Pollen 2.0 - 50 books and stories free download online pdf in Gujarati

પરાગિની 2.0 - 50

પરાગિની ૨.૦ - ૫૦




રિની શાલિની અને સિમિતને સાથે જોઈ સમજી જાય છે કે આ બધુ નાટક શાલિનીએ ઊભું કર્યુ છે. રિની ગાડી લઈને ત્યાંથી નીકળી જાય છે અને રસ્તામાં આગળ સાઈડ પર ઊભી રાખીને એશા અને નિશા બંનેને કોન્ફરન્સ ફોન લગાવે છે. ફોન ઊંચકતાની સાથે જ રિની બોલવા લાગે છે, ગર્લ્સ... મેં આજે શાલિની અને સિમિતને સાથે જોયા છે. એનો મતલબ તમે સમજી ગયાને...?

એશા- ઓહ... તો ડીએનએ રિપોર્ટ પાછળ માસ્ટરમાઈન્ડ શાલિની છે... નિશા સાંભળે છે તારી સાસુ છે.

નિશા- હા, સાંભળ્યુ... પણ હવે આગળ શું કરવાનું છે?

રિની- નિશા, શું આપણે સમરનો પણ ડીએનએ ટેસ્ટ કરાવી શકીએ છે?

નિશા- હા... અફકોર્સ... ફક્ત સમરના હેર સેમ્પલ લાવવાના રહેશે....

રિની- આ કામ તારે જ કરવુ પડશે...!

નિશા- મારે? પણ કેમની?

એશા- ઓફો... નિશા.. સમર તારો બોયફ્રેન્ડ છે.. તારા માટે તો સાવ સહેલું છે.

નિશા- હા.. કંઈક કરું છુ...


પરાગ બે દિવસથી નોટિસ કરતો હોય છે કે રિની કામ પર અને પોતાના પતિ પર ઓછું ધ્યાન આપતી હોય છે અને બીજે ક્યાંક વધારે.. તે નક્કી કરે છે કે રિનીને પૂછીને જ રહેશે...!

રિની એશા અને નિશા સાથે વાત પતાવી ગાડી ઓફિસ તરફ જવા દે છે.


નિશા સમરને ફોન કરે છે અને કહે છે, બપોરે જો તું ફ્રી હોય તો સાથે લંચ પર ક્યાંક જઈએ? હમણાનાં આપણે સાથે ક્યાંય નથી ગયા...!

સમર ખુશ થઈ જાય છે કે નિશાએ પહેલી વખત સામેથી આવું કહ્યુ હોય છે. તે તરત નિશાને હા પાડી દે છે.

સમરને ખુશ જોઈ ડેન્સી પૂછે છે, શું વાત છે સમર એક ફોનથી આટલો ખુશ થઈ ગયો?

સમર- હા, બપોરે તું રિનીભાભી સાથે લંચ કરવા જતી રહેજે.. મારે બહાર જવાનું છે...

ડેન્સી- હા...


રિની પરાગને મળવા તેની કેબિન જાય છે.

પરાગ રિનીને જોતા કહે છે, મિસિસ. શાહ... તમે તો મેરેજ પછી બહુ જ બિઝી થઈ ગયા છો... આ બિચારા પતિ સામે પણ ધ્યાન આપો...!

રિની પરાગ સામે જઈને ઊભી રહી જાય છે અને કહે છે, મેરેજ કર્યા છે તો ઘરની જવાબદારી પણ સંભળાવી પડે ને... એટલે આજની સવાર જ એવું થયું બાકી રોજ જ તમારી સાથે જ ઓફિસ આવીશુ અમે...! રાત્રે ક્યાંક બહાર જઈએ ડિનર માટે?

પરાગ- હા.. કેમ નહીં...! હું ટેબલ બુક કરાવી દઈશ...

રિની- હા.... તમે કામ કરો.. હું જૈનિકા પાસે જાઉં છું.. ડિઝાઈન બાબતે વાત કરવાની છે.

