નેહા તેને શાંત કરવા પાણી આપે છે અને તેના માથે હાથ ફેરવતા કહે છે કે ‘ જો નીયા સબંધ માં ઉતાર ચઢાવ આવ્યા કરે તું અત્યારે સૂઈ જા હું કાલે જય ને મળી ને સમજાવીશ.’
ખૂબ રાત થઈ ગઈ હોય છે માટે નેહા પણ પ્રેઝન્ટેશન ની તૈયારી કરવાનું છોડી ને સુઈ જવાનું વિચારે છે. પરંતુ તે વિચારો ના વમળ માં સરી પડે છે તેને એ નથી સમજાતું કે શા માટે જય એ આવું કીધું હશે નીયા ને, જો જય એ સંબંધ ન રાખવો હોય તો બીજું પણ બહાનું બતાવી શકે. તો આવું ચોક્કસ કારણ જ શા માટે?
આ વાત નું નિરાકરણ લાવવા માટે નેહા પોતાનો ફોન હાથમાં લે છે અને જય ને મેસેજ કરે છે.
‘ જય, કાલે તું જ્યારે પણ ફ્રી થાય મને કૉલ કર જે મારે તને મળવું છે. હું બપોરે ૨ વાગ્યા પછી ફ્રી છું..પ્લીઝ ‘
મેસેજ કરી ને નેહા સુવા નો પ્રયત્ન કરતી હોય છે ત્યાં જ થોડી વાર માં તેનો ફોન રણકે છે, નેહા જુએ છે તો જય નો મેસેજ આવ્યો હોય છે.. તેમાં લખ્યું હોય છે કે ‘ હું તમને મળી શકું તેવી હાલત માં નથી અને તમે પણ જેમ બને તેમ નીયા થી દૂર રહેજો નહીતો તે તમને પણ નુકશાન પહોંચાડી શકે છે. તેના માં કોઈ દુષ્ટ આત્મા પ્રવેશી ગઈ છે.’
આ મેસેજ વાંચી ને નેહા થી રહેવાતું નથી માટે તે જય ને કૉલ લગાડે છે. બે કે ત્રણ રીંગ બાદ જય કૉલ નો જવાબ આપે છે.
‘ હેલ્લો’
‘ તું તારા મન માં શું સમજી બેઠો છે હે! તું જેમ ફાવે તેમ મારી નીયા ને બદનામ કરીશ અને હું ચલાવી લઈશ?’ નેહા ખૂબ ગુસ્સા માં જય ને ખીજાવા લાગે છે.
જય તેને શાંત પડતા કહે છે ‘ નેહા, તું શાંતિ થી મારી વાત સાંભળ, હું નીયા ને બદનામ નથી કરતો પરંતુ ખરેખર કોઈ દુષ્ટ આત્મા એ તેના શરીર પર કબજો જમાવ્યો છે. અને હું તને મળી શકું તેવી હાલત છે જ નહિ કારણકે મારી આ હાલત ની જવાબદાર નીયા જ છે. અને જો તને વિશ્વાસ ન આવતો હોય તો એક કામ કર હું મારા મિત્ર તપન ને તને લેવા મોકલું છું. ચૂપચાપ તારા હોસ્ટેલ ના દરવાજા પાસે ઊભી રહેજે તને મારો મિત્ર અહી મારી પાસે લઈ આવશે તું તારી આંખો થી જ મારી હાલત જોઈ લે.’
એક વખત તો નેહા ને જય પર વિશ્વાસ આવતો નથી પરંતુ લાંબા સમય તેને ઓળખતી હોવાથી તે જય ના સ્વભાવ થી એકદમ પરિચિત હતી. તેથી તેને થયું કે મામલો શું છે તે જાણવું જ પડશે. માટે તે મેસેજ માં જય ને તેના મિત્ર ને લેવા મોકલવાની પરવાનગી આપે છે.
કોલેજ ની હોસ્ટેલ હોવા છતાં પણ અહી કોઈ પણ રોકટોક કે સમય મર્યાદા જેવું કઈ હતું જ નહિ. જેને જ્યારે જવું હોય ત્યારે બહાર જાય અને જ્યારે આવવુ હોય ત્યારે તે આવી પણ શકે. માત્ર એક રજિસ્ટર હતું તેમાં જવા ની અને આવવા ની સમય સાથે નોંધ લેવાતી હતી. નેહા પોતાના રૂમ માં થી ચૂપચાપ હોસ્ટેલ ના ગેટ પાસે આવે છે અને રજિસ્ટર માં પોતાની બહાર જવાની એન્ટ્રી કરે છે.
પાંચેક મિનિટ ઉભા રહ્યા બાદ જય નો મિત્ર તપન નેહા ને લેવા માટે આવી પહોંચે છે. નેહા બાઇક પર બેસી જાય છે, લગભગ વીસેક મિનિટ બાદ એક ફ્લેટના પાર્કિંગમાં તપન બાઈક ઉભી રાખે છે. જય અને તેનો મિત્ર તપન બંને લંગોટિયા મિત્રો મેડિકલ ના અભ્યાસ માટે સાથે એડમીશન લઈ ને શેરિંગ માં એક ફ્લેટ ભાડે રાખ્યો હોય છે. નેહા બાઇકમાંથી ઉતરે છે અને તપન બાઇકને સરખી રીતે પાર્કિંગ માં મૂકે છે. ત્યારબાદ નેહા ને લઈને જયના રૂમમાં પહોંચે છે. આંખ સામે જયની હાલત જોઈને નેહાની આંખો ફાટી જાય છે અને તેના હોશ ઉડી જાય છે.
ક્રમશઃ