પરાગિની 2.0 - 51 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 51

પરાગિની ૨.૦ - ૫૧




રિની રિપોર્ટ વાંચે છે. તેને હવે ધીમે ધીમે સમજ આવે છે કે શાલિનીમેમ કેમ પરાગ સાથે આવું કરે છે..!

એટલામાં જ દાદી પણ હોસ્પિટલ આવી જાય છે. દાદી સીધા રિની પાસે આવે છે અને રિનીને પૂછે છે, રિપોર્ટ આવ્યો?

રિની હા કહે છે. દાદી રિનીને પૂછે છે, શું આવ્યુ રિપોર્ટમાં? જલ્દી કહે મને... પરાગ મારો જ પૌત્ર છેને?

રિની- હા, દાદી... પરાગ તમારું જ લોહી છે... પરાગ ‘શાહ’ પરીવારનો જ છે. તમારો જ પૌત્ર છે... પરંતુ....

આટલું બોલી રિની અટકી જાય છે.

દાદી રિની આગળ પૂછે છે, પરંતુ શું?

રિની- સમર... સમર તમારો પૌત્ર નથી... સમરનું ડીએનએ તમારા ડીએનએ સાથે મેચ નથી થતુ... એનો મતલબ તમે સમજો છોને..?

દાદી- શું?

રિની- હા, દાદી...

દાદી- શાલિની આટલા વર્ષોથી ખોટુ બોલીને અમારી સાથે રહે છે..?

રિની- હા, દાદી.. તમે સમજી જ ગયા હશો કે તેમને પપ્પા સાથે કેમ લગ્ન કર્યા? અને કેમ હંમેશા પરાગને તેઓ હેરાન કરતા રહે છે.

દાદી- હે ભગવાન... રિની તું સમરને આના વિશે કંઈ નહીં કહે... સમરને ખબર ના પડવી જોઈએ કે તેના પિતા નવીન નથી પણ બીજું કોઈ છે. આમાં સમરનો શું વાંક?

નિશા ત્યાં જ ઊભી હોય છે. દાદી નિશાને પણ તે જ કહે છે.

રિની ડ્રાઈવરને કહે છે કે દાદીને ઘરે મૂકી આવે..! રિની તરત જ કંપનીએ જવા નીકળે છે. રિની સિયા પાસે જઈ તેને પૂછે છે, સિમિત ક્યાં છે? રિની થોડી ગુસ્સામાં હોય છે. સિયા તેને કહે છે, સિમિત સર ઉપર તેમની કેબિનમાં છે.

રિની તરત ઉપર જાય છે. રિની કેબિનમાં જઈ સિમિતનાં મોઢા પર રિપોર્ટ મારતાં કહે છે, ચાલ હવે પરાગને કહેવા જઈએ...

સિમિત રિનીનું આ રૂપ જોઈને ચોંકી જાય છે. તે તરત રિપોર્ટ ખોલે છે અને વાંચે છે. વાંચીને તેને પરસેવો વળે છે.

રિની- તું કહેવા જાય છે કે હું જાઉં...?

સિમિત- રિની મારી વાત સાંભળ... તું જેવુ સમજે છે એવું કંઈ નથી.

રિની- શું છે અને શું નહીં તે હું બધુ જ સમજુ છુ... મને ખબર છે કે તું મને તારી બનાવવા આવ્યા છે... પરંતુ તને એક વાત કહી દઉં.. તારા જેવા વ્યક્તિને હું તો શું કોઈ બીજુ પણ પ્રેમ ના કરી શકે.. હું ફક્ત પરાગને જ પ્રેમ કરુ છુ...


અગિયાર વાગી ગયા હોય છે હજી સુધી રિનીનાં દેખાતા પરાગ સિયાને ઈન્ટરકોમ ટેલિફોન પર ફોન કરી પૂછે છે કે રિની આવી કે નહીં?

સિયા- સર, રિનીમેમ ઉપર સિમિત સરનાં કેબિનમાં ગયા છે.

પરાગ ફોન મૂકી તરત ઉપર જવા નીકળે છે.

રિની સિમિતને વોર્નિગ આપતા કહે છે, તું જે પણ નાટક કરવા આવ્યો હોય તે બંધ કરી દે નહીંતર આ વખતે તો હું જ પોલીસ બોલાવીશ... ગયા વખતે તો બચી ગયો હતો... ડિઝાઈન ચોરી કરવા બાબતે.. પરંતુ આ વખતે નહીં બચે..! જલ્દી બોલ શું કરવું છે તારે?

સિમિત- રિની.. હા મેં ભૂલો કરી છે... હું સુધારી દઈશ...

રિની- હવે સુધારવાનો સમય નથી... કંપની છોડીને જતો રહે કાં તો હું પોલીસ બોલાવુ? આ બે જ વિકલ્પ છે તારી પાસે..

સિમિત કંઈ બોલતો નથી...

રિની- વિચારવાનો સમય નથી તારી પાસ... જો પરાગને ખબર પડશે તો તને ખબર જ છે કે એ શું હાલ કરશે તારા...

પરાગ રિનીને બૂમ પાડતો પાડતો ઉપર જતો હોય છે. સિમિતને પરાગની બૂમ સંભળાય છે. સિમિત ગભરાય જાય છે. તે તરત રિનીને કહે છે, હું નવીનભાઈનાં શેર પરાગને આપી દઈશ અને કંપની છોડીને પણ જતો રહીશ બસ તું પોલીસને ના બોલાવીશ...

રિની- કાલથી આ કંપનીમાં દેખાવો ના જોઈએ... અને હા.. શાલિનીમેમથી દૂર રહેજે... એમની સાથે મળીને કંઈ નવા નાટક ઊભા કરવાની જરૂર નથી..!

રિની ટેબલ પર જોરથી હાથ પછાડે છે અને ત્યાંથી નીકળી જાય છે. સિમિત ત્યાંનો ત્યાંજ ઊભો રહે છે જાણે કે શોક લાગ્યો હોય..!

રિની બહાર થોડે આગળ જઈને ઊભી રહી જાય છે અને રડી પડે છે. પહેલી વખત તે આવી રીતે કોઈને ધમકાવતી હતી... તે સખત રીતે ધ્રૂજી રહી હતી... પરાગ દોડતો તેની તરફ આવે છે તે જોઈ છે કે રિની રડે છે. તે રિની પાસે આવીને તેને પૂછે છે, શું થયું રિની? રિની પરાગને વળગીને ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે અને બેભાન થઈ જાય છે.

પરાગ રિનીને ઊંચકીને તેની કેબિનમાં લઈ જાય છે અને જતાં જતાં વચ્ચે જૈનિકા મળી જાય છે. જૈનિકા પણ તેની સાથે જાય છે.

પરાગ રિનીનાં મોંઢા પર થોડું પાણી છાંટે છે... રિની થોડી થોડી આંખો ખોલે છે તે હજી અર્ધબેભાન હોય છે. પરાગ રિનીને બેઠી કરી થોડું પાણી પીવડાવે છે. રિની થોડી વાર સોફા પર બેસી રહે છે. પરાગ રિનીનો હાથ પકડી તેની બાજુમાં જ બેઠો હોય છે.

થોડી વાર રહીને રિની થોડી સ્વસ્થ થઈ સરખી બેસે છે અને પરાગ તરફ જોઈ તેને સોરી કહે છે.

પરાગ રિનીનાં ગાલ પર હાથ ફેરવતા કહે છે, બસ.. હમણાં કંઈ ના બોલીશ..! થોડો આરામ કર...

રિની- હમ્મ... મને સારું લાગે છે.

જૈનિકા રિનીને પૂછે છે, અચાનક શું થયું હતુ? કેમની બેભાન થઈ ગઈ..? સિમિતએ કંઈ કર્યુ નથીને? તું મને કહે એટલી વાર એની તો ખેર નથી..!

