મૃત્યુ દસ્તક - 13 Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ દસ્તક - 13

સાંજે ૭ કલાકે હોસ્ટેલ નું દ્રશ્ય….

હોસ્ટેલ ના દરવાજા પર બહાર ની બાજુએ ઉભેલા ડો.રજત, નેહા, જય, તપન, અને મિસ.ઋજુતા બરાબર સાત ના ટકોરે અંદર આવે છે. પિયુષભાઈ ભાગવા રંગ નું ધોતિયું અને ખેશ ઓઢી ને બેઠા હતા, તેમની બાજુ માં કાનજીભાઈ પણ પિયુષભાઈ જેવો જ પોશાક ધારણ કરી ને બેઠા હતા. તેમની એકદમ પાસે એક હવન કુંડ માં અગ્નિ પ્રજવલ્લિત હતો. અને ચારે બાજુ સફેદ રાખ થી એક મોટું કુંડાળું કરેલું હતું. દ્રશ્ય જોઈ ને કોઈ મોટો યજ્ઞ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગતું હતું. કાનજીભાઈ બધાને ઇશારાથી અંદરની તરફ આવી જવા કહે છે. કાનજીભાઈ ના કહેવા પ્રમાણે બધા જ સફેદ કુંડાળાની અંદરની બાજુએ આવી જાય છે. કાનજીભાઈ ફરીથી ઈશારામાં જ બધાને નીચે બેસી જવા જણાવે છે કાનજી ભાઈ ની વાત માની બધા જ નીચે બેસી જાય છે. થોડા મંત્રોચ્ચાર બાદ પિયુષભાઈ બોલે છે,

‘મેં જેને જે સામગ્રી લાવવાનું કહ્યું હતું તે તમે લોકો લઈ ને આવ્યા છો ને? આપણી વિધિ બસ ચાલુ થવા જઈ રહી છે વિધિ દરમ્યાન આ કુંડાળા ની બહાર નીકળશો તો હું તમને દૂષ્ટ આત્મા થી નહિ બચાવી શકું.મહેરબાની કરી ને આ કુંડાળા માં જ રહેવા વિનંતી હવે હું તમારી પાસે મગવેલી વસ્તુઓ માંગુ તે પ્રમાણે મને આપતા જાઓ’

'ડો. રજત, પાંચ લીંબુ, કાળું કપડું અને ખીલ્લી તમે જ્યાં બેઠા છો ત્યાં મૂકી દો, અને હું ઈશારો કરી એટલે તૈયાર થઈ જજો.
‘નેહા, તું ખુશી ના વાળ ની લટ, એક ધારદાર ખંજર તું જ્યાં બેઠી છે ત્યાં મૂકી દે.’

‘ મિસ. ઋજુતા તમે ડો.શર્મા ની રેકોર્ડ બુક અને પલક ની કેસ ની ફાઈલ તમે બેઠા છો ત્યાં મૂકી દો.’

‘મને વિશ્વાસ છે કે તપન અને જય મે કહ્યું હતું તે લઈ આવ્યા હશે.'
યજ્ઞ માં ઘી હોમી ને પિયુષભાઈ વિધિ પ્રારંભ કરે છે. મંત્રો ના ઉચ્ચારણ બાદ અભિમંત્રિત નાડાછડી ઉપસ્થિત બધા ને કાંડા પર બાંધે છે. એટલા માં અચાનક હોસ્ટેલ ની દીવાલો ને ગુંજવતી નીયા ત્યાં દોડતી આવતી દેખાય છે. પિયુષભાઈ બોલે છે ‘જય અને તપન તમારી સામગ્રી આવી પહોંચી છે હવે કોઈ આ કુંડાળા ની બહાર જશો નહિ.’

નિયા નજીક આવીને કુંડાળામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઝટકા સાથે પછી પડે છે અને ગુસ્સામાં બોલે છે ‘તમને શું લાગે છે આ કુંડાળું તમારી રક્ષા કરી શકશે? આજે મધ્યરાત્રી સુધીમાં મારી ઘણી બધી શક્તિઓ અને પુનઃ પ્રાપ્ત થઈ જશે ત્યારે તમારે લોકોને ખેર નથી’

પિયુષભાઈ ડો.રજત ને ઈશારો કરીને કંકુ વાળી ખીલ્લી કરીને લીંબુ માં ખોસવાનું કહે છે. તાત્કાલિક ડો. રજત લીંબુ માં ખીલ્લી ખોસે છે અને નીયા સ્થિર થઈ જાય છે. તે પોતાના સ્થાન થી હલી શકતી નથી જેથી તે ગુસ્સા માં માત્ર બૂમો પાડતી હોય છે.
કાનજીભાઈ અને ડો.રજત બંને પોતાના સ્થાન થી ઉભા થાય છે પહેલા થી જ કાનજીભાઈ એ બધી જ છોકરીઓ ને નીયા ના રૂમ થી દુર ના અને બહાર જવાના દરવાજા ની નજીક આવેલા હોલ માં બેસાડેલી હોય છે. તે બધીજ છોકરીઓ ને પાછળ ના દરવાજા થી વિધિ માં ખલેલ ન પહોંચે તેમ બહાર મોકલી દે છે.

અચાનક ડો.રજત પોતાના ખભા પર કોઈનો હાથ મહેસૂસ કરે છે, તે પાછળ વળીને જુએ છે તો વિખરાયેલા વાળ, લાલ મોટા ડોળા થી ખુશી તેની સામે જોઈ રહી હોય છે. ક્ષણભર તો ડો.રજત ડઘાઈ જાય છે, અને મૂર્તિ બની ગયા હોય તેમ કોઈ પણ ગતિવિધિ વગર ઉભા રહી જાય છે. એટલા માં કાનજીભાઈ ની નજર ડો.રજત અને ખુશી પર પડે છે તે સમજી જાય છે કે પલક એ નીયા નું શરીર છોડી ને ખુશી ના શરીર પર પોતાનો કબજો જમાવી લીધો છે અને તેની દુષ્ટ શક્તિઓ નો ઉપયોગ કરી ને હવન પાસે બેઠેલા લોકો ને પણ ભ્રમિત કરી રહી છે.

કાનજીભાઈ તેમના ખિસ્સા માં હાથ નાખીને ત્વરિત લાલ મરચા ની ભૂકી ખુશી ની આંખ માં નાખે છે. હજુ પણ ડો.રજત સ્તબ્ધ અવસ્થા માં જ હોય છે. ભૂકી આંખ માં જવા ને લીધે ખુશી એટલે કે પલક આંખો ચોળવા લાગે છે. તક નો લાભ ઉઠાવી ને કાનજીભાઈ ડો.રજત ને શર્ટ ના કોલર પાસે થી પકડી ને ખેંચે છે. અચાનક અનુભવેલ ખેંચ થી ડોકટર સાહેબ સામાન્ય થઈ જાય છે અને કાનજીભાઈ ડોકટર સાહેબ નો હાથ પકડી ને દોટ મૂકે છે. બંને ને દોડતા જોઈ ને ખુશી પણ તેમની પાછળ દોટ મૂકે છે. ઉંદર અને બિલાડી ના ખેલ જેવી દોડધામ ચાલુ થાય છે. જેમતેમ કરી ને જીવ બચાવવા કાનજીભાઈ અને ડો.રજત પૂરપાટ જડપે કુંડાળા તરફ આગળ વધી રહ્યા હોય છે.