રિની ઉપર જૈનિકાને મળવા જાય છે તો જોઈ છે કે મિહીર ત્યાં બેઠો હોય છે. રિની તરત મિહીર પાસે જાય છે અને પૂછે છે, ભાઈ.. તમે અહીં શું કરો છો?

મિહીર- મારા જીજાજીને મળવા આવ્યો હતો...! અને ...

મિહીર જૈનિકા તરફ જોઈ છે. રિની સમજી જાય છે. રિની તરત મિહીરને કહે છે, ભાઈ.. તમારે કંઈ કામ નથી કે શું?

મિહીર- કામ તો હોય જ ને...

રિની- હા, તો બેસી કેમ રહ્યા છો? જાઓ...

મિહીર મોં બગાડીને જતો રહે છે.


બપોરે સમર અને નિશા સાથે એક રેસ્ટોરન્ટ પર લંચ કરવા જાય છે. નિશા વિચારતી હોય છે કે કેવી રીતે સમરનાં હેર સેમ્પલ લે? બંને સાથે લંચ કરે છે. સમર તેને હોસ્પિટલ મૂકવા જતો હોય છે પરંતુ હજી સુધી નિશા સમરના હેર સેમ્પલ નથી લઈ શકી હોતી...! સમર પાસે ઓપન કાર હોય છે અને આજે ભગવાન જાણે નિશાને સાથ આપી રહ્યા હોય તેમ જોરથી પવન ફૂંકાય છે અને એમાં બંનેના વાળ વિખરાય જાય છે. સમર ગાડી સાઈડ પર ઊભી રાખે છે. નિશા તેના હેર સરખાં કરે છે.. પરંતુ સમરનાં આંખમાં ધૂળ જતી રહી હોય છે અને તે બરાબર દેખી નથી શક્તો હોતો... નિશા સમરને પૂછે છે, શું હું હેલ્પ કરુ?

સમર હા કહે છે. રિની સમરનાં હેર સરખાં કરે છે. તે દરમ્યિાન નિશા હેર સેમ્પલ લઈ લે છે. સમર આંખો ધોઈને ગાડી હોસ્પિટલ તરફ જવા દે છે. નિશા સમરને બાય કહી સીધી હોસ્પિટલની લેબ તરફ જાય છે.


સાંજે રિની અને પરાગ સાથે ઘરે જાય છે. ઘરે જતાં જ દાદી રિનીને કહે છે, રિની પછી મારી રૂમમાં આવજે મારે કામ છે.

રિની હા કહે છે. બંને ઉપર રૂમમાં જાય છે. પરાગ રિનીને પૂછે છે, દાદીએ કેમ તને બોલાવી?

રિની- મને શું ખબર? તેમની રૂમમાં જાઉં તો ખબર પડે...

રિની ફ્રેશ થઈ દાદીની રૂમમાં જાય છે. દાદી તેને બેડ પર બેસાડે છે અને પૂછે છે, રિપોર્ટ આવ્યો?

રિની- ના, દાદી... કાલે આવશે.. રિપોર્ટ આવશે એટલે તમને પહેલા કહીશ..!

દાદી- હમ્મ...

રિની- દાદી... આજે મેં શાલિનીમેમ અને સિમિતને સાથે જોયા હતા... મને એવું લાગે છે કે આ બધો પ્લાન કદાચ શાલિનીમેમનો જ છે.

દાદી- આ બધામાં તો એ એક્સપર્ટ છે...

રિની- મેં સમરના હેર સેમ્પલ પણ આપ્યા છે ડીએનએ ટેસ્ટ માટે...

દાદી- એનાં કેમ પણ?

રિની- મને ડાઉટ જાય છે એટલે દાદી... મારે તમને કહેવાની જરૂર નથી તમે સમજી જ ગયા હશો..!

દાદી- હા...

રિની- તમે હવે આરામ કરો દાદી... બહુ વિચારશો ના... રિપોર્ટ સારા જ આવશે..!