રિની જૈનિકાને શાંત રહેવાનું કહે છે અને કહે છે, ના.. એને એવું કંઈ નથી કર્યુ.. મને બસ થોડું કામનું ટેન્શન હતુ...

જૈનિકા- ઓહ... તું કામનું ટેન્શન ના લઈશ... હું છુંને..! તારે બહુ લોડ નહીં લેવાનો.. તું આરામ કર.. મારે મીટિંગ છે. પરાગ તું ધ્યાન રાખજે રિનીનુ.. હું ક્લાયન્ટ સાથે મીટિંગ પતાવીને આવુ...!


જૈનિકાનાં ગયા બાદ રિની પરાગને કહે છે, પરાગ.. આઈ એમ સોરી... વાત એવી હતી કે આ વખતે એ પ્રોબ્લમ તમને કહી ના શકી... મારી જાતે મેં એને ઉકેલવાનો પ્રયત્ન કર્યો... હા પણ મારી જાતને હાનિ પહોંચાડ્યા વગર.. આમાં મેં એશા, નિશા અને દાદીની મદદ લીધી હતી..!

પરાગ- એ બધુ પછી.. તું સિમિતનાં કેબિનમાં કેમ ગઈ હતી?

રિની- એ પ્રોબ્લમનાં લીધે જ...

રિની પહેલેથી બધી વાત પરાગને કહે છે... ફોક રિપોર્ટ અને સાચો રિપોર્ટ પરાગને બતાવે છે. આ જોઈને પરાગને શોક લાગે છે.

પરાગ તરત રિનીને પૂછે છે, શું સમરને આ વાત ખબર છે?

રિની- ના... દાદી એ ના પાડી છે કે સમરને ખબર ના પડવી જોઈએ...

પરાગ- હમ્મ.. બરાબર છે.. રિની, ગમે તે વાત હોય... મારી વાત હોય તો પણ તારે મને કહેવાની...

રિની- મને એવું હતુ કે આ વાત તમને કહીશ તો તમે તૂટી જશો... મારી પાસે કોઈ પ્રૂફ પણ નહોતું સિવાય ફેક રિપોર્ટ... મને તમારી ચિંતા હતી એટલે મેં ના કહ્યુ..

પરાગ- હમ્મ... હવે ગમે તે થાય.. ગમે એવી પરિસ્થિતિ હોય તારે મને કહેવાનુ.. આપણે બંને સાથે હોઈશું તો કોઈ કંઈ નહીં બગાડી શકે...!

રિની સ્માઈલ આપીને હા કહે છે. રિની પરાગનાં ખભા પર માથું મૂકીને બેસી રહે છે.

**********


બીજા દિવસે શાલિનીને ખબર પડે છે કે સિમિતએ તેના શેર પરાગને આપી દીધા છે અને રાજીનામું આપીને જતો રહ્યો છે. શાલિની તરત સિમિતને ફોન કરે છે અને કહે છે, તું આવું કેવી રીતે કરી શકે છે? તે શેર પરાગને આપી દીધા?

સિમિત- શેર વાળી મેટર તમારા ફેમીલીની છે. હું એમાં કંઈ ના કરી શકુ...

શાલિની- ઓહ... તો રિનીનું શું થયુ.. તને તો રિની જોઈતી હતીને..

સિમિત- નથી જોઈતી મારે... મને અહેસાસ થઈ ગયો છે કે હું જે કરતો હતો તે ખોટું કરતો હતો.. વધારે બગડે એની પહેલા મેં બધુ છોડી દીધુ... મારી સલાહ છે તમને કે તમે પણ સારી રીતો રહો પરાગ સાથે નહીંતર રસ્તા પર રહેવાનો વારો આવશે..! રિનીને ખબર પડી ગઈ છે કે તે રિપોર્ટ ફેક હતો... તેને જાતે પરાગનો અને સમરનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે. હવે તમને ખબર પડી ગઈ છે કે હું શું કહેવા માંગુ છુ.. તો તમે શાંતિથી રહો અને મને પણ રહેવા દો.. હવે મને ક્યારેય ફોન ના કરતા..! બાય

આટલું કહી સિમિત ફોન મૂકી દે છે. શાલિનીને ગુસ્સો આવે છે. તે જોરથી બોલે છે, સિમિત તું આવું ના કરી શકે..!

