દૈત્યાધિપતી - ૧૭ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતી - ૧૭

સુધા નિસર્ગ/હરિશ/નિરત/દૈત્ય ને જોતીજ રહી.


'તમારું સાચ્ચુ નામ શું છે?' એણે પુછ્યું.

'અમેય અમીત્ર. પણ મને મારું નામ સહેજ પણ નથી ગમતું. સ્મિતા ને પણ.'

સ્મિતા આ રુમ ની બહાર ગઇ હતી. આ રુમ બહું નાનો હતો. સુધા એક ખુરસીમાં બેઠી હતી. તેની સામે એક ટેબલ હતું. અને તેની ડાબી બાજુ અમેય બેઠો હતો.

સુધાના ગાલ ઉપર લોહી વહી રહ્યુ હતુ. અને તે ચીરા થી મન દુર કરવા તે અનેય સાથે વાત કરી રહી હતી.

'પણ મને તો તમારું નામ ગમ્યું.'

'અમેય નો મતલબ અજાણ થાય છે. '

'ખોવાયેલા?'

'અજાણ. જેમ ભગવાન.'

સ્મિતા કોઇકની જોડે ફોન પર વાત કરવા ગઇ હતી.

'આપણે ક્યાં આવ્યા છીયે?'

'કીધું તો હતું મનાલી.'

એમ નહીં. પણ આ જગ્યા કઇ છે?'

'આ તો -' કેહતા દરવાજો ખુલ્યો.

સ્મિતા સાથે એક માણસ હતો.

આ માણસ:

સાત ફૂટ લાંબો હતો,
બહુ પાતળો હતો,
એ કાળા રંગનો સુટ પહેર્યો હતો,
ખુબ ર્વુદ્ધ હતો;
ની દાઢી લાંબી અને સફેદ હતી.

તે માણસ સુધા ની સામે બેસ્યો.

સ્મિતા બોલી, 'આ છે ખુશવંત રાઠવા.' સુધા ના કાનમાં.

'કેમ છે તું સુધા?'

પેહલા તો એ કઇ બોલીજ ના સકી. પછી એણે મુંડી હલાવી.

‘તને અહીં આવતા પેહલા ચાર ફોટા દેખાડેલા તે તને યાદ છે?’

‘નામ યાદ નથી. પણ મુખ યાદ છે.’

‘સારું કેહવાય. તારી જોડે ચાર કલાક છે. તે મુખ, અને તેમના નામ, યાદ રાખી લેજે.’

અને સુધા નીચું જોવા લાગી.

‘હું, ખુશવંત રાઠવા, લો ફર્મ ડાઇરેક્ટર છું. હું વકીલો ના સંગ્રહ દ્વારા લાખો લોકો ને ન્યાય અપાવડાઉ છું. અને મારો ન્યાય કરવો તારા હાથ માં છે.

મારો સમય, સુધા, ખૂબ કીમતી છે. મોતી જેવો. પણ તારું કામ મહત્વનું છે. અને શું છે, કેમ છે, તે બધ્ધું સ્મિતા તને સમજાવશે.’ કહીં તે ઊભો થઈ ગયો.

અને દરવાજા તરફ જવા લાગ્યો, અને પછી પાછો ફર્યો.

‘પણ યાદ રાખજે સુધા, જો તું તારા માતા - પિતાકે ભાઈને મળવાની કે એમની જોડે વાત કરવાની કોશિશ પણ કરીશને તો જે તારી જોડે આજે થયું તે ફરી થશે, અને જો અમે જેમ કહીએ તેમ ના કર્યું તો.. સમજી જા.’

સુધાનો ખૌફ વધતોજ ગયો. અને પછી તે પ્રસ્થાનીઓ.

સ્મિતા દરવાજા તરફ જોતીજ રહી, તેના મુખ પર એક ખુશી હતી. પણ અમેય ને ખુશવંત સેજ પણ નતો ગમતો. ખુશવંત અમે તરફ જોવે ત્યારે તેની નજરમાં કોઈ જાતની તકરાર ન હતી.

‘શું તમે ખુશવંતજીના દીકરી છો?’

‘ના. હું ખુશવંત રાઠવાની પૌત્રી છું.’

‘શુડ વી લીવ નાવ?’ અમેય એ પૂછ્યું. (હવે શું આપણે જઈએ?)

‘હા.’

પછી એ લોકો બહાર નીકળ્યા. ગાડી માં બેસ્યા અને આગળ વધી ગયા.

બધેજ મોટા મોટા પહાડો હતા. અને રસ્તા જોઈ સુધાને ઊલટી આવી જતી. અને હા, સુધા કાપી રહી હતી.

તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. અહીં ખૂબ ઠંડી હતી. એમા ઉપરથી આ લોકોએ સુધાને ખૂબ મારી હતી.

તેનું શરીર કંપારી છોડી રહ્યું હતું. એમા ઉપરથી આ ઠંડી..

સ્મિતા એક ‘કેફે’ પર નીચે ઉતરી (આ કેફે શું હોય વળી? સુધાને નથી ખબર.)

‘સુધા - અમેય એકદમથી સુધા તરફ જોવા લાગ્યો - મારે તારી જોડે કઈક વાત કરવી છે.’

‘શું?’

‘સ્મિતાને શું તું જોવે છે.’

‘હા.’

‘સુધા.. સ્મિતાની આજુ બાજુ કોઈ છે તો નહીં ને?’

‘ના.’

‘સ્મિતા અંદરજ છેને..’

અમેયની આંખોમાં ડર હતો, તેના બોલવાના અંદાજમાં કઈક જુદું હતું. જાણે -

‘હવે મારી વાત સાંભળ સુધા. ખુશવંતએ.. ‘