મૃત્યુ દસ્તક - 12 Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ દસ્તક - 12

મારા પગ નીચે થી જમીન સરકી ગઈ હોય તેવું મને લાગ્યું મે તેને જવાબ આપ્યો ‘ ના, તને હું કેવીરીતે ભૂલી શકું. મે તને ખૂબ સમજાવી પણ તું ન સમજી અને હજુ પણ જો તું આ શું કરી રહી છે.’

આટલું સાંભળતા જ તે મારી તરફ આવી અને મને ગળે થી પકડી લીધી અને બોલી,
‘તું તારા કામ થી કામ રાખ મારી વાત માં દખલ ન કર મને ખબર જ છે કે મને તે જ કેદ કરાવી હતી. પણ જો આ છોકરી કઈક શોધતી હતી ને તેના હાથ માં પેલા શર્મા ની રેકોર્ડ બુક આવી ગઈ ને આ પાગલ છોકરી એ તે ખોલી પણ નાખી. હું તેમાં થી આટલા વર્ષો બાદ આઝાદ થઈ છું હવે તું જોતી જા મૃત્યુ નું તાંડવ શરૂ થશે. ગુસ્સો તો ખૂબ આવે છે તારા પર કે તને અહી જ ખતમ કરી દઉં પણ શું કરું હું વચન થી બંધાયેલી છું. જો હું વચન તોડિશ તો તેનો પ્રભાવ મારી શક્તિઓ પર પડશે. માટે અત્યારે તો હું તને જીવતી છોડી દઉં છું ત્રણ દિવસ માં મારી સંપૂર્ણ શક્તિઓ હું પુનઃ પ્રાપ્ત કરી લઈશ પછી તારી ખેર નથી.’

આટલું બોલી ને તે ત્યાં થી નીકળી ગઈ.

આટલા વર્ષો માં કોઈ એ તે રેકોર્ડ બુક ને સ્પર્શ ન કરી હતી.પરંતુ નીયા ના અજાણ્યા સ્પર્શ થી તે ભયંકર આત્મા હવે ખૂલે આમ ફરતી થઈ ગઈ છે, અને લોકો ને નુકશાન પહોચાડે છે. પલક ને ફરી થી કેદ કરવી જ પડશે તેમ વિચારી ને રાત્રે જ હું પેલા તાંત્રિક ને મળવા ગઈ હતી પણ ત્યાં જતા જ મને ખૂબ નિરાશાજનક સમાચાર મળ્યા. તે તાંત્રિક ને પણ કોઈ એ નિર્દયાપૂર્વક મૃત્યુ ને ઘાટ ઉતારી દીધો, હું સમજી ગઈ કે આ કામ પલક નું જ છે.
પિયુષભાઈ મિસ. ઋજુતા ને કહે છે ‘મેડમ, હવે તમે નિશ્ચિંત થી જાવ આ દુષ્ટ આત્મા ને હવે હું જોઈ લઈશ. બસ હવે આપણને તેની કમજોરી ખબર પડી ગઈ છે કે જે તેના થી અતિશય ન ડરે તેના શરીર માં તે પ્રવેશ નથી કરી શકતી.’

નેહા અધીરાઈ પૂર્વક મિસ. ઋજુતા ને પૂછે છે.
‘તે રેકોર્ડ બુક માં એવા તો ક્યાં અત્યાચારો લખ્યા છે?’

મિસ. ઋજુતા નેહા ને ઉત્તર આપતા જણાવે છે,
‘તે રેકોર્ડ બુક માં વર્ણવેલા પ્રયોગ બધા તો હું તમને કહી શકું તેવી હિંમત મારા માં પણ નથી તે અત્યંત ક્રૂતાપૂર્વક કરેલા છે. જેમાંથી અમુક અહી કહી શકાય તેવા છે અને અમુક તો અહી હું વર્ણવી શકું તેવા પણ નથી.’

પલક ને ડર લાગતો ન હોવાથી સામાન્ય માણસ માટે ડર ચરમસીમા વટાવી જાય તેવા પ્રયોગો ડો.શર્મા એ કર્યા હતા. તે પલક ને એક ખુરશી સાથે બાંધી રાખતો હતો ત્યાર બાદ એક ચાર્જ વિદ્યુત વાયર તેના પગ ની નીચે મૂકતો હતો, પલક જેવો પગ નીચે મૂકે કે તરત તેને કરંટ લાગે. આવા અનેક વખત તેને પીડાદાયક કરંટ આપ્યા છે છેલ્લે તો તેને ક્રૂરતા ની હદ વટાવી દીધી તેણે એક ચાર્જ વાયર પલક ની આંખ પર આઈબ્રો ની બિલકુલ નીચે ગોઠવ્યો તથા બીજો વાયર એવી રીતે ગોઠવ્યો કે પલક આંખ ખોલે એટલે તરત તેને કરંટ લાગે પલક ની આંખ એક સ્વીચ તરીકે કામ કરતી આંખ ખૂલે કે બંને છેડા ભેગા થાય અને બસ પછી પલક ની બૂમો સંભળાય. છતાં તેની મગજ ની એમિગલાડા માં કોઈ ફરક પડતો ન હતો જેથી પલક ને હજુ પણ ડર નો અનુભવ થતો ન હતો.

આ ડર ને વધારે તીવ્ર કરવા માટે તેણે બીજા ઘણા બધા માર્ગ અપનાવ્યા જેના પરિણામે પલક નું શરીર જવાબ દઈ ગયું. એક પ્રયોગ માં તો તેણે ક્રૂરતા ની હદ જ વટાવી દીધી પલક ને તેણે એક એર ટાઈટ ચેમ્બર માં નાખી જ્યાં તેને આખા દિવસ નો જરૂરી હોય તેટલો જ ઓકસીજન મળી રહે જો તેની શ્વસન ની ગતિ કોઈ કારણ સર વધે તો તે ચેમ્બર માં જરૂરી ઓકસીજન નું પ્રમાણ ઓછું થાય અને પ્રેશર ઘટવા ને લીધે બાજુ માં કરેલી ભયાનક રચના થી ઝેરી ગેસ ચેમ્બર માં પ્રવેશે. આ પ્રયોગ દરમ્યાન પલક એ યાતના કરતા મૃત્યુ સ્વીકારવાનું પસંદ કર્યું પણ ક્રૂર ડો. શર્મા એ તેને મરવા પણ ન દીધી.

આમ અનેક આવા રૂંવાટા ઉભા કરી દે તેવા ક્રૂર પ્રયોગો તે રેકોર્ડ બુક માં વર્ણવેલા છે. મે જણાવ્યા તે તો માટે શરૂઆત ના પ્રયોગો છે બાકી ના તો હું કહી પણ નહિ શકું એવા ભયંકર હતા. મૃત્યુ સમય એ પલક ની હાલત ખુબ દયનીય હતી. તે બિચારી તેની એક આંખ પણ ડો.શર્મા ના પ્રયોગ થી ગુમાવી ચૂકી હતી.

પ્રયોગો નું વર્ણન સાંભળી ને બધા ખૂબ આશ્ચર્ય ચકિત થઈ ને સાંભળી રહ્યા હતા. અચાનક પિયુષભાઈ બધા નું ધ્યાન સમય તરફ દોરે છે અને કહે છે,
‘ ચાલો બધા આ બધી વાત પછી કરજો એવું હોય તો મેડમ પાસે જઈ ને બધા પ્રયોગો શાંતિ થી સાંભળજો પણ અત્યારે આત્મા ને કાબૂ કરવાનો કોઈ પ્લાન બનાવીએ અત્યારે સાંજ ના પાંચ વાગ્યા છે હમણાં રાત પડશે અને પેલી એકદમ બે કાબૂ થઈ ને બધા ને હેરાન કરશે.’

પિયુષભાઈ ની વાત માં હામી ભરતા ડો.રજત કહે છે ‘ પિયુષભાઈ એકદમ સાચું કહે છે આપણે કઈક તો કરવું જ પડશે અને તે પણ જલ્દી થી ‘

જય એટલા માં બોલી ઉઠે છે ‘ મને પણ નાનપણ થી પલક જેવો જ મેન્ટલ ડિસઓર્ડર છે મારે પણ એમિગલાડા ડેમેજ છે જેથી મને પણ ડર નથી લાગતો અને પલક ને કદાચ એ ખબર છે માટે જ તે મારા થી ડરે છે.’

હાજર તમામ લોકો જય સામે કુતુહલવશ જોઈ રહે છે પિયુષભાઈ બોલી ઉઠે છે કે,
‘ હા, જય આપણી મદદ કરી શકે છે પરંતુ તે પહેલાં આપણે પલક ની આત્મા ને આહ્વાન આપી ને અહી બોલાવવી પડશે અને તેનો પ્રતિકાર કરવા યોગ્ય બંદોબસ્ત પણ કરવો પડશે. હું તમને લોકો ને અલગ અલગ સામગ્રી નું લીસ્ટ આપીશ તે સામગ્રી લઇ ને નીયા ના રૂમ ની બહાર ઠીક સાત વાગે મળજો અને હા કોઈ પણ પરિસ્થિતિ માં મે મગાવેલ દરેક વસ્તુ લાવવી ફરજિયાત છે. જો તમારા માંથી કોઈ સામગ્રી લઈ ને સાત વાગ્યા પહેલાં આવી જાય તો પણ મહેરબાની કરી ને હોસ્ટેલ માં પ્રવેશ કરશો નહિ.’

પિયુષભાઈ કાગળ અને પેન લઈ ને દરેક વ્યક્તિ ને જરૂરી સામગ્રી લેવા મોકલી દે છે અને પોતે પણ કાનજીભાઈ સાથે પોતાનો સામાન લેવા ઘર તરફ પ્રયાણ કરે છે. ડો. રજત પિયુષભાઈ ને પૂછે છે કે,
'હોસ્ટેલ ખાલી કરાવી દેવી છે?’

પિયુષભાઈ જવાબ માં જણાવે છે કે ,
‘ ના, સાહેબ એવી ભૂલ ન કરતા.જો તેને ખબર પડી જશે તો વિધિ ચાલુ કરીએ તે પહેલાં તે પહોંચી જશે અને વિધિ કરવી આપણા માટે મુશ્કેલ થઈ જશે.’

ડો. રજત પણ વાત ની ગંભીરતા સમજી ને તેમને મળેલ સામગ્રી લેવા માટે નીકળી જાય છે.

ક્રમશઃ