Paragini 2.0 - 2 books and stories free download online pdf in Gujarati

પરાગિની 2.0 - 2

પરાગિની ૨.૦ - ૦૨


સમર પરાગનાં ઘરે જ રહે છે તે કાલે તેના ઘરે જવાનું નક્કી કરે છે. રાત્રે દસ વાગ્યે પરાગ અને સમર બંને કોફી લઈને ગાર્ડનમાં બેસવા માટે જાય છે અને એટલાંમાં જ દાદી ત્યાં આવે છે. પરાગ દાદીને જોતા જ તેમની પાસે જાય છે અને પૂછે છે, દાદી.. તમે આ સમયે અહીં? આ તો તમારો સૂવાનો સમય છે..!

સમર- હા.. દાદી... બધુ બરાબર તો છેને?

દાદી- ઓહ... બંને ચૂપ... હું તો જાણવા આવી છુ પરાગની વાતો.... મારાથી રહેવાયુ ના એટલે અત્યારે જ આવી ગઈ..! તમે બંને મારી સાથે અહીં બેસો પહેલા... આપણે સવાર સુધી ગપ્પા મારીશું... ચાલો...

દાદી, પરાગ અને સમર સોફા પર બેસે છે.

દાદી- ચાલ પરાગ જલ્દી કહે મને... રિની અને તુએ શું વાત કરી?

પરાગ- દાદી... તમે જેવું વિચારો છો એવું કંઈ જ નથી થયું.. હા... અમે બંનેએ નોર્મલ રીતે જ વાત કરી...!

સમર- દાદી.. ભાઈ જૂઠ્ઠું બોલે છે...આ પરાગ સાહેબ તો રોમાન્સનાં પણ બાપ નીકળ્યા... બહુ જ રોમેન્ટિક રીતે ભાઈએ રિનીને પ્રપોઝ કર્યુ છે....

પરાગ- દાદી એવું કંઈ જ નહોતું...

દાદી બહુ જ ખુશ થાય છે અને પરાગને ચૂપ રહેવાનું કહે છે અને સમરને બધુ જ પૂછે છે. સમર દાદીને બધુ ડિટેઈલમાં કહે છે.


**********

બીજે દિવસે સવારે નમન કામ પર જવા વહેલો નીકળી જાય છે. રિનીને થોડું મોડું થઈ જાય છે.

રિનીને ઓફિસ પહોંચતા મોડુ થાય છે. પરાગ સિયાને પૂછે છે, રિની ક્યાં છે?

સિયા- સર... હજી નથી આવી...

એટલામાંજ રિની દોડતી દોડતી આવે છે.

રિની- હું આવી ગઈ...

પરાગ- રિની... તમને ઓફિસનો ટાઈમ તો ખબર જ છેને? બોસથી પહેલા આવવાનું હોય છે. બી ઓન ટાઈમ..!

રિની- હા... એક દિવસ થઈ જાય...

પરાગ- આ કોઈ સ્કુલ નથી... ઓફિસ છે..

પરાગ જ્યારે રિનીને બોલતો હોય છે ત્યારે નમન પણ ત્યાં જ હોય છે.. તેને પરાગનું આ વર્તન કંઈક અજીબ લાગે છે.

રિની બોલવા જતી હોય છે પણ સિયા તેને રોકી લે છે. રિનીને સમજ નથી પડતી કે પરાગ કેમ આવું કરે છે..?

રિની તેનું પર્સ મૂકી કોફી બનાવી પરાગને કેબિનમાં આપવા જાય છે. પરાગ કંઈ બોલતો નથી તે જોઈ રિનીને અકળામણ થાય છે.

રિની- તમે આવું કેમ કરો છો?

પરાગ- તુંએ કહ્યું હતું એમ જ કરું છુ હુ તો...

રિની- હા... પણ બધાની સામે આમ બોલવાનું?

પરાગ- જો રિની... મને આવું બધુ નહીં ફાવે... આવું નાટક કરવાનું.... પહેલા કહે છે કે ઓફિસમાં જેમ રહીએ છે તેમ જ રહેવાનું... કપલ તરીકે નહીં... અને હવે હું એ જ કરું છું તો તું કહે છે આવું ના કરશો...

રિની કંઈ બોલતી નથી બસ એમ જ ચૂપચાપ ઊભી રહે છે. પરાગ ઊભો થઈ રિનીની નજીક આવીને ઊભો રહી જાય છે.

પરાગ- રિની... મને નહીં ફાવે... તું જ નક્કી કરી લે નહીંતર પછી આવું રહેશે તો તું ખોટું ના લગાડતી...!

રિની પરાગ તરફ જોઈને કહે છે, તમને જેમ ઠીક લાગે તેમ જ કરો...! રિની ત્યાંથી જતી રહે છે.


ટીયા જૈનિકા પાસે જાય છે. જૈનિકા તેના કામમાં વ્યસ્ત હોય છે.

ટીયા- હાય... જૈનિકા... કેમ છે?

જૈનિકા- હાય... ટીયા... વેકેશન પરથી આવ્યા બાદ બહુ જ સારૂ લાગે છે.

ટીયા- તો કેવું રહ્યું વેકેશન?

જૈનિકા- બહુ જ જોરદાર... શું જગ્યા હતી...! બહુ જ મજા કરી અમે... બહુ જ એન્જોય કર્યુ અમે..!

જૈનિકા ટીયાને જેલેસ કરવા જ આવું બોલતી હોય છે.

ટીયા- ઓહ... ગુડ... પરાગે શું ગીફ્ટ આપ્યું રિનીને?

જૈનિકા- ગીફ્ટ...? એ તો તું પૂછીશ જ ના...

ટીયા- હા... આમ પણ પરાગને ખબર નથી પડતી કે કોઈ છોકરીને શું ગીફ્ટ આપવું એમ.... મને તો પરફ્યૂમ આપ્યું હતું...!

જૈનિકા હસવા લાગે છે.

ટીયા- પરાગે રિનીને પણ પરફ્યૂમ જ આપ્યુંને?

જૈનિકા- નો..... પરાગે રિનીને પ્રપોઝ કરવા માટે શું અરેન્જમેન્ટ કરી હતી...! પરાગે તેના મમ્મીની ચેઈન રિનીને પહેરાવી પ્રપોઝ કર્યુ.... યાર... કેટલું રોમેન્ટિક કહેવાય..!

આ સાંભળીને ટીયા ઊભીને ઊભી જ બળીને ખાખ થઈ જાય છે પણ નાટક કરતાં કહે છે, ઓહ... વાઉવ... નાઈસ..!

જૈનિકાને ખબર પડી જાય છે કે ટીયાની બળી ગઈ છે.

ટીયા મનમાં ને મનમાં જ રિનીને બદનામ કરવાનું નક્કી કરી લે છે.


સમર તેના ઘરે જાય છે તેની મોમને મળવા... શાલિની પાછળ ગાર્ડનમાં બેઠી હોય છે. સમર તેની પાસે જાય છે.

સમર- મોમ...

શાલિની ઊભી થઈ સમર પાસે જાય છે અને વ્હાલ કરતાં કહે છે, બેટા.. તું આવી ગયો... મારો છોકરો.. કેમ છે તું?.. ઠીક તો છેને... શાલિની તેને ગળે લગાવી લે છે અને પછી તેને બેસવા કહે છે.

શાલિની- બેટા... તું થાકી ગયો હશે ઉપર રૂમમાં જઈ આરામ કરી લે...

સમર હજી થોડો અપસેટ હોય છે તે ફક્ત નિશાનાં કહેવા પર તેની મોમને મળવાં આવ્યો હોય છે.

સમર- મોમ... હું ઠીક છું...

શાલિની- હા... ઠીક જ હોયને... ફરીને આવ્યો છે તું તો... મારી યાદ પણ ના આવી તને? તે મને એક વખત ફોન પણ ના કર્યો? મેં કર્યો હતો એમાં પણ પેલી નર્સે ફોન ઉપાડ્યો...! તું એની સાથે ગયો હતો?

સમર- હા... અને હું થોડો બિઝી હતો અને મેં જ એને કહ્યું હતું કે ફોન પર વાત કરી લે...

શાલિની- શું હું પૂછી શકુ છુ કે તું એ છોકરી સાથે કેમ ફરવા ગયો હતો?

સમર- મારી મરજી... અને હા.. અમે બંને એકલા નહોતા ગયા.... બીજા બધા પણ હતા જ...અને એને લઈને ગયો પણ હોત તો શું આફત તૂટી પડતે...? હું તમારી જેમ લોકોના પ્રોફેશન જોઈને દોસ્ત નથી બનાવતો...! હું તમારી સાથે શાંતિથી વાત કરવા આવ્યો હતો અને તમે શું વાત લઈને બેસી ગયા...! કંઈ નહીં હું નીકળું છુ..