ડો.રજત વારંવાર પાછળ ની તરફ જોઈ રહ્યા હોય છે જય બજરંગબલી ના જાપ સાથે તેમના માં જેટલી તાકાત હોય તેનો સંપૂર્ણ ઉપયોગ કરી ને કુંડાળા તરફ દોડી રહ્યા હોય છે. કુંડાળા સુધી પહોંચવા માટે લગભગ ૭૦ થી ૮૦ ફૂટ એટલે કે હોસ્ટેલ ના ૮ રૂમ જેટલું અંતર કાપવાનું હોય છે. કુંડાળા ની અંદર બેઠેલા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હોય છે એવા માં અચાનક સ્થિર થયેલી નીયા ઢળી પડે છે. બધા ની નજર નીયા પર કેન્દ્રિત થાય છે. પલક એ નીયા ના શરીર ને પોતાના પ્રભાવ થી સંપૂર્ણ મુક્ત કરી દીધું જેથી નીયા ના શરીર ની સાથે બંદી બનાવવા માટે કરેલ મંત્રો માંથી પલક મુક્ત થઈ ગઈ. થોડીવાર માં દોડતા દોડતા ખુશી ઢળી પડે છે અને નીયા નું શરીર ફરીથી ઊંચકાય છે. ક્ષણિક નીયા ને મુક્ત કરી ફરી થી કબજો જમાવતા ની સાથે જ પલક મંત્રો ની બાધા માંથી મુક્ત થઈ જાય છે.

મુક્ત થતાની સાથે જ નીયા ડો.રજત અને કાનજી ભાઈ ની સામે દોડી ને ઊભી રહી જાય છે. ભયંકર હાસ્ય સાથે નીયા કાનજીભાઈ ને ગળે થી પકડી ને બોલે છે.

‘ આ ગાર્ડ એ મને ખૂબ હેરાન કરી છે એટલે હું પહેલા તેને મારીશ, તું ચૂપચાપ બાજુ માં ઉભો રહેજે નહીતો તારો ખેલ પણ હું અહીંયા જ ખતમ કરી નાખીશ.’

કાનજીભાઈ ના ગળા ને નીયા એ ખૂબ વધારે દબાણ થી પકડેલું હોવાથી તે એકદમ દબાયેલા આવજે બોલે છે.
‘ તું ગમે તે કર મને તારા થી ડર નથી લાગતો અને હા હું કઈ કરતો નથી અને તારા આ દબાણ ને મારા ગળા પાસે સહન કરું છું તેનું કારણ એ છે કે હું પિયુષભાઈ ને તને ફરી થી કેદ કરવા માટે મંત્રોચ્ચાર નો સમય આપુ છું.’

‘ ચલ નીકળ હવે અહી થી.’ ધક્કો મારી નીયા ને દુર કરતા કાનજીભાઈ બોલે છે.

નીયા થોડી દૂર ખસી જાય છે અને તેની પકડ છૂટી જાય છે. તરત જ પિયુષભાઈ લીંબુ માં કંકુ વાળી ખીલ્લી કરી ને ખોસી દે છે અને નીયા ફરી થી સ્થિર થઈ જાય છે. પાછળ થી હજુ ખુશી ઊભી થવા જતી હોય છે એટલા માં તરત જ કાનજી ભાઈ અને ડો.રજત કુંડાળા તરફ દોડી ને પહોંચી જાય છે. સાથે સાથે પિયુષભાઈ બીજા લીંબુ માં ખીલ્લી કંકુ વાળી કરી ને ખોસી દે છે જેથી ખુશી પણ સ્થિર થઈ જાય છે. ખુશી ના સ્થિર થતાં જ કાનજીભાઈ કુંડાળા માં પ્રવેશી જાય છે પણ ડો.રજત બહાર ઊભા રહી જાય છે.

કુંડાળા માં રહેલા લોકો ડો.રજત ને ઉતાવળ કરી ને અંદર આવવા કહે છે. ડો.રજત બધા ની સામે જોઈ ને માત્ર એક નાનું સ્મિત આપે છે અને અચાનક ડો.રજત ની આંખો ના ડોળા લાલ થવા લાગે છે અને બદલાયેલાં અવાજે બોલે છે.

‘હવે મને કાબૂ કરવી તે તમારી ક્ષમતા ની બહાર ની વાત છે.’

ક્રમશઃ