પરાગિની 2.0 - 7 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 7

પરાગિની ૨.૦ - ૦૭



પરાગ રિનીને પૂછે છે, તારા અને નમન વચ્ચે શું હતું?

રિની- કેમ શું થયું?

પરાગ- પહેલા મને મારા સવાલનો જવાબ આપ...

રિની- તમને કહ્યુ તો હતુ કે એ ફક્ત એક્ટિંગ જ હતી... મારા કહેવા પર એ ફક્ત એક્ટિંગ જ કરતો હતો..

પરાગ- આવું તને લાગે છે... પણ એને તારા માટે ફિલીંગ્સ છે... એ આપણા બંનેને દૂર કરવા માંગે છે. શું સમજે છે એ?

રિની- શું નમને કંઈ કહ્યું તને?

પરાગ જોરથી બોલવા જતો હતો પણ તે સંયમ રાખે છે પણ રિનીને પરાગનો ગુસ્સો સાફ દેખાય છે.

રિની- ઓકે... તમે ગુસ્સો ના કરશો...

પરાગ- મને બીજી કોઈ વાત ખબર નથી પણ નમનને તારા માટે ફિલીંગ્સ છે અને આ વાત મને તકલીફ આપે છે.

દિવસ આમ જ નીકળી જાય છે. પરાગ હજી નમનની વાત લઈને હેરાન હોય છે.


બીજા દિવસે રોજની જેમ પરાગ રિનીને તેના ઘરેથી લઈ ગાડી ઓફિસ તરફ જવા દે છે. પરાગ હજી અપસેટ હોય છે. રિની પૂછે છે પણ પરાગ કંઈ બોલતો નથી.

ઓફિસમાં પહોંચી બંને કામ પર લાગી જાય છે. આજે ઓફિસમાં કામ વધારે હોવાથી રિની પરાગ સાથે નમન વાળી બાબત પર વાત પણ નથી કરી શકતી. એમાં પણ વચ્ચે ઓફિસમાં દાદી આવે છે. રિની તેમને જોતા જ તરત મળવાં જાય છે. બંને થોડી વાતો કરે છે અને રિની પછી તેમને નીચે નવીનભાઈની રૂમમાં બેસાડે છે અને તે કામ કરવા જતી રહે છે.


આ બાજુ આશાબેન ઘરે રીટાદીદીને કહે છે કે રિનીને એક છોકરો પસંદ છે અને તે તેનો બોસ છે.. મેં કંઈ રિએક્ટ નહોતું કર્યુ પણ મને ચિંતા તો હોયને કે એ છોકરો કેવો હશે, કેવો નહીં..? તો તું મને કંઈ કહે કે કેવી રીતે આપણે એ છોકરા વિશે જાણી લાવીએ..?

રીટાદીદી વિચારીને કહે છે, આપણે એશા અને નિશાને પૂછશું..!

આશાબેન- તને શું લાગે છે એ બંને આપણાને કહેશે?

રીટાદીદી- એ તો છે જ...

આશાબેન- નિશાને પૂછીશું... પણ સીધી રીતે નહીં... વાત માંથી વાત કાઢીને... એ તો કહી જ દેશે..!

રીટાદીદી- હા.. બરાબર છે.

બંને નિશા પાસે પહોંચી જાય છે અને વચ્ચે વચ્ચે વાત કરી નિશાને પરાગ વિશે બધુ જ પૂછી લે છે.


ઓફિસનો સમય પત્યા બાદ પરાગ અને રિની બંને એક કેફેમાં બેસવા જાય છે. બંને પહેલા વાતો કરે છે. રિની પરાગને જણાવે છે કે તેને તેની મમ્મીને આપણા વિશે જણાવી દીધું છે પણ હજી તેમને કંઈ જવાબ નથી આપ્યો..!

પરાગ- થોડો સમય આપ એમને.. બધુ સરખુ થઈ જશે.. અને કંઈ પણ પ્રોબ્લમ થાય તો મને તરત કહેજે..! નમનને નહીં..!

રિની- તમે નમન પાછળ કેમ લાગી પડ્યા છો... મને એના માટે કંઈ જ ફિલીંગ્સ નથી...

પરાગ- તો પણ તું એનાથી દૂર રહેજે.. ઓફિસ સિવાય અને કામ સિવાય તું બહુ વાત ના કરતી એની સાથે..!

રિની- ઓકે...



ટીયા નમનને ફોન કરી પૂછે છે કે તેને રિની સાથે વાત કરી કે નહીં તે..?