શાલિની સમરને રોકતા કહે છે, ના... બેટા.. તું બેસ આપણે વાત કરીએ...

સમર- મોમ... હું ઘરે પાછો આવવાનો જ છું... હું ભાઈનાં ઘરે એટલે રહેવા ગયો હતો કેમ કે મને થોડી શાંતિ મળે... રિલેક્સ ફિલ કરું...

શાલિની- તું ક્યારે પાછો આવવાનો છે?

સમર- મારા ભાઈને દિલથી આપનાવી લો તો હું પાછો આવી જઈશ...

શાલિની- ઓકે... હું હમણાં જ પરાગ પાસે જઈને વાત કરી લઉ છું... આઈ એમ રિઅલી સોરી બેટા... હવે હું આવું ક્યારેય નહીં કરું...

સમર- ઓકે મોમ....

સમર તેની મોમને ગળે લગાવી લે છે.

શાલિની એગ્રીમેન્ટની ફાઈલ લઈ ઓફિસ તરફ જવા નીકળે છે.

પરાગની કેબિનમાં જાય છે.

શાલિની- પરાગ.. તું બિઝી છે?

પરાગ- ઓહ... શાલિનીમાઁ તમે.. આવોને... બેસો.. કંઈ કામ હતું?

શાલિની- હા...

પરાગ- ફોન કરી દીધો હોત.. હું ઘરે આવી જતેને..!

શાલિની- વાત જ એવી છે તો મારે આવવું પડે એમ હતું...

શાલિની તે ફાઈલ પરાગને આપતા કહે છે, આની હવે જરૂર નથી..!

પરાગ ફાઈલ ખોલીને વાંચે છે તો એગ્રીમેન્ટ હોય છે.

પરાગ- આ તો એ જ ડિલ છે જેમાં મેં જ સાઈન કરી હતી કે પ્રોજેક્ટ ફેઈલ જાય તો બધુ નુકશાન મારે ભરવાનું અને પ્રોફીટ કંપનીનો...!

શાલિની- હા... તે અને સમરે ખૂબ મહેનત કરી છે આ પ્રોજેક્ટ માટે... મને અહેસાસ થયો કે હું ખોટું કરુ છું... મને તને તારા પર તો ભરોસો હતો... પણ સમર પર નહીં... મેં તારી સાથે ખોટું કર્યું છે...

પરાગ- અમ્મ... મને સમજ નથી કે મારે શું કહેવું...?

શાલિની- તારે કંઈ કહેવાની જરૂર નથી... આ ડિલ કેન્સલ કરી દે તું... આઈ એમ રિઅલી સોરી.. પરાગ..!

પરાગ- તમે સોરી ના કહેશો...

શાલિની ઓફિસથી નીકળી ઘરે જતી રહે છે. શાલિની ખરેખરમાં બદલાય ગઈ છે કે નહીં તે તો સમય જ જણાવશે..!

સમર ઓફિસમાં આવી કામ પતાવી નિશાને કોલ કરે છે અને કહે છે, ક્યાંક સાથે ફરવા જઈએ..!

બંને સાથે શહેરમાં ફરીને મજા કરે છે. સાંજે સમર નિશાને ઘરે મૂકવા જાય છે ત્યારે નિશાનો હાથ પકડી સમર તેને થેન્ક યુ કહે છે.

નિશા- થેન્ક યુ શેના માટે?

સમર- તારા કહેવા પર મોમ સાથે વાત કરી અને વાત ક્લિયર પણ થઈ ગઈ..!

નિશા- ગુડ... હું હવે જઉં... બાય.. ટેક કેર

સમર- બાય... ટેક કેર..


સાંજે માનવ એશાને મળવાં જાય છે ત્યારે એશા પરાગના લીધે માનવને ખરી ખોટી સંભળાવે છે. પરાગે જે બિહેવ રિની સાથે કર્યુ હતું તે રિનીએ ફોન કરીને એશા અને નિશાને કહ્યું હતું... હવે તે જ વાત એશા માનવને કહી રહી હતી....!


રાત્રે જમતી વખતે આશાબેન અને રીટાદીદી બંને રિની બાજુ જોઈ રહ્યા હોય છે.