રિની તેના રૂમમાં જાય છે. પરાગ રિનીને પૂછે છે, દાદી શું કહેતા હતા?

રિની- એતો હવે અમારી લેડીઝ ટોક હોય ને...!

પરાગ- હા... નવાઈની લેડીઝ ટોક...

બંને મસ્તી કરીને સૂઈ જાય છે.

**********


સવારે પરાગ ન્હાવા ગયો હોય છે ત્યારે રિનીનાં મોબાઈલમાં સિમિતનો મેસેજ આવે છે, ‘ આજનો દિવસ જ રહ્યો છે.’

રિની મેસેજ વાંચીને ડિલીટ કરી દે છે.

પરાગ અને રિની બંને તૈયાર થઈ બ્રેકફાસ્ટ કરી કંપનીએ પહોંચે છે. રિની સવારથી બેચેન હોય છે કેમ કે આજે રિપોર્ટ આવવાનો હોય છે. કંપની પર ગયા બાદ રિની નિશાને ફોન કરે છે અને પૂછે છે, રિપોર્ટ ક્યારે આવશે?

નિશા- સાડા દસ સુધીમાં આવી જશે...!

રિની- સારું...

હજી સાડા નવ જ થયા હોય છે. પરાગ જોઈ છે કે રિની સવારથી કંઈ ટેન્શનમાં હોય છે. પરાગ રિનીને તેની પાસે બોલાવીને પૂછે છે, પરંતુ રિની ના કહી દે છે કે તેને કંઈ ટેન્શન નથી...!

બરાબર સાડા દસ વાગ્યે રિની નિશાને ફોન લગાવે છે અને પૂછે છે, નિશા.. રિપોર્ટ આવ્યો?

નિશા- ઓહ... રિની પ્લીઝ જરાં ધીરજ રાખ... પંદરમાં કોલ કરુ તને...

રિની- હું ત્યાં જ આવી જાઉં છુ...

રિની પરાગને કામ છે કહી ગાડી લઈને હોસ્પિટલ જવા નીકળી જાય છે. રિની હોસ્પિટલ પહોંચે છે ત્યારે નિશા પાસે રિપોર્ટ આવી ગયો હોય છે. રિની સીધી નિશા પાસે પહોંચે છે અને પૂછે છે, શું આવ્યુ રિપોર્ટમાં?

નિશા- તું જાતે ત જોઈ લે...!

રિની તરત જ નિશાનાં હાથમાંથી રિપોર્ટ લઈ લે છે. રિપોર્ટ વાંચવા જતી જ હોય છે કે રિનીનાં મોબાઈલમાં ફોનની રીંગ વાગે છે. સિમિતનો ફોન આવતો હોય છે. રિની ફોન ઉપાડે છે અને પૂછે છે, શું કામ છે?

સિમિત- સવારનો મેસેજ વાંચીને રિપ્લાય ના આપ્યો ને?

રિની- મને બહુ અગત્યનો મેસેજ ના લાગ્યો એટલે...

સિમિત- હું વિચારું છુ કે હમણાં જ પરાગને જઈને રિપોર્ટ બતાવી આવુ.. મારી પાસે બીજી કોપી છે તો....

રિની ગભરાઈ છે પરંતુ પછી કહે છે, એક કામ કરીએ સાથે જ રિપોર્ટ બતાવવા જઈએ...!

સિમિત- એટલે?

રિની- એટલે હમણાં હું કંપની પર જ આવુ છુ.... પછી સાથે જ પરાગને રિપોર્ટ બતાવવા જઈએ...

આટલું કહી રિની ફોન મૂકી દે છે.

સિમિતને કંઈ જ ખબર નથી પડતી કે રિની શું કહેવા માંગે છે..!


રિની રિપોર્ટ વાંચે છે અને વાંચીને તેના હાવભાવ બદલાય જાય છે.



રિપોર્ટમાં શું લખ્યુ હશે?

પરાગને જાણ થશે રિપોર્ટ વિશે?

જાણવા માટે વાંચતા રહે આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૫૧


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED