતાં હવે તમે બંનેએ શું કર્યું? કર્તવ્ય મહેતા ફક્ત ઓર્ડર જ કરે છે કે ક્યારેય મળશે પણ ખરાં?"

 

મલ્હાર હસવા લાગ્યો. "આજે જ કદાચ..."

 

" હવે કોઈ કદાચ નહીં...નહીતર આજે તો આવી બનશે તારી..."

 

" મને લાગે છે આ કર્તવ્ય મહેતા માટે તને વધારે ફીલીંગ આવી રહી હોય એવું નથી લાગતું? ક્યાંક તું એને પસંદ તો નથી કરવા લાગી ને? મને હવે એના માટે ઈર્ષા થાય છે..."

 

" મને પણ એવું લાગે છે...." ઉત્સવ મનોમન હસતો બોલ્યો.

 

" એવું નથી બસ એ તો એમજ..." આધ્યા થોડી ગુસ્સામાં બોલી.

 

"હમમમ....તો ચાલ.... હવે તારી અધુરી વાત આજે પૂર્ણ જ કરાવી દઉં...." કહીને મલ્હાર આધ્યાની આખો બંધ કરીને આધ્યાને રૂમમાંથી બહાર લઈ ગયો....!

 

આજે આધ્યાને બધી સચ્ચાઈ ખબર પડી જશે? મલ્હારની સચ્ચાઇ શું હશે? કર્તવ્યનો મિસ્ટર આર્યન સાથેનો પ્લાન સફળ થશે ખરાં? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૬૩