નમન જવાબમાં કહે છે, મેં રિનીને નહીં પણ પરાગને કહ્યું...

ટીયા- તો પરાગે શું કહ્યું?

નમન- શું કહેવાનો એ.. એના હાવભાવ જ કહી દેતા હતા બધુ...

ટીયા કામનું બહાનું કરી ફોન મૂકી દે છે. ટીયાને એવું હતું કે નમને પરાગને કહ્યું છે તો ક્યાંક તેની બાજી ઊંધી ના પડી જાય તેથી તે સીધી રિનીની મમ્મીને મળવા નીકળી જાય છે.

ટીયા રિનીના ઘરે જાય છે. આશાબેન જ દરવાજો ખોલે છે.

આશાબેન- ઓહ... મોડેલ તું...?

ટીયા મોડું બગાડી કહે છે, મોડેલ નહીં... મોડલ... અને મારું નામ ટીયા છે.

આશાબેન- હા... શું કામ હતું?

ટીયા- નમન છે?

આશાબેન- અંદર આવ તું... મને ખબર નથી..!

ટીયા અંદર બેસે છે.

આશાબેન રીટાદીદીને પૂછવા જાય છે કે નમન ઘરે છે કે નહીં તે..! નમન ઘરે નથી તે કહેવા આશાબેને ટીયા પાસે જાય છે.

આશાબેન- નમન ઘરે નથી પણ કદાચ હમણાં આવતો જ હશે..!

ટીયા- હા આંટી... રિની કેમ છે?

આશાબેન- એ તો મજામાં જ છે... કેમ તું ઓફિસમાં મળતી નથી એને?

ટીયા- હમણાં કોઈ શુટીંગ નથી હોતું નથી એટલે નથી જતી હું...

આશાબેન- હમ્મ.. સારૂં..

ટીયા- મેં સાંભળ્યું છે કે રિની તેના બોસ પરાગ સાથે બોલે છે...!

આશાબેન- હા... મને ખબર છે.. રિનીએ મને કહ્યું હતું કે તેને પરાગ ગમે છે.

આ સાંભળી ટીયા છોભી પડી જાય છે. તેને એવું હતું કે રિનીની મમ્મીને નહીં ખબર નહીં હોય.. હું કહીશ તો તેના મમ્મી રિની પર અકળાશે.. પણ અહીં તો એવું કંઈ થયું જ નહીં...!

ટીયા- આંટી.. હું નીકળું હવે.. નમનને ફરી ક્યારેક મળી લઈશ... મારા ફ્રેન્ડ્સ વેઈટ કરતાં હશે..!

આશાબેન- હા.. વાંધો નહીં..

ટીયા બહાર જતી રહે છે. ટીયા સોસાયટીની બહાર નીકળે છે અને તેની નજર પરાગ અને રિની પર પડે છે. પરાગ રિનીને ઘરે મૂકવા આવ્યો હોય છે. રિની પરાગને ગાલ પર કિસ કરે છે તે ટીયા જોઈ છે તે જોઈને મોં બગાડે છે. પરાગ પણ રિનીને હગ કરે છે અને ગાલ પર કિસ કરે છે તે જોઈ ટીયા બળી જાય છે અને તે ત્યાંથી નીકળી જાય છે. રિની તેના ઘર તરફ જતી હોય છે તે ટીયાને ગાડીમાં બેસતા જોઈ છે. રિની વિચારે છે કે ટીયા અહીં શું કરતી હશે?

ઘરે પહોંચતા જ આશાબેન રિનીને કહે છે, પેલી મોડેલ આવી હતી..!

રિની- મોડલ... કોણ ટીયા?

આશાબેન- હા... નમનનું બહાનું કાઢી મને કહેવા આવી હતી કે રિની અને પરાગ બોલે છે.. મેં પણ કહી જ દીધુ કે મને ખબર છે કે રિનીને પરાગ ગમે છે અને તે મને ખબર છે. એ તો ચૂપચાપ જતી જ રહી..!

રિની વિચારે છે કે ટીયા શું કરવા માંગે છે અને તે નમનને કેમ મળવા આવી હશે..?

રિની- મમ્મી... શું ટીયા પહેલા કોઈ વખત આપણા ધરે આવી હતી?

આશાબેન- હા.. અઠવાડીયા પહેલા જ આવી હતી... નમનને મળવા.. બંને ગાર્ડનમાં બેસીને વાતો કરતા હતા..!

રિનીને સમજ નથી પડતી કે ટીયા નમન સાથે શું વાત કરતી હશે.. શું તેની કોઈ નવી ચાલબાજી નહીં હોય ને?

આશાબેન- શું થયું રિની?

રિની- કંઈ નહીં મમ્મી..! હું ફ્રેશ થઈ આવું... મસ્ત ચા બનાવી આપને..

આશાબેન- સારું.. તું ફ્રેશ થઈ આવ ત્યાં સુધી ચા બનાવી દઉં..!


ટીયા તેના ઘરે જઈ નમનને ફોન કરી રિની સાથે વાત કરવાનું કહે છે કેમ કે ટીયાના બધા દાવ ઊંધા પડતા હોય છે. નમન કાલે સવારે રિની સાથે વાત કરશે તેવું કહી ફોન મૂકી દે છે.


સવારે રિની તૈયાર થઈ ઘરની બહાર નીકળતી હતી અને નમનનો ફોન આવે છે. રિની ફોન ઉપાડે છે અને કહે છે, હા, નમન બોલ

નમન- મારે વાત કરવી હતી અત્યારે મળી શકાશે?

રિની- હું ઘરે જ છું.. નીચે આવ તું.. વાત કરી લઈએ...

નમન- હું ઘરે નથી અને વાત ત્યાં થાય એવી નથી... રિવરફ્રન્ટ પાસે છું..

રિની- અરજન્ટ વાત છે?

નમન- હા... વાત તારા અને મારા રિલેટેડ જ છે..

રિની- હા.. આવું છું...

રિની નમનને મળવાં જવાના ચક્કરમાં ભૂલી જાય છે કે પરાગ બહાર ઊભો તેની રાહ જોતો હશે..!

રિની બહાર જઈ રિક્ષા માટે ઊભી હોય છે. પરાગ રિનીને જોઈ છે.. તે વિચારે છે કે હું અહી ઊભો છું તો રિની કેમ રીક્ષામાં જાય છે?

રિનીને રિક્ષા મળા જતા તે બેસીને રિવરફ્રન્ટ પાસે જવા નીકળી જાય છે. પરાગ રિનીનો પીછો કરે છે.

રિની રિવરફ્ર્ન્ટ પાસે પહોંચે છે અને નમન પાસે જાય છે. પરાગ પણ ગાડી પાર્ક કરી રિનીની પાછળ જાય છે. તે જોઈ છે કે રિની નમનને મળવાં ગઈ હોય છે. પરાગ થોડો દૂર રિની અને નમન જોઈનાં જાય તેમ છૂપાયને ઊભો રહી જાય છે પણ તે બંનેની વાતો સાંભળી શક્તો હોય છે.

નમન- થેન્ક યુ અહીં આવવા માટે... અગત્યની વાત કરવી હતી...

રિની- હા.. બોલ..

નમન- એક્ચ્યુલી માં બે વાત હતી.. બંને વાત અલગ છે...

રિની- હા..

નમન- રિની... હું તને પ્રેમ કરવા લાગ્યો છું...

પરાગને જેનો ડર હતો તે જ વાત નમન રિનીને કહે છે.. આ સાંભળીને તેને ખરેખરમાં બહુ જ ગુસ્સો આવે છે.

રિની- તારું દિમાગ તો ઠેકાણે છેને? હું ફક્ત પરાગને જ પ્રેમ કરું છું..

આ સાંભળી પરાગને થોડી તસ્લ્લી મળે છે.

નમન- જો રિની... પરાગ તારા લાયક નથી..

આટલું સાંભળતા જ પરાગ સીધો નમન પાસે જઈ તેનો કોલર પકડી તેને જોરદારનો તમાચો મારી દે છે.

પરાગનાં અચાનક આવી જવાથી અને નમનને મારવાથી રિની ગભરાય જાય છે. તે પરાગને રોકે છે અને પકડીલે છે.

રિની- પરાગ.. શું કરો છો તમે?

પરાગ- મેં તને કહ્યું હતુંને રિની કે આ વ્યક્તિ ક્યાંક આપણી વચ્ચે આપણા રિલેશનને બગાડે ના..!

નમન- કેવો પ્રેમ અને કેવું રિલેશન હા...?

રિની- ઈનફ નમન... તું પરાગ સાથે વાત કરી રહ્યો છે જેને હું પ્રેમ કરું છું અને મેરેજ પણ હું પરાગ સાથે જ કરવાની છું..

નમન- તારી આંખ ખોલ રિની... આ માણસ હજી તેની એક્સ-ગર્લફ્રેન્ડને મળે છે.




શું ટીયાનું આ નવું નાટક કામ કરી જશે? શું રિની નમનની વાત માનીને પરાગથી અલગ થઈ જશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૮