રિની શાલિની પાસે આવે છે અને કહે છે, મેં તમારી અને સિમિતની વાત સાંભળી તો નથી પરંતુ અંદાજેથી કહી શકુ કે તેને તમને સુધરી જવાની સલાહ આપી હશે..! હું પણ એજ કહું છુ... સમરને ખબર નથી કે તેના પપ્પા કોણ છે.. તમને ખબર છે..!

શાલિની- તારી હિંમત કેવી રીતે થઈ?

રિની સામે જવાબ આપતા કહે છે, તમારી હિંમત કેવી રીતે થઈ પરાગ સાથે આવુ કરવાની? એશ-આરામથી આ ઘરમાં રહેવા મળે છે તો રહો... અને હા, સમરને ખબર પડશે ત્યારે તમને ખબર જ છે કે શું થશે..!

શાલિની- તને તો જોઈ લઈશ.

રિની- અહીં જ ઊભી છુ.. જોઈ લો...! અને હા, ચિંતા ના કરતા... સમરને કંઈ જ જાણ નહીં થાય.. ડીએનએ ટેસ્ચ બાબતે..!

પરાગ રિનીને બૂમ પાડે છે તેથી રિની ત્યાંથી જતી રહે છે.

શાલિની અકળાઈ ગઈ હોય છે.. તેને ખબર નથી પડતી કે શું કરવુ..?


માનવ અને એશા તેમના નવા ઘર માટે એક ઘર જોઈને આવ્યા હોય છે. માનવ તે ઘર વિશે આવીને પરાગને કહે છે.. પરાગ બિલ્ડર સાથે વાત કરી ઘરનાં પૈસા ઓછા કરાવે છે અને માનવને કવર આપતા કહે છે, મેં તારી સગાઈ પર કહ્યુ હતુ તે મારી ક

ગીફ્ટ પેન્ડીંગ રહેશે...! તે આ ગીફ્ટ છે.

માનવ કવર ખોલીને જોઈ છે તો ચેક હોય છે. પરાગે ઘરનું અડધું પેમેન્ટ કરી દીઘું હોય છે. માનવ ના કહી દે છે કે તે ના લઈ શકે.. પરાગ તેને સમજાવે છે.. થોડી આનાકાની બાદ માનવ ચેક સ્વીકારે છે.

માનવ એશાને ફોન કરી ગુડ ન્યૂઝ આપે છે અને કહે છે કે ઘર ની ફોર્માલિટી થઈ ગઈ છે અને અડધુ પેમેન્ટ પણ થઈ ગયું છે. એશાને ખબર હોય છે કે માનવ પાસે એટલા બધા પૈસા નથી કે અડધું પેમેન્ટ કરી શકે. એશા તેને પૂછે તે ત્યારે માનવ તેને બધી વાત જણાવે છે. બંને ઘણા ખુશ હોય છે.

અઠવાડિયા પછી માનવ અને એશાનાં નવા ઘરમાં પૂજા હોય છે. ઘરમાં બધુ સેટ થઈ ગયા બાદ તેઓ નવા ઘરમાં શીફ્ટ થઈ જાય છે. પરાગ-રિની અને સમર-નિશા માનવ અને એશાની મદદ કરે છે તેમના ઘરમાં બધુ ગોઠવવા માટે..!

મિહીરને જૈનિકા સાથે હવે પ્રેમ થવા લાગ્યો હોય છે. તે જૈનિકાને તેના દિલની વાત કહેવાનું નક્કી કરે છે.

બધુ હવે સરખું થઈ ગયુ હોય છે પરંતુ શાલિનીનાં લાલચની અગન હજી તેવી જ હોય છે.





શાલિની હવે શું નવુ નાટક કરશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો નવો ભાગ પરાગિની ૨.૦ - ૫૨