રિની- તમે બંને મને આમ કેમ જુઓ છો?

એશા- હા... તમે બંને ક્યારના રિનીને જોઈ રહ્યા છો.. શું વાત છે?

નિશા- કંઈ કહેવું છે તમારે?

રીટાદીદી- હા... મારે અને દીદીએ રિનીને કંઈ પૂછવું છે..?

રિની- શું?

આશાબેન- તારા અને નમન વચ્ચે શું ચાલી રહ્યું છે?

રિની- હેં....? મારા અને નમન વચ્ચે કંઈ જ નથી..!

રીટાદીદી- તો તમે બંને આખો દિવસ સાથે હોવ છો... વાતો કરો છો..!

રિની- અમે બંને ફક્ત ફ્રેન્ડ છીએ...! અને સાથે એટલે હોઈએ છીએ કેમ કે તે મારી જ કંપનીમાં જોબ કરે છે...

આશાબેન- ઓહ... પણ છોકરો સારો છે.

રિની- મમ્મી... બહુ આગળનું ના વિચારીશ... અમારી વચ્ચે એવું કંઈ જ નથી... અને થાય પણ નહીં...!

આશાબેન મોં બગાડે છે. બધા જમીને તેમનું કામ પતાવી પોત પોતાની રૂમમાં જતા રહે છે.


આ બાજુ માનવ અને સમર પરાગના ઘરે જ હોય છે.

સમર મેસેજથી નિશા સાથે વાત કરતો હોય છે. માનવ એશા માટે અને પરાગ રિની માટે બબડતો હોય છે.

માનવ- મને કામમાં વચ્ચે ફોન કરી કહે છે કે મને પ્રોબ્લમ છે અને હું એને મળવા ગયો તો કહે છે, પરાગ કેવો પ્રેમી છે..? તે રિનીને બધાની સામે લડે છે..! આ તો કંઈ વાત થઈ?

પરાગ- હું શું કરું? એને મને જેમ કહ્યું એમ જ કરું છું... એને ઓફિસમાં અમારા રિલેશનશીપ વિશે કોઈને નથી કહેવું... હવે હુ આવું કરુ છુ તો કંઈ બીજુ જ બોલે છે.... એની સાથે મેરેજ કરવાનું મારૂં સપનું ક્યાંક સપનું જ ના રહી જાય..!


એવી જ રીતે બીજી સાઈડ... નિશા સમર સાથે વાત કરતી હોય છે. રિની અને એશા બબડતા હોય છે.

એશા- માનવ તો જાણે એમ પૂછે છે મને કે રસ્તા પર આવતા જતા મને ના પૂછતા હોય... મને પ્રેમ કરે છે કે નહીં? અરે.. કોઈ રીત હોય કે નહીં..?

રિની- હા... મારા વાળાને તેનો બિઝનેસ મૂકી બધાને સુધારવામાં લાગવું છે.... બધા જ છોકરા એક સરખાં જ હોય છે.


પરાગનાં ઘરે....

માનવ- એને ખાલી એવું પૂછ્યું કે પ્રેમ કરે છે કે નહીં? એમાં તો કેટલું બોલી ગઈ...

પરાગ- બે દિવસ.... ફક્ત બે દિવસ જ સારો લાગે આ પ્રેમ પછી આ છોકરીઓ.. કોઈ પણ એક ટોપિક કાઢીને લડવાનું ચાલું કરી દે છે. આ છોકરીઓને સમજવી બહુ જ અઘરી છે. આ છોકરીઓ આટલી કોમ્પલીકેટ કેમ હોય છે?

માનવ- સાચી વાત છે...

પરાગ- મને તો ભૂખ લાગી છે... હું જાવ છું કિચનમાં... તમારે કોઈને તંઈ ખાવું છે?

સમર- હા... હું મારી માટે કંઈ લઈ આવજો...

માનવ- મારે કંઈ નથી જોઈતું... વાતોથી જ ભરાઈ ગયું છે મારું પેટ...

પરાગના ગયા બાદ સમર માનવને કહે છે, મારી પાસે એક આઈડીયા છે..!


શું પરાગ અને રિનીની નાની નાની લડાઈ આમ જ ચાલું રહેશે?

સમર પાસે શું આઈડીયા છે અને શેની માટે?

ટીયાનું નવું શું નાટક છે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૦૩



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED