સ્ત્રી સંઘર્ષ....ભાગ 10 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ....ભાગ 10

આખરે રાજીવ અને રેખા સમીર ની સલાહ મુજબ ડોક્ટર પાસે ગયા કારણકે બંનેની શાદી મે ઘણો સમય થઈ ગયો હતો અને બંનેની ઉંમર પણ સામાન્ય માતા-પિતા કરતા વધુ હતી જેથી ડોક્ટરની સલાહ લઇ અને તેમની દેખરેખ માં આગળનો નિર્ણય લેવો તેવું રાજીવે રેખાને સમજાવી દીધું. રેખા એ પણ રાજીવની વાતમાં વધુ આશંકા ન બતાવતા ઝડપથી હા કઈ પોતાની તૈયારી બતાવી જોકે રાજીવ ને એવો વિશ્વાસ હતો કે ડોક્ટરની સલાહ પછી રેખા ના મગજ ઉપર થી બીજા બાળકનો વિચાર ઉતરી જશે કારણકે તે પહેલેથી જ જાણતો હતો કે ફરી માતા બનવું અશક્ય છે અને પછી તે કિરણ બહેનના ચાલી રહેલા વિચારો નું કોઈ નિરાકરણ કાઢશે.

21મી સદીમાં સાયન્સ અને સ્વાસ્થ્ય ટેકનોલોજીએ ખૂબ જ પ્રગતિ કરી છે આથી પહેલા જેવું અત્યારે કશું રહ્યું નથી આથી ડોક્ટરના કથાનો સાંભળી રાજીવ તો અવાક બની ગયો, " જો રેખા બહેનની યોગ્ય દેખરેખ અને સારવાર થાય અને જે રીતે તેની પ્રોસેસ થાઇ છે તે માંથી તેઓ નિર્વિઘ્ન પસાર થઈ જાય તો રેખાબેન ફરી માતા બની શકે એમ છે અત્યારે ઉમરનો આ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ કદાચ તેમની વધુ કાળજી રાખવી પડે." આ સાંભળી રેખા તો જાણે પાછી જીવંત થઈ ગઈ હોય એમ સ્મિત રેલાવા લાગ્યું પરંતુ રાજીવ હજી શોકમાં જ હતો," તેણે ફરી ડોક્ટરને રેખા નો આગળ નો રિપોર્ટ જોવા અને ચકાસવા માટે કહ્યું તેણે સ્પષ્ટ કહ્યું કે બીજા બાળકની કોઈ જરૂર નથી પરંતુ તે રેખા ની જાન સાથે કોઈ ખતરો કરવા માંગતો નથી." ડોક્ટર પણ રાજીવની બેચેની સમજી ગયા આથી આશ્વાસન આપતા રમજવ્યું , કે આં સારવાર કઈ રીતે થશે અને કેટલી સરળ છે તે દેખાડવા લાગ્યા આ સાંભળી રાજીવ ની જાનમાં જાન આવી. પછી તેણે હાશકારાનો અનુભવ કર્યો.

ઘરમાં હજી આ વિશે કોઈ જાણતું ન હતું આથી રાજીવે પણ રેખાને અત્યારે ઘરમાં કશું ન કહેવા સમજાવ્યું કારણ કે રાજીવ સમજતો હતો કે બધાને ખબર પડ્યા પછી પરિણામ જો નિષ્ફળ ગયું તો કિરણ બહેન તો ઘરને માથે ઉઠાવી લેશે અને કદાચ બધાની બંધાયેલી આશા તૂટશે તો તેનું પરિણામ સહન કરવું અઘરું થશે.અને હવે તે રેખાને કોઈ તકલીફ આપવા માંગતો ન હતો ધીરે-ધીરે સારવારો તેની પ્રોસેસ પ્રમાણે થવા લાગી રેખા પણ પોતાની પૂરતું ધ્યાન રાખતી હતી. સમયસર ભોજન , દવાઓ અને પુરતો આરામ જ રેખા માટે ઔષધિ હતો આવું ડોક્ટરે પહેલા જ કહી દીધું હતું ઘરમાં બીજું કોઈ તો જાણતું ન હતું પરંતુ કવિતા થી આ વાત છુપી શકી ન હતી અને કદાચ પોતે ભણેલી હતી એટલે રેખા અને રાજીવ નું એકબીજા પ્રત્યે આવેલું પરિવર્તન તે જોઈ શકતી હતી સહજતાથી તેણે રેખાને આ વિષે પૂછી નાખ્યું અને રેખા પણ કવિતાથી ન છુપાવતા સ્પષ્ટ પણે બધું જ કહી દીધું. જોકે રેખાના મનમાં પરિવાર ના સભ્યો પ્રત્યે આવેલી ગલતફેમી દૂર થઈ ન હતી અને તેમાં કવિતા પણ સામેલ હતી. પરંતુ કવિતાને માત્ર નીચા પાડવાના ઇરાદાથી જ રેખાએ ચાલી રહેલી સારવાર વિશે જણાવ્યું . આ સાંભળ્યા પછી કવિતા તો જાણે ખુશીથી ભેટી પડી કારણ કે તે દિલથી આ માટે ખુશ હતી પરંતુ રેખા તેને આંચકો આપવા માં સફળ રહી છે તેવું વિચારવા લાગી.

આખરે ત્રણ મહિના ની કઠીન સારવાર અને પૂરતા આરામ પછી રેખા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો આખરે તેને જે જોતું હતું તે મળી ગયું તે હવે ફરી એકવાર માતા બનવા જઈ રહી હતી. ઘરના સૌ કોઈ આ સાંભળી ખુશ થઈ ગયા કિરણ પહેલા ચહેરા ઉપર પણ મોટુ સ્મિત પ્રસરી ગયું. જોકે ચાલી રહેલી સારવાર દરમિયાન કવિતાએ રેખાની ખૂબ જ મદદ કરી હતી રેખા પણ આ જોઈને કવિતા પ્રત્યે થોડી નિર્મળ બની હતી . કવિતાના મનમાં રેખા પ્રત્યે ખૂબ જ આદર અને સન્માન હતું મોહન માટે રેખાએ જે કોઈ અથાગ પરિશ્રમ કર્યો હતો નથી કવિતા અજાણ ન હતી આથી જો તે કઈ રેખા માટે કરી શકે તો તે નિસ્વાર્થ ભાવે કરસે તેવું તેણે મક્કમતાથી નક્કી કરી લીધું હતું. પરંતુ હજી રેખાના શરૂઆતના મહિના થોડા કઠિન હતા તેને વધુ આરામ અને યોગ્ય સારવાર ખોરાકની જરૂર હતી આથી ઘરમાં સૌ કોઈ આ વાતનું ધ્યાન રાખવા તૈયાર હતા રેખા માતા બનવા જઈ રહી છે તે સાંભળી કિરણબેન પણ થોડા ઢીલા પડયા હતા તેની માટે ભાવતી વાનગી જાતે બનાવી તેને ખવડાવતા હતા આ જોઈ રેખા પણ થોડી લાગણીશીલ બની હતી પરંતુ કોણ જાણે રાજીવ આનાથી પીગળી ગયો ન હતો કારણ કે તે રામજી ગયો હતો કે આ બધું કિરણબેન પોતાના દીકરાના વંશ માટે કરે છે. હવે તેને તેની માતાના આંખોમાં સ્વાર્થ દેખાતો હતો પરંતુ પોતે રેખા ને ખુશ જોઈ આ બધું આવગણતો હતો.

એક દિવસ સવારમાં કિરણબેન રેખા માટે ગરમાગરમ ચોખ્ખા ઘીનો હલવો બનાવી ને તેની માટે લાઈને રાજીવ અને રેખાના રૂમમાં આવ્યા. તે રેખાને પલંગ ઉપરથી નીચે પણ ઉતરવા દેતા ન હતા એટલી કાળજી અને આરામ પૌત્ર કે પૌત્રી માટે હતો રાજીવ એક જ ટકે પોતાની માતાને આં બધું કરતા જોઈ રહ્યો હતો આ જોઇ બાપુજીએ નિસાસો નાખ્યો તે કદાચ રાજીવ ની પોતાની માતા પ્રત્યેની નારાજગી જોઈ શક્યા હતા.

શાળાએ જતા પહેલા આંગણાના હિચકે બેઠેલા બાપુજીએ રાજીવને પોતાની પાસે બોલાવ્યો અને મનના એકાદ ખૂણે ઊંડાઈ થી ચાલી રહેલી વિચારધારા વિશે તેને પૂછી નાખ્યું. કોઈ પણ દિવસ પરિવાર ના સભ્ય વિશે ગમો કે અણગમો જાહેર ન કરતો રાજીવ આજે બાપુજી ની આંખમાં જોઈ રહ્યો બાપુજી પણ કદાચ પોતાની માટે આદર્શ ગણાતી માતા પ્રત્યે જ રાજીવના મગજમાં આવેલા અણગમાને જોઈ નવાઈ પામી ગયા હતા આથી પોતાના આજ્ઞાકારી ગણાતા રાજીવ માટે તે તકલીફ સહન કરતા તેને જોઈ ન શક્યા અને બોલી ઉઠ્યા, " ઘરડી થયેલી આંખો એ ઘણા અનુભવો જોયેલા છે તારી માતા પ્રત્યે તારી નજરમાં આવેલો પરિવર્તન મને પણ ખૂંચે છે આથી શું થયું છે તે વાત કર". રાજીવને બાપુજી ની વાત સાંભળી કોઈ નવાઈ ન લાગી કારણકે પિતા પ્રત્યે તે પહેલેથી જ પ્રેમાળ હતો મોટી થતી રુચા ને જે રીતે તે સમજતો હતો તેવી જ રીતે તેના પિતા પણ તેના પુત્રને સમજે છે તેજાણી તેણે બનેલી બધી જ ઘટના સ્પષ્ટ પણે જણાવી દીધી. જો કે બાપુજી પણ કિરણબેન ના સ્વભાવ ને ઓળખતા હતા તે પહેલેથી જ જાણતા હતા કે રેખા પ્રત્યે કિરણ થોડી વધુ કડવી છે અને કદાચ એનું પરિણામ આવું કંઈક થશે તે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કારણકે રેખાએ જે સહનશક્તિ અને ધીરજથી તેમની સાથે આટલા વરસ વિતાવ્યા હતા તે માટે બાપુજી હંમેશા તેની માટે નમ્ર હતા .